Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
વાધેલા સાલકી રાજ્ય
૬ ' ]
‘ નૃપચક્રવતી ’ વિશેષણ આપ્યું છે.૫૫
આથી અર્જુનદેવને ઉત્તરાધિકાર સીધા એના બીજા પુત્ર સાર`ગદેવને મળ્યા કે એ એની વચ્ચે થોડા વખત રામદેવ રાજા થયેલા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સં. ૧૭પરના લેખ પરથી સૂચિત થાય છે તેમ રામદેવે તથા સારંગદેવે પિતાની હયાતીમાં રાજપુત્ર તરીકે રાજ્યવહીવટ સંભાળ્યા હશે એ ચેાસ છે, પરંતુ સં. ૧૭૫૪ ના લેખમાં એને લઈ તે અતિશયાક્તિથી રામને ‘ નૃપચક્રવતી` ' કહ્યો હશે, તે સ. ૧૩૪૩ ના લેખમાં જણાવ્યા પ્રમાણે અર્જુનદેવનેા ઉત્તરાધિકાર સીધા સારગદેવને મળ્યા હશેપક એવું સૂચવાયું છે એ પૂરતુ પ્રતીતિકારક લાગતું નથી. ચામુંડારાજના પુત્ર વલ્લભરાજની જેમ રામદેવ રાજા થયા હાય, પણ એનું રાજ્ય ઘણું અલ્પકાલીન નીવડ્યું હોય, તેથી કોઈ લેખમાં એના ઉલ્લેખ કરાયા ન હોય . એ વધુ સવિત છે.
વિચારશ્રેણીમાં અર્જુનદેવને રાજ્યકાલ વિ. સં. (ઈ. સ. ૧૨૬૨ થી ૧૨૭૫) સુધીતે। હાવાનુ જણાવ્યું છે.૫૭
[ ૯૧.
૧૩૧૮ થી ૧૩૩૧
૩. શમદેવ
સં. ૧૩૫૪ના લેખ પરથી માલૂમ પડે છે તેમ અજુ નદેવનેા ઉત્તરાધિકાર એના મેાટા પુત્ર રામદેવને પ્રાપ્ત થયા હતા, પરંતુ ઉપર જણાવ્યા મુજબ એનુ રાજ્ય (ઈ. સ. ૧૨૭૫) ઘણું અપકાલીન નીવડવુ લાગે છે,
૪. સારંગદેવ
રામદેવ પછી એના નાના ભાઈ સારંગદેવના રાજ્યને આરંભ લગભગ વિ. સ’. ૧૩૩૧( ઈ. સ. ૧૨૭૫)માં થયા.૫૮ એ પોતે પરાક્રમી હતા. એણે પેાતાના અમલ દરમ્યાન અનેક યુદ્ધ કરી ગુરભૂમિને ભયમુકત કરી હતી. માલવ-વિજય
વિ. સં. ૧૩૩૩(ઈ. સ. ૧૨૭૭ )ના લેખમાં સારંગદેવને માલવધરાધૂમકેતુ ' કહ્યો છે.પ૯ વિ. સ. ૧૩૪૩( ઈ. સ. ૧૮૭)તી ત્રિપુરાંતક-પ્રશસ્તિમાં સ્પષ્ટતઃ એણે માલવ–નરેશને હંફાવ્યાનું જણાવ્યુ છે.૬॰ આ પરથી સ્પષ્ટ થાય છે કે સારંગદેવે માળવા પર આક્રમણ યુ` હશે અને જીત મેળવી હશે. એણે. માળવાના કયા રાજાને હરાવ્યા એ અગેને! સ્પષ્ટ ઉલ્લેખ મુરલીધર મંદિરની પ્રશસ્તિમાંથી મળે છે. એમાં જણાવ્યું છે કે લડાઈમાં સાર’ગદેવે ગેાગને નસાડયો.૬૧ આ ગામનેા ઉલ્લેખ અન્યત્ર ઉપલબ્ધ નથી, પણ શરૂઆતમાં માળવાના રાજા જે જયસિંહ ૭ જો હોવા જોઈએ )ના મિત્ર અને પાછળથી અડધા