________________
મગ્ન બનાવતે તે હંસ બે, હે સુંદરી ! જે વસ્તુ પુણ્યથી મલી છે, અને રોગથી જ છૂટવાવાળી છે. તેને તું શા માટે બાંધી રાખવાને વિચાર કરે છે. તારા મનમાં જરા વિચાર તે કર ! જે હંસ માનવીને દર્શનમાત્રથી આનંદદાયક અને કલ્યાણકારક થાય છે તેજ હંસ જ્યારે પિતાની મેળે તારા હાથમાં આવીને પડ છે, તે તને શું નહી કરી આપે ? રાજપૂત્રીએ કહ્યું કે હે હસ! તારી વાણીમાં મને વિશ્વાસ છે કે તું જે વાત કરીશ તેમાં મારું કલ્યાણ હશે, મારા મનમાં ચંચળતા પ્રાપ્ત થાય છે. તારે જે કાંઈ કહેવાનું હોય તે મને તું કહે. તે વારે હંસ છે. હું એક વખત વિદ્યાધરેન્દ્ર કેશલની કેશલાનગરી ઉપરથી ઉડતે ઉડતે જતા હતા, તે વારે આકા શમાંથી મેં અત્યન્ત તેજસ્વી પુરૂષને જો, અને હું કેશલાનગરીમાં ગયે, ત્યાં તે પિતાની પ્રભાથી આકાશમંડળને ઉઘાત કરનાર કાંતિવાળા એક પુરૂષને અને તેની સાથે કૌશલની પૂત્રી સુકેશલાને જોઈ, સુકોશલા અત્યંત સુંદર હોવા છતાં પણ તે પુરૂષની સાથે શ્યામ જણાતી હતી, ફિક્કી લાગતી હતી, ત્યારે હર્ષ અને વિષાદથી હું વિચાર કરવા લાગે કે આ પૃથ્વી પ્રશંસનીય છે. રત્નની ખાણ છે. આ પૃથ્વીના મુગટ સમાન આ પુરૂષ વિદ્યમાન છે. પરંતુ વિધાતાએ તેને સ્ત્રી રત્નથી વાંછિત રાખેલ છે. અથવા તેને યોગ્ય કઈ પણ સ્ત્રીની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. કલ્પદ્રુમની સાથે જેમ કલ્પવેલડીને એગ છે, તેવી રીતે વિધાતા તેની સાથે તારે એગ પ્રાપ્ત કરાવી આપે