________________
વિદ્યાધરને વિદાય કર્યો, ચિત્રસ્થ પિતાના પ્રિયતમને સાક્ષાત્ પતિ માનતી કનકવતી તેને આલિંગન કરવા લાગી, હૃદય સ્થાને, ગળે, મસ્તકને વિષે ચિત્રપટને લગાડવા લાગી.
ચન્દ્રાતવિધાધર વિદ્યાના બળથી પવનની ઝડપે કૌશલા નગરી પહોંચે, રાજમહેલના શયનખંડમાં રત્ન પલંગ ઉપર સૂતેલા વસુદેવને પગ દબાવી જગાડ્યા, વસુદેવે વિદ્યાધરને ઓળખે અને કહ્યું કે જરા ધીમેથી બોલજે, કારણ કે મારી પત્નિને નિદ્રાને ભંગ ન થાય, વિદ્યારે કનકવતીના સ્વરૂપને બતાવ્યું અને કહ્યું કે વિદ્યાના બળથી મેં આપનું ચિત્ર તેણીને આપ્યું છે. જેનાથી શાન્તન પ્રાપ્ત થયું છે. તેણીએ અનેક પ્રકારે આપના પ્રત્યે પ્રાર્થના કરી છે. વિદ્યાધરે કહ્યું કે હે દેવ! આજે કૃષ્ણ પક્ષની દશમી છે. અને શુકલપંચમીને પ્રથમ ભાગમાં જગતને આશ્ચર્યકારી! કનકવતીને સ્વયંવર થશે.
સ્વામિન! આપ ત્યાં જવાને અવશ્ય વિચાર કરજે, કેમકે તેણી ફક્ત આપની આશા ઉપર જીવે છે. વસુદેવે કહ્યું કે સંધ્યા સમયે સ્વજનની આજ્ઞા લઈને હું તમારી સાથે આવીશ, તમે મહેલના ઉદ્યાનમાં મારી પ્રતીક્ષા કરશે, વસુદેવની વાત સાંભળી વિદ્યાધર આનંદિત બની પિતાના સ્થાને ચાલી ગયો. વસુદેવ પિતાની અંગના જાગી ન જાય તેવી રીતે રત્ન પલંગમાં સૂઈ ગયા.
પ્રાતઃકાળે ઉઠીને પિતાની અંગના સાથે વાતચીત