________________
નરરત્ન આ પૃથ્વી ઉપર ઘણા થાઓ. તેથી ઘણું જીવોને લાભ મળે. એક હાથની એક આંગુલીથી જેમ થોડું કાર્ય થાય છે, અને પાંચ જ્યારે ભેગી થાય છે, ત્યારે ધારેલ કામ બને છે, તેમજ તમારા જેવા બીજા થાય તે ઘણાં કાર્ય પાર પડે. આ જગતમાં તમ જેવા પુરૂષોની ખામી છે, પણ કાંઈ દ્રવ્યની ખામી નથી. માટે ઘણું નરરત્ન થાઓ. તમારા શુભ વિચારોમાં મારા જે સુવિચારો હોય, તે તમને મદદ કરો. રે ભવ્ય પુરૂષો ! આવા ઉત્તમ પુરૂષના કાર્યમાં તમારાથી બનતી સહાય આપ, અને તેથી પુણ્યના ભાગી થાઓ. વધારે શું કહેવું ? પરાઈ પુરૂષને તે પિતાને દેહ અર્પણ કરે, એ પણ થોડું જ છે.
આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૩ જું સં. ૧૯૬ર માહા અંક ૭.
શ્રી ધર્મરત્ન પ્રકરણ ભાગ ૧ લે–આ પુસ્તક પાલીતાણાના શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી અમને ઉપહાર તરીકે મળેલું છે, તેને પ્રેમ સહિત સ્વીકારીએ એ છીએ. આ ગ્રંથ જૈન ધર્મના ગ્રંથકાર તરીકે પ્રખ્યાત થયેલા શ્રી દેવેંદ્રસૂરિએ રચેલે છે.
ગ્રંથ કર્તાના નામ ઉપરથી જ તેની કૃતિ માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી થેડી છે. ઉક્ત ગ્રંથકારની કલમ સર્વ સ્થળે કીર્તિવાળી છે. આ ગ્રંથની શૈલી એવી ઉંચી છે કે, જે સહદય વાચકને ઉત્તરોત્તર વિશેષ લાભ આપે છે, અને ધાર્મિક શ્રદ્ધાને ક્ષણે ક્ષણે પ્રબળ કરે છે. ગ્રંથનો લેખ સંસ્કૃત અને માગધી બને ભાષામાં છે, તેથી આવા ગ્રંથનો લાભ સામાન્ય શિક્ષણ પામેલા મનુષ્ય લઈ શકતા નથી, માટે તેવા ગ્રંથના ભાષાંતરની અવશ્ય જરૂર હતી, તે આ વર્ગ પૂરી પાડી છે. વિશેષ સંતવની વાત એ છે કે, તેનું મૂળ સાથે ભાષાંતર કરેલું છે. આ ગ્રંથના પ્રથમ ભાગમાં શ્રાવકના એકવીશ ગુણે ઉપર એકવીશ કથાઓ વર્ણવેલી છે, તે કથાઓ ઘણી બોધક, રસિક, અને વાચકને આનંદદાયક છે. ગ્રંથના ઉદ્દઘાતમાં મનુષ્ય જન્મ, અને ધર્મરૂપ રત્ન વિષે સારું વિવેચન કરેલું છે, જે ધાર્મિક હૃદયને પૂર્ણ પુષ્ટિ આપનારું છે. ભાષાંતરની ભાષા. સરલ છે, તથાપિ કોઈ કોઈ સ્થળે ભાષાની રસિકતામાં ખામી આવે છે, તે માત્ર ભાષાંતરકારની દેશ ભાષાની શૈલીને લઈને લાગે છે; તથાપિ મૂળ આશય યથાર્થ લાવવાને સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગ્રંથની શુદ્ધ છપાઈ, સફાઈ, અને બંધામણી સારી કરી, ગ્રંથના સ્વરૂપને સુંદર બનાવવામાં આવ્યું છે, તે છતાં મૂલ્ય સ્વલ્પ છે.
આવા ગ્રંથને ઉદ્ધાર કરી એ વર્ગ ખરેખરૂં પિતાનું કર્તવ્ય કર્યું છે, તેને પૂર્ણ ધ ન્યવાદ આપતાં તેવાં સ્તુત્ય કાર્યને સંપૂર્ણ સહાય કરનાર સ્વર્ગસ્થ શેઠ ખીમસી કરમણ ના આજ્ઞાંકિત પુત્રને પણ અમે પૂર્ણ ધન્યવાદ આપીએ છીએ, અને આવાં કાર્યમાં બીજા પ્રહસ્થાને અનુકરણ કરવાની પ્રાર્થના કરી, તે વર્ગને સર્વદા અભ્યદય ઈચ્છીએ છીએ.