Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
વાઘેલા સેલંકી રાજ્ય
[ ૯૭ મલેક કાફૂરે દક્ષિણમાં જઈ ખાનદેશમાં આવેલા સુલતાનપુર આગળ પડાવ નાખી, બાગલાણમાં રહેલા કર્ણદેવને કાસદ મારફતે બાદશાહ અલાઉદ્દીનના હુકમની જાણ કરી ને એની પુત્રી દેવલદેવી સંપી દેવા જણાવ્યું. રાજા કર્ણદેવે આ અપમાનજનક માગણી નકારી કાઢી અને મુસલમાન સૈન્યને બહાદુરીથી સામનો કર્યો. મુસલમાન લશ્કર સામે એણે લગભગ બે માસ સુધી ટક્કર ઝીલી.૯૭ મલેક કાફૂર થડાક સમય પછી આ યુદ્ધની સરદારી અલપખાનને સોંપીને પિતે દેવગિરિ તરફ મો.૯૯
કર્ણ જ્યારે મુસલમાન સૈન્ય સામે ઝઝુમી રહ્યો હતો ત્યારે એની મુશ્કેલીને લાભ સિઘણુદેવે ઉઠાવ્યો. એણે એના પિતાની પરવાનગી લીધા વિના એના ભાઈ ભિલ્લમદેવને કિંમતી ભેટે સાથે રાજા કર્ણદેવ પાસે મોકલ્યો અને દેવલદેવીનું લગ્ન પિતાની સાથે કરવા માગણી કરી. મુશ્કેલીમાં આવી પડેલા રાજવી કણે સમયને વિચારી પિતાને વિચાર બદલ્યો. એને લાગ્યું કે પોતાની દીકરી એક મુસલમાનને આપવી એના કરતાં હિંદુ રાજા રામચંદ્રનો પુત્ર વધારે સારો છે, આથી એણે પિતાની પુત્રીને ભિલ્લમદેવ જોડે રવાના કરી. ભિલ્લમદેવ દેવલદેવીને લઈ છૂપા રસ્તે દેવગિરિ તરફ નીકળી ગયા. આ વાતની જ્યારે અલપખાનને જાણ થઈ ત્યારે એ ઘણે નિરાશ થયો અને બાદશાહને ગુસ્સો પિતાના ઉપર ઊતરશે એમ માનીને એણે કર્ણ ઉપર ભારે આક્રમણ કર્યું. કર્ણ છેવટે હાર્યો અને દેવગિરિ તરફ નાસી છૂટયો.
આ બનાવ બન્યો તે સમય દરમ્યાન એવું બન્યું કે મુસલમાન સૈનિકેની એક ટુકડી અલપખાનની પરવાનગીથી ઈલેરાની ગુફાઓ તરફ ગઈ હતી, ત્યાં રસ્તામાં એમણે દેવગિરિના વજવાળા કેટલાક મરાઠા સરદારને આવતા જોયા. એમને લાગ્યું કે તેઓ અમને પકડવા આવે છે, આથી એમણે તીરંદાજી શરૂ કરી. એક તીર દેવલદેવીના ઘડાને વાગતાં એ જમીન પર પટકાઈ પડ્યો. અલપખાનના સિનિકે એની નજીક પહોંચી ગયા. આ વખતે દેવલદેવીની દાસી ભયથી “આ દેવલદેવી છે” એમ બોલી ઊઠતાં સૈનિકોએ દેવલદેવીને પકડી લીધી અને કેદ કરી અલપખાનની પાસે લઈ આવ્યા. અલપખાને દેવલદેવીને તરત જ દિલ્હી રવાના કરી દીધી. આ બનાવ કર્ણદેવે પાટણ છેવટનું ગુમાવ્યા પછી ત્રણચાર વર્ષે બન્યો. સમય જતાં બાદશાહના શાહજાદા ખિઝરખાને સાથે દેવલદેવીનું લગ્ન કરવામાં આવ્યું. ૧૯
કર્ણ પતે બાગલાણથી નાસીને રામચંદ્રનું શરણું લેવા દેવગિરિ ગયો, પણ | સે. ૭