Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
-૯૪ ] સેલંકી કાલ
( [ પ્ર. થઈ હોવાનું જણાવ્યું છે. સારંગદેવનો ૧૩૫૩ના ભાદ્રપદનો અને કર્ણદેવનો ૧૩૫૩ ના ચિત્રને ઉલેખ મળે છે,૭૮ તેથી આમાં સં. ૧૩૫૩ નું વર્ષ આષાઢાદિ ગણતરીએ જણાવેલું દેવું જોઈએ.
આમ સારંગદેવ લગભગ ૨૨ વર્ષ રાજ્ય કરી સંવત ૧૩૫૩(ઈ. સ. ૧૨૯૬)માં મૃત્યુ પામે. એના પછી એનો ભત્રીજો કર્ણદેવ ૨ જે ગાદીએ આવ્યું હોઈ સારંગદેવ અપુત્ર મૃત્યુ પામ્યો હશે એમ લાગે છે.૭૯
૫. કર્ણદેવ સારંગદેવ પછી એના મોટા ભાઈ રામદેવનો પુત્ર કર્ણદેવ ર જે ગુજરાતની ગાદીએ આવ્યું (વિ. સં. ૧૩૫૩-ઈ. સ. ૧૨૯૬-૯૭). એના સમયના બે અભિલેખ ઉપલબ્ધ છે. માંગરોળ ખંડિત લેખ જે સં. ૧૩૫(૩) ના ચિત્રો છે તેમાં કર્ણ અને સુરાષ્ટ્રમંડલનાં નામ સિવાય બીજી કઈ વિગત ઉપલબ્ધ નથી. બીજે લેખ હાલના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ભવનાથ ગામના ભુવનેશ્વર મંદિરની સામે આવેલા મુરલીધરના મંદિરમાંથી મળ્યો છે ને એ વિ. સં. ૧૩૫૪(ઈ. સ. ૧૨૯૭)ને છે.૮૦ લેખ કોઈ સૂર્યમંદિરની સ્થાપનાને લગતા છે.૮૧ એમાં વાઘેલા રાજાઓની વંશાવળી આપી છે. એમાં વાઘેલા રાજવી કર્ણ ૨ જાને નિર્દેશ કરતાં પ્રશસ્તિરૂપે જણાવ્યું છે કે એ શ્રુતિ અને શાસ્ત્ર અનુસાર પ્રજાનું પાલન કરે છે.૮૨ મુસલમાનનું આક્રમણ
આ સમયે દિલ્હીને સુલતાન અલાઉદીન ખલજી માળવા, રજપૂતાના, મેવાડ વગેરે પ્રદેશનાં રાજ્ય છતી ધીરે ધીરે આગળ વધો હતો. એણે પિતાના -સરદાર ઉલુઘખાન અને નમ્રતખાનની સરદારી હેઠળ સૈન્ય મક્લી ગુજરાત પર આક્રમણ કર્યું.૮૩
આ આક્રમણનું કારણ કેઈ મુસ્લિમ ઇતિહાસકારે સ્પષ્ટપણે જણાવતા નથી, પણ ઘણા હિંદુ લેખકો આના માટે કર્ણના મહામાત્ય માધવને જવાબદાર માને છે. વિચારશ્રેણ૮૪ અને વિવિધતીર્થક૫૮પ જેવા નજીકના સમયમાં રચાયેિલા ગ્રંથોમાં ફક્ત માધવની પ્રેરણાથી મુસલમાને ગુજરાત પર ચડી આવેલા
એ મોઘમ ઉલ્લેખ છે. પંદરમી સદીમાં રચાયેલા કાન્હડદે પ્રબંધમાંથી કંઈક વિશેષ હકીકત પ્રાપ્ત થાય છે. એમાં અનુશ્રુતિ અનુસાર જણાવ્યું છે કે “કર્ણદેવ કામઘેલો થઈને માધવના નાના ભાઈ કેશવને હણી એની પત્નીને પિતાના અંત - પુરમાં લાળે આથી માધવ રિસાયે અને એણે “જ્યારે મુસલમાનોને અહીં