________________
આ ગ્રંથ પરોપકારી શ્રીદેવેંદ્રસૂરિએ તેવી ધારણાથી લખે છે. ગ્રંથકાર આદિમાં અવતરણની અંદર લખે છે કે, “ આ જગતમાં ત્યાજ્ય, અને ગ્રાહ્ય પદાર્થની સમજ ધરનારા લેક ઘણું હોય છે, તે છતાં તેના જન્મ; જરા મૃત્યુ, રોગ, અને શોકાદિ વિષય પંચાતીથી પીડાય છે, માટે તેમણે સ્વર્ગ તથા મેક્ષાદિ સુખનું કારણભૂત ધર્મરૂપી રત્ન ગ્રહણ કરવું જોઈએ. ” આવું અવતરણ લખી, ગ્રંથકાર પોતાના લેખને ઉદ્દેશ જણાવે છે, અને તે સાથે ગ્રંથમાં મંગળ, અભિધેય, પ્રયોજન, અને સંબંધનું
સ્પષ્ટિકરણ કરે છે, તે પછી ગ્રંથને ઉપ દુધાત શરૂ કરે છે. ઉપઘાતમાં ગ્રંથના પ્રયોજનને માટે સારું વિવેચન કરી ઉપદેશ ઉપદેશકના ગુણનું વર્ણન કરતાં ગ્રંથકાર પોતાનું પાંડિત્ય સારૂં દર્શાવે છે. ઉપદેશકને માટે તેણે જે વાક્યો લખેલાં છે, તે ખરેખર મનન કરવા યોગ્ય છે, તે માટેનું એક પદ્ય આ પ્રમાણે છે –
शुद्धमार्गोपदेशेन यः सत्वानामनुग्रहम् । જોતિ નિતાં તેર : વાવ બઘાન | ૧ |
“જે પુરૂષ શુદ્ધ માર્ગને ઉપદેશ કરી, બીજાં પ્રાણીઓ પર અનુગ્રહ કરે છે, તે પિતાના આત્મા ઉપર પણ અતિશે મહાનું અનુગ્રહ કરે છે.
કારણ કે, હિતોપદેશ સાંભળવાથી કદિ સર્વ શ્રોતાઓને કાંઈ એકાંતે ધર્મ પ્રાપ્તિ થતી નથી, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનારને તે એકાંતે અવશ્ય ધર્મની પ્રાપ્તિ
થાય છે.
ઉપદેશકની ધર્મ માટે આ અસરકારક પદ્ય છે, આવા પાના ઉદ્ગાર જેના પ્રાચિન ઉપદેશકોના હૃદયમાંથી નીકળતા હતા, ત્યારેજ જૈન ધર્મની ભાવનાએ આ આર્યા વર્ત ઉપર વિજય મેળવ્યો છે. તે પછી ગ્રંથકાર ધર્મરૂપ રત્નની દુર્લભતા વિષે સારું ખ્યાન આપે છે. “ આ અપાર સંસારરૂ૫ સમુદ્ર, કે જેમાં જન્મ, જરા, મરણંદિરૂપ અનંત જળ ભરેલું છે, તે અગાધ સમુદ્ર આદિ અને અંત વગરને છે, તેની અંદર પ્રાણીઓ કર્મને વશ થઈ નારકી, તિર્યચ, નર તથા દેવરૂપે ઉત્પન્ન થાય છે, અને તેમાં ભમ્યા કરે છે, તેવાં પ્રાણીઓને મનુષ્યપણું પ્રાપ્ત થવું દુર્લભ છે. કદિ તે પ્રાપ્ત થયું, તે પછી સધર્મરૂપ રત્નની પ્રાપ્તિ દુર્લભ છે. ” ઈત્યાદિ વર્ણન કરી ગ્રંથકાર પિતાના ગ્રંથનું નામ ધર્મના પ્રકરણ એવું સાર્થક કરે છે, અને આ ગ્રંથ ધર્મરૂ૫ રત્નની પ્રાપ્તિનું સાધન છે, એવો લક્ષ્યાર્થ જણાવે છે, તે ધર્મરૂપ રત્નની સારી રીતે પ્રશંસા કરી, ગ્રંથકાર માનુષ્ય ભવનું માહામ્ય ઘણી છટાથી વર્ણવે છે. માનવજીવનની મહત્તા દર્શાવવાને તેના વિચારો એટલા બધા ઉત્તમ છે કે, વાંચનારના હૃદયમાં તે અસરકારક રીતે ઠસી જાય છે. તે વિષે મૂળમાં અલ્પ લેખ છતાં તેને વૃત્તિમાં એ પલ્લવિત કરે છે કે, જે વાંચ, વાથી સહદય વિદ્વાનને ઘણો આનંદ આવે છે.