Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮ સુ' ]
સમકાલીન રાજ્યા
[ ૧૨૯
ઘાટ અસ્તિત્વમાં આવ્યા હતા તેનું આદ્ય રૂપ કપિલકોટ(કેરાકોટ)ના ભગ્નાવશેષ્ટ સ્વરૂપમાં સચવાયેલું જોવા મળે છે. એ શિવાલય એટલા સમય સુધી સરળતાથી જઈ શકે છે અને તે એ લાખા ફુલાણીનુ હાવાની સંપૂર્ણ શકયતા છે.
એક ઐતિહાસિક મુદ્દો લાખાના કપિલકોટદુર્ગાની મૂલરાજની ચડાઈ વખતે હૂં યુદ્ધમાં મૂલરાજને હાથે લાખા મરાયાનેા છે. યાશ્રય કાવ્યમાં તે આ. હેમચંદ્રે મૂલરાજ ગ્રાહરિપુ ઉપર ચડી ગયા ત્યારે લાખા અને સિરાજ ગ્રાહરિપુની મદદે દોડી ગયા, એમાં લાખા મૂલરાજને હાથે જ ખુમાલી નદીને કાંઠે થયેલા યુદ્ધમાં મરાયા અને ગ્રાહરિપુ તથા સિંધુરાજ કેદ પકડાયા એવુ' જણાવ્યું છે. પ્રબંધચિંતામણિકાર મેરુડુંગને આ. હેમચંદ્રનું ચાશ્રય કાવ્ય અજાણ્યું કહી શકાય નહિ, છતાં આ. હેમચંદ્રને ન અનુસરતાં એ જુદી અનુશ્રુતિ આપે છે તેથી સંભવ છે કે આ. હેમચંદ્રે કવિસ ંપ્રદાયના સંદÖમાં લાખા સૌરાષ્ટ્રમાં જ ખુમાલી નદીને કાંઠે મરાયાનું નોંધ્યું હાય.૩ આ બંનેમાં એક તથ્ય સ્પષ્ટ છે કે લાખા ફુલાણીનું અવસાન મૂલરાજને હાથે થયું. આ સમય ઈ. સ. ૯૭૯ આસપાસના હાવા અસંભવિત નથી. બજે સે લાખા ફુલાણીને સમય ઈ. સ. ૧૭૨૦-૧૩૪૪ ને આંકથો છેઃ અને આ પૂર્વે મૂલરાજે લાખાને આટકેટ પાસે માર્યાંના નિર્દેશ કરી, એને સમયની દૃષ્ટિએ સ્વીકારવા અરુચિ બતાવી છે.પ ત્યાં અર્જેસે એમ પણ કહ્યું છે કે મેજર જે. ડબલ્યૂ. વોટ્સન દલીલ કરે છે તે પ્રમાણે લાખાને મૂલજી વાઘેલાએ માર્યાં છે.
લાખા ફુલાણીને કપિલકાટદુ` પર ચડાઈ કરી યુદ્ધમાં માર્યાનું મેરુડુંગ એના ગ્રંથ(સં. ૧૩૬૧–૪. સ. ૧૩૦૫)માં કહે છે, જ્યારે ખજેસ તે લાખા ફુલાણી ઈ. સ. ૧૩૨૦(વિ. સં. ૧૩૭૬)માં સત્તા ઉપર આવ્યાનું જણાવે છે. આમ બર્જેસની સાલવારી તદ્દન નિરંક નીવડે છે અને લાખા ફુલાણી મૂલરાજ સેાલીને સમકાલીન હોવાની વાત આ. હેમચંદ્ર તેમજ મેરુતુંગના કથાનક પ્રમાણે અભાધિત બની જાય છે. માત્ર લાખા ફુલાણીનું મૂલરાજને હાથે કયાં મરણ થયું એટલું જ નિશ્ચિત કરવુ ખાકી રહે છે.
જામ પુઅ રા’
લાખા ફુલાણીએ કેરાકોટના વાસ્તુમાં પેાતાના નાના ભાઈ ધાએના પુત્ર પુંઅ રાતે ખેલાવ્યા હતા એ વખતે કાંઈ મનદુઃખનું કારણુ ચતાં પુંચ્ય રા' ભુજથી પશ્ચિમે વીસેક કિ. મી. ઉપર આવેલા એક સ્થાન ઉપર, પધરગઢ નામથી પાછળથી જાણીતા, કિલ્લા ખનાવી ત્યાં રહેતા હતા. લાખાનું મૂલરાજ સાલકીને હાથે
સે. હ