________________
હૃદય તે જાણે શૌર્યથી ભરપુર, એવી લક્ષ્મીવતી નામે રાણી હતી, અન્તઃપુરમાં અનેક રાણીઓ હોવા છતાં પણ લક્ષ્મીવતીએ પિતાના ગુણેથી રાજાના ચિત્તને હરી લીધું હતું, ચન્દ્રલેખામાં ચન્દ્રિકાસમાન, રેહણાચલમાં મણિની જેમ, દેવભૂમિમાં કલ્પવલ્લિ સ્વરૂપ, આંબાના વૃક્ષમાં મંજ. રીની જેમ નીતિવંતની સાક્ષાત્ લક્ષમી સમાન, નિર્મલ વિનીતની ખ્યાતિ જેવી, વિદુષિઓના કાવ્ય સમાન, તે લક્ષમીવતીની કુક્ષિને વિષે એક પુત્રીએ જન્મ લીધે, મંગલ દિપકની જેમ પિતાના કુળમાં અનિષ્ટના અંધકારને પિતાની કાંતિથી દૂર કર્યો, અને મંગળમય વાતાવરણ નિર્માણ કર્યું. | સર્વ લક્ષણોથી ભરપુર સાક્ષાત્ સરસ્વતી સન્માન તે પૂત્રીના જન્મથી જ પિતાના અંતરમાં હર્ષના તરંગોને વિરાટ ઉછળવા લાગ્યું, તેના પૂર્વભવના પતિ કુબેરે જન્મ સમયે આવીને અઢળક સૂવર્ણની વૃષ્ટિ કરી. પિતાએ પ્રસન્ન થઈને ગુણમણિની ખાણ સંદેશ તે પુત્રીનું નામ કનકવતી રાખ્યું. કમલિનીની જેમ ધાવ માતાના ખેાળામાં રમતી તે પૂત્રી ચાલવા લાગી તે વારે તેના પગની સૂવર્ણ. મય ઘુઘરીઓના રણકારથી, તેમજ તેણી મીઠી અને કાલી ભાષા બોલવા લાગી તેથી સર્વેને કનકવતી મને રંજક અને પ્રિય લાગવા લાગી.
તેણી રત્નકુંડલથી શેવા લાગી, નાની પુતળીઓ સાથે રાખી સમાનવાયની બાળાઓ સાથે રમવા લાગી,
સદશ તે પિતાએ
કમલિનીના