________________
નહિ, પછી ચતુર જયદેવે વિચાર્યું કે, આ મૂખ પશુપાળને “ આ ચિંતામણિ છે, ' એવી આ ખબર નથી, તેમ એનું શું મહતભ્ય છે ? તે પણ જાણ નથી, તો આ ચિંતામણિ તેનું ભલે શુભ કરે, માટે તેને એના મહાભ્યની ખબર પાડવી જોઈએ. આવું વિચારી જયદેવે કહ્યું, અરે ભલા માણસ ! જેને તું એક પથરો ગણે છે, તે ચિંતામણિ રત્ન છે, તે મણિની આરાધના કરવાથી તારા સર્વ વાંછિત પુરા થશે, મારે તે રત્નની જરૂર નથી, તેને લાભ તું પિતજ મેળવ. મૂર્ખ પશુપાળે કહ્યું, વારૂ, જે આ ચિતામણિ છે. એ વાત ખરી હેય તે, હું ચિંતવું છું કે, એ મણિથી ઘણું બેર, કેર તથા કબાડ વિગેરે મને પ્રાપ્ત થાઓ. મૂર્ખ પશુપાળનાં એ વચન સાંભળી જયદેવ હસી પડ્યોતેણે કહ્યું, ભોળા માણસ ! એમ કહેવાથી કાંઈ વાંચ્છિતને લાભ થાય નહિ પ્રથમ ત્રણ ઉપવાસ કરી, તે મણિને બાજઠ ઉપર સ્થાપન કર, પછી તેની વિધિથી પૂજા કરી, અને પ્રણામ કરી, જે માગવું હોય તે માગી લે. પશુપાળે તે વાત માન્ય કરી, પછી તે મણિને લઈ પિ તાના ગામ તરફ ગયો. જયદેવે જાણ્યું કે, આ પુણ્યહીન છે, માટે તેની પાસે મણિ ર હેશે નહિ, તેથી તેની પાછળ જવું જોઈએ.
આવું વિચારી જયદેવ તેની પાછળ ચાલે. માર્ગમાં ચાલતાં પશુપાળે તે મણિને સંબોધીને કહ્યું, અરે મણિ ! આ બકરીઓ વેચી, તેની દ્રવ્યથી ચંદન, કેશર, કપુર, વિગેરે લઈને તારી પૂજા કરીશ. પછી તું મારા મનોરથ પુરા કરજે. વળી ક્ષણવાર રહીને પાછું મણિને પુછયું, મણિ! હજુ ગામ દુર છે, માટે રસ્તો ખુટે તેવી કાંઈક વાર્તા કહે. જે તું વાર્તા કહી જાણતા ન હો તે સાંભળ, હું તને એક વાર્તા કહું કોઈ હાથના દેરામાં ચાર હાથને દેવ રહે છે, આ વાતમાં કોઈને શંકા કરવી નહીં. કારણ કે, એક હાથના દેરામાં ચાર હાથવાળા દેવ રહી શકે છે. આમ પશુપાળ વાર્તા કહેવા માંડી, પણ મણિ તે કાંઈજ બેલ્યો નહિ, એટલે પશુપાળે ગુસ્સો કરીને કહ્યું, અરે મણિ! તું હુંકારો પણ આપતો નથી, તે તારી આગળ શું વાત કહેવી ? આ ઉપરથી તારામાં વાંછિત પૂર્ણ કરવાની આશા શી રીતે રાખી શકાય ? તારૂં ચિંતામણિ નામ ખોટું જ છે, તેથી 'તારે માટે ત્રણ ઉપવાસ કરી, કષ્ટ ભોગવવું નકામું છે, અને હું તે રાબ અને છાશ વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, અને મને મુખ્ય મારવાને માટેજ તે વાણીયાએ તને વખાણે હશે. અહીંથી દુર ચાલ્યો જા. આ પ્રમાણે કહી, તે પશુપાળે મણિને દુર ફેંકી દીધે. પાછળ ચાલ્યા આવતા જયદેવે તે મણિને લઈ લીધે, અને તેની વિધિ પ્રમાણે આરાધના કરી, તેથી જયદેવ મટે ધનાઢ્ય થયો. ધનના પ્રભાવથી માર્ગમાં આવતા મહાપુર નામના નગરને વિષે આવી, ત્યાંના સુબુદ્ધિ નામના શેઠની રત્નાવતી નામે પુત્રીને પરો. દાસ દાસીના મેટા પરિવાર સાથે તે પોતાને વતન આ વ્ય, અને માતાપિતાને પ્રીતિથી મળે.
આ દષ્ટાંત આપી ગ્રંથકારે માનુષ્ય ભવની અંદર ધર્મ એ ચિંતામણી રત્ન સમાન છે, એ સિદ્ધ કરી આપ્યું છે. દેવ, નારકી અને તિર્યંચની ગતિ, એ સામાન્ય મણિની ખાણરૂપ છે, તેને શોધ કરવા ભમતે એ પ્રાણુ આ મનુષ્ય ગતિરૂપ ઉત્તમ મણિવા