________________
કરી વિદાયગિરી લઈને ચન્દ્રાત વિદ્યાધરની સાથે પેઢાલપુર નગરમાં વસુદેવ ગયા.
• વસુદેવનું આગમન સાંભળી રાજા હરિશ પિતે લક્ષ્મીરમણેઘાનમાં વસુદેવનું સ્વાગત કર્યું, છએ ઋતુના નિવાસસ્થાન સમાન તે ઉદ્યાનમાં વસુદેવ સપ્તમઋતુની જેમ ભવા લાગ્યા, ત્યાં તેઓએ પ્રાચીન એક વાત સાંભળી કે એક વાર જ્યારે નમિનાથ સ્વામિ સમેસર્યા હતા, ત્યારે શ્રી લક્ષમીદેવીએ પિતાની સખીઓ સહિત ક્રીડા કરી હતી, ત્યારથી આ જગ્યા લક્ષ્મીરમાઘાન કહેવાય છે. એવું સાંભળીને જિનમંદિરમાં જઈને જિનબિંબેની પૂજા કરી. એટલામાં પિતાની તેજ પ્રભાથી સૂર્ય મંડલને પરાભવ કરનાર અતિમહાન રત્નભાસુર નામનું વિમાન ત્યાં આવ્યું. તે વિમાનને જઈ વસુદેવે કુતુહલથી આગળ બેઠેલી વ્યક્તિને પૂછ્યું કે આ વિમાનમાં કોણ મહદ્ધિ કદેવ આવ્યા છે ?
ત્યારે તેણે જવાબ આપે કે ઘણું દેથી સેવાતા ઉત્તર દિશાના અધિષ્ઠાયક કુબેર કેઈ મોટા કારણથી આકાશ માર્ગે ભૂમંડળ ઉપર આવી ગયા છે. આ જિનમંદિરમાં જિનપ્રતિમાની પૂજા કરીને મોટી ઉત્કંઠાથી શ્રી કનકવતીને સ્વયંવર જેવા અમે જઈશું. તે વારે વસુદેવે વિચાર કર્યો કે ધન્ય છે આ કન્યાને કે જેને સ્વયંવર જેવા માટે કુબેર પોતે સ્વર્ગલેકમાંથી ઉતરીને તિછલેકમાં આવ્યા છે. વિમાનથી ઉતરીને જિનપ્રતિમાની પૂજા કરી, હર્ષથી સંગીતપૂર્વક પ્રભુની સ્તવના કરી. કુબેરે જિનેશ્વર