Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું ]
સાલકી રાજ્યની જાહેાજલાલી
અણ્ણરાજે પણ માલવરાજ નરવર્માની સત્તાતા હાસ કરેલેા.૫૪
માળવા પરના વિજયને લીધે સાલકી રાજ્યની સીમા મહેાબક(બુ ંદેલખંડ)ના ચંદેલ રાજ્યની તથા ત્રિપુરીના કલચુરિ રાજ્યની સીમાના સ ંપર્કમાં આવી. સામેશ્વર જણાવે છે કે ધારાસની ખબર મળતાં મહેાબકના રાજા ગભરાઈ ગયા તે એણે સિદ્ધરાજનુ આધિપત્ય સ્વીકારી લીધું.૫૫ પ્રબંધકોશ વગેરેમાં જણાવ્યું છે કે મહેાબકના રાજા મદનવર્માંના વિપુલ વૈભવની વાતથી વિસ્મિત થઈ સિદ્ધરાજે મહેબૂક પર ચડાઈ કરી, પણ મદનવર્માએ એને ૯૬ કરોડ સુવણ મુદ્રા આપી પાછે. કાઢવો.પ૬ મદનવર્માના પક્ષના એક અભિલેખમાં તે મદનવર્માએ ગુરરાજાને તરત જ હરાવી દીધાના ઉલ્લેખ છે.પ૭ આ પરથી સિદ્ધરાજને મહેાબક પરના આક્રમણુમાં ધારી સફળતા ન મળી હોય તે આર્થિક લાભ વડે સ ંતોષ માની પાછા ફરવુ પડ્યુ હોય એમ લાગે છે.૫૮
[ ૫૫
ત્રિપુરી(ડાહલ)ના રાજા કહ્યુ` ધણા પ્રતાપી હતા ને એણે પેાતાના રાજ્યનેા વિસ્તાર કર્યાં હતા, પરંતુ એના પુત્ર યશઃના અનેક પ્રતિસ્પર્ધીએ વડે પરાજય થયા હતા.પ૯ સિદ્ધરાજને યમલપત્ર (કરારનામું) લખી આપનાર ડાહલ–રાજક° આ હોવા જોઈ એ.૬૧
સિદ્ધરાજે કાશીના રાજા જયચંદ્ર પાસે સાંધિવિગ્રહિક મેાકલેલા એવા ઉલ્લેખ મેરુડંગ કરે છે,૬૨ પરંતુ સિદ્ધરાજના સમયમાં ત્યાં જયચંદ્રના પિતામહ ગેાવિદચંદ્ર રાજ્ય કરતા હતા. એ કનેાજના ગાહડવાલ વંશના હતા, પરંતુ કાશી એના રાજ્યની અંતર્ગત હાઈ એ કાશીના રાજા તરીકે પણ ઓળખાતા. મેરુત્તુંગે ગેાવિંદચંદ્રની જગ્યાએ જયચંદ્રનુ નામ મૂકી દીધું લાગે છે, જે શ્રીના આશ્રયદાતા તરીકે જાણીતું હતું. ૬ 2
ભિલ્લમાલના પરમાર રાજા સામેશ્વરને સિદ્ધરાજે એનું રાજ્ય પાછું અપાવ્યું. ૬૪
જયસિંહદેવે પરમર્દીનું મન કર્યું એવા તલવાડાના અભિલેખમાં ઉલ્લેખ છે,પ પરંતુ આ પરમર્દ કાણુ એ એક પ્રશ્ન છે. એ કલ્યાણ(દખ્ખણ)ના ચાલુકય રાજા વિક્રમાદિત્ય ૬ ઠ્ઠો (જે પરમર્દી પણ કહેવાતા) હાવાનું સૂચવાયું છે,૬૬ પરંતુ જયસિંહદેવે એવા પ્રતાપી રાજવીના પરાભવ કર્યાં હાય તા એનું વિસ્તૃત નિરૂપણ થયા વિના રહ્યું ન હોય, આથી એ પરમ નામે કોઈ સામંત કે મડલેશ્વર હાવા જોઈએ. એ સમયે પરમ નામે એવા અનેક સામંત હતા. છ એમ તેા ચાલુકય નરેશ વિક્રમાદિત્ય અને એના અધિકારીઓ પણ લાટ દેશ જીત્યાના અને ગુર્જરરાજાને ગભરાવ્યાના દાવા કરે છે, પણ એમાં મનની મુરાદ અને અત્યુક્તિ જ લાગે છે.૬૮ જિનમંડને સિદ્ધરાજની રાજ્યસભામાં કલ્યાણુ