Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 312
________________ માનવ જીવનનો એક ક્ષણ પણ કેવા ઉપયોગી છે ? તેને માટે ગ્રંથકારે યુકિત પૂર્વક સિદ્ધ કરવાને બીજાં પ્રમાણ વાક્ય સારાં આપ્યાં છે, જેમાંનું એક પદ્ય સર્વ જૈન બંધુઓને મનન કરવા યોગ્ય છે. . अनाण्यपि रत्नानि लभ्यते विभवैः सुखम् । दुर्लभो रत्नकोय्यापि क्षणोऽपि मनुजायुषः ॥ १ ॥ . - “ અમૂલ્ય એવાં રને પણ વૈભવવડે સુખે મેળવી શકાય છે. અને મનુષ્યની આયુષ્યને એક ક્ષણ પણ કેટી રત્નથી મેળવી શકાતું નથી. ”૧ આ પ્રમાણે માનુષ્ય જન્મની દુર્લભતા જણાવી, ગ્રંથકાર ધર્મ રત્નની દુર્લભતાને માટે વિવેચન કરે છે. અને તેને ચિંતામણિની સાથે સરખાવે છે, તે પ્રસંગે એક મૂર્ખ પશુપાળનું સુબોધક દષ્ટાંત આપે છે, જે ઘણું અસરકારક દ્રષ્ટાંત છે, જેને સાર નીચે પ્રમાણે છે. હસ્તિનાપુર નગરમાં નાગદેવ નામે એક શેઠ હતું, તેને વસુંધરા નામે સ્ત્રી હતી, અને જ્યદેવ નામે એક પુત્ર થયો હતો. જયદેવ ઘણો ચતુર હોવાથી રત્નોની પરીક્ષા કરવાનું કામ શીખવા લાગ્યો. એક વખતે તેના મનમાં વિચાર થયો કે, બીજા મને ણિ પથ્થર જેવા છે, ખરેખરૂં રત્ન તે ચિંતામણિજ છે, માટે કોઈ પણ ઠેકાણેથી તેને ની શોધ કરવી. આવા ઇરાદાથી જ્યદેવ, નગરમાં ઘેર ઘેર, અને દુકાને દુકાને ફરી વળ્યો, પણ તેને કોઈ ઠેકાણેથી ચિંતામણિ રત્ન મળ્યું નહિ. છેવટે તેણે પોતાનાં માતાપિતાને જણાવ્યું કે, આ નગરમાં ચિંતામણિ રત્ન મળતું નથી, માટે તે મેળવવા હું બીજે સ્થળે જાઉં છું. માતાપિતાએ કહ્યું, પુત્ર ! ચિંતામણિ ક્યાંઈ હોયજ નહિ, તે તે માત્ર કલ્પના છે; તે વિષેની વાત છોડી દે. જે બીજાં રને મળે છે, તેનાથી વેપાર કર, જેથી તેને અપાર લક્ષ્મી પ્રાપ્ત થશે. માતાપિતાનાં આ વચન જયદેવે માન્યાં નહિ. તે હસ્તિનાપુર છેડી બાહર નીકળી પડે. અનેક સ્થળે તેણે ચિંતામણિની શેધ કરી, પણ કોઈ સ્થળે તેને પ મળ્યો નહિ. ફરતાં ફરતાં તેને એક વૃદ્ધ માણસ મળે, તેણે જયદેવને કહ્યું કે, આ સ્થળે મણિવતી નામે એક મણિની ખાણ છે, તેમાં ઉત્તમ અને પવિત્ર મણ મળી શકે છે. તે સાંભળી જયદેવ તે સ્થળે ગયો. ત્યાં એક પશુપાળ જોવામાં આવ્યું. પશુપાળના હાથમાં એક પથ્થર હતું, તે જયદેવના જોવામાં આવ્યું. ચિંતામણિને જાણનારે ચતુર જયદેવે તે પથ્થરને જોયો, ત્યાં તેને તે લક્ષણોથી ચિંતામણિ માલુમ પડે. હર્ષ પામેલા જયદેવે પશુપાળ પાસેથી તે પથ્થર માગે, એટલે પશુપાળે કહ્યું, ભાઈ ! તારે આ પથ્થરનું શું કામ છે ? જયદેવે કહ્યું, આ પથ્થર મારે ઘેર લઈ જઈશ, અને નાનાં બાળકોને રમવા આપીશ. પશુપાલે કહ્યું, અહીં આવા બીજા પથ્થર ઘણા છે, તે લઈ લે. આ પથ્થરાની શી જરૂર છે ? ઘણું સમજાવ્યું, પણ સમયે નહિ, અને ઉપકાર કરવાની તેને ટેવ ન હોવાથી, તેણે તે પથ્થરે જયદેવને આપ

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324