________________
ધર્મબિંદુપ્રક૨ણ
પરમાત્માને પ્રણામ કરીને, અહીં પ્રણામ કરીને એટલે પ્રકર્ષથી નમસ્કાર કરીને, અર્થાત્ કાયાથી વંદન, વચનથી સ્તુતિ અને મનથી સ્મરણ કરવા દ્વારા શ્રેષ્ઠ કાયા, વચન અને મનની પ્રવૃત્તિનો વિષય પરમાત્માને બનાવીને.
પરમાત્માને ઃ જે નિરંતર જ અન્ય અન્ય પર્યાયને પામે તે આત્મા એટલે કે જીવ કહેવાય છે. તે આત્મા પરમ અને અપરમ એમ બે પ્રકારે છે. તેમાં જે પરમાત્મા (= પરમ + આત્મા) તે અરિહંત, અને અપરમાત્મા (= અપરમ + આત્મા) તે સંસારી જીવ. જે સમગ્ર કર્મ રૂપ મલનો નાશ કરવાથી પ્રાપ્ત થયેલા શુદ્ધજ્ઞાનના કેવલજ્ઞાનના બલથી લોકાલોકને જોનારા છે, જે આ જગતના પ્રાણીઓના ચિત્તના સંતોષનું કારણ છે, ઇંદ્રાદિક ઉત્તમ દેવતાઓના સમૂહ જેમની અષ્ટ પ્રાતિહાર્યરૂપ પૂજાથી સેવા કરે છે, ત્યારબાદ સર્વ ભવ્ય પ્રાણીઓની પોત પોતાની ભાષામાં પરિણામ પામતી વાણીથી સમકાલે તેઓના (= પ્રાણીઓના) અનેક સંશયોને જેઓ છેદી નાખે છે, પોતાના વિહારરૂપ પવનના પ્રસારથી સર્વ પૃથ્વીપર પથરાયેલા પાપરૂપ રજોરાશિને જે દૂર કરે છે, અને જે સદાશિવ વગેરે શબ્દોથી બોલાવાય છે એવા ભગવંત શ્રીઅરિહંત તે જ પરમાત્મા છે, અને તેનાથી અન્ય = જુદો તે અપરમાત્મા સંસારી જીવ છે. એથી અહીં પરમાત્માને એમ કહીને પરમાત્માને અપરમાત્માથી જુદો પાડ્યો.
પ્રણામ કરીને શું કરવાનું? તે કહે છે -“સમ્યક્ ઉદ્ધાર કરીને”. આ વાક્યમાં સમ્યક્ એટલે ઉદ્ધાર કરવાનું સ્થાન જે શાસ્ત્રો છે તે શાસ્ત્રોની સાથે વિરોધ ન આવે તે રીતે. ઉદ્ધાર કરીને એટલે જુદું કરીને. ક્યાંથી ઉદ્ધાર કરીને? તે કહે છે -‘શાસ્ત્રરૂપ સમુદ્રમાંથી”. એ શાસ્ત્ર રૂપ સમુદ્ર અનેક પ્રકારની ભંગી રચના રૂપ વક્ર ઘુમરીઓથી ગહન છે, અતિ ઘણા નયોના સમુદાય રૂપ મણિમાલાથી ભરપૂર છે અને મંદબુદ્ધિરૂપ વહાણવાલા જીવોના સમૂહને અતિ દુસ્તર છે, એવા આગમરૂપ સમુદ્રમાંથી ઉદ્ધાર કરીને આ ધર્મબિંદુ નામનું પ્રકરણ કહીશ. આ ધર્મબિંદુ ગ્રંથ હવે કહેવાશે તેવા સ્વરૂપવાળું છે. અર્થાત્ હવે ક્રમશઃ આઠ અધ્યાય સુધી જે સૂત્રો કહેવાશે તેવા સ્વરૂપવાળું છે. આ ધર્મબિંદુ ગ્રંથ ધર્મના અંશને (= બિંદુને) પ્રતિપાદન કરવામાં તત્પર હોવાના કા૨ણે પોતાના ધર્મબિંદુ એવા નામને યથાર્થ કરનારો છે. કોની જેમ ઉદ્ધાર કરીને? તે કહે છે - ક્ષીરસમુદ્ર વગેરે સમુદ્રમાંથી જલના બિંદુનો ઉદ્ધાર કરે તેમ. આ ધર્મબિંદુ પ્રક૨ણને જલબિંદુની જે ઉપમા કહી છે તે સૂત્રના સંક્ષેપની અપેક્ષાએ છે. અન્યથા જો તેના અર્થની અપેક્ષાએ વિચારીએ
=
પહેલો અધ્યાય
૩
=