________________
તે જીવનને સ્વાભાવિક કમ છે. કદાચ સમય, કાળ અને પાત્ર પ્રમાણે અલગ અલગ મહાત્મા પુરૂષએ તેની સંસ્થાપના કરી છે. પણ તેને નાબુદ કરવા જતાં તેઓ કોઈ એવી બીજી શક્તિ આગળ નમી પડ્યા છે. જેને આપણે રાષ્ટ્રીય નેતા, સામાજિક નેતા તરીકે ઓળખાવીએ છીએ. અથવા તો માણસની રચેલી સરમુખત્યારશાહીના કેઈવાદને સામ્યવાદ કે મૂડીવાદને નમવું પડે છે. જે ધર્મ કરતાં કઈ ઉતરતી કક્ષાની ભાવના આગળ નમવાનું હોય તો પછી ધર્મને ટકાવી રાખવું જ સારું છે ! અલગ અલગ ધર્મોમાં જે વિવિધતા લાગે છે તેનું મંથન કરવું જરૂરી છે. તે માટે સમન્વય થવો જોઈએ.
બધા ધર્મોના સમન્વયની વાત આવે છે એટલે કેટલાક રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાળુ લોકો એ ભ્રમ રાખે છે કે ત્યારે દરેક ધર્મની સારી સાથે ખરાબ વસ્તુ તો માનવી પડશે. તેમની મિથ્થા બાબત, અંધ વિશ્વાસો કે અનિષ્ટોને પણ ટેકો આપવો પડશે. કે તેમને ટેકો મળી જશે. આ દલીલ ખોટી છે. “દરેક મનુષ્યોને ચાહે !” એમ કહેવાથી ચેર, ડા, વિશ્વાસઘાતી, વ્યભિચારી વગેરેના પાપોને ટેકો આપ પડશે એમ ન મનાય. તેમ “દરેક ધર્મોનો સમન્વય કરો” એટલે કે તેમના પ્રતિ ઉદારતા દાખવી અને તેમાંથી સત્યને તાર.
દરેક નગરમાં ગંદી નાળીઓ-ગટર હોય છે. તેમજ સ્વચ્છ રમ્ય બાગ બંગલા સડક પણ હોય છે. કેવળ ગંદગીનું નિરીક્ષણ એજ કંઈ નગર–નિરીક્ષણ નથી. એવી જ રીતે દરેક ધર્મોમાં કાઈને કોઈ સડે હોય છે પણ એજ કંઈ તેને ધર્મપ્રાણ હેત નથી. તેમના ધર્મપ્રાણ રૂપે અહિંસા, સત્ય, વાત્સલ્ય વ. ગુણ હોય છે. એટલે ધર્મન્સમન્વયનો અર્થ એ સુંદર ગુણનો સમન્વય છે.
આ સિવાય ઘણું લોકે એમ પણ ભ્રમણું સેવતા હોય છે કે સર્વધર્મોને સમન્વય એટલે કે બધા ધર્મના લોકોને રાજી રાખવા; એવું પણ નથી. ધર્મમાં નૈતિક્તા અને લોકહિતનાં જે તો પડ્યાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com