Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સોલંકી રાજ્યની જાહેરજલાલી
[ ૪૯ કર્ણદેવની ગાદીના વારસ માટે દેવપ્રસાદે પ્રયત્ન કર્યો હોય, રાજમાતા મયણલ્લાદેવી અને મહામાત્ય સાંતૂએ જયસિંહની સ્થિતિ દઢ કરી દેવપ્રસાદને અગ્નિપ્રવેશ કરવા અને ત્રિભુવનપાલને અણહિલવાડમાં જયસિંહની કડક દેખરેખ નીચે રહેવા ફરજ પાડી હેય.
જયસિંહને રાજ્યકાલના આરંભમાં કર્ણદેવનો મામે મદનપાલ ફાવે તેમ વર્તતા હતા. રાજવૈદ્ય લીલાવૈદ્યને પિતાની માંદગીના નામે ઘેર બોલાવી એને અટકમાં રાખી, એની પાસેથી મોટી રકમ પડાવી, મંત્રી સાંતૂએ જયસિંહદેવ પાસે અન્યાયકારી મદનપાલને મારી નંખાશે. સેરઠ પરને વિજય
સોરઠના ચૂડાસમા વંશની રાજધાની હવે વંથળીને બદલે જૂનાગઢમાં હતી. એ વંશના રાજાઓ સૌરાષ્ટ્રમાં સહુથી પ્રબળ હતા, આથી ચૂડાસમા અને સેલંકીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થયા કરતું. રા' નવઘણ રે મૃત્યુ પામ્યો ત્યારે એના મનમાં ચાર મુરાદ રહી ગઈ હતી તે પાર પાડવા એના કનિષ્ઠ કુમાર ખેંગારે પ્રતિજ્ઞા લીધેલી એવું ભાટચારણની અનુશ્રુતિ જણાવે છે. એમાંની એક પ્રતિજ્ઞા પાટણને કિલે તેડવાની હતી. જયસિંહ માળવા ગયો ત્યારે રા' ખેંગારે પાટણ જઈ ત્યાંને પૂર્વ દરવાજો તોડી પાડ્યો. વળી રાણકદેવી નામે એક સુંદર કન્યા, જેનું વેવિશાળ જયસિંહદેવ સાથે થયું હતું તેને, રા' ખેંગાર ઉપાડી જઈ પરણું ગમે. મહત્ત્વાકાંક્ષી રાજવીઓને તે આવાં કારણ જોઈતાં જ હોય છે, જયસિંહદેવે માળવાથી પાછા ફરી સોરઠ પર આક્રમણ કરવા જબરજસ્ત તૈયારી કરી. એણે માર્ગમાં આવતાં વઢવાણ વગેરે સ્થળોએ કિલ્લા બંધાવ્યા ને આખરે એણે જાતે સૈન્યની આગેવાની લીધી. સોલંકી સૈન્ય જૂનાગઢ જઈ ત્યાંના ઉપરકેટને ઘેરો ઘાલ્યો. બાર વર્ષ લાગવા છતાં કેટ કબજે થયો નહિ ત્યારે રા' ખેંગારના ભાણેજ દેશળ અને વિશળને ફેડીને સોલંકી સૈન્ય ઉપરકેટમાં પ્રવેશ કર્યો. રા' ખેંગાર યુદ્ધમાં મરા, રાણકદેવીને જયસિંહદેવે કેદ કરી પોતાની સાથે લીધી, પણ એ માર્ગમાં વઢવાણ પાસે સતી થઈ જયસિંહદેવે સોરઠ જીતીને ત્યાં દંડનાયક તરીકે સજજન મંત્રીની નિમણૂક કરી. ૧૧
હેમચંદ્રાચાર્યો “યાશ્રયમાં આ મહત્ત્વનો પ્રસંગ નિરૂપ્યો નથી, પરંતુ શબ્દાનુશાસનમાં સિદ્ધરાજે સૌરાષ્ટ્ર જીત્યું એવું દષ્ટાંત આપ્યું છે. ૧૨ જયસિંહદેવના વિ. સં. ૧૨૦૨ ના દાહોદ શિલાલેખમાં ૩ સુરાષ્ટ્ર અને માલવના રાજાએને કારાગૃહમાં નાખ્યાને નિર્દેશ આવે છે. કારાગૃહમાં નાખ્યાની હકીકત સે. ૪