Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૮
સમકાલીન રાજ્ય સોલંકીકાલ દરમ્યાન ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને લાટમાં સોલંકી રાજ્ય ઉપરાંત મોટાં નાનાં બીજાં અનેક રાજ્ય થયાં. એમાં સૌરાષ્ટ્રમાં વંથળી– જૂનાગઢના ચૂડાસમાવંશ ઉપરાંત બીજા અનેક રાજવંશને ઉદય થયો.
પૂર્વે માળવાને પરમારવંશ સેલંકીવંશને પ્રતિસ્પર્ધી રહ્યો. ઉત્તરે રાજસ્થાનમાં અનેક મેટાં નાનાં રાજય પ્રવર્યા. એમાંનાં કેટલાંક રાજ્ય સમય જતાં ગુજરાતના સેલંકી રાજ્યનું આધિપત્ય અંગીકાર કરતાં થયેલાં, તે કેટલાંક બીજા રાજ્ય સમકક્ષતા કે પ્રતિસ્પર્ધાના સબંધ ધરાવતાં. દક્ષિણે કંકણ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેટલાંક પ્રબળ રાજ્ય હતાં, જે ગુજરાતના સોલંકી રાજ્ય સાથે સારાનરસા સંબંધ ધરાવતાં.
વર્તમાન ગુજરાતના ભૂભાગમાં આવેલાં તેમજ સેલંકી રાજ્યના આધિપત્ય નીચે રહેલાં સમકાલીન રાજ્યના સળંગ ઈતિહાસની રૂપરેખા સેલંકીકાલના ઇતિહાસ માટે અનિવાર્ય છે. વળી સમકાલીન પડોશી અને પ્રતિસ્પર્ધી રાજયોના ઇતિહાસની આછી રૂપરેખા પણ સેલંકી રાજ્યનો ઈતિહાસ સમજવા આવશ્યક છે. પ્રથમ કચ્છ-સૌરાષ્ટ્ર અને લાટનાં સમકાલીન રાજ્યની સમીક્ષા કરીએ.
૧, કચ્છને સમાવેશ લખે કુલાણ
સમા વંશના રાજા ફૂલનો પુત્ર લાખાક અત્યંત લાખો ફુલાણું કચ્છ દેશને અધિપતિ હતો. “યશરાજ'ના વરદાનની કૃપા થવાથી એ અજેય કહેવાતું હતું. એને મૂલરાજના સૈન્ય સાથે અગિયાર વાર અથડામણ થઈ હતી અને એમાં એને મૂલરાજના સૈન્યને ત્રાસ આપે હતા. એ જ્યારે કપિલેકટ્ટર્ગ(આજના કેરાકોટ)માં હતા ત્યારે મૂલરાજે એને સકંજામાં લીધું હતું. ત્યાં ઠંધયુદ્ધમાં મૂલરાજે લાખાકને નાશ કર્યો હતો.
અહીં કપિલદુર્ગમાં લાખાની સ્થિતિ, યશરાજની કૃપા અને હૃદયુદ્ધમાં મુલરાજને હાથે લાખાને વધ એ ત્રણ મહત્ત્વની ઐતિહાસિક વસ્તુ તરી આવે છે.
યશરાજ કેરાકેટમાં અત્યારે જે ભગ્ન શિવાલય છે તેના અધિષ્ઠાતા દેવ લાગે છે. મૂલરાજના સમયમાં મંદિર-સ્થાપત્ય વિધાનને જે એક ચોક્કસ પ્રકારને