________________
પ્રગટે. તન અને મનની સાધના દ્વારા મનુષ્ય સ્વયંને જાણી શકે છે. આત્મા કવલ્ય પ્રાપ્ત કરી શકે. - જ્યારે આપણે માળા કે કઈ ધાર્મિક ક્રિયા કરવા બેસીએ છીએ ત્યારે દુનિયાભરના વિચારે આપણા મનમાં ચાલે છે. મન ચારેબાજુ ભટકયા કરે છે. આ ભટકાવને રોકવા જોઈએ અને તે માટે પ્રેક્ષા, દયાન, કાયેત્સર્ગ વગેરે ખૂબ જરૂરી છે.
જૈન ધમમાં પ્રતિકમણનું ખૂબ મહત્ત્વ છે. પ્રતિક્રમણ એટલે જ્યાં સુધી ગયે છું ત્યાંથી હું પાછો આવું છું. એટલે પાપથી પાછા હઠવાની ક્રિયા, શરીર મનને સાધવાની કિયા છે. આ પ્રક્રિયા એટલે પ્રતિકમણ અને પ્રતિકમણ એટલે આત્મદર્શન.
જૈન ધર્મ એ કોઈ માત્ર જૈન જાતિને ઈજારો નથી આ તો વિશ્વધર્મ છે. તન, મન અને ઈદ્રી પર સંયમ મેળવે તે જૈન. વિશ્વવ્યાપી નવકારમંત્ર પર જેને ટ્રેડમાર્ક લા. આ મંત્રમાં કેઈ ઠેકાણે જૈન શબ્દ પણ આવતો નથી કે આ મંત્ર માત્ર જેને માટે છે એવું પણ કોઈ ઠેકાણે લખ્યું નથી.
મૌનની પણ એક પરિભાષા છે, મૌનને આનંદ પણ અને હોય છે. મૌન એટલે જ આત્મામાં લીન થઈ જવું. મૌન એટલે જ આત્માને સમજવાનો પ્રયત્ન કરે.
મનુષ્યની કમજોરી એ છે કે તે વિકારોને દબાયેલા રાખે છે. શ્રી ભગવાન મહાવીર સ્વામીની તપશ્ચર્યાને યાદ