________________
વિદ્યાભ્યાસ એગ્ય વય થવાથી રાજાએ તેણીને મહાપંડિત પાસે ભણવા મેકલી, સાક્ષાત્ સરસ્વતીની જેમજ ભણવા લાગી, સ્ત્રીઓને એગ્ય ચેસઠ કલાઓમાં નિપુણ બની, તેણી શંગાર દેવતાના ઘરરૂપ, કામદેવના કીડા ઘરસદશ, વિલાસ કલાના અભ્યાસભવનરૂપ, યૌવનાવસ્થા પ્રાપ્ત કરી ચૂકી, તેણીની આંખમાં નમ્રતા હતી, છતાં તે આંખે કાનની સાથે વિવાદ કરતી હતી, તેને ભાલપ્રદેશ અર્ધચંદ્રાકાર હતું, તેને કંઠ વિદ્યા અને ગુણેનું સૂચન કરનારી રેખાથી અંક્તિ હતું, તેના હેઠ કમલના પત્ર જેવા અદ્ભુત રંગવાળા જોઈ પરવાળાં સમુદ્રમાં સંતાઈ ગયા હતા. સરસ્વતીના નિવાસસ્થાનરૂપ તેણીનું મૂખ નિલ. છન હતું. તેણીની દંત પંક્તિએ દાડમની કલીને પણ શરમાવતી હતી, તેણીનું કપાળ ભાગ્યસૂચક રેખાઓથી ભરપુર હતું. સુંદર કેશકલાપથી શોભતું તેનું મસ્તક કુમાર કાર્તિકેયને લજજાળું બનાવતું હતું. તેના ઉન્નત સ્તને સુવર્ણકુંભને તિરસ્કારતા હતા, હાથ અને પગની લાલિમા કમળને જલ સમાધિ લેવડાવતી હતી, તેના રૂપ અને ગુણનું વર્ણન અદ્વિતીય અને અદ્ભૂત હેવાથી ન કરી શકાય તેવું હતું. દેવાંગનાઓ પણ તેણીના રૂપથી અંજાઈને અદશ્ય બની ગઈ હતી. યૌવનાવસ્થામાં આવેલી કનકાવતીને જોઈ તેના માતાપિતા એગ્ય ઘર અને વર શોધવાની ચિંતામાં દિવસે પસાર કરવા લાગ્યા.
એકદા અવસરે ચિત્ત અતિ મને હર સ્વયંવરની રચના