Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૬ ]
વાધેલા સેાલકી રાજ્ય
[ ૮૭
પાલ અણહિલવાડની ગાદી ભાગવતા હતા. વિ. સ. ૧૩૦૦ માં ત્રિભુવનપાલના રાજ્યને! અંત આવ્યા અને અણુહિલવાડની ગાદીએ વીસલદેવ બેઠા. એ ચૌલુકયવંશની ખીજી શાખાનેા હતેા. સંભવ છે કે ત્રિભુવનપાલ વયાવૃદ્ધ થયા હશે અને અપુત્ર મૃત્યુ પામ્યા હશે, એથી વીસલદેવે નજીકના કે દૂરના સંબધે પિતરાઈ તરીકેના હકના દાવે આ રાજગાદી મેળવી હશે. લવણુપ્રસાદના કુલની વફાદારી જોતાં વીસલદેવે ત્રિભુવનપાલની નબળાઈનો લાભ લઈ રાજ્ય પડાવી લીધું... હાય એવુ ભાગ્યેજ સંભવે.
૧. વીસલદેવ
અણહિલવાડ પાટણની ગાદીએ આવનાર વીસલદેવ વાઘેલા–સાલકી વંશના પ્રથમ રાજવી હતા. વિચારશ્રેણીમાં વીસલદેવ વિ. સ’. ૧૩૦૦ માં ગાદીએ આવ્યાનું જણાવ્યું છે. આ સમયે મહામાત્યપદે તેજપાલ હતા. લગભગ ચારેક વ બાદ વિ. સં. ૧૩૦૪(ઈ. સ. ૧૨૪૮) માં તેજપાલનું મૃત્યુ થતાં નાગડ નામે નાગર બ્રાહ્મણુ મહામાત્યપદે આવ્યા.૨૪ અન્ય સામતા અને અધિકારીઓમાં સલખણસિંહ, મહાપ્રધાન રાણુક, શ્રીવ મ, વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહ, કોાગારિક પદ્મ, સામંતસિંહ વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા.૨૫
માળવા-વિજય
વીસલદેવે ગાદીએ આવતાં જ પેાતાના પૂર્વજોની માફક વિજ્રયેત્સવ ઊજવવા માંડયો. પાટણના ચૌલુકય રાજવીએ માળવા સાથે વંશપર પરાથી યુદ્ધ કરતા આવ્યા હતા. વીસલદેવે પણ માળવા સાથે એ જ નીતિ અપનાવી. એણે માળવા ઉપર આક્રમણ કરી ધારાને નાશ કર્યાં. વિ. સ. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૩ )ની વૈદ્યનાચ-પ્રશસ્તિમાં વીસલદેવને ધારાધીશ કહ્યો છે. ૬ વીસલદેવે માળવાના કયા રાજવીને હરાવ્યા એ જાણવા મળતું નથી. આ સમયે માળવામાં જૈતુગીદેવ અથવા જયવમાં ૨ જે સત્તા પર હતેા.૨૭ જૈતુગીના સમયમાં માળવા ઉપર મુસલમાનેાએ અવારનવાર હુમલા કર્યાં હતા અને એથી માળવાની નબળી સ્થિતિના લાભ લઈ, સંભવ છે કે, વીસલદેવે આ જૈતુગીને હરાવ્યા હાય. આ વિજય એણે વિ. સં. ૧૩૧૧ (ઈ. સ. ૧૨૫૩) પહેલાં મેળવેલા. સેવાડ-વિજય
ર
વીસલદેવના વિં. સં. ૧૩૧૯(ઈ. સ. ૧૨૬૧ )ના લેખમાં એને • મેટ્પાટવ મેરાજીબાગ્યવઝીરોઇનનુદ્દાહ ' કહ્યો છે.૨૮ આ ઉપરથી જણાય છે કે એણે મેવાડ ઉપર ચડાઈ કરી હશે, પણ ત્યાંના કયા રાજાને હરાવ્યેા એ જાણવા મળતું નથી. મેવાડના ગુહલેાત વંશને રાજવી તેજસિહ વીસલદેવને