________________
તેમાં ખુશીની વાત એ છે કે, ભાષાંતરકારે માગધી ભાગનું ભાષાંતર ઘણું સારું કરેલું છે. મૂળ સંસ્કૃત અને માગધીની શુદ્ધિને માટે પણ સારા પ્રયત્ન કરે છે. ' આ અતિ ઉપયોગી ગ્રંથ દરેક જૈન ગૃહસ્થને વાંચવા લાયક છે. જ્યારે આવા આવા ગ્ર બહાર પડશે, ત્યારે જૈનેની જ્ઞાન સમૃદ્ધિને પ્રભાવ જગતમાં સર્વ સ્થળે જણાઈ આવશે, જન વિદ્વાનોએ પિતાના સાધર્મિ બંધુઓની કેવી સેવા કરી છે ? તે આવા ગ્રંથે જોવાથી સિદ્ધ થઈ જાય છે. વિશેષ લખવાને આનંદ આવે છે કે, પાલીતાણાના બી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ જે કામ હાથ ધાર્યું છે, તે સર્વ જૈન વર્ગને આ દરણીય છે. જૈન પ્રજામાં પિતાના પાચીન ગ્રંથોના વાંચનની અભિવૃદ્ધિ થાય, તેવા ઉત્તમ હેતુથી એ વર્ગ જે કાર્ય કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. વર્ગ જે સદિચ્છાથી અને કમળ ભાવથી આ પુસ્તકને ઉદ્ધાર કરી જૈન વર્ગ સન્મુખ રજુ કર્યું છે, તે તેમનો હતું અને શ્રમ સફળ થશે એવી હું આશા રાખું છું પુસ્તકની છપાઈ. બંધાઈ અને સફાઈ જોતાં તેની અ૫ કિંમત રાખવામાં આવી છે, તે પણ તે વર્ષની ઉદારતાનું શુભ
ચિન્હ છે.
આવા આવા ગ્રંથો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખનારા કચ્છી જન ગૃહસ્થનાં નામ ઘણી વાર સાંભળવામાં આવે છે, એથી એ ગ્રહસ્થની ઉદારતાને ખરેખર ધન્યવાદ ઘટે છે. આ સુંદર ગ્રંથના અગ્ર ભાગ ઉપર પણ એક સ્વર્ગવાસી કચ્છી ગૃહસ્થ મૂર્તિનું નિરીક્ષણ કરી, અને તેની નીચે સ્વર્ગીય શેઠ ની અસી કરમણ એવું નામ વાંચી દરેક જૈન ધનાઢય ગૃહસ્થે વિચારવું, અને નીચેનું નીતિ વાકય સ્મરણમાં રાખવું.
“ ઃ સિ રિયા ” આ પ્રસંગે વળી વિશેષમાં જણાવવાનું કે, આ જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગની પ્રમાણિક, ઉત્સાહ, અને શુદ્ધ હદયથી સેવા કરનાર તથા આનંદ અને મધુકર [ માસિક ] માં “ સંત ચરણેપાસક શિવ ” આવી વર્ણમાળાથી પ્રખ્યાત શા શિવજી દેવશીને સંપૂર્ણ અભિનંદન ઘટે છે. જન સાહિત્યની સેવા કરવામાં આનંદ અને નુભવતા જેના ધાર્મિક અને સાંસારિક ઉદય માટે સ્થપાએલા મંડળોમાં અગ્રેસર કાર્ય કરનારા તેમના આ સ્તુત્ય પ્રયાસને માટે મોટું માન ધરાવતા જોવાની ઇચ્છા દર્શાવી તેમનું અને તેમના વર્ગનું હું સતત કલ્યાણ ચાહું .
ભાવનગર,
શાસ્ત્રી નર્મદાશંકર દાદર, તા. ૮-૨-૬ માઘ શુકલ ૧૫ સં. ૧૯૬૨. J. ભાવનગર હાઇસ્કુલના સંસ્કૃત શિક્ષક