Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ૪] સોલંકી કાલ
[ પ્ર. રાજને બાંધીને રાજાઓમાં “સિદ્ધરાજ' તરીકે જાણીતો થયો હોવાનું જણાવે છે. ગુજરાતના જોકસાહિત્યમાં આ બર્બરક “બાબરે ભૂત' તરીકે જાણીતો છે. બર્બર રકના અલૌકિક સ્વરૂપની કલ્પના છેક હેમચંદ્રાચાર્યના સમયમાં પ્રચલિત થઈ ચૂકેલી તે વસ્તુપાલના જમાનામાં આ પ્રકારે વિકસે એ સ્વાભાવિક છે, પરંતુ વસ્તુતઃ બર્બરક એ નામની કેઈ આર્યોત જનજાતિને જોરાવર સરદાર હોવો જોઈએ.” નામસામ્ય પરથી બર્બરક એ બાબરિયે હવા સંભવે છે.૫૧
સિદ્ધરાજ જયસિંહદેવનાં બિરુદોમાં હવે “ત્રિભુવનગંડ” “સિદ્ધચક્રવર્તી’ અને “અવંતીનાથ” ઉપરાંત “બર્બરકજિષ્ણુને ઉમેરે થયો. એના સમયમાં લખાણમાં આ ઉમેરે વિ. સં. ૧૧૯૩ માં નહિ, તે છેવટે વિ. સં. ૧૧૯૫ સુધીમાં થયેલો છે,પર આથી સિદ્ધરાજનું આ પરાક્રમ માલવ-વિજય (વિ. સં. ૧૧૯૨) પછી એકાદ વર્ષમાં બન્યું ગણાય.પર “સિદ્ધચક્રવર્તી નું બિરુદ તે એ પહેલાં ચૌદેક વર્ષથી પ્રચલિત હોઈ, એ બિરદને આ પરાક્રમ સાથે કંઈ સંબંધ નથી.પર અન્ય રાજ્યો સાથેના સંબંધ
દાહોદના શિલાલેખમાં જયસિંહદેવે ઉત્તરના રાજાઓ પર આણ વર્તાવ્યાને ઉલ્લેખ છે. આ રાજાઓ કયા હશે? નડુલ(રાજસ્થાન)ના ચાહમાન રાજ્યમાં જિંદુરાજના ઉત્તરાધિકારીઓ પૈકી પૃથ્વીપાલ અને જેજલ (ઈ. સ. ૧૦૯૦) સોલંકી રાજ્ય સાથે શત્રુતા રાખતા, પરંતુ જઘના ઉત્તરાધિકારી આશારાજ સોલંકી રાજ્ય સાથે સંબંધ સુધારી લીધો. એના અભિલેખ ઈ. સ. ૧૧૧ થી ૧૧૪૩ સુધીના મળ્યા છે. એ ઈ. સ. ૧૧૧૫ સુધી નડુલમાં રાજ્ય કરતા હતા, પરંતુ એ પછી બે-ત્રણ વર્ષમાં પૃથ્વીપાલના પુત્ર રત્નપાલે નડુલનું રાજ્ય પડાવી લીધું ને આશારાજ બાલી (રાજસ્થાન)માં રાજ્ય કરવા લાગ્યો. આશારાજે સિદ્ધરાજ જયસિંહનું આધિપત્ય અંગીકાર કર્યું ને એને માલવ-વિજયમાં મદદ કરી. એ પછી આશારાજનો સિદ્ધરાજ સાથેનો સબંધ વણસ્ય હતો, છતાં ઈ. સ. ૧૧૪૩ માં એ મહારાજાધિરાજ જયસિંહના આધિપત્યને નિર્દેશ કરે છે. નડ્ડલ પર તે પાલે પછી એના પુત્ર રાયપાલનું શાસન રહ્યું (ઈ. સ. ૧૧૩૨ થી ૧૧૪૫).૧૩
શાકંભરી(સાંભર)ના ચાહમાન રાજા વિગ્રહરાજ ૩ જાના તથા એના પુત્ર પૃથ્વીરાજ ૧ લા(ઈ.સ. ૧૧૦૫)ના સમયમાં એ રાજ્યને સોલંકી રાજ્ય સાથે સારો સંબંધ નહતો. પૃથ્વીરાજના પુત્ર અજયરાજે પોતાની સત્તા આસપાસ વિસ્તારવા પ્રયત્ન કર્યો, પરંતુ એના પુત્ર અણે રાજને સિદ્ધરાજ જયસિંહના પ્રાબલ્ય આગળ નમતું જોખવું પડયું. સિદ્ધરાજે કાંચનદેવી નામે પોતાની પુત્રી અર્ણોરાજને પર ણાવી ને કાંચનદેવીના પુત્ર સામેશ્વરને પાટણમાં પિતાની પાસે રાખી ઉછે.