________________
ભાવ સાધુ,
૧૮૧
तद्वशेन तद्रसिकतया नवरं केवलं रागदोषपरिहारेणानुशास्ति शिक्षयति तमपि स्वजनादिक-मपिशब्दात्तदितरमापि,-केत्याह-शुद्धमार्गे यथावस्थित मोक्षाध्वविषये, तद्यथा
किं नारकतिर्यड्नर-विबुधगतिविचित्रयोनिभेदेषु । बत संसरन्न सततं-निर्विनो दुःखनिलयेषु ॥१॥ येन प्रमादमुद्धत-माश्रित्य महाधिहेतुमस्खलित। संत्यज्य धर्मचित्तं-रतस्त्वमार्येतराचरणे ॥२॥ यन्न प्रयांति जीवाः-स्वर्ग यच्च प्रयांति विनिपातं । तत्र निमित्तमनार्यः-प्रमाद इति निश्चितमिदं मे ॥३॥
પિંગ केवलं रिपुरनादिमानयं-सर्वदैव सहचारितामितः । यः प्रमाद इति विश्रुतः परा-मस्य वित्तशठतामकुंठितां ॥ ४ ॥
તે કરૂણાના વશ કરીને એટલે તેમાં રસિક થઈને કેવળ એટલે રાગ દ્વેષ છોડીને ફક્ત કરૂણાથી તે સ્વજનાદિકને પણ અનુશાસિત કરે, એટલે શિક્ષણ આપે. અપિ શબ્દથી બીજાને પણ આપે. શી બાબતમાં તે કહે છે. શુદ્ધ માર્ગમાં એટલે કે મોક્ષ માર્ગની બાબતમાં. તે આ રીતે કે –
શું તું નરક – તિર્યંચ-નર અને દેવગતિઓ અને વિચિત્ર યોનિઓ કે, જે દુખનીજ સ્થાનરૂપ છે, તેમાં નિરંતર ભમતો થકે હજુ થાકયો નથી ? કે જેથી પીડાના હેતુ ભારે એવા પ્રમાદને કંઈ પણ ખલલ કર્યા વગર વશવર્તિ રહીને ધર્મમાં દિલ નહિ આપતાં તું અનાર્ય આચરણમાં રકત બનેલું છે ? [ ૧-૨ ] છવે જે સ્વર્ગ નથી જઈ શક્તા, તથા જે નરક જઈ પડે છે, ત્યાં ભુડે પ્રમાદજ કારણભૂત છે, એમ મને પકકી ખાતરી છે. ( ૩ )
વળી, જે પ્રમાદ છે, તેજ કેવળ અનાદિ કાળને દુશ્મન છે, અને તે સદાકાળ સાથે સાથે રહેતે આવેલું છે, માટે તમારે એની અતિ સખત લુચ્ચાઈને ઓળખવી જોઈએ. (૪)