Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સેલંકી કાલ
[પ્ર
માર્યો ગયો હતો. એ પછી બીજી ચડાઈ ઈસ. ૧૩૦૪-૫માં મલીક પ્રિતમ અને પાંચામીની સરદારી હેઠળ થઈ. અમીર ખુસરોએ ગુજરાત પરની આ બીજી ચડાઈ ના સરદાર પાંચામી અને મલેક કાફૂરે બાગલાણુ પર કરેલી ચડાઈને સરદાર અલપખાન જેને એ ભૂલથી ઉલુઘખાન કહે છે તે બેને ભેગા વણું લીધા છે. ગુજરાત પરની બીજી ચડાઈનો ખરો વૃત્તાંત ઈસામીએ આખે લાગે છે. બાગલાણુ પરની મલેક કાફૂરની ચડાઈ તે છેક ઈ. સ. ૧૩૦૮ માં થઈ, જ્યારે ગુજરાત પરની બીજી ચડાઈ એ પહેલાં થઈ હતી એ સ્પષ્ટ છે. ઈસામીએ આ ચડાઈનું વર્ષ જણાવ્યું નથી, પરંતુ વિચારશ્રેણી વગેરેમાં સં. ૧૩૬ (ઈ. સ.. ૧૩૦૩–૪) નું વર્ષ આપેલું છે તે આ બીજી ચડાઈને બરાબર લાગુ પડે છે.
આ બે ચડાઈઓ વચ્ચે ચાર વષેને ગાળ રહેલો હોઈ એને મુસ્લિમ તવારીખ પરથી આડકતરું સમર્થન મળે છે. ગુજરાતની પહેલી જીત પછી ઉલુઘખાને સરવરખાનને કામચલાઉ વહીવટ સ હતો તે લગભગ ત્રણ વર્ષ ચાલુ રહ્યો હતો. એ પછી ગુજરાતીઓએ બળવો કર્યો. ત્યારબાદ અલપખાનની નિમણૂક કરવામાં આવી (ઈ. સ. ૧૩૦૪).૧૩
આ હકીકતને ઈસામએ જણાવેલા વૃત્તાંત સાથે સરખાવતાં ફલિત થાય છે કે સરવરખાનના વહીવટ દરમ્યાન ગુજરાતની પ્રજાએ દિલ્હીની હકૂમત સામે બળવો કર્યો હશે, ત્રણ વર્ષે કર્ણદેવ અણહિલવાડ પાછા ફરી એનો કબજે લઈ શકય હશે, એ પછી એક વર્ષમાં અલાઉદ્દીને ગુજરાત પર બીજી ચડાઈ મોકલી ગુજરાતને કાયમી કબજો મેળવ્યો હશે, ને અલપખાનને નાઝિમ ની હો (ઈ. સ. ૧૩૦૪).
આ પછી કર્ણદેવ બાગલાણ રહ્યો હશે, ત્યાં મલેક કારે અને અલપખાને એ પછી ચારેક વર્ષે (ઈ. સ. ૧૩૦૮માં) ચડાઈ કરી લાગે છે. એ ચડાઈ ખાનદેશમાં થઈ ગણાય. વળી ખરી રીતે એ ચડાઈ તો દેવગિરિ પરની ચડાઈના. ફણગારૂપ હતી.
આ પછી કર્ણદેવને દેવગિરિમાં આશ્રય ન મળતાં એ તેલંગણના કાકતીય રાજા રુદ્રદેવના આશ્રયે ગયે ને એવી લાચાર દશામાં એણે પોતાનું શેષ જીવન વિતાવ્યું લાગે છે. દેવલદેવી ઐતિહાસિકતા અને ઘટનાઓ
ઉલુઘખાનની ચડાઈ પછી કર્ણદેવના કુટુંબનું શું થયું એ વિશે ભિન્ન ભિન્ન પ્રકારના હેવાલ મળે છે.