________________
શ્રીમદાચાર્ય મુનિરત્નસૂરિ વિરચિંત પ્રાચીન તાડપત્રીય શ્રી અમમસ્વામિ ચરિત્ર ભાગ-૨
ગુજરાતી ભાષાંતર
| સર્ગ-૬ ભરત ક્ષેત્રમાં રાજરાજેશ્વર સમાન અર્ધ દક્ષિણ ભરતના અલંકારરૂપ, વિલાસી માનવીઓથી ભરપુર, અતિ વિશાલ પઢાલ નામે નગર છે. હવેલીએની ઉપર ઉડતી ધજા પતાકાઓથી ગભરાઈને અમરાવતી દેવલોકમાં ચાલી ગઈ હતી. તે હવેલીઓના ફટકમય ઝરૂખાઓને સૂર્ય સવાર અને સાંજ પિતાના કીરણથી કમળના ઉઘડતા કુલની જેમ દેદીપ્યમાન બનાવતા હતા, જ્યારે તેજ સૂર્ય મધ્યાન્હ સમયે પોતાના કારણે વડે તેજ ઝરૂખાઓને સૂવર્ણમય બનાવતું હતું, જ્યાંના માનવીએ દેવતાઈ ઋદ્ધિ ભોગવી રહ્યા હતા, તે નગરને ધનિક વર્ગ કુબેરની સાથે હરિફાઈ કરતા હતા, દશે દિશાઓમાં પિતાની કીર્તિને નિષ્કલંક ચંદ્રમાથી શિતળ, સૂર્યથી પણ અધિક તેજસ્વી, સમુદ્ર સમાન શૌર્યવંત, જેની તલવારની ધારરૂપ તરંગવડે લજિજત બનેલા વિરોધી રાજાઓ પોતાના રાજ્ય સેંપીને ભાગી ગયા હતા, તે હરિશ્ચંદ્ર રાજા રાજ્ય કરતું હતું, શરીરથી લક્ષ્મી, સરસ્વતીની તેજસ્વિતા,