Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
*
* *
*
* -
-
- -
સોલંકી કાલ ભૂમિ તરફ આગળ વધતો અટકાવ્ય, દેવગિરિના સિંઘણને પાછો કાઢો અને મુસલમાનોના હુમલાને અટકાવ્યા.૧૬ લવણપ્રસાદ યુદ્ધમાં જ મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. એના પછી સત્તાનાં સૂત્ર એના પુત્ર વિરધવલે ધારણ કર્યા.
રાણે વિરધવલ પિતાના પિતા લવણપ્રસાદને રાજ્યવહીવટમાં સક્રિય મદદ કરતો હતો. વિરધવલનો મોટે ભાઈ વીરમ વિજાપુરમાં મહામંડલેશ્વર રાણક તરીકે સત્તા ધરાવતો હતો. એ લવણપ્રસાદનો ભેટો પુત્ર હતો છતાં લવણપ્રસાદે કાબેલિયતના લીધે વિરધવલને ધોળકાની ગાદીનાં સૂત્ર સોંપ્યાં હતાં. સમય જતાં પ્રબંધોએ વીરમને વિરધવલના મોટા ભાઈને બદલે વીસલદેવના મોટા ભાઈ તરીકે વર્ણવ્યો છે, પણ સ્પષ્ટતઃ એ ભૂલ છે. વરધવલને બે પુત્ર હતાઃ પ્રતાપમલ્લ તથા વીસલદેવ.. પ્રતાપમલ્લ પિતાની હયાતી દરમ્યાન મૃત્યુ પામ્યો હોય એવું લાગે છે. વિરધવલનું મૃત્યુ વિ. સં. ૧૨૯૪(ઈ. સ. ૧૨૩૭–૩૮)માં થયું હોવાનું જણાય છે. ૧૭ | લવણુપ્રસાદ અને વીરધવલના રાજ્યને વ્યવસ્થિત કરવામાં મહામાત્ય વસ્તુપાલે અને મંત્રી તેજપાલે નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેઓ અણહિલવાડ પાટણના પ્રાગ્વાટ(પોરવાડ) જ્ઞાતિના એક અગ્રગણ્ય કુટુંબમાં જન્મ્યા હતા. એમના પિતાનું નામ અશ્વરાજ અને માતાનું નામ કુમારદેવી હતું. રાજસેવા એમના કુટુંબમાં વંશપરંપરાથી ચાલી આવતી હતી. શરૂઆતમાં તેઓ પોતાના પૂર્વજોની માફક પાટણના સોલંકી રાજાની સેવામાં રહ્યા. પાછળથી તેઓએ ધોળકાના રાણા વીરધવલના મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. ઉપલબ્ધ અભિલેખો અને સાહિત્ય. પરથી જણાય છે કે તેઓએ વિરધવલને અનેક યુદ્ધોમાં સાથ આપી દુશ્મનને. હંફાવ્યા હતા. લાટના શંખને હરાવવાનો યશ સ્પષ્ટતઃ વસ્તુપાલને ફાળે જાય છે. વસ્તુપાલ પોતે એક સમર્થ વિદ્વાન અને કલારસિક હતો. એણે અનેક કવિઓને આશ્રય આપી ઉત્તમ પ્રકારના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. ઠેર ઠેર મંદિર, વાવ, કૂવા, તળાવ વગેરે બંધાવી અનેક લોકોપયોગી કાર્ય કર્યા હતાં. એના સમયમાં બંધાયેલાં મંદિરમાં ગિરનાર અને આબુનાં જૈન મંદિર ખાસ નોંધપાત્ર છે. ૧૮
વિ. સં. ૧૨૯૪ ઈ. સ. ૧૨૩૮)માં વિરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણ તરીકે એને ઉત્તરાધિકાર વીસલદેવને મળે. ઈ. સ. ૧૨૩૦ અને ૧૨૪૧ ની વચ્ચે દક્ષિણેશ્વર સિંઘણે ખેલેશ્વરના પુત્ર રામની સરદારી હેઠળ ગુજરાત પર ચડાઈ કરવા સૈન્ય મોકલ્યું.૨૦ વિદ્યનાથપ્રશસ્તિ પ્રમાણે વીસલદેવે એ સૈન્યને પરાજિત .૨૧ સં. ૧૨૯૬ માં વસતુપાલનું મૃત્યુ થતાં તેજપાલ મહામાત્ય પદે નિમા.૨૨ એના સમયમાં વિ. સં. ૧૨૯૮ થી ભીમદેવ ૨ જાને પુત્ર ત્રિભુવન