Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
છ૪] સેલંકી કાલ
[ પ્ર. અભિલેખે - આ રાજાના સમયના અનેક અભિલેખ મળ્યા છે, જેમાંના ઘણા દાનશાસનરૂપે છે. એમાંને પહેલો લેખ (ઈ.સ. ૧૧૭૮) કિરીટકુપ(કિરાડુ)માં ભીમદેવનું આધિપત્ય દર્શાવે છે.૨૯ ત્યારે ત્યાં મહારાજપુત્ર મદનબ્રહ્મદેવ રાજ્ય કરતો હતો. આ લેખમાં તુરબ્દોએ ભાંગેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની પ્રતિષ્ઠા ક્યને ઉલ્લેખ આવે છે. તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન... સં. ૧૨૪૨ થી ૧૨૯૬ (ઈ. સ. ૧૧૮૬ થી ૧૨૪)નાં છે, જેમાં મુખ્યત્વે સારસ્વતમંડલના જુદા જુદા પથનો ઉલ્લેખ આવે છે. એમાં ભીમદેવ માટે પરમભટ્ટારક_મહાજાધિરાજ–પરમેશ્વર એ ત્રણ મહાબિરુદો ઉપરાંત શરૂઆતમાં “અભિનવસિદ્ધરાજ' (સં. ૧૨૫૬ થી ઈ. સ. ૧૨૦૦) અને આગળ જતાં વળી “સપ્તમચક્રવર્તી '(સં. ૧૨૮ થી ઈ. સ. ૧૨૨૭) બિરુદ ઉમેરાય છે. ક્યારેક બબાલનારાયણાવતાર' બિરુદ પણ પ્રજાતું. આ પરથી માલુમ પડે છે કે આ રાજા પોતાના વંશમાં અભિનવ-સિદ્ધરાજ હોવાને. તથા પુરાણપ્રસિદ્ધ છ ચક્રવર્તીઓ પછી સાતમો ચક્રવર્તી હોવાને દાવો કરતો.
આ રાજાએ જે દેવાલયોને ભૂમિદાન દીધાં તેઓમાંનાં કેટલાંક ખાસ નોંધપાત્ર છે. લીલાપુરમાં ભીમેશ્વરદેવ અને લીલેશ્વરદેવનાં મંદિર હતાં.૩૨ લીલાપુર, એની રાણી લીલાદેવીના નામ પરથી કરીરા ગ્રામ અને માલકર્તરિ ગ્રામની વચ્ચે વસ્યું હતું. લીલાદેવી ચાહુઆ (ચાહમાન કે ચૌહાણ) રાણક સમરસિંહની પુત્રી: હતી. સમરસિંહ જાબાલિપુર(જાલોર)ને ચાહમાન રાણો હવે ને નાડોલના કીર્તિપાલને પુત્ર હતો. લીલાપુરમાં આવેલાં આ બે મંદિર રાજા ભીમદેવ તથા રાણું. લીલાદેવીનાં નામ પરથી બંધાવેલાં શિવાલય હતાં. મંડલીમાં આવેલું મૂલેશ્વરદેવનું મંદિર ૩૩ તે મૂલરાજ ૧ લાના સમયનું હતું. બીજા બે નવાં મંદિર, સલખણુપુરમાં આવેલાં હતાં. સોલંકી રાણા લૂણપસાકની માતા સલખણુદેવીના. નામ પરથી સલખણુપુર વસ્યું હતું ને એમાં લૂણપસાક પિતાનાં પિતા તથા. માતાનાં નામ પરથી આનલેશ્વરદેવ અને સલખણેશ્વરદેવનાં મંદિર કરાવ્યાં હતાં.૩૫ આ લૂણપસાક તે વાઘેલા–સોલંકી રાણે લવણપ્રસાદ છે, જે આનાક(અરાજ)ને. પુત્ર હતો. લૂણપસાકના પુત્ર રાણક વીમે ઘૂસડી (વીરમગામ) ગામમાં વીરમેશ્વરદેવ તથા સુલેશ્વરદેવનાં મંદિર બંધાવ્યાં હતાં. સૂમલેશ્વર મંદિર મહારાણું સૂમલદેવીના નામ પરથી બંધાયું હતું. - સૌરાષ્ટ્રને લગતા કેટલાક સમકાલીન શિલાલેખમાં ભીમદેવના આધિપત્યનો. નિર્દેશ આવે છે.૩૭ સુરાષ્ટ્રમંડલમાં પહેલાં સોમરાજદેવ ને પછી સામંતસિંહ વહીવટ કરતો. ભીમદેવે સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ