________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ ભાગ પહેલા માટે જુદા જુદા સદગૃહસ્થ તથા ન્યુસ પેપર અને માસિકો તરફથી મળેલા અભિપ્રાય
આ પુસ્તક ૨ જુ. જન ભવેતાંબર કોન્ફરન્સ હરેડ અંક ૩ જે.
શ્રી ધર્મરત્ન પ્રકરણ– શ્રી પાલીતાણા જૈન ધર્મ વિદ્ય પ્રસારક વર્ગ તરફથી અભિપ્રાય માટે આવેલ “ શ્રી ધર્મ સંગ્રહ ” માટે અભિપ્રાય અમે ડીસેમ્બરમાં આપી ગયા છીએ. તેજ વર્ગ તરફથી પ્રસિદ્ધ થએલ આ પુસ્તક શ્રીમાન દેવેંદ્રસૂરિનું રચેલું છે. આ પુસ્તકમાં પણ મૂળ અને ગુજરાતી ભાષાંતર બને આપવામાં આવ્યાં છે. આ પુસ્તક પણ પ્રથમ ભાગ છે, તેથી સંભવ અને આશાં રહે છે કે, પાછળના ભાગે એજ વર્ગ તરફથી છપાશે. કાગળ, છપાઈ અને ટાઈપ, ઉત્તમ છે. શુદ્ધિપત્રક બહુ મોટું થયું છે, માટે એક વખત વિશેષ પુફ તપાસવા અમારી નમ્ર , સુચના છે. લગભગ ૨૦૦ પાનાના આ પુસ્તકની કીંમત રૂા. ૨ બીલકુલ વધારે નથી. શુભ સંસ્કાર રોપનાર પિતાના પાંચ સુપુત્રોએ પોતાના પિતા શેઠ ખીએસી કરમણના સ્મર્ણાર્થે આ પુસ્તક પ્રસિદ્ધ કરાવ્યું છે. એ પાંચે ભાઈઓમાં શેઠ ખેતસી ખીસી સારી રીતે આગળ પડતા છે; અને જેન કોમમાં તેમનું નામ જાણીતું છે. અર્પણપત્રિકા બતાવે છે કે, પુત્રરૂણ તથા પિતરૂણ એ કેવી મોટી જવાબદારી છે, અને એ સમજનાર પોતે કેવા સુખી થાય છે, અને બીજાને કેવી સુખી કરે છે ? આ ગ્રંથ અસલ માગધી અને સંસ્કૃત ભાષામાં લખાએલ છે.. કેવા ગ્રંથો લાંબો વખત ટકી શકે છે, તેને માટે પ્રસ્તાવનામાં યોગ્ય કહેવાયું છે. આ ગ્રંથમાં શ્રાવકના ૨૧ ગુણ પર ૨૧ કથાઓ કહેવાયેલી છે, એટલે કે ગ્રંથ કથાનુગ છે. બહુ ઉંડા વિષયોમાં ઉતરતાં મનને ગુંચવણ આવે, એવા સામાન્ય વાચક માટે પણ ગ્રંથ ઉત્તમ છે. બીજી જ્ઞાતિઓ અને પ્રજાઓ કરતાં સખાવત, દાન, ધર્મ વિગેરેમાં જન કાઈથી ઉતરે તેમ તે નથી જ, પરંતુ જ્ઞાન દ્વારા પુસ્તકો છપાવીને વડીલ સ્મરણ રાખવું, એ
સ્મરણ ચિરસ્થાયી છે, સખાવતને ખરે પ્રકાર છે, અનુકરણીય છે. પિતાના સ્મર્ણાર્થે રૂ. ૧૦૦૦ આપી પુસ્તક છપાવવામાં પાંચ ભાઈઓએ શુભ કર્મ બાંધી બીજાઓને ઉત્તમધડો બેસાડ્યો છે. પુસ્તક ઉત્તેજન અને મદદને દરેક રીતે પાત્ર છે.
શ્રી જન ધર્મ વિઘા પ્રસારક વર્ગના ઓનરરી સેક્રેટરી શા. શિવજી રવીની પ્રેરણાથી એ વર્ગ તરફથી પ્રસિદ્ધ થયેલા કેટલાક ગ્રંથ અભિપ્રાય માટે મારી તરત મોકલવામાં આવ્યા છે, તેને પ્રેમ સહિત સ્વીકાર કરતાં અતિ આનંદ ઉપજે