________________
१७०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
इत्तो सोहम्मवई-विण्हुमणं ओहिणा मुणेऊण | गाढं हरिसियहियो-सहागओ भणइ नियअमरे ॥ १० ॥ हंहो पिच्छह पिच्छह-एए किरकेसवा महाभागा। गुरुगुणबुद्धीइ नियंति-परगयं गुणलपि सया ॥ ११ ॥ सिसुणो इव खलु पहुणो-जहतह जंपति इय विचिंतेउं । सिग्य परिक्खणत्थं-एगो अमरो इई पत्तो ॥ १२ ॥ ओसरणगमणमग्गेगयीयं परमदुरहिगंधहूं । विहसिपमुहसियदंतं-एगं साणं विउव्येइ ॥ १३ ॥ तग्गंधेण भिजूयं-सिन्ध्र सयलंपि अन्नो हुत्तं । दढपिहियवयणनासा-उडं फुडं गंतुमारद्धं ॥ १४ ॥ .
कण्हो पुण वच्चंतो-तेणेव पहेण दछु तं साणं । परगुणलेसग्गहणमि-लालसो जंपए एवं ॥ १५ ॥ एयस्स कसिणसाणस्स-आणणे सेवदंतघणपती । एसा मरगयथाले-मुत्तामालेव कह सहइ ॥ १६ ॥ इय नाउं हरिचरिय-कहवि न दोसं वयंति सप्पुरिसा । सो जायपच्च
એવામાં સધર્મ ઈ અવધિ જ્ઞાનથી વિષ્ણુનું મન જાણીને બહુ હર્ષ પામી સભામાં પોતાના દેવોને કહેવા લાગે કે, આ મહાભાગ વાસુદેવ પરાયા લવ જેટલા ગુણને પણ મેટા ગુણની બુદ્ધિથી જુવે છે. (૧૦-૧૧ ) ત્યારે એક દેવતાએ વિચાર્યું કે, બાળકની માફક પ્રભુઓ [ મોટાઓ ] પણ જેમ તેમ બોલે છે. એમ વિચારી તેની પરીક્ષા કરવા, તે અહીં આવ્યો. [ ૧૨ ] તેણે સમવસરણમાં જવાના માર્ગમાં અતિ દુર્ગધિ દાંત ખુલ્લા કરી રહેલું મરેલું કૂતરું વિલુવ્યું. [ ૧૭ ] તેની ગધથી મુંઝાઈને સઘળું સૈન્ય પડખે થઈને, તથા મોટું અને નાક બરાબર ઢાંકીને ચાલવા લાગ્યું. (૧૪)
પરંતુ શ્રીકૃષ્ણ તે તેજ માર્ગે ચાલીને પાયા ગુણના લેશને પણ ગ્રહણ કરવામાં લાલસ હોવાથી આ રીતે કહેવા લાગ્યા કે, આ કાળા કુતરાના મોઢામાં ધોળા દાંતની હાર જાણે મરકત મણિના થાળમાં મતીઓની માળા પડી હોય તેવી શોભે છે. [૧૫-૧૬] આ રીતે શ્રીકૃષ્ણનું ચરિત્ર [ આયરણ ] જોઈને તે દેવતાને “સહુ કદાપિ દોષ બોલતા નથી. ” એમ ઇદે કહેલાં વચનમાં ખાતરી આવ્યાથી તેણે પોતાનું રૂપ પ્રગટ કર્યું. (૧૭)