________________
કરાવવાનો સેવકને હુકમ કર્યો, લેકેના અનુચિત અપવાદને દૂર કરવામાં સ્વયંવરની રચના કર્યા વિના રાજા અને રાણીને માટે બીજે કઈ માર્ગ નહે.
આનંદ વિભરમાં નાચતી “કનકાવતી” સ્વયંવર મંડપની રચના જેતી હતી. હર્ષાવેશમાં આનંદને અનુભવતી હતી. જેના સ્વયંવરને માટે એક મહીનો બાકી રહ્યા છે એવી “કનકાવતી” ગવાક્ષમાં બેઠી હતી, અને સૃષ્ટિની અદ્દભૂત કરામતને અવકતી હતી. તે વારે અત્યન્ત સુંદર, મનોહર, અને જોતાંની સાથે જ મોહિત થઈ જવાય તે એક હંસ આકાશમાંથી એકાએક “કનકવતી પાસે આવીને પડ્યો. મધુરવાણવાળા તે હંસને “કનકાવતી એ પિતાના હાથમાં લીધે, અને વિચારવા લાગી કે અલંકારોથી અલંકત “હંસ” જરૂર કઈ વિદ્યાધરનો હોવો જોઈએ. અરે ! મને આ વિચાર શા માટે? કોઈને પણ હોય ? મારે તે તેની સાથે રમવાથી જ કામ છે ને ! મારે ભાગ્યોદય છે કે મને આ સુંદર–સહામણે અને મખમલ સમાન સુંવાળા પીંછાવાળે હંસ પ્રાપ્ત થયેલ છે. તેની સાથે રમીશ, અને આનંદ પ્રાપ્ત કરીશ, આવી લક્ષણયુક્ત વસ્તુ પુણ્યદયે કરીને પ્રાપ્ત થાય છે.
કનકવતી તે હંસને સૂર્યકાન્ત મણિથી મઢેલા સુવર્ણના પિંજરામાં મૂકવાનો વિચાર કરે છે, ત્યાં તે માનવીની ભાષામાં કનકવતીને સંબોધન કરતે, અને આશ્ચર્યમાં