________________
રક વર્ગ તરફથી છપાવી, પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની એક નકલ અમારી ઉપર અને વકનાર્થે મોકલવામાં આવી છે, તેની પહોંચ માન સહિત સ્વીકારીએ છીએ. આ પુસ્તક ક૭. સુથરીના રહીશ સ્વર્ગસ્થ શેઠ ખીસી કરમણના સ્મર્ણાર્થે તેમના પુત્રોએ પિતાના ખર્ચે પ્રગટ કરાવ્યું છે અને આવી રીતે જ્ઞાન દાન કરવામાં, બાહેર પડવા માટે તેઓને મુબારકબાદી આપવામાં આવે છે. ઉન્માણ વિગેરે પ્રસંગે શ્રીમંત જેને આ પ્રમાણે પ્રાચીન સાહિત્યના ઉત્તમ ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે બાહર પાડવામાં ધ્યાન આપે, તે જૈન ધર્મના અનુપમ ગ્રંથને સારે ફેલાવે થયા વગર રહે નહીં. “શ્રી ધર્મ રત્ન પ્રકરણ ગ્રંથ” ના મૂળ રચનાર શ્રીમાન દેવેદ્રસુરી નામના જૈન ધર્મના એક સમર્થ વિદ્વાન થઈ ગયા છે, જેમણે તે ગ્રંથ માગધી તથા સંસ્કૃત ભાષામાં લખેલું હતું. આ અનુપમ ગ્રંથનો લાભ સામાન્ય શિક્ષણ પામેલા માણસે લઈ શકે, એવા હેતુથી તે ગુજરાતી ભાપાંતર સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. જે જૈનશૈલીવાળા મુનિ મહારાજના હાથમાંથી આવા ગ્રંથે પસાર કરવાની તજવીજ કરવામાં આવે, તે જૈન ભાઈઓ પિતાના ધર્મના આવા રસીક ગ્રંથ પ્રત્યે વધારે શ્રદ્ધાળુ બને છે, અને તે પ્રત્યે વધારે માનની નજરથી જુએ છે. પાલીતાણુ જેવા મહાન તીર્થ સ્થાને વિદ્યા પ્રસારક વર્ગને પંડિત મુનિમાહારાજે ના સમાગમમાં આવવાની સારી રીતે તક મળતી હેવી જોઈએ, અને તેને તેઓને સારી રીતે લાભ લેવાની આવશ્યકતા છે. આ ગ્રંથમાં શ્રાવકના એકવીશ ગુણો ઉપર એકવીશ કથાઓ વર્ણવેલી છે, જે જૈનોને બેધક તથા રસીક લાગ્યા વગર રહે નહીં,
'તરંગ
પુસ્તક ૧ લું અંક ૧૦ પિશ ૧૯૬ર. "
ધર્મ રત્ન પ્રકરણ–પાલીતાણું જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી આ નામને વિશાળ ગ્રંથ અને અભિપ્રાયાર્થે ભેટ મળ્યો છે. તેને સ્વીકાર કરતાં અમે હર્ષ પ્રદશત કર્યા વગર રહી શકતા નથી. આ વર્ગ જૈન ધર્મનાં જુનાં મહાન આચાર્યોનાં લિખિત પુસ્તક છપાવવા માટે ઘણોજ ઉત્તમ પ્રકારના પ્રયાસ કરે છે, અને ભાષાંતર કરવાનું કામ એટલી વિશેષ કાળજી પૂર્વક કરવામાં આવે છે કે, વાંચનારને મૂળની સાથે ભાષાંતર મેળવતાં ભાગ્યેજ શંકાનું કારણ રહે છે. આવા ઉત્તમ પ્રતિના ગ્રંથો બહાર પાડવાને આ ધર્મ શ્રીમાન ગૃહસ્થની મદદથી જે પ્રયાસ કરે છે, તેથી તે સમસ્ત જૈન કેમને મોટો ઉપકાર કરે છે, એમ કહ્યા વગર ચાલતું નથી. આ ઉત્તમ ગ્રંથમાં શ્રાવકના એકવીશ ગુણુપર એકવીશ કથા શ્રેષ્ઠ રીતે વર્ણવેલી છે. સામાન્ય વાંચનારને પણ તે સહજ સમજી શકાય તેવી છે. વળી લગભગ ૬૦૦ પૃષ્ઠને માટે ગ્રંથ હોવા છતાં તેની કિસ્મત અતિશે જુજ એટલે બે રૂપીઆ રાખી છે. અમે આશા રાખીએ છીએ કે, શ્રીમાન જૈન ગૃહસ્થ જે આ વર્ષને આવી રીતે મદદ કરતા રહેશે, તે આ વર્ગ જન સાહિત્યને આગળ વધારવાને પિતાને ઉત્સાહ વૃદ્ધિગત કરશે.