Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ ૬૩
૪ શું ]
સોલંકી રાજ્યની જાહેરજલાલી મનાય છે, ૧૪૨ પરંતુ રાજ્યારોહણ પછી અનેક વર્ષો સુધી એ યુદ્ધોમાં રોકાયેલ રહ્યો હતો. પચાસ વર્ષની વયે ગાદીએ આવેલો રાજા એમ કરતાં ૬૫ વર્ષને થઈ ચૂક્યો હતો. હવે એ સાંઝામિક વિયેની લાલસા તજી ધાર્મિક અભ્યદયના માર્ગે વળ્યો. અમાત્ય વાહડ દ્વારા રાજાએ હેમચંદ્રાચાર્યને સક્રિય સત્સંગ સાથે ને દિનપ્રતિદિન જૈન ધર્મમાં એને અનુરાગ વધતો ગયો.૧ ૪૩ આખરે સં. ૧૨૧૬ (ઈ.સ. ૧૧૬૦)માં એણે જૈનધર્મ અંગીકાર કર્યો કહેવાય છે. યશપાલે રચેલા
મોહરાજપરાજય” નાટકમાં કુમારપાલે મહરાજનો પરાજય કરી કૃપાસુંદરીને કેવી રીતે પ્રાપ્ત કરી એ રૂપકો દ્વારા નિરૂપ્યું છે. શ્રાવક ધર્મ અંગીકાર કરતાં કુમાર પાલે માંસ, મધ, વ્રત, પદાર, ચૌય ઇત્યાદિના ત્યાગનાં વ્રત લીધાં કહેવાયાં છે. વળી પિતાના રાજ્યમાં અમારિષણા કરી અર્થાત પ્રાણીઓને મારવાની મનાઈ ફરમાવી. કુમારપાલના પિતાના ઉપલબ્ધ લેખમાં આ ઘોષણાનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ મારવાડમાં મળેલા બે લેખમાં એના સામંતોએ અમુક અમુક પર્વ દિનેએ જીવહિંસાની મનાઈ ફરમાવી છે. ૧૪૫ એક બાજુ સં. ૧૨૧૬ (ઈ. સ. ૧૧૬૦) પછીયે સં. ૧૨૨ (ઈ. સ. ૧૧૬૪)ના ઉદયપુર લેખમાં તેમજ સં. ૧૨૨૫ (ઈ. સ. ૧૧૬૯)ની હસ્તપ્રતમાં એને “ઉમાપતિલબ્ધવરપ્રૌઢપ્રતાપ' કહ્યો છે, તે બીજી બાજુ સં. ૧૨૨૧(ઈ. સ. ૧૧૬૫)ના જાલેર લેખમાં તેમજ સં. ૧૨૨૧, ૧રર૭ અને ૧૨૨૮ (ઈ. સ. ૧૧૬૫, ૧૧૭૧ અને ૧૨૭ર)ની હસ્તપ્રતોની પુપિકાઓમાં એને “પરમ આહંત” કે “પરમ શ્રાવક’ કહ્યો છે. વળી વ. સં. ૮૫૦( વિ. સં. ૧૨૨૫-ઈ.સ. ૧૧૬૯)ના અરસામાં કુમારપાલે સોમનાથ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે. એવી રીતે કેદારેશ્વરના મંદિરને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતે ૧૪પ અને અણહિલપુરમાં કુમારપાલેશ્વર નામે શિવનું મંદિર બંધાવ્યું હતું. ૧૪પ આ સર્વ ઉલ્લેખો પરથી કુમારપાલે કુલપરંપરાગત શૈવધર્મ ચાલુ રાખીને જનધર્મ અંગીકાર કર્યો હશે એવું ફલિત થાય છે. ૧૪૬ - કુમારપાલના સમયમાં મંત્રી ઉદયનના પુત્ર વાભટે સં. ૧૨૧ (ઈ.સ. ૧૧૫૫)માં શત્રુંજય પર નવો પ્રાસાદ કરાવ્યો ને એની તળેટીમાં બાહડપુરમાં ત્રિભુવનપાલ-વિહાર કરાવી એમાં પ્રાર્થના સ્થાપ્યા. એવી રીતે ઉદયનના પુત્ર આદ્મભટે ભૃગુપુરમાં શકુનિકા-વિહારને જીર્ણોદ્ધાર કર્યો. ૧૪૭ અણહિલવાડમાં રાજાએ કુમારપાલ-વિહાર તથા ત્રિભુવન-વિહાર બંધાવ્યા તેમજ બીજા ૩૨ વિહાર કરાવ્યા. ૧૪૮ દેવપત્તન(પ્રભાસ)માં પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. જાબલિપુર(જાર)ના કાંચનગિરિગઢ પર “કુમારવિહાર ” નામે જન ચિત્ય કરાવ્યું. ૧૪૯ મારપાલે જુદા જુદા પ્રદેશોમાં ૧૪૪૦ વિહાર કરાવ્યા૧૫૦ એવી અનુકૃતિ છે.