________________
ભાવે સાધુ.
गमानुगतष्टद्धसमाचारभेदेन द्विप्रकारं मार्गमनुसरतस्तदनुसारेणव्यवहरतः साधोरिति गम्यते भाववतित्वं सुसाधुत्वं युक्तमुचितं वक्तुमिति शेषः-किमित्यताह-दुःसहांतं दुःप्रसहनामधेयाचार्यपर्यंतं यतो यस्माचरणं चारित्रं-सिद्धांते श्रूयत इतिशेषः _अयमभिप्रायो-यदि मार्गानुसारिक्रियाकरणसारं यतमानाश्चारित्रिणोनाभ्युपगभ्यंते, ततस्तदन्येषामनुपलंभाधवच्छिन्नं चारित्रं-तयन
छेदात्तीर्थ चेत्यायातं.–एतच्च प्रत्यक्षीभूतभूतभवद्भाविभावस्वभावजिननाथ-प्रणीतसिद्धांतेन सह विरुद्धमिति न प्रेक्षापूर्वकारिणः प्रतिपद्यते
तथाच व्यवहारभाष्य केसिंचिय आएसो-दसणनाणेहि वट्टएतित्थं । वोच्छिन्नं च चरित्तं-वयमाणे भारिया चउरो ॥१॥
રીતે એટલે કહેલી નીતિએ બે પ્રકારના માર્ગને એટલે આગમ નીતિ, અને આગમાનુસાર વૃદ્ધ સમાચાર એ બે ભેદવાળા માર્ગને અનુસરનાર એટલે તેના અનુસારે ચાલનાર સાધુને ભાવયતિપણું એટલે સુસાધુપણું યુક્ત છે, એટલે કહી શકાય તેમ છે. કેમકે દુઃખસહ નામના આચાર્ય પર્યત ચારિત્ર હશે, એમ સિદ્ધાંતમાં સંભળાય છે.
તાત્પર્ય આ છે કે, જે માર્ગનુસારી ક્રિયા કરવામાં યત્ન કરનારાઓને ચારિત્રવાન ન માનિએ, તે તેમના વિના બીજા તો કંઈ દેખાતા નથી; એટલે ચારિત્રજ વિચ્છિન્ન થયું. અને તેમ થતાં તીર્થ પણ વિચ્છિન્ન થયું, એ વાત આવી. હવે એ વાત તે ભૂત, વર્તમાન, ભવિષ્યના ભાવને પ્રત્યક્ષપણે જાણનાર જિનેશ્વરના કહેલા સિદ્ધાંત સાથે વિરૂદ્ધ પડે છે, માટે તેને સમજવાન અને સ્વીકારતા નથી. જે માટે વ્યવહાર ભાષ્યમાં કહેવું છે કે, –
કેટલાએકને એ આદેશ [ મત ] છે કે, જ્ઞાન દર્શનથી તીર્ય વર્તે છે, બાકી ચારિત્ર વિચ્છિન્ન થયું છે; પણ એમ બેલનારને ચતુર્ગર પ્રાયશ્ચિત આપવું. [૧]