________________
૧૪
લેખક–મુનિ બુદ્ધિસાગર–સા. વિજાપુર , શ્રી જન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગના અધિપતિ —મુ. પાલીતાણા
વિશેષ ધર્મ લાભ પૂર્વક માલુમ થાય કે, તમારી તરફથી અભિપ્રાયો અર્પણ કરેલા ગ્રંથો જેવા કે, ( ધર્મ સંગ્રહ ભાગ ૧ લે ભાષાંતર સાથે, ધર્મ રત્ન પ્રકરણ ભાગ ૧ લે ભાષાંતર સાથે તથા પ્રદ્યુમ્ન ચરિત્ર ભાષાંતર સાથે ભાગ ૧–૨) એ ગ્રંથે આવ્યા, તે વાંચતાં અતિ આનંદ સાથે અભિપ્રાય છે કે, ઉપરના ગ્રંથે પૈકી તથા ધર્મ રત્ન ભાગ ૧ લામાં શ્રાવકોના એકવીશ ગુણેનું સવિસ્તર [ સ્પષ્ટ ] વિવેચન કીધેલું છે તે વાંચનારને અતિ બેધદાયક ને લાભદાયક છે. તેમ છાપ પણ સારી ને શુદ્ધ છે. પ્રધુ નું ચરિત્ર પણ સારું રસીક ને શુદ્ધ ભાષાંતર સાથે છપાવી બહાર પડેલું છે, તે અતિ ઉત્તમ છે, ને તે કથા શ્રવણ કરતાં ગમે તેવાને ધર્મની દઢ શ્રદ્ધા થાય તેમ છે. પૂર્વેકત ગ્રંથ બહુ સારા, ધર્મને સંપૂર્ણ બંધ કરનારા, ને રમણીય છે, માટે તમામ શ્રાવક ભા ઈઓએ તે ગ્રંથે અવશ્ય રાખવા યોગ્ય છે. આવો મળેલે વખત જ્ઞાનને માટે ઉત્તમ છે દરેક જૈન બંધુઓએ આવા ભાષાંતરની એક એક પ્રત ગ્રહણ કરવી જોઈએ. એથેન ભાષાંતરથી જેમાં ઘણું લાભ થાય છે. ભાષાંતર જેવી ઢબથી તથા સુધારાથી કરવું જોઈએ, તે પ્રમાણે થયું છે. ધર્મ ના પ્રકરણ અને ધર્મ સંગ્રહને કદી સાંભળવાને વ ખત પણ શ્રાવકને મળી શકે નહિ, તેના બદલે ગુર્જર ભાષામાં ઘેર બેઠાં ગંગાના જેવું સમય મળે છે, તેનું સાર્થક કરવું જોઈએ. મારવાડ, માળવા, પંજાબી તથા બંગાળ જેને માટે કે જે ગુર્જર ભાષાનું જ્ઞાન નહિ ધરાવતા હોય, તેને માટે હિંદુસ્થાન ભાષામાં ભાષાંતર થવાની આવશ્યકતા છે. ત્યાં શાંતિ શાંતિ ,