Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું ]
સાલકી રાજ્યની જાહેાજલાલી
લેકસાહિત્યમાં જયસિંહદેવ · સિદ્ધરાજ ' તરીકે વધારે જાણીતા છે.રપમ
'
[ ૫૧
માળવા પરના વિજય
સિદ્ધરાજ જયસિંહનું બીજું યશસ્વી પરાક્રમ માળવા પર વિજય છે. સાલકી રાજાઓને માળવાના પરમાર રાજા સાથે લાંબા સમયથી સંધ ચાલતા હતા. માળવામાં ઉદ્દયાદિત્ય પછી એને પુત્ર લક્ષ્મદેવ અને લક્ષ્મદેવ પછી એના ભાઈ નરવર્માં ગાદીએ આવ્યા હતા (ઈ. સ. ૧૦૯૪ સુધીમાં).૨૬ નરવાંને ઉત્તરાધિકાર એના પુત્ર યશેાવમાંને મળ્યા (ઈ. સ. ૧૧૩૩ સુધીમાં).૨૭ નરવર્મા અને યશેવમાં સિદ્ધરાજના સમકાલીન હતા.
હેમચંદ્રાચાયૅ, માલવ–વિજયના નિરૂપણુ માટે આખા સ રાકવો છે, પરતુ એમાં ઐતિહાસિક વિગત ઘણી ઓછી મળે છે. એમાં જણાવ્યા મુજબ કાલિકાના પૂજન માટે સિદ્ધરાજને ઉજ્જન જવું હતું, પણ એ માલવપતિના તામે હતું આથી એણે માળવા તરફ લશ્કરી કૂચ કરી. મા માં કિરાતાની મદદ મેળવતા એ ઉજ્જન પહોંચ્યા, યોગિનીઓની મદદથી એ નગરમાં દાખલ થયા, પછી એણે ધારાનગરીને દુ` છતી માળવાના રાજા યશાવમાંને કેદ કર્યાં.૨૮
માળવાના રાજાને કેદ કર્યાનેા ઉલ્લેખ કુમારપાલના સમયની વિ. સં. ૧૨૦૮ ની વડનગર પ્રશસ્તિમાં પણ આવે છે. આગળ જતાં કવિ સોમેશ્વર સિદ્ધરાજે ધારાપતિને કાપિંજરમાં નાખ્યાને તે ધારાનગરી કબજે કર્યાંને ઉલ્લેખ કરે છે.ર૯ કવિ બાલચંદ્ર સિદ્ધરાજે ધારાપતિને પકડીને લાકડાના પાંજરામાં મૂકી ગુજરાત લાગ્યાનુ જણાવે છે.૩॰ જયસિંહ અને જયમ'ડન સિદ્ધરાજને ધારાનગરી કબજે કરતાં બાર વર્ષ લાગ્યાનું અને એના રાજા નરવર્માં જીવતા પકડાતાં એની ચામડીમાંથી તલવારનું મ્યાન બનાવવાની સિદ્ધરાજની મુરાદ પાર ન પડવાનું નોંધે છે. ૩૧
માળવા પરના વિજયને વૃત્તાંત મેરુતંગે વિગતવાર નિરૂપ્યા છે. એ જણાવે છે કે સિદ્ધરાજ સામનાથની યાત્રાએ ગયા હતા એ દરમ્યાન માળવાના રાજા યશેાવમાંએ ગુર્જરદેશ પર ચડાઈ કરી ત્યારે એને સાંતૂ મત્રોએ રીઝઞીતે પાછા વા યેા. સિદ્ધરાજે પાટણ આવી આ જાણુનાં માળવા તરફ પ્રયાણ કર્યું. ત્યાં બાર વના વિગ્રહ થતાં એના દક્ષિણુ દરવાજાને તેડીને શેવાંને બાંધીને, ત્યાં પોતાની આણ વર્તાવીને યશાવમાંરૂપી પ્રત્યક્ષ યશઃપતાકાથી શ્વસતેા પાટણ પહોંચ્યા.૩૨
સિદ્ધરાજના સમયનાં લખાણેામાં વિ. સં. ૧૧૯૨ ના જયેષ્ઠ ( ઈ.સ.