________________
1,
છે. એ શ્રંથ શ્રેણીમાંથી “ શ્રી ધમરન मकरण નામના ગ્રંથનું અવલેાકુન પ્રથમ સાદ્યંત કરતાં અતિ હર્ષે ઉત્પન્ન થાય છે. આ ગ્રંથના લેખક શ્રીમાન દેવેદ્રસૂરી જૈન ગ્રંથકારામાં પ્રખ્યાત છે, તેમના ધણા ગ્રંથા ભાતના જૈન વર્ગમાં પ્રખ્યાત રીતે વચાય છે. એ મહાશયે આર્હત ગ્રંથની સમૃદ્ધિ ધણી વધારી છે. જૈનતત્વ ગ્રંથૈાની ઉપર તેઓએ સારી વૃત્તિઓ અને ટીકાઓ રચેલી છે. કર્મગ્રંથ જેવા ગહન વિષયમાં તેમની લેખનીએ સારૂં નૃત્ય કર્યું છે. જેમ વેદ ધર્મમાં શકરાચાર્ય ભાષ્યકાર કહેવાય છે, તેમ જૈન ધર્મમાં એ સૂરિરાજ ભાષ્યકાર કહેવાય છે. તેમણે દેવવદન ભાષ્ય, ગુરૂવંદન ભાષ્ય, પ્રત્યાખ્યાન ભાષ્ય, વિગેરે ભાખ્યા લખેલાં છે, તે સિવાય કર્મપ્રથાની ઉપર સારી ટીકા કરેલી છે. આ વિદ્વાન મુનિરતે ગુજરાતના મ ંત્રી વસ્તુપાળને સારા પ્રતિધ આપ્યું! હતો, એ મંત્રીની આગેવાની નીચેજ એ મહામુનિને સુરિપદ આપવામાં આવ્યું હતું. તેમના ગુરૂ જગચ્ચદ્રસૂરી હતા, જેઓએ તપગચ્છની સ્થાપના કરી હતી. તે ગુરૂએ પો તાના આ પ્રભાવિક શિષ્યને સૂચના આપેલી હતી કે, શિષ્ય ! તારી બુદ્ધિ જે મને સંતાષ થાય છે, તારા જેવા વિદ્વાન મુનિને ધર્મની યાગ્યતા પ્રાપ્ત કરાવનારા ગુણાને માટે કોઇ પણ ગ્રંથ લખવાની જરૂર છે. ગુરૂની આવી સૂચના ઉપરથી તેણે આ ધર્મરત્ન મથ લખી તે ઉપર વૃત્તિ કરેલી છે.
આ સુખાધક અને શિક્ષણ લેવા લાયક ગ્રંથ ખરેખરા જૈન વર્ગને ઉપયોગી છે. આ ગ્રંથના લખનાર સૂરિવર્યની ધારણા સર્વ અંશે સમૂળ થઇ છે. ગ્રંથકારે જે ઉત્કૃષ્ટ ઉદ્દેશથી, અને ઉદાર વૃત્તિથી આ લેખ લખ્યા છે, તે ઉદ્દેશ અને તે વૃત્તિ તેમાં એશક ક્ષણે ક્ષણે જણાઇ આવે છે. લેખકેાના જુદા જુદા વર્ગ પાડીએ, તે એક રીતે એ લેખકાના બે પ્રકાર હાઇ શકે છે. ( ૧ ) પેાતાને માટે લખનારા અને ( ૨ ) લેાકાને માટે લખનારા લેખકે સ્વાર્થી છતાં ધણીવાર લોકપ્રિય થઇ પડે છે. પણ તેમાં સ્વાર્થબુદ્ધિ એટલીજ હાય કે, બીજા લોકાને મારા લેખથી લાભ થશે, અને તે લાભનું ધર્મરૂપ ળ જો તેઓ પ્રાપ્ત કરે, તો મને પુણ્ય થશે. બીજા ધર્મ પામે, તેના લાભનેા હું ભાગીદાર થઇશ, આવી તેની ઉત્તમ પ્રકારની ધારણા પણ ખરેખર પ્રશંસનીય હોય છે; કારણકે તેઓને તેમાં કાંઇ પણ સાંસારિક લાભ પ્રાપ્ત કરવાને અધમ સ્વાર્થ હેતા નથી. આજકાલ વ્યાપાર દ્રષ્ટિથી લખી લખાવી પુસ્તકા પ્રસિદ્ધ કરનારા પેહેલા પ્રકારના સ્વાર્થી લેખકેા વ્યાપારની સફળતાને અર્થે સામાન્ય લાકર્રચને અનુસરી લેખ લખે છે, અને લખનારા તો લોકેાની વૃત્તિને તૃપ્ત કરવામાંજ લાભ રહેલા હેાવાથી એવાં પુસ્તકા બહેર પાડી સાંસારિક લાભની પ્રાપ્તિની સાથે લોકેાના મોટા ભાગમાં લોકપ્રિયતા પશુ મેળવી શકે છે.
ખીજા પ્રકારના લેખકા પારમાર્થિક દ્રષ્ટિએ લખે છે, તેઓ પોતાના ઉપર કહેલા ઉત્તમ સ્વાર્થને ગાર્ભત રાખી લેાકેાના પરોપકારને માટે લખે છે. તે લેાકેાની ઇચ્છા અને થવા રૂચિ પ્રમાણે નહિ, પણ ધર્મ ન્યાય, અને નીતિના ધેારણે જે રીતિએ લેાકાએ વર્તવું જોઇએ, તે ધારણને લક્ષમાં રાખી લખે છે,