________________
પહેલો અધ્યાય
ददातीति सर्वकामदः। इत्थमभ्युदयफलतया धर्ममभिधाय निःश्रेयसफलत्वेनाह - धर्म एव नापरं किञ्चित्, अपवृज्यन्ते उच्छिद्यन्ते जाति - जरा - मरणादयो दोषा अस्मिन्नित्यपवर्गः मोक्षः, तस्य, पारम्पर्येण अविरतसम्यग्दृष्टिगुणस्थानाद्यारोहणलक्षणेन सुदेवत्व - मनुष्यत्वादिस्वरूपेण वा साधकः सूत्रपिण्ड इव पटस्य स्वयं परिणामिकारणभावमुपगम्य નિર્વńષ્ઠ કૃતિ ર
ગ્રંથકારે ધર્મબિંદુને કહીશ એમ કહ્યું છે. આથી હવે ગ્રંથકાર ધર્મના જ હેતુ સ્વરૂપ અને ફલને કહેવા ઇચ્છે છે. તેમાં “બુદ્ધિમાન પુરુષો જે કાર્યમાં ફલ મુખ્ય હોય તેવા કાર્યનો પ્રારંભ કરે છે” એ નિયમ પ્રમાણે પહેલાં (એક શ્લોકથી) ધર્મના ફલને કહીને પછી (એક શ્લોકથી) હેતુશુદ્ધિ કહેવા દ્વારા ધર્મસ્વરૂપને બતાવતા ગ્રંથકાર બે શ્લોકને કહે છેઃ
ધર્મ જ ધનાર્થીને ધન આપનારો છે, કામીને સર્વ પ્રકારના કામ (= ઇંદ્રિયોના વિષયો) આપનારો છે, અને ધર્મ જ પરંપરાએ અપવર્ગનો સાધક છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે.
ધર્મ જ ધનને આપનારો છે. ધન એટલે ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સેવક, પશુ, ચાંદી, સુવર્ણ, મણિ, શંખ, શિલા (છીપ), પ્રવાલ વગેરે. ધર્મ કુબેરની સમૃદ્ધિની સાથે સ્પર્ધા કરે તેટલું અને તીર્થના ઉપયોગમાં આવે તેવું ધન ધનાર્થીઓને આપે છે. ધનના અર્થી એટલે ‘‘ધન સિવાય ગૃહસ્થને કાંઈ નથી'' એવી બુદ્ધિથી ધનના વિષયમાં અધિક પૃહાવાલા, એવા પુરુષોને તે ધર્મ ધન આપનારો છે. વલી તે ધર્મ કામીઓને, એટલે કે કામની સ્પૃહાવાલા પ્રાણીઓને, કામ આપનારો છે. ઈચ્છા કરાય તે કામ કહેવાય, અર્થાત્ મનોહર, અક્લિષ્ટ પ્રકૃતિવાલા, પરમ વિનોદ આપનારા અને પરિણામે સુંદર એવા શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ રૂપ ઈંદ્રિયોના વિષયો કામ છે. આ પ્રમાણે ધર્મનું ઈહલોક સંબંધી અભ્યુદય ફલ કહીને હવે ધર્મનું મોક્ષફલ કહે છેઃ- તે ધર્મ જ પરંપરાએ અપવર્ગનો સાધક છે. જેમાં જન્મજરા-મરણ વગેરે દોષોનો ઉચ્છેદ થાય તે અપવર્ગ = મોક્ષ છે. અહીં સાધક છે એટલે જેમ સૂત્રનો પિંડ પોતે જ પરિણામિકારણ ભાવને પામીને એટલે કે પોતે જ વસ્ત્ર રૂપે બનીને વસ્ત્રને ઉત્પન્ન કરે છે, તેમ ધર્મ પોતે જ પરિણામિકારણ ભાવને પામીને એટલે કે પોતે જ મોક્ષ રૂપે બનીને મોક્ષને ઉત્પન્ન કરે છે. (૨)
ધર્મબિંદુપ્રક૨ણ
૫