Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું ] સેલંકી રાજ્યની આથમતી કલા
[ ૭૫કરાવ્યો હતો. રિમાણ (જિ. ભાવનગર)માં જગમલ નામે મેહર રાજા રાત્ય, કરતો હતો. આ પરથી સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાં ભીમદેવના આધિપત્ય નીચે જુદા જુદા સામંતનું રાજ્ય પ્રવર્તતું હોવાનું માલૂમ પડે છે.
વિ. સં. ૧૨૪૭(વિ. સ. ૧૧૯૧)ની હસ્તપ્રતની પુષ્પિકા પરથી ત્યારે ભરૂચમાં ભીમદેવનું શાસન પ્રવર્તતું હેવાની પ્રતીતિ થાય છે. ૩૮ વિ. સં. ૧૨૪૨(ઈ. સ.. ૧૧૮૬)ના વીરપુરા તામ્રપત્ર પરથી તેમજ વિ. સં. ૧૨૫૩(ઈ. સ. ૧૧૯૭) ના દિવારા પ્રતિમાલેખ પરથી વાગડ(ડુંગરપુર-વાંસાવાડા) પ્રદેશમાં ભીમદેવની સત્તા ચાલુ હોવાનું માલુમ પડે છે.૩૯
આહડના તામ્રપત્ર અ પરથી સં. ૧૨૬૩(ઈ. સ. ૧૨૦૭) સુધી સેલંકી. રાજાઓની સત્તા મેવાડમાં ચાલુ રહી હોવાની પ્રતીતિ થાય છે, કેમકે એમાં ભીમદેવે મેદપાટમંડલમાંથી ભૂમિદાન દીધું છે.
એવી રીતે આબુના પરમાર રાજ્ય પર પણ સોલંકી રાજાઓનું આધિપત્યા ચાલું હતું. સં. ૧૨૬૫(ઈ.સ. ૧૨૦૯)ના શિલાલેખમાં ચંદ્રાવતીના માંડલિક તરીકે ધારાવર્ષદેવ તથા એના યુવરાજ તરીકે પ્રહલાદનદેવને ઉલેખ આવે છે. એમાં. પ્રહલાદનદેવને પદર્શનોમાં તથા સકલ કલાઓમાં નિષ્ણાત કહ્યો છે. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૭૦)માં તેજપાલે આબુ પર નેમિનાથનું મંદિર બંધાવ્યું ત્યારે ત્યાં ધારાવર્ષને પુત્ર મંડલેશ્વર સોમસિંહદેવ રાજ્ય કરતો હતો.'
આમ ભીમદેવ સૌરાષ્ટ્ર, લાટ, વાગડ, મેવાડ, આબુ અને કિરાડ પર આધિપત્ય ધરાવતો હતો, ને સારસ્વત મંડલનાં જુદાં જુદાં મથકોમાંથી અનેક ભૂમિદાન દેતે હતો. બાહ્ય આક્રમણ અને આંતરિક ખટપટ
ભીમદેવના સમયમાં આસપાસનાં રાજ્યો તરફથી સોલંકી રાજા પર આક્ર-- મણ થયા કર્યા તેમજ રાજ્યમાં આંતરિક ખટપટો ચાલ્યા કરી.
દખણમાં કલ્યાણીના ચાલુક્યોની સત્તા કુમારપાલના સમયમાં અસ્ત પામી હતી ને ભીમદેવના સમયમાં દેવગિરિમાં યાદવોનું રાજ્ય સ્થપાયું હતું. એના. રાજા ભિલમ ૫ માએ માલવ અને ગુજર દેશ પર આક્રમણ કરીને નાડલના. ચાહમાન રાજયની સીમા સુધી વિજયકૂચ કરી, પરંતુ ચાહમાન રાજા કેલ્હણે. એને હરાવી પાછો હઠાવ્યો.૪૨
માયરમાં હેયસાળ રાજ્યનો અભ્યદય થયો. ત્યાંના પ્રતાપી રાજા બલ્લાલ ૨ જાથી માલવ અને ગુર્જર દેશના રાજા ગભરાતા.૩