Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ
[ ૧૦૯ખુસરોના પ્રણયકાવ્યની કેટલીક વધુ અસંગતિઓ દર્શાવે છે. ૩૯
શ્રી બેનીપ્રસાદ પણ જાયસી–કૃત “પદ્માવત”ની જેમ “અશકા'ના આખા. વૃત્તાંતને ઉપજાવી કાઢેલે અને સમકાલીન આધાર વિનાને ગણે છે.•
આમ કેટલાક ઈતિહાસકારે અમીર ખુસરોના પ્રણયકાવ્યમાં નિરૂપાયેલી ઘટનાઓને એતિહાસિક માની લે છે, તે બીજા કેટલાક ઇતિહાસકારે એને સાવ કલકલ્પિત માની એને સદંતર અસ્વીકાર કરે છે.
કેટલાક ઈતિહાસકારે આ બે નિતાંત વલણ તજીને એમાંની મુખ્ય બાબતને ખરી માને છે અને ગૌણ વિગતોને કલ્પિત માને છે.
શ્રી હડીવાલાએ મૂળ કાવ્યની વિગતો તપાસીને એના અનુવાદમાં થયેલી કેટલીક ગેરસમજો દર્શાવી છે.૪૧
ડૉ. અશોકકુમાર મજુમદાર અમીર ખુસરેના આખા કાવ્યને ખોટું માનતા. નથી, પણ એમાં જણાવેલી કમલાદેવી અંગેની વિગત સ્વીકારતા નથી. તેઓ માને છે કે કમલાદેવીને બળજબરીથી બાદશાહની બેગમ બનાવવામાં આવી હશે તેવી રીતે દેવલદેવીની બાબતમાં પણ બન્યું હોય; એને બળજબરીથી ખિઝરખાન સાથે પરણાવવામાં આવી હશે.૪૨
છે. રમેશચંદ્ર મજુમદાર પણ કમલાદેવીની માગણી અને દેવલદેવીના પ્રેમની વિગતે ખોટી માની, દેવલદેવી-ખિઝરખાનના લગ્નની મુખ્ય બીનાને સ્વીકાર્ય ગણે છે.૪૩
શ્રી શ્રીવાસ્તવ પણ માને છે કે કવિ ખુસરેએ કાવ્યમાં વર્ણવેલ પ્રસંગ એક સમકાલીન બનાવ છે ને એમાંનું એક પણ પાત્ર કલ્પિત નથી, આથી એમાં કેટલીક કાચિત કલ્પનાઓ ઉમેરાઈ હોવા છતાં કાવ્યના મુખ્ય પ્રસંગને તદ્દન કલ્પિત માની શકાય એમ નથી. ૪૪ - ડે. હરિપ્રસાદ શાસ્ત્રી પણ આવું માને છે.૪૪
શ્રી સતીશચંદ્ર મિશ્ર કાવ્યની મુખ્ય બીના સાચી માની એની ઐતિહાસિકતા-- ને નકારતા નથી.૪૫
આમ કવિ ખુસરોએ પિતાના કાવ્યમાં નિરૂપેલા પ્રસંગની ઐતિહાસિકતાને નકારી શકાય એમ નથી.
અમીર ખુસરો કવિ ઉપરાંત ઇતિહાસકાર પણ હતા. બાદશાહને રણથંભોરના રાજાની પુત્રી દેવલદેવી મેળવવામાં નિષ્ફળતા મળી અને તેથી બાદશાહને