________________
તે જ તમારા બંનેના માટે વિધાતાએ કરેલે પરિશ્રમ સફળ થાય.
હંસની વાત સાંભળી કનકવતી આકુળવ્યાકુળ બની ગઈ હસતી હસતી બોલવા લાગી “કેવી સુંદર વાત છે . તેમનું વૃત્તાંત સાંભળી મારા કાન પવિત્ર થયા, પરંતુ કલ્પદ્રુમ સમાન તેમને જોઈ મારી આંખો ક્યારે સફળ થશે ? તેણે આ પ્રમાણે બાલી રહી હતી એટલામાં જ તે હંસ ઉડીને આકાશમાર્ગે ચાલ્યા ગયે, તેણી વિલાપ કરવા લાગી.
ત્યાં તે એકાએક સુંદર ચિત્રપટ, આકાશમાંથી પડ્યો, અને દિવ્ય વાણુ દ્વારા સૂચના કરવામાં આવી કે “સ્વયંવરમાં આ ચિત્રપટના આધારથી જ તું તારા ભાવી પતિને ઓળખજે” હું પણ તારા તરફ તેની પ્રીતિ વધે તે માટે કૌશલાનગરી જઈ રહ્યો છું. હંસની વાત સાંભળી ચિત્રપટને ઉઘાડી પોતાના મિત રૂપી ચંદનથી ચિત્રને વિલેપન કર્યું. વિકસિત નયનરૂપી પુ વડે તેની પૂજા કરીને હંસને કહેવા લાગી હે હંસ! તું સામાન્યતઃ નથી માટે તું તારું સ્વરૂપ મને બતાવ, ત્યારે હસે પિતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે “હું ચન્દ્રતપ, નામે વિદ્યાધર છું. તારા - ભાવિ પતિને સેવક છું. આ ચિત્રમાં જેનું પ્રતિબિંબ છે તે સ્વયંવરના દિવસે બીજાને દૂત બનીને આવશે. તે વાત તું ધ્યાનમાં રાખજે.
કનકવતીએ આશિર્વાદ આપી હંસના રૂપમાં રહેલા