________________
દેવને ભાવપૂર્વક અંજલિબદ્ધ નમસ્કાર કર્યો, વસુદેવે વિચાર કર્યો કે સ્થાન ત્યાગ પણ અત્યંત ઉપકારી થયું. કે જેનાથી કુબેર જેવા અદ્ભૂત દેવનું તથા અદ્ભૂત વસ્તુઓનું મને દર્શન થયું.
નિધીશ્વર શ્રી કુબેર જિનપૂજા, સ્તવના, ભક્તિ વિગેરે કરી પોતાના સ્થાને આવ્યા, ત્યારે વસુદેવને જોયા, અરે ! આ તે સુરેન્દ્ર, નરેન્દ્ર અને અસુરેન્દ્રથી પણ અત્યંત અધિક સુંદર છે. એ પ્રમાણે વિચારીને પ્રસન્ન ચિત્તે કુબેરે શ્રી વસુદેવને બોલાવ્યા, વસુદેવ કુબેરની પાસે ગયા, સુરેન્દ્રને પણ લજજાળુ બનાવે તેવું વસુદેવનું રૂપ અને લાવણ્ય નિરખી હર્ષિત અને અભિમાન રહિત બનેલા કુબેરે મધુર અવાજે, મિત્રની જેમ વસુદેવને સત્કાર કર્યો, વસુદેવે વિનયથી હાથ જોડી કુબેરને કહ્યું કે હે દેવેન્દ્ર !
આપ મને આદેશ આપે કે જેથી હું આપનું કઈ પ્રિય કાર્ય કર્યું. કુબેરે કહ્યું કે તમારાથી જ એક કાર્ય થઈ શકે તેમ છે. માટે તમે કરે, તે વારે વસુદેવે કહ્યું કે આપ કાર્યને જણાવો ! કુબેરે કહ્યું કે અન્તપુરમાં શ્રી કનકવતીને મારી વાણવડે જઈને કહે કે ઉત્તર દિશાના અધિપતિ શ્રી કુબેરદેવ તને સૂર્ય અને કમલની જેમ ચાહે છે. તારા સ્વયંવરમાં તું તેને માળા પહેરાવી તારે પ્રિય તમ બનાવી તેના જીવનને કૃતાર્થ બનાવ.
વસુદેવે વિચાર કર્યો કે સમ્યગદષ્ટિ આ દેવ મિત્રને વ્યવહાર કરે છે. વળી ઈન્દ્રને પણ માન્ય છે. માટે મારે