Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
•
પ્રકરણ ૬
વાધેલા સાલકી રાજ્ય
વિ. સં. ૧૩૦૦(ઈ. સ. ૧૨૦૪) માં ગુજરાતની રાજધાની અણુહિલવાડમાં ચૌલુકય રાજવી મૂલરાજ ૧ લાના વંશના અંત આવ્યા અને ધોળકાના ચૌલુકય રાણા વીસલદેવે ત્યાં પેાતાની સત્તા સ્થાપી.
કુલનામ
<
જ
આ ખીજા ચૌલુકચ વંશના લેખામાં તથા એના સમયમાં લખાયેલા પ્રથામાં એ રાજાઓના કુલ-નામ તરીકે · ચૌલુકય ' શબ્દના જ પ્રયાગ મળે છે. એમના રાજ્યના અંત પછીના નજીકના સમયમાં લખાયેલ પ્રશ્નધચિંતામણિમાં॰ અને ત્યાર પછીના સાહિત્યમાં એમને ‘ વ્યાઘ્રપક્ષીય ' તરીકે ઓળખાવ્યા છે. આ પછી લગભગ ખસે.. વર્ષ બાદ સલ્તનત સમયના માણસાના રાજવ’શના એક શિલાલેખમાં વાધેલા’ રૂપ પ્રયેાજાયું છે.૨ સામાન્યતઃ આ નામ પંદરમાથી સત્તરમા સૈકા દરમ્યાન રચા ચેલી જણાતી સ ંસ્કૃત-ગુજરાતી રાજાવલીઓમાં તેમજ મિરાતે અહમદી (૧૮ મી સદી)માં અને ત્યાર પછી ૧૯ મી-૨૦ મી સદીના અરસામાં ગ્રંથસ્થ થયેલ ભાટચારણાની અનુશ્રુતિમાં પ્રયાજાયેલું જોવા મળે છે.૩
.
કુલની ઉત્પત્તિ
ઉપર જણાવ્યા મુજબ આ વંશના રાજાએ પોતાના સમયમાં ‘ચૌલુકયો’ તરીકે ઓળખાતા, પણ કી. કૌ.માં જણાવ્યા પ્રમાણે તેએ ચૌલુકયોની બીજી શાખાના હતા. પરંતુ આ શાખાને મૂલરાજની શાખા સાથે કેવા અનેક પેઢીથી સબધ હતા. એ ખાતરીપૂર્વક જાણવા મળતું નથી. માત્ર આ વંશને રાણા આના મૂલરાજના વંશના રાજા કુમારપાલના મસિયાઈ ભાઈ થતા હતા એટલે જ ઉલ્લેખ ઉપલબ્ધ છે,પ પરંતુ પ્રાયઃ ચૌલુકય કુલની આ બે શાખાઓ વચ્ચે પિતૃપક્ષે પણ નજીકના કે દૂરના સબંધ રહેલા હશે.
'
ભાટચારણાની દંતકથાનુસાર વાધેલા શાખાના મૂળ પુરુષ રાકાયત મૂલરાજના સાવકા ભાઈ થતા હતા.૬ આ દંતકથામાં કાંઈ ઐતિહાસિક તથ્ય રહેલું હામ તા એ ઉપરના તર્કને સમર્થન આપી એની વિગત પૂરી પાડે છે.
,
આ શાખાના ચૌલુકયો ‘ વ્યાઘ્રપલ્લીય ' કે ‘ વાધેલા' તરીકે ઓળખાયા, એ અંગે ભાટચારણાની દંતકથાઓમાં વાધ સાથે સંબધ ખેડવામાં આવ્યા છે,