________________
શ્રીચંદ્ર કુમાર.
યાને
આનંદ મંદીર શ્રાવક ધર્મનું રહસ્ય દર્શાવનાર ઉત્તમ નેવેલ.
ઉપરના નામનું નોવેલ અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયેલું છે. આ ગ્રંથની વસ્તુ સંકળનામાં “શ્રીચંદ્ર કુમાર ” ના ચરિત્રને વિષય છે, જે અતિ મનોહર અને બેધક છે, એટલું જ નહિ, પણ તે વિષય એટલે તો રસિક છે કે, તે વાંચવામાં ઘણો આનંદ થાય છે સિવાય શ્રી જૈન ધર્મ તત્વનો બાધ થાય, એવી યોજના આ ગ્રંથમાં પ્રત્યેક સ્થળે કરેલી છે, જેથી વાચક વર્ગને આનંદની સાથે ધર્મ જ્ઞાનનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થઈ શકે તેવું છે. આ ગ્રંથ રોયલ ૮ પેજી ૪૫૦ પૃષ્ટને સુંદર કાગળમાં અને સુંદર અક્ષરોથી છપાઈ પ્રસિદ્ધ થયો છે, અને બાઈન્ડીંગ સુશોભિત કરાવ્યું છે. વાંચનારને સુગમતાથી લાભ લેવા બની શકે, માટે તેની કિંમત માત્ર રૂા. ૧ રાખી છે. નીચેને શીરનામે લખો. પુસ્તક વી. પી. થી મોકલશું. પિસ્ટેજ જુદું પડશે.
શ્રાવિકા ભૂષણ
શ્રાવક સંસારના ઉત્તમ ચારિત્ર રૂ૫ બેધક નેવેલ.
ઉપરના નામનું પુસ્તક અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયું છે. આ ગ્રંથમાંને ચારિત્રનો વિષય ઘણે રસિક, બેધક અને મનહર છે. વળી નીતિ અને ઉચ્ચ સદ્દગુણના વર્ણનથી ભરપૂર છે. કથાને પ્રસંગ અતિ અદ્દભૂત ને રસિક હોવાથી વાંચનારને બહુજ પ્રિય થઈ પડે તે છે, ઉપરાંત સ્થળે સ્થળે કથાના પ્રસંગમાં શ્રાવક ધર્મનું રહસ્ય ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ભાષા ઘણી સરલ છે. શ્રાવિકાઓને ખાસ વાંચવા યોગ્ય પુસ્તક છે. પુસ્તક વાંચવાથીજ તેની રસિકતા અને ઉત્તમતાની ખાત્રી થશે. પુસ્તકનું કદ રોયલ બાર પિજી ફા. ૩૪ પૃષ્ઠ ૪૦૮નું છે. તેનું બાઈડીંગ કાપડનું પાકું અને છાપવાળું ઘણું સુંદર કરાવ્યું છે. છતાં સર્વેને લાભ લેવા બની શકે તે માટે તેની કિસ્મત ફકત ૧૨ આના જેટલી જુજ રાખવામાં આવી છે. પોસ્ટેજ જુદું પડશે. પુસ્તક વી. પી. થી મેકલીશું. નીચેને શીરનામે લખે.
શ્રી જન ધ વિદ્યા પ્રસારક વર્ગ પાલીતાણા,