Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005837/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના-૩ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે ભાગ-૩ પ્રતિક્રમણનાં સૂત્રો Page #2 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના આવશ્યકક્રિયાનાં સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે ભાગ - ૩ - પ્રતિક્રમણનાં સૂત્રો : સંકલનઃ પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રીચરણશ્રીજી મહારાજના શિષ્યા પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રીચન્દ્રાનનાશ્રીજી મહારાજના શિષ્યા - સાધ્વીજી શ્રી પ્રશમિતાશ્રીજી ઃ પ્રકાશક : સજા પ્રદાન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોનઃ ૨૫૩૫ ૨૦ ૭૨ ફેક્સઃ ૨૫૩૯૨૭ ૮૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના ભાગ-૩ ISBN 81-87163-73-૭ : પ્રકાશક : જન્મા પ્રજાસત્તા વે. મૂ. તપ. જેન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોનઃ ૨૫૩૫ ૨૦ ૭૨, ફેક્સઃ ૨૫૩૯૨૭ ૮૯ E-mail : sanmargp@icenet.net ' ' ' મૂલ્ય: રૂ. 40-00 નકલ : 3000 પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૧૩, ઈ. સન-૨૦૦૭ ‘સુધા-કળશ” અઠવાલાઈન્સ, સુરત : ® ® + સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન - અમદાવાદ : • સુરતઃ • ભા પ્રકાશન કાર્યાલય - વિપુલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, • સરલાબેન કિરણભાઈ જદાખાડી, મહીધરપુરા, “ઋષિકિરણ” ૧૨,પ્રકૃતિકુંજ સોસાયટી, સુરત-૩. ફોન:(O) ૨૪૨૧૨૦૫,(R) ૨૨૨૦૦૫ આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. * ૦ વાડીલાલ સંઘવી ફોન : (R) ૨૦૬૨ ૦૯ ૨૦ ૫૦૪, ધરમ પેલેસ, પારલે પોઈન્ટ, (M) ૯૮૨૫૦ ૦૭૧૨૭ અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૭. ફોન : (O) ૨૨૧૧૦૫૩ (R) ૨૪૨૫૮૮૩ • વાઘજીભાઈ ભૂરભાઈ | (M) ૯૮૨૫૧ ૪૦૨૧૨, ૯૩૭૬૮ ૧૧૭૦૨ સ્વામિનારાયણ મંદિર રોડ, . મુંબઈ: કાલુપુર, અમદાવાદ-૧. • સન્માર્ગ પરિવાર ફોન : (O) ૨૨૧૬ ૫૩ ૪૬ ૩૦૯, ફિનીક્સ બિલ્ડીંગ, પ્રાર્થના સમાજ, (M) ૯૩૨૭૦ ૦૪૩૫૩ ૪૫૭, એસ. વી. પી. રોડ, મુંબઈ-૪. ફોન : (O) 2388 3420 હિમાંશુભાઈ રાજા • સાકરચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી કક૫, ગીતાંજલી બિલ્ડીંગ, સી ન્યૂ એપાર્ટમેન્ટ, ૭મે માળ ૭૩/૭૫, વાલકેશ્વર રોડ, મુંબઈ-ક. ડુંગરસી રોડ, વાલ્વેશ્વર, મુંબઈ-૬. (M) ૯૮૨૦૦૪૪૮૮૨ ફોન : (ઘર) ર૩૯૭ ૬૩૭૯ (M) ૯૮૨૦૦ ૮૧૧૨૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ જેમણે આપ્યું તેમના કરકમલમાં... Page #5 -------------------------------------------------------------------------- ________________ 4 - સૂત્રસંવેદના ભા. ૧ હૈયાની વાતના અંશો પ્રથમ આવૃત્તિના પ્રકાશકના મોક્ષમાર્ગ ઉપર ચાલવા માટે જ પૂ. સાધ્વીજી ભગવંતે અમોને સૂત્રોના અર્થ કરાવ્યા હતા. તેઓશ્રીએ સૂત્રાર્થનું જ્ઞાન માત્ર શબ્દથી નહોતું કરાવ્યું, અર્થનું જ્ઞાન માત્ર માહિતી માટે નહોતું આપ્યું, પરંતુ આવશ્યક ક્રિયા દ્વારા આત્માને કેમ નિર્મળ બનાવવો તે શીખડાવવા આપ્યું હતું. તેઓશ્રી હંમેશા કહેતા કે, આ સૂત્રાર્થના જ્ઞાન દ્વારા તમારે ક્રિયા કરતાં કેવા ભાવો કરવા, કેવી સંવેદનાઓનો અનુભવ કરવો તે ખાસ સમજવાનું છે. તેમનું લક્ષ્ય હંમેશા ક્રિયાને આત્મલક્ષી બનાવવાનું રહેતું. ક્રિયા પૂર્વે આત્મશુદ્ધિનું કે મોક્ષપ્રાપ્તિનું પ્રણિધાન થાય તો જ ક્રિયા સુયોગ્ય બને - એમ તેઓશ્રી વારંવાર કહેતા. પણ... મોક્ષપ્રાપ્તિના પ્રણિધાનપૂર્વકની ક્રિયાઓ બતાવવી કઈ રીતે, તે અમારી મૂંઝવણનો વિષય હતો. • મૂંઝવણનો ઉકેલ સામે હતો, પરંતુ ક્ષયોપશમની અલ્પતાને કારણે મને તો વધુ મૂંઝવણ થતી હતી કે, હું આ અર્થને યાદ કઈ રીતે રાખું અને એને ક્રિયા કરતા કઈ રીતે ઉપસ્થિત કરું ? તેથી પૂ. સાધ્વીજીભગવંતને વિનંતી કરી કે, આપ આ અર્થનું ભાવસભર લખાણ કરી આપો તો અમે એનું વારંવાર પઠન-મનન કરી શકીએ અને તેના આધારે અમારો પ્રયત્ન પણ કંઈક સફળ બની શકે. કૃપાળુ ગુરુદેવે અમારી વિનંતીનો સ્વીકાર કરી લખાણ તૈયાર કરી આપ્યું. તેઓશ્રીએ જેટલી મહેનત કરી લખાણ કરી આપ્યું છે, તેટલી કે તેથી અધિક મહેનત જો ધર્મક્રિયામાં થાય તો યત્કિંચિત ઋણમુક્ત બની શકાય. આ સિવાય ઋણમુક્તિનો અન્ય ઉપાય જણાતો નથી. પ્રત્યક્ષથી જેટલું મળ્યું છે, તેની સામે લખાણથી પ્રાપ્ત થતું જ્ઞાન જો કે ઘણું અલ્પ છે, તો પણ આ જ્ઞાન ઘણાને સન્ક્રિયામાં ઉપયોગી નીવડશે, તેમ વિચારીને જ મેં આ લખાણ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકાશનના માધ્યમે જે જ્ઞાન મને મળ્યું છે, જ્ઞાન અનેક તત્ત્વજિજ્ઞાસુઆત્મા સુધી પહોંચે અને તેઓ આનો વધુ લાભ ઉઠાવે તે જ અંતરની ઇચ્છા છે. “ઋષિકિરણ”, ૧૨, પ્રકૃતિકુંજ સોસાયટી, શ્રેયસ સ્કૂલ પાસે, અમદાવાદ-૧૫ ફોન : ૨૬૬૨૦૯૨૦ સરલાબેન કિરણભાઈ શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના સંબંધિ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. સા. નો અભિપ્રાય નારાયણધામ, વિ. સં. ૨૦૫૭, પો. વ. ૪ વિનયાદિગુણોપેતા સા. શ્રી પ્રશમિતાશ્રીજી યોગ જિજ્ઞાએ પૂર્વે રૂબરૂ વાત કરેલ, તે પછી ‘સૂત્ર સંવેદના' લખાણ વાંચવા મોકલેલ. તે વિહાર દરમ્યાન આખું વાંચી લીધું. ખરેખર કહું વાંચવાથી મારા આત્માને તો જરૂર ખૂબ આનંદ આવ્યો. એવો આનંદ અને તે વખતે પેદા થયેલી સંવેદનાઓ જો કાયમી બને, ક્રિયા વખતે સતત હાજર રહે તો જરૂર ક્રિયા-અનુષ્ઠાન ભાવાનુષ્ઠાન બન્યા વિના ન રહે. ખૂબ સારી મહેનત કરી છે. આવી સંવેદના પાંચે પ્રતિક્રમણમાં ઉપયોગી બધા જ સૂત્રોની તૈયાર થાય તો યોગ્ય જીવો માટે જરૂર ખૂબ લાભદાયી બને. મેં જિજ્ઞાને પ્રેરણા કરી છે. આમાં મૂળ તમે છો - તો તમને પણ જણાવું છું. મારી દૃષ્ટિએ આ સૂત્ર સંવેદના દરેક સાધુ/સાધ્વીઓ - ખાસ કરીને નવાએ ખાસ વાંચવી જોઈએ. રત્નત્રયીની આરાધનામાં અવિરત ઉજમાળ બનો એ જ એક શુભાભિલાષા. - - લિ. હેમભૂષણ સૂ. ની અનુવંદનાદિ n Page #7 -------------------------------------------------------------------------- ________________ ..... allell2... સન્માર્ગ પ્રકાશન કાશ આયોજિત સૂત્ર સંવેદના ભાગ-૩ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર પરિવાર આશાબેન દિલીપભાઈ નારીચનીયા OHIO (U.S.A) આપે કરેલી મ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ-અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સન્માર્ગ પ્રકાશન Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાણૂકથન 7 અવર અનાદિની ચાલ નિત નિત ત્યજીએજી... આત્મા અનંત જ્ઞાનમય છે, અનંત આનંદનો પિંડ છે, અનંતું સુખ તેનો સ્વભાવ છે, તોપણ અનાદિની અવળી ચાલના કારણે આત્માનું આ સ્વરૂપ કર્મથી આવ૨ાઈ ગયું છે. આવરાયેલાં આ સ્વરૂપને પ્રગટ કરવા જ પ્રભુએ સાધનામાર્ગ બતાવ્યો છે. વિવિધ પ્રકારની આ સાધનામાં સર્વ શ્રેષ્ઠ સાધના સામાયિક અને પ્રભુ વંદનાની છે. તેને આપણે સૂત્ર સંવેદના ભા. ૧-૨ માં જોઈ આવ્યા. સાધક આત્મા સામાયિક, ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાન દ્વારા પરમાત્મા જેવા જ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો સતત યત્ન કરે છે, પરંતુ તેને ભાગ્યે જ સફળતા મળે છે કેમકે પોતાની ક્યાં ભૂલ થાય છે તે સાધક શોધી શકતો નથી. મૂળમાં તેની પાસે જાતનું નિરીક્ષણ કરી શકે તેવી અંતર્દ્રષ્ટિ નહિ હોવાને કા૨ણે તે સ્વભાવભણી વેગપૂર્વક ચાલી શકતો નથી. ‘પ્રતિક્રમણ’ની ક્રિયા સાધકને આ દૃષ્ટિ આપે છે. જૈન શાસનની આ અનેરી ક્રિયા સાધકને દોષોનું દર્શન કરાવી શુદ્ધિનો માર્ગ બતાવે છે. સૂત્ર સંવેદનાના હવેના ત્રણ ભાગોમાં તે પ્રતિક્રમણને જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રતિક્રમણની ક્રિયા માટે જ્ઞાની ભગવંતોએ એક નહીં પણ નાના મોટા અનેક સૂત્રોની રચના કરી છે. આ સર્વે સૂત્રો માટે ‘સૂત્ર સંવેદના'ના ત્રણ ભાગો (ભાગ ૩૪-૫) ફાળવ્યા છે. તેમાં પણ ‘વંદિત્તુ’ સૂત્રની વાચના ચાલુ હોવાને કારણે અનેક જિજ્ઞાસુ સાધકોની માંગને લક્ષમાં લઈ, ‘વંદિત્તુ’ સૂત્રના વિસ્તૃત અર્થને સમજાવતો ચોથો ભાગ પૂર્વે જ પ્રકાશિત થઈ ગયો છે. પ્રતિક્રમણ શું છે ? તેના અધિકારી કોણ છે ? વગેરે પ્રતિક્રમણ સંબંધી અનેક વિગતો ભાગ-૪માં સાંકળી લેવાઈ છે. તેથી આ ભાગમાં તેનું પુનરાવર્તન કર્યું નથી. આ ત્રીજા ભાગમાં તો પ્રતિક્રમણની ક્રિયા કરવા જરૂરી એવા ‘વંદિત્તુ’ સૂત્ર પૂર્વેનાં સાત સૂત્રોનું જ વિવરણ છે. આ સૂત્રો કદમાં નાનાં છે પણ અર્થથી અત્યંત ગંભીર છે, પરિણામે સાધક તેનાં દ્વારા ઊંડાણથી પોતાના નાનામાં નાના પણ દોષોની ગવેષણા કરી શકે છે. સદ્ગુરુ સમીપે વિનયપૂર્વક આ સૂત્રનાં હાર્દ સુધી પહોંચવા પ્રયત્ન કરાય તો અનાદિ કાળથી અવળી ચાલે ચાલતી આપણી ગાડીને U-turn મારી સવળા માર્ગે Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ ભણી ચલાવી શકાય. જો કે આ કાર્ય સહેલું નથી. જેમ સોયમાં દોરો પરોવવાની સામાન્ય ક્રિયા કરવા માટે સોય, દોરો અને હાથ ત્રણેને સ્થિર કરવા પડે અને પછી મન અને ચક્ષુને એકાગ્ર કરાય તો દોરો સોયમાં પરોવી શકાય છે. તેમ સુંદર પ્રતિક્રમણનો અનુભવ કરવા માટે પહેલા તો જ્યાં ત્યાં ભટકતા ચિત્તને સૂત્ર, તેના અર્થ, તેની સંવેદના વગેરેમાં સ્થિર કરવું પડે, સમજ અને શ્રદ્ધાને મજબૂત કરવા પડે, હૃદયને સંવેગના ભાવોથી ભાવિત કરવું પડે અને પછી ઉપયોગપૂર્વક અને વિધિ અનુસાર પ્રતિક્રમણ કરવામાં આવે તો આત્મા આપોઆપ બાહ્યભાવોથી પાછો વળે છે આત્મભાવમાં સ્થિર થાય છે અને આત્મિક આનંદ માણી શકે છે.' આ વિષમ કાળમાં પણ આત્મિક સુખને માણવા માટેના આવા સુંદર સાધનો આપણને પ્રાપ્ત થયા છે, તેમાં સૌથી મોટો ઉપકાર અરિહંત પરમાત્માનો છે. પરમ કૃપાળુ પરમાત્માની વાણીને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી. શ્રુતધરોની ઉજળી પરંપરા દ્વારા આ સૂત્રો તો આપણને પ્રાપ્ત થયાં, પરંતુ તેના એક-એક શબ્દ પાછળ છુપાયેલા ઊંડા ભાવો સુધી પહોંચવાનું કામ સહેલું ન હતું. આ સૂત્રો ઉપર સંસ્કૃત ભાષામાં રચાયેલ અનેક ટીકા ગ્રંથોના સહારે આ ભાવોને પામવા અને અનેક જિજ્ઞાસુઓને તે ભાવ સુધી પહોંચાડવા આ પુસ્તકના માધ્યમે મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. તેમ કરવામાં મને નામી-અનામી અનેક લોકોનો સહકાર મળ્યો છે. આ અવસરે તે સર્વના ઉપકારોની સ્મૃતિ તાજી થાય છે. - સૌ પ્રથમ ઉપકાર તો ગણધર ભગવંતોનો કે જેમણે આપણા જેવા અલ્પમતિ જીવો માટે ગૂઢ રહસ્યોથી ભરેલા સૂત્રો બનાવ્યા. ત્યાર પછીનો ઉપકાર છે પૂર્વાચાર્યોનો કે જેમણે આ સૂત્રોના રહસ્યો સુધી પહોંચવા તેના ઉપર અનેક ટીકા ગ્રંથો બનાવ્યા. આ થઈ પરોક્ષ ઉપકારની વાત, પ્રત્યક્ષ ઉપકારમાં સૌથી પ્રથમ ઉપકાર છે ધર્મપિતા તુલ્ય (સંસારી પક્ષે મારા મામા) વર્ધમાન તપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો જેમણે મને ધર્મના માર્ગે વાળી અને વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ભેટો કરાવ્યો. તેઓશ્રીનો સુયોગ સાંપડતા મારા જીવનમાં વૈરાગ્યના અંકુર ફૂટયા અને સંસારનો ત્યાગ કરી હું સંયમ માટે સજ્જ બની. અહીં સુધી પહોંચાડનાર તે મહાપુરુષોના ઉપકારને તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. પત્થર પર ટાંકણા મારી શિલ્પિ જેમ અનેક સ્થાપત્યો તૈયાર કરે છે, તેમ ટકોરના ટાંકણાથી મારા જીવનને ઘડવાનું કાર્ય મારા પરમોપકારી ગુરુદેવ પ.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.સા. એ કર્યું. તેમણે સંયમ જીવન જીવતાં તો શીખવાડ્યું જ, Page #10 -------------------------------------------------------------------------- ________________ 9 પણ સાથે સાથે સંયમને સમુજ્વળ બનાવવા સતત શાસ્ત્રાભ્યાસ કરવાની પ્રેરણા અને સગવડો પણ આપી. આજે જીવનમાં જે કાંઈ યત્કિંચિત સારું જોવા મળે છે તે તેમની પ્રેરણારૂપ સિંચનનું ફળ છે. આ તેમના ઉપકારનો બદલો તો હું ક્યારેય વાળી શકું તેમ નથી. આ સૂત્રના ઊંડાણ સુધી પહોંચવામાં, અને શંકાઓનું સમાધાન કરી આપવામાં મને પંડિતવર્ય સુ.શ્રા. પ્રવીણભાઈ મોતાની ખૂબ સારી સહાય પ્રાપ્ત થઈ છે. અવસરે અવસરે શ્રૃતમાં સહાય કરનાર તેમનો ઉપકાર પણ ક્યાંય વિસરાય તેવો નથી. આ ભાગનું લખાણ લભગભ ત્રણ વર્ષથી તૈયાર થઈ ગયેલ, પરંતુ તેમાં ચિંતન કરતાં ઊઠેલા અનેક પ્રશ્નો અણુકેલ્યા રહેતા હતાં. અનેક મહાત્માઓને મળી સમાધાનો મેળવવામાં કાર્યમાં વિલંબ થતો ગયો. વચ્ચે વળી ‘વંદિત્તુ ’સૂત્રના વિવરણ સહિતનો ‘સૂત્ર સંવેદના’ શ્રેણીનો ચોથો ભાગ પણ પ્રકાશિત થયો. વિવિધ સમાધાનો મેળવી લખાણ પૂર્ણ કર્યું. પુસ્તકનું સાદ્યંત લખાણ થયા પછી તેમાં આલેખાયેલ પદાર્થોની શાસ્ત્રાનુસારીતા તપાસી આપવા મેં સન્માર્ગદર્શક ૫.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી. અનેકવિધ શાસનરક્ષા અને પ્રભાવનાના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ આ કાર્યને શીઘ્ર હાથમાં લઈ શકયા નહિ. પરંતુ છેલ્લે છેલ્લે વિહાર દરમ્યાન નડેલા ગોઝારા અકસ્માત્ પછી અત્યંત પ્રતિકૂળ શારીરિક પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે શબ્દશઃ લખાણ તપાસી આપ્યું, અને સુધારા-વધારા સાથે ઘણા સ્થળે નવી જ દિશાઓના દર્શન કરાવ્યા. પરાર્થ પરાયણ પંન્યાસપ્રવર ૫.પૂ.ભવ્યદર્શન વિજય મ.સા.એ આ અગાઉ સૂત્ર સંવેદના ભાગ-૨ જોઈ આપ્યો હતો. જેના લીધે ઘણી ઘણી ભાષાકીય ભૂલો સુધારી શકાઈ અને પદાર્થની સચોટતા પણ આવી શકી. તેથી આ ભાગ પણ તેઓ જોઈ આપે તેવી મારી અંતરની ભાવના હતી. તેઓશ્રીએ તેને સહર્ષ સ્વીકારી આખું લખાણ ઝીણવટથી તપાસી આપ્યું. નાદુરસ્ત તબિયતમાં પણ પ.પૂ. રોહિતાશ્રીજી મ.સા.ના સમુદાયના પૂ. ચંદનબાલાશ્રીજી મ.સાહેબે પણ મને ઘણીવાર પ્રેરણા અને પ્રૂફરીડીંગના કાર્યમાં સારી એવી સહાય કરી છે. વિશિષ્ટ ક્ષયોપશમવાળી વ્યક્તિ માટે લખાણનું કાર્ય ઘણું સહેલું હોય છે. તેઓ તો લેખીની લઈને બેસે અને સુંદર લેખો આલેખી શકે છે, પરંતુ ક્ષયોપશમના અભાવના કારણે મારા માટે આ કાર્ય સહેલું ન હતું. અંતરમાં ભાવોના ઝરા તો સતત ફૂટ્યા કરે પરંતુ મારા ભાષાકીય જ્ઞાનની મર્યાદાને કારણે આ ભાવોને શબ્દમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 ઢાળવાનું કામ મારા માટે ઘણું કપરું હતું તો પણ જિજ્ઞાસુ સાધ્વીજી ભગવંતોની સહાયથી અને ભાવુક બેનોની સતત માંગથી મેં યથાશક્તિ લખાણ કરવા યત્ન ર્યો છે. પૂર્વે હું જણાવી ચૂકી છું કે આ પુસ્તકમાં જણાવેલા ભાવો પૂર્ણ નથી. ગણધર રચિત સૂત્રના અનંતા ભાવોને સમજવાની પણ મારી શક્તિ નથી તો લખવાની તો શું વાત કરું. તો પણ શાસ્ત્રના સહારે હું જેટલો ભાવોને જાણી શકી છું, તેમાંના કેટલાક ભાવોને સરળ ભાષામાં આ પુસ્તકમાં સુબદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. જ્ઞાનની અપૂર્ણતા અને અભિવ્યક્તિની અનિપુણતાને કારણે મારું આ લખાણ સાવ ક્ષતિ મુક્ત કે સર્વને સ્પર્શે તેવું જ હશે, તેવો તો હું દાવો કરી શકું તેમ નથી. તો પણ એટલું તો જરૂર કહીશ કે આમાં આલેખાયેલા ભાવોને હૃદયસ્થ કરી જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરશે તેનું પ્રતિક્રમણ પૂર્વ કરતાં સારું તો થશે જ. ' ' , ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કે સૂત્રકારના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું “મિચ્છા મિ દુક્કડ' માંગુ છું. સાથે જ અનુભવી બહુશ્રુતોને પ્રાર્થના કરું છું કે તેમની દૃષ્ટિમાં જે કોઈ ક્ષતિ દેખાય તે વિના સંકોચે મને જણાવે. પ્રાંતે મારી એક અંતરની ભાવના વ્યક્ત કરું કે આપણે સૌ આ પુસ્તકના માધ્યમે માત્ર પ્રતિક્રમણના અર્થની વિચારણા કરવામાં પર્યાપ્તિનો અનુભવ ન કરીએ, પણ તેના દ્વારા અનાદિકાળથી ઘર કરી ગયેલી પાપવૃત્તિનો કુસંસ્કારોનો નાશ કરી શીવ્ર આત્મ કલ્યાણ સાધીએ. વિ.સં. ૨૦૧૩ આસો સુ. ૧૦ પરમ વિદૂષી શતાધિક શિષ્યાઓના તારીખ ૨૧-૧૦-૨૦૦૭ યોગક્ષેમકારક પપૂ. ચન્દાનનાશ્રીજી મ.સાના શિષ્યા સુધા-કળશ' અઠવા લાઈન્સ સા. પ્રશમિતાશ્રીજી સુરત. Page #12 -------------------------------------------------------------------------- ________________ # ક્રમ વિષય ૧. ભગવાન્હ સૂત્ર • સૂત્ર પરિચય • મૂળ સૂત્ર ૦ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ · ‘ભગવા ં’ નો વિશેષાર્થ ♦ ‘આચાર્ય ં’ નો વિશેષાર્થ ‘ઉપાધ્યાયહં’ નો વિશેષાર્થ ‘સર્વસાધુહં' નો વિશેષાર્થ • ૨. પડિક્કમણ ઠાવણા સૂત્ર • સૂત્ર પરિચય અનુક્રમણિકા પાના નં. ક્રમ વિષય • મૂળ સૂત્ર • અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ ૧-૪ ૧ જ જી ૩ ૪ ૫-૮ • મૂળ સૂત્ર • અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ 5. • ‘ઈચ્છાકારેણ સંદિસહ .... પડિક્કમણે ઠાઉં ?' નો વિશેષાર્થ૭ ‘સવ્વસવિ દેવસિસ... મિચ્છામિ દુક્કડમ્' નો વિશેષાર્થ૮ ૯-૩૪ ૩. ઈચ્છામિ ઠામિ સૂત્ર • સૂત્ર પરિચય • ચાર રીતે સૂત્રની ઉપયોગિતા ૯ ૧૧ 2 ‘ઇચ્છાકારેણ સંદિસહ... દેવસિઅં આલોઉં ?' નો વિશેષાર્થ. • ‘આલોચના’ શબ્દનો અર્થ ♦ ‘ઇચ્છું આલોએમિ'નો વિશેષાર્થ ♦ ‘જો મે અઈઆરો કઓ'નો વિશેષાર્થ ♦ ‘કાઈઓ, વાઈઓ, માણસિઓ' નો વિશેષાર્થ. ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૬ ‘ઉસ્સુત્તો’ નો વિશેષાર્થ ઉત્સૂત્રનું સ્વરૂપ તેમજ ઉત્સૂત્ર પ્રરૂપણાનું ફળ ‘ઉમ્મન્ગો' નો વિશેષાર્થ ૧૧ ૪, નાણંમિ હંસણંમિ સૂત્ર • સૂત્ર પરિચય ‘અકપ્પો, અકરણિજજો' નો વિશેષાર્થ પાના નં. ‘દુજ્તાઓ, દુવ્વિચિંતિઓ' નો વિશેષાર્થ • મૂળ સૂત્ર |ગાથા – ૧ નામિ હંસમિ અ 11 ૦ અન્વય સહિત સંસ્કૃત છાયા અને અર્થ • જ્ઞાનાચારનું સ્વરૂપ • દર્શનાચારનું સ્વરૂપ ૧૩ ૨૦ ૨૭ ૨૭ ધ્યાન અને ચિંતનનું સ્વરૂપ અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો' નો વિશેષાર્થ ૨૫ ‘નાણે, દંસણે' નો વિશેષાર્થ ...‘ચરિત્તાચરિત્તે' નો વિશેષાર્થ ‘સુએ, સામાઈએ’ નો વિશેષાર્થ ૨૮ ‘તિ ં ગુત્તીર્ણ’ નો વિશેષાર્થ ૨૯ ‘ચઉ ં કસાયાણં' નો વિશેષાર્થ ૩૦ ‘પંચહ્મણુવ્વયાણં’ નો વિશેષાર્થ ૩૨ ♦ ‘તિ ં ગુણત્વયાણં’ નો વિશેષાર્થ ૩૩ ♦ ‘ચė સિક્ખાવયાણં' નો વિશેષાર્થ ૭ ‘બારસ વિહસ્સ સાવગધમ્મસ’ નો વિશેષાર્થ ૨૧ ૨૩ ૨૩ ૩૩ ૩૩ ૩૫-૯૨ ૩૫ ૩૮ ૩૯ ૩૯ ૩૯ ૩૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 ૪૧) ૪૨. • ચારિત્રાચારનું સ્વરૂપ ૪૦ • અન્વય સહિત સંસ્કૃત છાયા - • તપાચારનું સ્વરૂપ તથા શબ્દાર્થ • વીર્યાચારનું સ્વરૂપ ૪૦ • “અણશન” તપનું સ્વરૂપ. ૧૮ ગાથા - ૨ કાલે વિણએ બહુમાણે, » ‘ઊણોદરી' નું સ્વરૂપ • અન્વય સહિત સંસ્કૃત છાયા • “વૃત્તિ સંક્ષેપ નું સ્વરૂપ અને શબ્દાર્થ ૪૧ • “રસત્યાગ” નું સ્વરૂપ • કાળ” ની સમજૂતિ - ૪૧| • કાય-ક્લેશ' નું સ્વરૂપ ૭૨ • “વિનય' ની સમજૂતિ • “સંલીનતા' નું સ્વરૂપ • “બહુમાન” ની સમજૂતિ ૪૩ ગાથા - ૭ પાયચ્છિન્નવિણઓ.' • “ઉપધાન” ની સમજૂતિ ૪૩ • અન્વય સહિત સંસ્કૃત છાયા • “અનિહવણ'આચારની સમજૂતિ ૪૪| - તથા શબ્દાર્થ • “વ્યંજનાચાર' ની સમજૂતિ ૪૫ • “પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ • “અર્થાચાર' ની સમજૂતિ ૪૫ • વિનય” નું સ્વરૂપ છે • તદુભય આચાર' ની સમજૂતિ ૪૯ • “વૈયાવચ્ચ નું સ્વરૂપ ગાથા - ૩ નિસંકિઅ નિષ્ક્રખિઅo ૪૮ • સ્વાધ્યાય” નું સ્વરૂપ ૦ અન્વય સહિત સંસ્કૃત છાયા ‘ | • ધ્યાન' નું સ્વરૂપ અને શબ્દાર્થ ૪૮ ધર્મધ્યાન, શુક્લધ્યાનનું સ્વરૂપ ૮૫ » ‘નિશક્તિ' આચારનું સ્વરૂપ ૪૯ , “ભુત્સર્ગનું સ્વરૂપ - “નિષ્કાંક્ષિત' આચારનું સ્વરૂપ ૫૦|ગાથા-૮ અગૃિહિઅબલ-વરિઓ. ૯૦ નિર્વિચિકિત્સા' • અન્વય સહિત સંસ્કૃત છાયા આચારનું સ્વરૂપ તથા શબ્દાર્થ • “અમૂઢદૃષ્ટિ” આચારનું સ્વરૂપ પર • વીર્યાચારના ત્રણ પ્રકારના • “ઉપબૃહણા' આચારનું સ્વરૂપ પ૩. “અણિમૂહિઅ-બલ-વરિઓ' • “સ્થિરિકરણ” આચારનું સ્વરૂપ પપ નો વિશેષાર્થ • વાત્સલ્ય આચારનું સ્વરૂપ પપ • “પરક્કમઈ. જો જદુત્તમાઉત્તો” • “પ્રભાવના” આચારનું સ્વરૂપ ૫૭ નો વિશેષાર્થ ગાથા - ૪ પણિહાણ જોગ જુત્તો • અન્વય સહિત સંસ્કૃત છાયા • “જ્જઈ અ જહાથામ' નો વિશેષાર્થ અને શબ્દાર્થ • પાંચ સમિતિ તેમજ - સુગુરુ વંદન સૂત્ર ત્રણ ગુપ્તિની વ્યાખ્યા ૫૯ • સૂત્ર પરિચય : - “ઇચ્છા નિવેદન' આદિ છે ગાથા – ૫ બારસવિહમિ વિ તવે. • અન્વય સહિત સંસ્કૃત છાયા સ્થાનમાં સૂત્રનું વિભાગીકરણ ૯૩ ૯૫ અને શબ્દાર્થ • મૂત્ર સૂત્ર • તપ તથા તપાચારનું સ્વરૂપ ૬૪ • અન્વય સહિત સંસ્કૃત છાયા ગાથા - ૬ અણસણમૂણોઅરિઆ અને શબ્દાર્થ , ૯૦ ૯૧ ૬૩ ૬૮. Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 ૧ ૨૮ • ઈચ્છા નિવેદન સ્થાન : “ઈચ્છામિ... સાત લાખ સૂત્ર ૧૨૧-૧૨૩ નિસીરિઆએ' નો વિશેષાર્થ ૯૯ | • સૂત્ર પરિચય ૧ ૨૧ • અનુજ્ઞાપન સ્થાન : “અણુજાણહ • મૂળ સૂત્ર ૧ ૨૩ મે મિઉગ્ગહ' નો વિશેષાર્થ ૧૦૨ • “સાત લાખ પૃથ્વીકાય” • ‘નિસીહિ' નો વિશેષાર્થ ૧૦૨ નો વિશેષાર્થ ૧૨૪ • “અ-હો, કાર્ય, કા-ય... • “સાત લાખ અપૂકાય” કિલામો' નો વિશેષાર્થ ૧૦૩ નો વિશેષાર્થ ૧૨૫ • અવ્યાબાધાપૃચ્છા સ્થાન : • “સાત લાખ તેઉકાય” “અપ્પકિલતાણું... નો વિશેષાર્થ ૧૨૭ વઈકકતો' નો વિશેષાર્થ ૧૦૫) • “સાત લાખ વાઉકાય” ૦ યાત્રા પૃચ્છા સ્થાન : નો વિશેષાર્થ ૧ ૨૩ જ-ત્તા ભેનો વિશેષાર્થ ૧૦. • “દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય યાપના પૃચ્છા સ્થાન : “જવ - નો વિશેષાર્થ ૧૨૭ જૂિ - જં ચ ભે” નો વિશેષાર્થ ૧૦૭ • “ચૌદ લાખ સાધારણ • અપરાધ ક્ષમાપના સ્થાન : “ખામેમિ... આ વનસ્પતિકાય' નો વિશેષાર્થ ૧૨૭ વકકમ નો વિશેષાર્થ ૧૦૯ | • “બે લાખ બેઈન્દ્રિય • “આવસ્લેિઆએ પડિક્કમામિ' નો નો વિશેષાર્થ વિશેષાર્થ ૧૧૧ • “બે લાખ તેઈન્દ્રિય • “ખમાસમણાણ..તિરસન્નયરાએ | નો વિશેષાર્થ ૧૨૮ નો વિશેષાર્થ ૧૧૧ . બે લાખ ચઉરિન્દ્રિય દ્રવ્ય વિષયક આશાતના ૧૧૧ નો વિશેષાર્થ ૧ ૨૮ ક્ષેત્ર વિષયક આશાતના ૧૧૩ • “ચાર લાખ દેવતા” કાળ વિષયક આંશાતના ૧૧૩ નો વિશેષાર્થ ૧૨૮ ભાવ વિષયક આંશાતના ૧૧૩ | • “ચાર લાખ નારકી • “જંકિંચિ મિચ્છાએ' નો વિશેષાર્થ૦૧૩). નો વિશેષાર્થ ૧૨૯ • “મણદુક્કડાએ, વયદુકકડાએ, • “ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય કાયદુક્કડાએ' નો વિશેષાર્થ ૧૧૪| નો વિશેષાર્થ ૧૨૯ • કોહાએ, માણાએ, માયાએ, | • “એવંકારે ચોરાશી લાખ... લોભાએ' નો વિશેષાર્થ ૧૧૪] મિચ્છામિ દુક્કડ' નો વિશેષાર્થ ૧૩૧ • સવ્વકાલિઆએ' નો વિશેષાર્થ૧૧૫ | ૭. અઢાર પાપરસ્થાનક સૂત્ર ૧૩૩-૧૫૮ • “સબૂમિચ્છોવયારાએ' , • સૂત્ર પરિચય ૧૩૩ નો વિશેષાર્થ ૧૧૭] • મૂળ સૂત્ર • “સબઘમ્માઈક્રમણાએ આસાયણાએ • “પહેલે પ્રાણાતિપાત” નો વિશેષાર્થ નો વિશેષાર્થ • “જો મે અઈઆરો... અપ્રાણ | • “બીજે મૃષાવાદ' વોસિરામિ” નો વિશેષાર્થ ૧૧૮. નો વિશેષાર્થ ૧૩૮ ૧૩૫ ૧૧૮] ૧૩૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 ♦ ‘ત્રીજે અદત્તાદાન’ નો વિશેષાર્થ ‘ચોથે મૈથુન' નો વિશેષાર્થ ‘પાંચમે પરિગ્રહ’ નો વિશેષાર્થ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૫ ૧૪૬ ♦ ‘છકે ક્રોધ’ નો વિશેષાર્થ • ‘સાતમે માન’ નો વિશેષાર્થ ‘આઠમે માયા’ નો વિશેષાર્થ ‘નવમે લોભ' નો વિશેષાર્થ ૧૪૭ ‘દસમે રાગ’ નો વિશેષાર્થ ‘અગ્યારમે દ્વેષ' નો વિશેષાર્થ ૧૪૯ ૭ ‘બારમે કલહ' નો વિશેષાર્થ ૧૫૦ ♦ ‘તેરમે અભ્યાખ્યાન' નો વિશેષાર્થ ૧૫૧ ‘ચૌદમે પૈશુન્ય’ નો વિશેષાર્થ ૧૫૨ ‘પંદરમે તિ-અરિત' નો વિશેષાર્થ ‘સોળમે પર-પરિવાદ’ નો વિશેષાર્થ • ‘સત્તરમે માયામૃષાવાદ’ નો વિશેષાર્થ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ♦ ‘અઢારમે મિથ્યાત્વશલ્ય’ નો વિશેષાર્થ ♦ ‘એ અઢાર પાપસ્થાનકમાંહિ. મિચ્છામિ દુક્કડં' 'નો વિશેષાર્થ. ૧૫૫ ૧૫૭ Page #16 -------------------------------------------------------------------------- ________________ 15 ગ્રંથ · " સંદર્ભ ગ્રન્થ સૂચિ ગ્રંથકર્તા ૧. અધ્યાત્મસાર પ.પૂ.મહામહોપાધ્યાયશ્રીયશોવિજયજી મ.સા. ૨. અધ્યાત્મોપનિષદ્ પ.પૂ.મહામહોપાધ્યાયશ્રીયશોવિજયજી મ.સા. ૩. આચાર પ્રદીપ પં. રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. ૪. આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય વૃત્તિ | પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. ૫. ઉત્તરાધ્યયન સૂત્ર ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામી ૬. જીવ વિચાર પ.પૂ. શાન્તિચન્દ્રસૂરીશ્વરજી ૭. જ્ઞાનસાર પ.પૂ.મહામહોપાધ્યાશ્રીયશોવિજયજી મ.સા. ૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર | ૫.પૂ. ઉમાસ્વાતિ મ.સા ૯. તપસ્યા કરતાં કરતાં હો . ડંકા જોર બજાયા હો | પ.પૂ. કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. ૧૦. દર્શનાચાર પૂ૫. યુગભૂષણવિજયજી મ.સા. ૧૧. દશ વૈકાલિકસૂત્રની હારિભદ્રીય વૃત્તિ પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. ૧૨. ધર્મસંગ્રહ પ.પૂ. માનવિજયજી મ.સા. ૧૩. ધ્યાનશતક પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. ૧૪. પ્રતિમા શતક પ.પૂ.મહામહોપાધ્યાયશ્રીયશોવિજયજી મ.સા. ૧૫. પ્રબોધ ટીકા ૧૬. પ્રશમરતિ ૫. પૂ. ઉમાસ્વાતિ મ.સા ૧૭. ભાષ્યત્રયમ્ પ.પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ૧૮. યતિદિન ચર્યા પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ૧૯. યોગ શાસ્ત્ર કલિકાલ સર્વજ્ઞ પ.પૂ. હેમચન્દ્રાચાર્ય મ.સા. ૨૦. યોગસાર ચિરંતનાચાર્ય (અજ્ઞાત) ૨૧. લઘુ સિદ્ધાન્ત કૌમુદિ શ્રીમદ્ વરદરાજાચાર્ય * *** ', Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શાન્ત સુધારસ ૨૩. સંબોધસત્તરિ ૨૪. સમ્યકત્વ સપ્તતિ ૨૫. હિતોપદેશ ૨૩. ૧૮ પાપસ્થાનકની સઝાય - ૨૭. ૩૫૦ ગાથાનું સ્તવન પ.પૂ. વિનયવિજયજી મ.સા. પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.' પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. પ.પૂ. પ્રભાનન્દસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવાનë સૂત્ર સૂત્ર પરિચય : પ્રતિક્રમણની ક્રિયા પાપથી મલિન થયેલા આત્માની શુદ્ધિ માટે કરવામાં આવે છે. પાવનકારી આ ક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે તથા આત્મશુદ્ધિ થાય તે માટે પરમ શુદ્ધ સ્વરૂપને પામેલા અરિહંતાદિને વંદનાસ્વરૂપ દેવવંદન કરવામાં આવે છે, અને ત્યારપછી પોતાના ઉપકારી ગુરુભગવંતોને વંદના કરવામાં આવે છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. માટે તેને “ભગવદાદિ વંદન સૂત્ર” પણ કહેવાય છે. માત્ર ચાર જ પદના બનેલા આ નાનકડા સૂત્રમાં પોતાના પરમ ઉપકારી ગુરુભગવંત, આચાર્યભગવંત, ઉપાધ્યાયભગવંત તથા સાધુભગવંતોને વંદના કરી સાધક તેઓ પ્રત્યેનો કૃતજ્ઞભાવ વ્યક્ત કરે છે. આ સૂત્રનું એક એક પદ, એક એક ખમાસમણ દેવાપૂર્વક બોલાય છે. એટલે એવું લાગે છે કે “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ આટલા શબ્દો દ્વારા ગુરુભગવંત પાસે વંદનની અનુજ્ઞા માંગવાની છે કે “હે ક્ષમાશ્રમણ ! હું આપને શક્તિપૂર્વક અને પાપવ્યાપારના ત્યાગ વડે વંદન કરવા ઈચ્છું છું.” આ રીતે આજ્ઞા મેળવ્યા પછી “મFએણ વંદામિ' પદ સાથે આ સૂત્રના “ભગવાનë” વગેરે દરેક પદનું ક્રમસર જોડાણ કરી “મFણ વંદામિ ભગવાન હું” એ પ્રમાણે સાથે ઉચ્ચારણ કરી, મસ્તકને જમીન સુધી નમાવવાપૂર્વક વંદન 1. “ઈચ્છામિ ખમાસમણોનો અર્થ સૂત્રસંવેદના ભા. ૧માંથી જોવો. Page #19 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ કરવાનાં છે. તેના દ્વારા - “હે ભગવંત! (હે આચાર્ય !... વગેરે) હું આપને મસ્તક નમાવી વંદન કરું છું' - એવો કૃતજ્ઞતા સહિત બહુમાનભાવ પ્રગટ કરવાનો છે. આ સૂત્રનો ઉલ્લેખ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં અને ચિરંતનાચાર્યકૃત પ્રતિક્રમણવિધિમાં જોવા મળે છે. આ સૂત્રની ભાષા અપભ્રંશ છે. મૂળ સૂત્રઃ __भगवान्हं, आचार्यहं, उपाध्यायह, सर्वसाधुहं ।। અક્ષર - ૧૯ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : भगवान्हं, आचार्यहं, उपाध्यायह, सर्वसाधुहं ।।। भगवद्भ्यः, आचार्येभ्यः, उपाध्यायेभ्यः, सर्वसाधुभ्यः ।। . ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, સર્વ સાધુઓને. (હું વંદન કરું છું.) વિશેષાર્થ: ભવીન્દ - ધર્માચાર્યોને (હું મસ્તક નમાવી વંદન કરું છું.) ‘ભગ’ એટલે ઐશ્વર્યાદિ ગુણો અને વાન' એટલે વાળા. જેઓ ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત છે, શાસ્ત્રના પરમાર્થને પામેલા છે, સુવિશુદ્ધ સંયમને ધારણ કરનારા છે, મોક્ષના મહાઆનંદને પ્રાપ્ત કરવા અને અનેક જીવોને આ માર્ગ સુધી પહોંચાડવા જેઓ પ્રયત્નશીલ રહે છે, તેવા મારા પરમ ઉપકારી ગુરુભગવંતોને હું નમસ્કાર કરું છું. “પીવા” આ શબ્દ અરિહંતનો વાચક છે કે ધર્માચાર્યનો વાચક છે? તે અંગે ભિન્ન ભિન્ન અભિપ્રાયો જોવા-જાણવા મળે છે, પરંતુ પ્રસ્તુતમાં ગુરુવંદનનો અધિકાર હોઈ ગચ્છના નાયક અથવા જેના દ્વારા પોતાને સમ્યક પ્રકારે પ્રભુનો 2. “ભગવાનૂહ' આદિ રૂપો ભગવાનાદિ શબ્દોને “હ” પ્રત્યય લાગવાથી બનેલા છે. “હંપ્રત્યય (અપભ્રંશ ભાષાના નિયમ અનુસાર) ષષ્ઠી બહુવચનમાં વપરાયો છે. પ્રાકૃતમાં ચતુર્થીના સ્થાને ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થઈ શકે છે. 3. ‘ભગ’ની વિશેષ સમજ માટે જુઓ “સૂત્ર-સંવેદના' ભાગ-૨ (પાનું-૫૯). ત્યાં દર્શાવાયેલા ભગ શબ્દના અર્થ અરિહંત માટે સર્વશ્રેષ્ઠ કક્ષાના ઘટે છે, ગુરુભગવંત માટે તેનાથી અલ્પ કક્ષાના ઘટે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ભગવા ં સૂત્ર માર્ગ પ્રાપ્ત થયો છે, તેવા કોઈ પણ ગુરુભગવંતો કે જે તીર્થંકર હોય, ગણધર હોય, આચાર્યાદિ હોય ૐ સામાન્ય મુનિ હોય તે સર્વે ગુરુ ભગવંતોને આ પદથી ગ્રહણ કરવા વધુ યોગ્ય લાગે છે. આમ છતાં આ અંગે બહુશ્રુતો વિચારે એવી વિનંતી. 3 આ પદ બોલતાં, સુખની પરંપરા સર્જે તેવા ધર્મને આપનાર અનન્ય ઉપકારી ગુરુભગવંતોને તથા તેઓ દ્વારા થયેલા ઉપકારને સ્મૃતિપટમાં લાવી, તેમના પ્રત્યેનો અત્યંત કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તેમના ચરણોમાં મસ્તક નમાવી વંદના ક૨વાની છે. ભાવપૂર્વક વંદન કરવાથી ગુરુભગવંતો પ્રત્યેનો આદરભાવ વૃદ્ધિ પામે છે અને પરિણામે સત્કાર્યમાં વિઘ્નકર્તા કર્મોનો વિનાશ થાય છે. આચાર્ય, - આચાર્યભગવંતોને (મસ્તક નમાવી હું વંદન કરું છું.) અરિહંત ભગવંતની અનુપસ્થિતિમાં શુદ્ધ પ્રરૂપણા કરી શાસનની ધુરાને જેઓ વહન કરે છે, પંચાચારના પાલનમાં જેઓ સદા રત છે, છત્રીસ છત્રીસીએ જેઓ શોભી રહ્યા છે, આચાર્યપદથી જેઓ અલંકૃત છે, તેવા આચાર્યભગવંતોને આ પદ બોલતાં મસ્તક નમાવીને વંદન કરાય છે. આ પદ બોલતાં વિશિષ્ટ ગુણસંપન્ન આચાર્યભગવંતોને સ્મૃતિપટ પર લાવી, તેઓએ કરેલ ઉપકારોને યાદ કરી, ભક્તિ અને બહુમાનપૂર્વક તેમનાં ચરણે મસ્તક નમાવી વંદના કરવાની છે. આ રીતે ભાવપૂર્વક વંદના કરવાથી સદાચારમાં વિઘ્નકર્તા કર્મો દૂર થાય છે. उपाध्यायहं - ઉપાધ્યાયભગવંતોને (મસ્તક નમાવીને હું વંદન કરું છું.) જેઓ ૪૫ આગમના જ્ઞાતા છે, શિષ્યસમુદાયને જેઓ સતત સૂત્રનું પ્રદાન કરે છે, જેમની પાસે જવાથી, જેમનો ઉપદેશ સાંભળવાથી દુર્બુદ્ધિનો નાશ થાય છે તથા સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને જેઓ વિનય આદિ અનેક ગુણોના ભંડાર છે, તેવા ઉપાધ્યાયભગવંતોને આ પદ બોલી મસ્તક નમાવી વંદન કરવામાં આવે છે. આ પદ બોલતાં આપણા પરમ ઉપકારી તીર્થંકરોના ઉપાધ્યાય સમાન ગણધર 4- આચાર્યપદની વિશેષ સમજ માટે જુઓ ‘સૂત્ર-સંવેદના’ ભાગ-૧ માં (સૂત્ર નં. ૧ તથા ૨) 5 - ઉપાધ્યાયપદની વિશેષ સમજ માટે જુઓ ‘સૂત્ર-સંવેદના’ ભાગ-૧ (સૂત્ર નં. ૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ ભગવંતો અને નજીકમાં થયેલા મહામહોપાધ્યાય શ્રીમદ્ વિજય યશોવિજયજી મહારાજ સાહેબ જેવા ઉપાધ્યાય ભગવંતોનું સ્મરણ કરી તેમના પ્રત્યે અત્યંત અહોભાવ વ્યક્ત કરી તેમનાં ચરણોમાં મસ્તક નમાવી વંદન કરવાનાં છે. ભાવપૂર્વક વંદન કરવાથી પ્રતિક્રમણના સૂત્રાર્થવિષયક જ્ઞાનમાં કે પ્રતિક્રમણ કરવામાં વિનકર્તા કર્મોનો વિનાશ થાય છે. સર્વસાધુદું - સર્વ સાધુભગવંતોને (મસ્તક નમાવી હું વંદન કરું છું.) . જેઓ સતત મોક્ષમાર્ગની સાધના કરે છે, જેઓ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાનુસાર સંપૂર્ણ સાત્ત્વિક જીવન જીવે છે, અનેક સાધકોને જેઓ સહાયભૂત બને છે, તપ અને ત્યાગથી જેઓ શોભે છે, તે સર્વ સાધુભગવંતોને આ પદ દ્વારા મસ્તક નમાવી વિંદન કરવામાં આવે છે. આ પદ બોલતાં સર્વજ્ઞ ભગવંતના વચનાનુસાર જીવન જીવતા સર્વ સાધુભગવંતોને સ્મૃતિપટ પર અંકિત કરી, તેમનાં ચરણોમાં મસ્તક નમાવી, તેમને ભાવપૂર્ણ હૃદયે વંદના કરવાની છે. આ રીતે ભાવપૂર્વક કરાયેલી વંદના પ્રતિક્રમણ જેવી શુભક્રિયામાં સત્ત્વનો પ્રકર્ષ કરાવે છે. 6- સાધુપદની વિશેષ સમજ માટે જુઓ “સૂત્ર-સંવેદના' ભાગ-૧ (સૂત્ર નં. ૧) શ્રાવક-શ્રાવિકાઓએ આ ચાર પદો બોલી “સમસ્ત શ્રાવકોને વાંદું છું.” એમ પણ કહેવું. રૂછરિ સમસ્ત શ્રાવ વંદુ એમ પણ કોઈ કહે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પડિક્કમણ ઠાવણા સૂત્ર CTC સૂત્ર પરિચય : 8 પાપથી પાછા ફરવાની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. આ સૂત્ર દ્વારા પ્રતિક્રમણક્રિયાની સ્થાપના થાય છે, તેથી તેનું નામ ‘પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર’ છે. પ્રતિક્રમણના સારભૂત આ સૂત્રને ‘લઘુ પ્રતિક્રમણ સૂત્ર’ પણ કહેવાય છે. વળી, સંપૂર્ણ પ્રતિક્રમણનો આ સૂત્રમાં ટૂંકમાં સમાવેશ થતો હોવાથી ‘ધર્મસંગ્રહ’માં આ સૂત્રનો ઉલ્લેખ ‘સકલ પ્રતિક્રમણ બીજ' રૂપે પણ કર્યો છે. કોઈપણ વસ્તુની રજૂઆત કરતાં પહેલાં એ વસ્તુના વિષયનો નિર્દેશ, પછી સામાન્ય વિગત અને પછી એ વસ્તુની વિસ્તૃત વિચારણા કરવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયામાં પણ આ જ પદ્ધતિ અપનાવાઈ હોય તેવું લાગે છે. સૌ પ્રથમ, પ્રતિક્રમણ કયા વિષયનું ક૨વાનું છે, તે આ સૂત્ર દ્વારા જણાવ્યું છે, ત્યારપછી પ્રતિક્રમણની સામાન્ય વિગત ‘ઈચ્છામિ ઠામિ સૂત્ર'માં જણાવી છે, અને વિસ્તૃત વિગત ‘વંદિત્તુ સૂત્ર'માં જણાવી છે. વંદિત્તુમાં જણાવેલી વિગતોને પણ સૌ કોઈ સમજી શકે તે માટે ગુજરાતી ભાષામાં વિસ્તારથી ‘અતિચારમાં વર્ણવેલી છે. આમ એક-એકનો વિસ્તાર પછી પછીના સૂત્રમાં થયેલ છે. અનાદિ સંસ્કારોને કારણે જીવ માટે પાપનો પરિણામ થવો સહજ છે, પરંતુ પાપથી પાછા ફરીને સ્વભાવમાં (સ્વસ્થાનમાં) સ્થિર થવા માટેનો યત્ન સાધક માટે પણ સહેલો નથી. આથી જ પ્રતિક્રમણની ક્રિયા કરતાં પહેલાં પરમ ઉપકારી Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ પરમાત્માની સ્તવનારૂપ ચાર થોયનું દેવવંદન કરી, ત્યારબાદ ચાર ખમાસમણ દેવા પૂર્વક ગુરુને વંદના કરવા સ્વરૂપ મંગલાચરણ કરાય છે. આ રીતે દેવ-ગુરુને વિંદના કરી, તેમની કૃપાનું પાત્ર બની, પ્રતિક્રમણનો પ્રારંભ કરતી વખતે મસ્તકને પૃથ્વી ઉપર અને જમણા હાથને ચરવળા ઉપર સ્થાપન કરી, મુખવસ્ત્રિકા યુક્ત ડાબા હાથને મુખ આગળ રાખીને આ સૂત્ર બોલાય છે. આવી મુદ્રાથી સાધકને “હું મારી જાતને પ્રતિક્રમણમાં સ્થાપિત કરું છું' એવો બોધ સ્પષ્ટ થાય છે. - આ સૂત્ર વંદિતુ સૂત્ર બોલતાં પહેલાં પણ પ્રતિક્રમણની અનુજ્ઞા મેળવવા બોલાય છે. આવશ્યકનિયુક્તિમાં, પ્રતિક્રમણઆવશ્યકમાં, ધર્મસંગ્રહમાં તથા યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ સૂત્રનો ઉલ્લેખ અને ટીકા છે. મૂળ સૂત્ર : इच्छाकारेण संदिसह भगवन् ! देवसिअ पडिक्कमणे ठाउं ? છે ! , सब्बस्स वि देवसिअ दुझिंतिअ दुब्भासिअ दुचिट्ठिअ मिच्छा मि दुक्कडं । અક્ષર - ૨૬ , અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : भगवन् ! देवसिअ पडिक्कमणे ठाउं ? इच्छाकारेण संदिसह । भगवन् ! देवसिक प्रतिक्रमणे स्थातुम् / तिष्ठामि ? इच्छाकारेण संदिशत । *હે ભગવંત ! દેવસિક પ્રતિક્રમણમાં રહેવા માટે (હું ઈચ્છું છું). (આપ મને) સ્વેચ્છાથી અનુજ્ઞા આપો ! ૐ . રૂછામિ ! (અનુજ્ઞાના સ્વીકારમાં બોલાયેલ આ શબ્દ છે, અર્થાત્ આપની અનુજ્ઞા મુજબ) હું આ કાર્ય કરવા ઈચ્છું છું. - “સા' ની સંસ્કૃત છાયા સ્થાતુન્ અથવા તિષ્ઠામ થઈ શકે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિક્રમણ ઠપણા સૂત્ર देवसिअ दुचिंतिय दुब्भासिय दुश्चिट्ठिअ सव्वस्स वि मिच्छा मि दुक्कडं । देवसिकस्य दुश्चिन्तितस्य दुर्भाषितस्य दुश्चेष्टितस्य सर्वस्य अपि मिथ्या मे दुष्कृतम् ।। દિવસ દરમ્યાન મનથી જે દુષ્ટ ચિંતન થયું, વાણીથી જે દુષ્ટ ભાષણ થયું અને કાયાથી જે દુષ્ટ ચેષ્ટા થઈ તે સર્વ પણ મારું પાપ મિથ્યા થાઓ. વિશેષાર્થ : इच्छाकारेण संदिसह भगवन् ! देवसिअ पडिक्कमणे ठाउं ? '3 ભગવંત! આપ મને દેવસિક પ્રતિક્રમણમાં સ્થિર થવા માટે સ્વેચ્છાએ આજ્ઞા આપો. હે ભગવંત!” આ શબ્દ ઉપકારી ગુણવાન ગુરુભગવંતના સંબોધનમાં વપરાયો છે. નજર સમક્ષ રહેલ કે સ્મૃતિ સમક્ષ રહેલ ગુરુભગવંતને ઉદ્દેશીને સાધક કહે છે : “હે ભગવંત ! દિવસ દરમ્યાન મારા મન, વચન, કાયાથી જે જે પાપો થયાં છે, તે યોગ્ય થયું નથી; કેમ કે તેના કટુ વિપાકો મારે જ સહન કરવાના છે. આ પાપોથી અને આ પાપના સંસ્કારોથી, મારે મારા આત્માને પાછો વાળી નિષ્પાપ ભાવમાં સ્થાપન કરવાનો છે. હે ભગવંત! પ્રતિક્રમણની આ ક્રિયા માટેની મારામાં યોગ્યતા જણાતી હોય તો આપ મને સ્વેચ્છાથી આજ્ઞા આપો, બળાત્કારથી નહિ.” પ્રતિક્રમણ જેવાં શુભ કાર્યો કરતાં પહેલાં ગુણવાન ગુરુભગવંતને તે કાર્ય સંબંધી ઈચ્છા જણાવવી અને તે સંબંધી ગુર્વાજ્ઞા પ્રાપ્ત કર્યા પછી જ તે કાર્યનો પ્રારંભ કરવો, એ જૈનશાસનની વિશિષ્ટ પ્રકારની મર્યાદા અને વિનય છે. આ મર્યાદાના પાલનથી અહંકારાદિ દોષો નાશ પામે છે અને નમ્રતાદિ ગુણો પ્રગટ થાય છે. શિષ્યની પ્રતિક્રમણ કરવાની ઈચ્છા અને યોગ્યતાને જાણી, પ્રતિક્રમણને યોગ્ય અવસર હોય તો અનુજ્ઞા આપતાં ગુરુભગવંત કહે : [* ] - તું તારા આત્માને પ્રતિક્રમણમાં સ્થિર કર. આ શબ્દ સાંભળી પોતાના આ કાર્યમાં ગુરુભગવંતની સંમતિ છે, તેમ માની આનંદપૂર્વક વિનયી શિષ્ય-શ્રાવક, ગુરુની આજ્ઞાના સ્વીકારરૂપે કહે : ફર્જી ભગવંત, આપની આજ્ઞા મને પ્રમાણ છે. આ શબ્દ દરેકે અવશ્ય બોલવો જોઈએ. Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ હવે પાપથી પાછા ફરવાની ઈચ્છાવાળો શિષ્ય પ્રતિક્રમણ કરતાં કહે : सव्वस्स वि देवसिअ दुचिंतिअ दुब्भासिअ दुचिट्ठिअ मिच्छा मि તુરનું । દિવસ દરમ્યાન દુષ્ટ ચિંતનથી, દુષ્ટ વાણીથી અને દુષ્ટ ચેષ્ટાથી જે સર્વ પણ અતિચારોનું સેવન થયું હોય તે સંબંધી મારું પાપ મિથ્યા થાઓ. યુક્રિતિજ્ઞ - આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ બને, સ્વીકારેલાં વ્રતોમાં માલિન્ય પેદા કરાવે અને આત્માનું અહિત કરે, તેવી મનની વિચારણાને (ચિંતનને) દુષ્ટ ચિંતન કહેવાય છે. दुभासिअ ક્રોધાદિ કષાયોને આધીન થઈ, પાંચે ઇન્દ્રિયોને વશ થઈ, સંજ્ઞાઓ આદિને ૫૨વશ બની વ્રત-મર્યાદાનો બાધ કરે, પોતાની ભૂમિકા ભુલાવે, કુળમર્યાદા ચુકાવે તેવા વચનનો પ્રયોગ કરવો તે દુષ્ટ ભાષણ છે. અથવા સ્વ-પરને અહિતકારી, કર્કશ, અપ્રિય કે હિંસક વચનો પણ દુષ્ટ ભાષણ કહેવાય છે. યુøિટ્વિન - હિંસાદિનું કારણ બને તેમ અજયણાથી ચાલવું, દોડવું, કૂદવું, હરવું, ફરવું વગેરે અનેક પ્રકારની અહિતકારી કાયિક ચેષ્ટાઓને દુષ્ટ ચેષ્ટા કહેવાય છે. આ રીતે અહીં માત્ર ત્રણ પદોમાં પ્રતિક્રમણ શેનું કરવાનું છે, તેનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આ ટૂંકા વર્ણનમાં અનેક દૃષ્ટિબિંદુઓ અને પેટા ભેદો સમાઈ જાય છે. જ્યાં સુધી પોતાના ખરાબ વિચારો, ખરાબ વાણી કે ખરાબ વર્તન પ્રત્યે દિલગીરી-પસ્તાવો-તિરસ્કાર ન થાય ત્યાં સુધી પ્રતિક્રમણનો પ્રારંભ જ થઈ શકતો નથી. આ સૂત્ર દ્વારા એ દુષ્ટ વિચારો, દુષ્ટ વાણી અને દુષ્ટ ચેષ્ટાઓ પ્રત્યેનો એક તીવ્ર તિરસ્કાર ઉત્પન્ન કરવાનો છે અને એટલે જ આ સૂત્રને પ્રતિક્રમણનું બીજ કહેવાયું છે. પાપ પ્રત્યે નફરતની આ ભાવના ઉપર સંપૂર્ણ પ્રતિક્રમણની સફળતાનો આધાર છે. દિવસ દરમ્યાન મન, વચન, કાયાથી કોઈપણ પ્રકારના દુષ્ટ વિચારો, દુષ્ટ વાણી અને દુષ્ટ ચેષ્ટા થઈ હોય તે સર્વેને આ ત્રણ પદના ઉચ્ચારણ સાથે સ્મરણમાં લાવી અંતઃકરણપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડં' આપવાનું છે. પાપ કરતાં જેટલા તીવ્ર અશુભ ભાવ થયા હોય તેનાથી વધુ તીવ્ર શુભ ભાવ આ પદ બોલતાં પેદા થાય તો થયેલ-કરેલ પાપ મિથ્યા થઈ શકે છે. 1- ‘મિચ્છા મિ દુક્કડં’નો વિશેષ અર્થ સૂત્રસંવેદના ભાગ-૧માં સૂત્ર નં. ૫ માંથી જોવો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ‘ઈચ્છામિ ઠામિ' સૂત્ર સૂત્ર પરિચય : આ સૂત્ર દ્વા૨ા દિવસ દરમ્યાન લાગેલા અતિચારોનું આલોચન કરવામાં આવતું હોવાથી આ સૂત્રનું બીજું નામ ‘અતિચાર આલોચના' સૂત્ર છે. ઇમારતમાંથી ખરતી એક કાંકરીની પણ જો ઉપેક્ષા ક૨વામાં આવે તો જેમ એક દિવસ આખે આખી ઇમારત જમીનદોસ્ત થઈ જાય છે, તેમ લીધેલાં વ્રતોમાં જો વારંવાર દોષ લાગ્યા કરે અને તેની ઉપેક્ષા કરવામાં આવે તો સ્વીકારેલાં વ્રતોનો પણ એક દિવસ સર્વથા વિનાશ થઈ જાય છે. આ વ્રતવિનાશ દુરંત સંસારનું કારણ બને છે. આથી જ વ્રતધારી શ્રાવકોએ પોતાના વ્રતમાં ક્યાંય સ્ખલના ન થાય, તેની સતત કાળજી રાખવી જોઈએ; આમ છતાં અનાદિ અભ્યસ્ત પ્રમાદાદિ દોષોને કા૨ણે અતિચાર લાગવાની સંભાવના રહે છે. લાગેલા આ અતિચારોના સ્મરણ તથા શોધનપૂર્વક આત્મશુદ્ધિ ક૨વા ઉત્સુક એવો સાધક સૌ પ્રથમ ‘ચ્છામિ મિ ડિસ્કમાં' પદો પૂર્વક આ સૂત્ર બોલી કાયોત્સર્ગમાં રહે છે, અને કાયોત્સર્ગ દરમ્યાન ‘નામ્મિ’ વગેરે સૂત્રના સહારે જ્ઞાનાદિ ગુણોમાં જ્યાં જ્યાં દોષો લાગ્યા હોય તેનું ચિંતન કરે છે. ચિંતવેલા તે અતિચારોને સ્મૃતિપટ પર અંકિત કરી, ત્યારપછી કાઉસ્સગ્ગ પા૨ી તે અતિચારોની આલોચના કરવા વિનયપૂર્વક ગુરુભગવંતને વંદના કરી, અનુજ્ઞા માંગી, બીજીવાર રેવસિ ં આજોવું એ પદો સહિતના આ સૂત્ર દ્વારા ચિંતન કરીને યાદ રાખેલા તે અતિચારોને ગુરુભગવંત પાસે પ્રગટ કરે છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં આલોચના પ્રાયશ્ચિત્ત કહેવામાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સૂત્રસંવેદના-૩ આવે છે. ત્યારપછી શ્રાવકો જ્યારે “વંદિત્ત' સૂત્ર અને શ્રમણ ભગવંતો “પગામ સક્ઝાય” બોલી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરે છે, તેની પૂર્વે ત્રીજી વખત આ સૂત્ર બોલે છે. તે વખતે દોષોથી પાછા વળવા “રૂછામિ પડીમાં પદો સહિત આ સૂત્ર બોલી સામાન્યથી પાપનું પ્રતિક્રમણ કરે છે અને ત્યારપછી વિશેષથી પાપોનું પ્રતિક્રમણ કરવા “વંદિત' સૂત્ર બોલે છે. વળી કાયોત્સર્ગ આવશ્યક કરવા પૂર્વે પ્રતિક્રમણમાં ચોથી વાર આ સૂત્ર બોલાય છે. તે વખતે પુનઃ ‘રૂછામિ મિડપદો સહિત આ સૂત્ર ઉચ્ચારાય છે, જેનાથી ફરી એક વાર અતિચારોની શુદ્ધિથી આત્માને વધુ નિર્મળ કરવાનો પ્રયત્ન કરાય છે. આમ આ એક જ સૂત્ર ત્રણ પ્રકારના પદોના ફેરફાર પૂર્વક પ્રતિક્રમણની ક્રિયામાં ચાર ચાર વાર ઉપયોગમાં લેવાય છે. અત્યંત દુઃખી હૃદયે, તે તે દોષો પ્રત્યે તીવ્ર તિરસ્કારપૂર્વક અને પુનઃ આવા અતિચાર-દોષનું સેવન ન થાય તેવા સંકલ્પ સાથે આ સૂત્રના એકે એક શબ્દો એ રીતે બોલવા જોઈએ કે દોષોને કારણે થયેલી વ્રતની અલના દૂર થાય, બંધાયેલાં પાપકર્મોનો નાશ થાય અને પ્રમાદાદિ દોષોના સંસ્કારો નબળા પડે. અતિચારની આલોચના માટેના આ સૂત્રમાં સૌ પ્રથમ શેનાથી પાપ થયું ? અને કેવા કેવા પ્રકારે પાપ થયું છે ? તે જણાવ્યું છે. ત્યારબાદ જે ગુણના પોષણ માટે વ્રત-નિયમો સ્વીકાર્યા છે, તે જ્ઞાનાદિગુણોવિષયક અતિચારોનું આલોચન છે, અને અંતે શ્રાવકે સ્વીકારેલાં બારે વ્રતોમાં જે ખંડના-વિરાધના થઈ હોય તેનું “મિચ્છા મિ દુક્કડ' દેવામાં આવ્યું છે. દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક - આ પાંચેય પ્રતિક્રમણમાં આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, અને ત્યારે તે તે સ્થાને ‘સિ' ના બદલે “રાફ’ વગેરે બોલાય છે. આ સૂત્રનો ઉપયોગ શ્રાવક અને સાધુવર્ગ બન્ને કરે છે, પરંતુ શ્રમણ ભગવંતો જ્યારે આનો ઉપયોગ કરે છે ત્યારે તેમના વ્રત-નિયમને અનુરૂપ શબ્દપ્રયોગ કરે છે. અહીં શ્રાવકપ્રતિક્રમણને લક્ષમાં રાખેલું હોવાથી અને શ્રમણ સૂત્રોનું અન્યત્ર વિવેચન કરવાની ભાવના હોવાથી, શ્રમણવિષયક સૂત્રના શબ્દનું વિવેચન અહીં કરેલ નથી. 1 . एतञ्चातिचारसूत्रं सामायिकसूत्रानन्तरमतिचारस्मरणार्थ उच्चारितुं, पुनर्वन्दनकानन्तरं गुरोः स्वातिचारज्ञापनार्थमधीतं, इह तु प्रतिक्रमणाय, पुरतस्तु पुनरतिचारा-शुद्धविमलीकरणार्थमुञ्चारयिष्यते । - ધર્મસંગ્રહની ટીકા Page #28 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૧૧ આ સૂત્રનો અર્થ કરવા મુખ્યપણે “આવશ્યકનિયુક્તિ'ની હારિભદ્રીય ટીકાનો આધાર લીધેલો છે. ધર્મસંગ્રહ, આવશ્યકનિર્યુક્તિદીપિકા, યોગશાસ્ત્ર આદિ અનેક ગ્રંથોમાંથી પણ આ સૂત્ર સંબંધી વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે. ઊંડો અભ્યાસ કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓએ આ સર્વ ગ્રંથો જોવા જેવા છે. भूण सूत्र: इच्छाकारेण संदिसह भगवन् ! देवसि आलोउं ? इच्छं, आलोएमि । . जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, दुज्झाओ दुविचिंतिओ, अणायारो अणिच्छिअव्वो असावग-पाउग्गो, नाणे, दंसणे, चस्त्तिाचरित्ते, सुए, सामाइए । .. तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हमणुव्वयाणं, तिण्हं गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं, बारसविहस्स सावगधम्मस्स जं खंडिअं, जं विराहिअं, . तस्स मिच्छा मि दुक्कडं । . अक्षर - १७७ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : भगवन् ! इच्छाकारेण संदिसह देवसि आलोउं ? भगवन् ! इच्छाकारेण संदिशत, दैवसिकं (अतिचारं) आलोचयामि ? હે ભગવંત! ઈચ્છાપૂર્વક મને અનુજ્ઞા આપો, હું દિવસભરના અતિચારોનું मालोयन ? .. शुरु 3 : आलोएह - आलोचय - मालोयन। ४२. ત્યારે શિષ્ય આજ્ઞાના સ્વીકારરૂપે કહે છે – Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ છે, છમ, હું આપની આજ્ઞાનુસાર કરવા) ઈચ્છું છું. जो मे देवसिओ अइआरो कओ आलोएमि । : મયા રૈવસિ: તિવારઃ કૃત (ત) માત્રામાં જે મારા વડે દેવસિક = દિવસ સંબંધી અતિચાર કરાયો હોય તેનું) હું આલોચન કરું છું. (વળી તે અતિચાર કેવી રીતે થયો હોય ? તે બતાવતાં કહે છે –) काइओ वाइओ माणसिओ, कायिक: वाचिक: मानसिकः, કાયા સંબંધી, વચન સંબંધી, મન સંબંધી उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, उत्सूत्रः उन्मार्गः अकल्प्य: अकरणीयः, (વળી તે અતિચાર) ઉસૂત્રરૂપ હોય, ઉન્માર્ગરૂપ હોય, અકથ્ય હોય (અને) અકરણીય હોય, दुज्झाओ दुविचिंतिओ, તુર્માતર્વિવિન્તિત: દુર્ગાનરૂપ હોય અને દુષ્ટચિંતનરૂપ હોય. સવ -પ૩mો, અUTયારો ગમિત્રો, શ્રાવ-પ્રાયો:, અનાવરઃ મનેટવ્યા, (આ ઉત્સત્રથી માંડીને અકરણીય સુધીના અને દુર્બાન અને દુષ્ટચિંતનરૂપ અતિચારો) અશ્રાવક પ્રાયોગ્ય છે અર્થાત્ શ્રાવકને કરવા યોગ્ય નથી. તેથી કરીને તે અનાચારરૂપ છે, માટે જ) અનિચ્છનીય (પણ) છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર (इवे. भा भतिया या विषयमा थाय छ ? ते पता छ.) नाणे दंसणे चरित्ताचरित्ते, ज्ञाने दर्शने चारित्राचारित्रे, જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, દેશવિરતિ ચારિત્રના વિષયમાં (બીજી રીતે તે જ અતિચારોને વિચારવામાં આવે છે-) सुए सामाइए, श्रुते सामायिके, શ્રુતના વિષયમાં અને સામાયિકના વિષયમાં (3वे यात्रिन विषयमा ४ मतियार छ, ते जावे छ -) तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, तिसृणां गुप्तीनाम्, चतुर्णां कषायाणाम्, ત્રણ ગુપ્તિઓનું, ચાર કષાયોનું, पंचण्हं अणुव्वयाणं तिण्डं गुणव्वयाणं चउण्हं सिक्खावयाणं बारसविहस्स सावगधम्मस्स । पञ्चानाम् अणुव्रतानाम्, त्रयाणां गुणव्रतानाम्, चतुर्णां शिक्षाव्रतानाम् द्वादशविधस्य श्रावकधर्मस्य ।. . પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને) ચાર શિક્ષાવ્રતો રૂપ બાર પ્રકારનો શ્રાવક धर्म . जं खंडिअं, जं विराहिअं. यत् खण्डितम्, यद् विराधितम्, ४ (५३) vil3त थयो होय, ४ (५।) विपित यो जोय, तस्स मिच्छा मि दुक्कडं । तस्य मिथ्या मे दुष्कृतम् । તે મારું દુષ્કત મિથ્યા હો ! Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂત્રસંવેદના-૩ વિશેષાર્થ : રૂછારે સંવિદ ભવન સદં માછોઉં ? - હે ભગવંત ! ઈચ્છા વડે આપ મને આજ્ઞા આપો. હું દિવસભરના અતિચારોની આલોચના કરું ? દેવસિક પ્રતિક્રમણમાં દ્વાદશાવર્ત વંદનથી (વાંદણાથી) ગુરુભગવંતને વંદન કર્યા પછી ગુરુના અવગ્રહમાં રહીને જ દિવસ સંબંધી જે જે અતિચારો-પાપો થયા હોય તેની આલોચના કરવા માટે નત મસ્તકે ઊભેલો શિષ્ય વિનયપૂર્વક ગુરુભગવંતને સંબોધીને પૂછે છે : “ભગવંત ! મારાથી દિવસ સંબંધી જે જે અતિચારો થયા છે, તેની આપ સમક્ષ આલોચના કરું ?' ગાત્રોના' શબ્દ ના પૂર્વના સુન્ ધાતુમાંથી બનેલો છે. તેમાં મા એટલે મર્યાદાથી અથવા સમસ્તપણે અને સ્ટોરના એટલે પ્રકાશના; આમ, મર્યાદાપૂર્વકસમસ્તપણે ગુરુભગવંત સમક્ષ પાપ પ્રકાશિત કરવાં, તે આલોચના છે. મર્યાદાથી એટલે જે પાપો જે ક્રમથી કર્યા હોય અને જે ભાવથી કર્યા હોય તે પાપોને તે ક્રમપૂર્વક અને તે ભાવપૂર્વક યાદ કરી, ગુરુભગવંત સમક્ષ વિધિપૂર્વક પ્રકાશિત કરવાં, અને સમસ્તપણાથી એટલે થયેલ સર્વ પાપોને ક્રમે કે ઉત્ક્રમે ગુરુભગવંત પાસે કહેવાં તે આલોચના છે. દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોમાં આ પહેલા પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે. આલોચના કરતાં સાધકે ખાસ વિચારવું જોઈએ કે “મારાથી આવાં પાપો કેમ થયાં ? હું કયા કષાયને આધીન બન્યો ? હું કયા પ્રમાદને વશ થયો ? કે જેને કારણે મારાથી આ પાપોનું આસેવન થયું ? જો મારા આત્મામાંથી આ દોષ દૂર નહીં કરું તો પુનઃ પુનઃ આ પાપો મને લાગ્યા જ કરશે. તેથી આલોચના કરતાં 2. અહીં દૈવસિક તથા ઉપલક્ષણથી રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક અતિચારો પણ તે તે સમય માટે સમજી લેવા. તેમાં દિવસ વગેરેની આલોચનામાં વ્યવહારમાં પ્રચલિત કાળમર્યાદા આ પ્રમાણે છે : દિવસના મધ્ય ભાગથી આરંભીને રાત્રિના મધ્ય ભાગ સુધી દૈવસિક, અને રાત્રિના મધ્ય ભાગથી આરંભીને દિવસના મધ્ય ભાગ સુધી રાત્રિક અતિચારોની આલોચના થઈ શકે છે. એટલે દેવસિઅ કેરાઈએ પ્રતિક્રમણ તે પ્રમાણે થઈ શકે છે. ઉત્સર્ગથી તો સૂર્યોદય પૂર્વે રાઈઅ પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, અને દેવસિક પ્રતિક્રમણનું વંદિત્ત' સૂત્ર સૂર્યાસ્ત વખતે બોલાવું જોઈએ; અને પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક આલોચનાપ્રતિક્રમણ તો તે પખવાડીયું, ચાતુર્માસ કે વર્ષ પૂર્ણ થાય ત્યારે થઈ શકે છે. જ્યાં જ્યાં દેવસિઅ” શબ્દ આવે ત્યાં તે પ્રમાણે ફેરફાર સમજવો. 3- દશ પ્રકારના પ્રાયશ્ચિત્તની વિશેષ સમજ માટે સૂત્ર સંવેદના ભા.૧માં સૂત્ર નં. ૭ જોવું. અને તદુપરાંત આ સંબંધી વિશેષ વાતો નાણમ્મિ સૂત્ર ગાથા નં. ૭માં પણ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૧૫ પૂર્વે, તે તે દોષથી મારા આત્માને બચાવવો અતિ જરૂરી છે. વળી, અત્યારે મેં જે અતિચારોનું સેવન કર્યું છે, તેનાં માઠાં ફળ મારે જ ભોગવવાનાં છે. આ પાપોના કારણે જ મારી જન્મ-મરણની પરંપરા વધવાની છે અને મોક્ષના મહાસુખથી હું વંચિત રહેવાનો છું. હવે મારે જો જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવું હોય, દુઃખના ભાજન ન બનવું હોય અને શીઘ મોક્ષને પ્રાપ્ત કરવો હોય તો તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક આ પાપો ગુરુભગવંત સમક્ષ એ રીતે પ્રગટ કરી દઉં જેથી થયેલાં પાપકર્મોનો સર્વથા વિનાશ થાય, અને ભવિષ્યમાં તે પાપો, તે ભાવથી તો ન જ થાય.” આવી વિચારણા વગર માત્ર શબ્દો બોલી જવાથી કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ શકતું નથી, પરંતુ જે રાગ-દ્વેષ આદિ અશુભ ભાવથી પાપ કર્યા છે તેનાથી વિરુદ્ધ વૈરાગ્યાદિ શુભભાવરૂપ અગ્નિ પ્રગટે તો જ પાપપુંજ ભસ્મીભૂત થાય. માટે સાધકે જે ભાવથી પાપો થયાં હોય, તેનાથી વિરુદ્ધ ભાવોથી હૃદયને ભાવિત કરી પોતે કરેલાં પાપોની આલોચના કરવા માટે ગુરુભગવંત પાસે અનુજ્ઞા માંગવી જોઈએ. [ગો) - તું આલોચના કર.' આ શબ્દ બોલી ગુરુ શિષ્યને આલોચના કરવા માટેની અનુજ્ઞા આપે છે, જેને સાંભળી વિનયસંપન્ન શિષ્ય ગુરુની આજ્ઞાના સ્વીકારરૂપે કહે - રૂછું - “ભગવંત ! આપની આજ્ઞા પ્રમાણે હું આલોચના કરવા ઇચ્છું છું.” આ શબ્દપ્રયોગ કરતાં પૂર્વે જે સાધકે પાપ અને પાપના ફળનો વિચાર કર્યો હોય, તેને તે પાપો પ્રત્યે તીવ્ર અણગમો ઉત્પન્ન થયો જ હોય છે. આથી જ તે સાધક હવે પછીના શબ્દો જ્વલંત ઉપયોગપૂર્વક બોલે છે. શાસ્ત્રોમ વો ને રેવસિંગ ફગારો વાગો - દિવસ દરમ્યાન મેં જે કોઈ અતિચાર કર્યો - સેવ્યો હોય. તેની હું આલોચના કરું છું. અતિચાર' શબ્દનો સામાન્ય અર્થ અતિક્રમણ અથવા ઉલ્લંઘન થાય છે. શ્રાવક 4. ગતિ રવિવાર: શાસ્ત્રમાં કોઈપણ વ્રત-નિયમના ઉલ્લંઘનની ચાર ભૂમિકા બતાવી છે : ૧ - અતિક્રમ, ૨ - વ્યતિક્રમ, ૩ - અતિચાર અને ૪ - અનાચાર. ૧. અતિક્રમઃ જે વ્રત સ્વીકાર્યું છે, તેનું ખંડન થાય તેવો વિચાર કરવો. દા. ત. કેરી ન ખાવી, આવો નિયમ લીધા બાદ ક્વચિત્ સુંદર આમ્રફળ જોતાં તેને ખાવાનો વિચાર આવવો કે ઈચ્છા થવી તે અતિક્રમ. ૨. વ્યતિક્રમઃ સ્વીકારેલા વ્રતનું ખંડન થાય તેવી વાતચીત કરવી. દા. ત. કેરી કઈ રીતે Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ કે સાધુભગવંતની જે મર્યાદાઓ છે, તેમણે જે વ્રત-નિયમોનો સ્વીકાર કર્યો છે, તે મર્યાદાનું ઉલ્લંઘન કરીને – મર્યાદા ઓળંગીને જે આચરણ થયું હોય કે કર્યું હોય, તેને અતિચાર કહેવાય છે. આ શબ્દ બોલતાં દિવસ દરમ્યાન થયેલા સર્વ અતિચારોને સ્મૃતિમાં લાવવા યત્ન કરવાનો છે. હવે દિવસ દરમ્યાન સામાન્યથી જે અતિચારો થયા હોય તે જણાણે છે : કો, વાડ્યો, માસિનો - કાયિક, વાચિક અને માનસિક (જે અતિચારો લાગ્યા હોય.) * દિવસ સંબંધી જે પાપો કે અતિચારો લાગ્યા છે તે ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : કેટલાક અતિચારો કાયાથી થયા હોય છે, કેટલાક વચનથી થયા હોય છે અને કેટલાક અતિચારો મનથી થયા હોય છે. આ પદ બોલતાં અનુપયોગપણે કે વિષય, કષાયને આધીન થઈ દિવસ દરમ્યાન મન-વચન-કાયાથી થયેલી સર્વ પ્રવૃત્તિ ઉપર દૃષ્ટિપાત કરવો જોઈએ, અને આ ત્રણ યોગ દ્વારા કયા કયા અતિચારો કઈ રીતે કેટલા પ્રમાણમાં લાગી ગયા છે, તેનું સ્મરણ કરીને ગુરુ સમક્ષ તેની આલોચના કરવી જોઈએ. હવે મન, વચન અને કાયાથી કયાં પાપો લાગ્યાં છે, તે વિશેષથી જણાવે છે - કસુત્તો - શાસ્ત્રવિરુદ્ધ. રાગ-દ્વેષ અને અજ્ઞાનનો જેમણે સર્વથા નાશ કર્યો છે. તેમને સર્વજ્ઞ વીતરાગ મેળવવી, તે સંબંધી વાતચીત કરવી તે વ્યતિક્રમ. ૩. અતિચાર લીધેલા વ્રતનું ખંડન થાય તેવો પ્રયત્ન. દા.ત. જ્યાં કેરી મળતી હોય ત્યાં જઈ કરી લેવા માટેનાં પગલાં માંડવાં, કેરી લાવવી, છેક મોં સુધી લઈ જવી, છતાં જ્યાં સુધી ન ખાય ત્યાં સુધી અતિચાર. ૪.અનાચાર લીધેલા વ્રતનું સર્વથા ખંડન થાય તેવું પ્રવર્તન.દા.ત.હાથમાં કેરી લઈને ખાવી,તે અનાચાર. 5- કર્ણ સૂત્રાકુર સૂરીનુ ઈ - સૂત્ર મર્યાદા ઉપરાંતનું અથવા સૂત્રમાં ન કહેલું કહેવું તે ઉસૂત્ર છે. - આવશ્યકનિર્યુક્તિ સૂત્રમાં પદાર્થને જેવો વર્ણવ્યો હોય તેના કરતાં અન્ય રીતે કહેવો તે ઉત્સુત્ર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બટેટાદિ કંદમૂળમાં અનંતા જીવો છે. આ વાત પર શ્રદ્ધા ન કરતાં કોઈક કહે કે “બટેટામાં અનંતા જીવો છે તો દેખાતા કેમ નથી?' દેખાતા નથી, માટે બટેટામાં અનંતા જીવો નથી, તેમ કહેવું અથવા સ્વર્ગ કે નરક કોણે જોયાં છે?જો સ્વર્ગ છે તો ત્યાંથી કેમ કોઈ આવતું નથી ? આવાં સર્વ કથનો ઉસૂત્રભાષણ છે. આવું ઉસૂત્રભાષણ અનંત સંસારનું કારણ બની શકે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૧૭ કહેવાય છે, અને સર્વનું હિત કરનારા તેમના વચનને શાસ્ત્ર' કે “સૂત્ર' કહેવાય છે. સૂત્રવિરુદ્ધ બોલવું કે આચરવું તે ઉત્સુત્ર કહેવાય છે. સૂત્રમાં જે પદાર્થનું જે રીતે નિરૂપણ કર્યુ હોય તેના કરતાં વિપરીતરૂપે નિરૂપણ કરવું કે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ બોલવું તે ઉત્સુત્ર ભાષણ કહેવાય છે. ઉસૂત્ર ભાષણ અનંત સંસારની વૃદ્ધિ કરી શકે છે. જૈન દર્શન કોઈપણ પદાર્થને કોઈ એક દૃષ્ટિથી નહિ પરંતુ અનેક દૃષ્ટિથી જુએ છે, માટે જ જૈન દર્શન - જૈન શાસ્ત્રો અનેકાન્તાત્મક કહેવાય છે. આ કારણથી કોઈપણ સૂત્રનો કે તેના કોઈ એક પદનો અર્થ કરતાં તેનું તાત્પર્ય વિચારવું જોઈએ, પૂર્વાપરના સંદર્ભો જોવા જોઈએ અને તે જોઈ આ પદ કઈ દૃષ્ટિથી (કયા નથી) કહેવાયેલું છે તેનો નિર્ણય કરવો જોઈએ. આ રીતે નિર્ણય કરી અર્થ કરવામાં આવે તો જ તે તે સૂત્રના અર્થને સમ્યક પ્રકારે જાણી શકાય છે. આના બદલે પૂર્વાપરનો વિચાર કર્યા વિના જે દૃષ્ટિથી સૂત્રનું કથન કરવામાં આવ્યું હોય, તેનાથી ભિન્ન દૃષ્ટિથી તેનો અર્થ કરવામાં આવે તો ઉસૂત્ર પ્રરૂપણાનો દોષ લાગે છે. જેમ કે, “અહિંસા જ પરમ ધર્મ” એમ કહેવું એ એક દૃષ્ટિથી સત્ય હોવા છતાં, એકાંતે આમ કહેવાથી ઉત્સુત્ર ભાષણનો દોષ લાગે છે; કેમ કે જૈન દર્શન માત્ર અહિંસાને જ ધર્મ માને છે તેવું નથી, પરંતુ સત્ય વગેરેને પણ ધર્મ માને છે. એ જ રીતે માત્ર સત્ય વગેરેમાં જ ધર્મ છે, એવું નથી માનતો પણ આજ્ઞા સાપેક્ષ અહિંસાદિમાં ધર્મ માને છે. આથી શાસ્ત્રમાં માળા, થપ્પો - થમ્પો માણ ડિવો એવાં વિધાનો કરાયાં છે. આ જ કારણથી જિનવચનાનુસાર લાભાલાભનો વિચાર કરી પૃથ્વી, પાણી આદિ જીવોની હિંસાનો જેમણે સર્વથા ત્યાગ કર્યો છે એવા શ્રમણોને પણ રાગાદિની વૃદ્ધિરૂપ ભાવહિંસાથી બચવા એક ગામથી બીજા ગામ વિહાર કરતાં નદી ઊતરવા વગેરેની છૂટ અપાય છે, અને આરંભ-સમારંભમાં બેઠેલાં શ્રાવકોને આરંભ-સમારંભના મૂળ કારણરૂપ સંસારના રાગને તોડાવવા અને વીતરાગ પરમાત્મા તથા તેમના સંયમાદિ ગુણોના રાગને પ્રગટાવવાં પ્રભુની પુષ્પ, જલ આદિથી પૂજા કરવાનું વિધાન પણ કરાય છે. આથી હિંસા-અહિંસાના પ્રકારો જણાવ્યા વિના, કયા સંદર્ભથી તેની હેયતા અને ઉપાદેયતા છે તે સમજાવ્યા વિના, એકાંતે હિંસા પાપ જ છે અને અહિંસા જ પરમ ધર્મ છે તેમ કહેવું, તે પણ ઉત્સુત્ર પ્રરૂપણા છે. સંદર્ભની વિચારણા વિનાનું કથન પણ ક્યારેક ઉત્સુત્ર બની શકે છે. જેમ કે, સાવઘાચાર્યના જીવનમાં એક પ્રસંગ બન્યો. અનાયાસે એક સ્ત્રીએ તેમના ચરણનો Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ સ્પર્શ કર્યો. સાવદ્યાચાર્ય તેને અધર્મ માનતા હતા, પરંતુ જ્યારે તેમના પ્રત્યે ઈર્ષ્યા અને દ્વેષ ધરાવતી અનેક વ્યક્તિઓએ પૂછ્યું કે ભગવંત ! સાધુને સ્ત્રીનો સ્પર્શ ચાલે ? ત્યારે શાસ્ત્રના પરમાર્થને સમજવા છતાં, ખૂબ વિચારણા કર્યા પછી પણ માન કષાયને આધીન બનેલા સાવઘાચાર્ય બોલ્યા, “જૈન દર્શનમાં ક્યાંય એકાંત નથી, સર્વત્ર અનેકાંત છે.” તેમનું આવું વચન સામાન્યથી સત્ય હોવા છતાં, આ પ્રસંગે તો અસત્ય સ્વરૂપ જ હતું; કેમ કે, સાધુને સ્ત્રીનો સ્પર્શ માત્ર પણ ત્યાજ્ય મનાયો છે. અનાયાસે ક્યાંક સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો પણ દોષ લાગે છે, તેનું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. માટે અનાયાસે થયેલો પણ આ સ્ત્રીનો સ્પર્શ કરવા યોગ્ય નથી તેમ કહેવું જોઈએ. તેના બદલે પોતાના બચાવ માટે બોલાયેલું આ વચન ઉત્સૂત્ર હતું, અને આ એક વચનના કારણે તેમણે અત્યંત પરિમિત કરેલા પોતાના સંસારને દીર્ઘકાલીન બનાવી દીધો હતો. ૧૮ ભરત મહારાજાના પુત્ર મરીચિએ સંયમજીવન સ્વીકાર્યું હતું. સંયમજીવનનાં કષ્ટોને સહન કરવાનું પોતાનું સામર્થ્ય ન જણાતાં તેમણે સંયમનો વેષ છોડી ત્રિદંડીનો વેષ સ્વીકાર્યો હતો. આમ છતાં પણ તેમને સંયમ પ્રત્યે અનહદ રાગ હતો. આ જ કારણથી તેઓ પોતાની પાસે આવનાર જિજ્ઞાસુ વ્યક્તિઓને સંયમજીવનની સુંદરતા સમજાવતા અને સંસારથી વિરક્ત કરી ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા લેવા મોકલતા હતા. એકવાર તેઓ માંદગીમાં સપડાયા ત્યારે તેમની સેવા કરે તેવું કોઈ તેમની પાસે ન હતું. સંજોગવશાત્ આવા સમયે કપિલ નામનો એક રાજકુમાર તેમની દેશના સાંભળવા આવ્યો. દેશના સાંભળી તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે સંયમજીવન સ્વીકારવા તત્પર બન્યો. હંમેશ મુજબ મરીચિએ તેને પ્રભુ પાસે દીક્ષા લેવા જણાવ્યું, પરંતુ કપિલને તો મરીચિ પાસે જ દીક્ષા લેવી હતી. તેથી તેણે મરીચિને માર્મિક પ્રશ્ન પૂછયો “ભગવંત ! ધર્મ કયાં ?” માંદગીના કારણે પરિચારકની ઇચ્છાથી મરીચિ અહીં ચૂક્યા અને જવાબ આપ્યો કે ‘પિત્ઝા, રૂત્થાપ પિ ।' ‘હું જે સંયમજીવનનું વર્ણન કરું છું તેનું જ પાલન ઋષભદેવ પ્રભુના શ્રમણ ભગવંતો કરે છે. તે સંયમજીવન પણ ધર્મ છે અને અહીં હું જે પાળું છું તે પણ ધર્મ છે.’ સામાન્યથી આ વાત સાચી છે, કેમ કે ધર્મ તો બંને સ્થળે છે, પરંતુ કપિલનો પ્રશ્ન હતો, આત્મહિતકર શ્રેષ્ઠ ધર્મ ક્યાં છે ? તેના સંદર્ભમાં ‘શ્રમણધર્મ જ શ્રેષ્ઠ 6- સાવઘાચાર્યનું દૃષ્ટાંત અને તેની વિશેષ વિગતો માટે જુઓ પ્રતિમા શતક ગા.નં. ૪૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૧૯ છે' તેમ કહેવાના બદલે ‘ત્યાં પણ ધર્મ છે અને અહીં પણ ધર્મ છે' તેમ કહેવું તે સંદર્ભથી શાસ્ત્રાનુસાર નહિ હોવાને કારણે ઉત્સુત્રરૂપ જ હતું. પરિણામે મરીચિનો અસંખ્યાત ભવ જેટલો સંસાર વધી ગયો. આ રીતે મોહ-મમત્વ કે કષાયને આધીન થઈ અનેક પ્રકારે ઉત્સુત્રભાષણ થવાની સંભાવના છે. ઘણીવાર આવું પણ કહેવામાં આવે છે કે, શું ઘરમાં રહી ધર્મ નથી થતો ? આજે સાધુપણામાં શું છે? વગેરે વાતો પણ ઉત્સુત્રરૂપ બને છે, અને આવા પ્રકારનું ઉસૂત્ર યાવતું અનંત સંસારનું કારણ પણ બની શકે છે. માટે જ આનંદઘનજી મહારાજાએ અનંતનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિહ્યું.” ઉત્સુત્ર ભાષણ જેટલું આ દુનિયામાં બીજું કોઈ મોટું, પાપ નથી, કેમ કે સર્વજ્ઞકથિત શાસ્ત્રોના એકેક વચનમાં અનંતા જીવોને તારવાની તાકાત છે. તેના પ્રત્યેક પદમાં અનંતા જીવોનું હિત-શ્રેય સમાયેલું છે. આવા શાસ્ત્રના વચનનો અપલાપ કરવો, પોતાને ન બેસતાં શાસ્ત્રવચનોને ઉડાડી દેવાં, આ આગમો સર્વજ્ઞકથિત નથી' એમ કહી શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધા કરાવવી વગેરે ઉત્સુત્ર પ્રરૂપણારૂપ છે. પ્રરૂપણાના વિષયમાં જેમ સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરવી તે ઉત્સુત્ર કહેવાય, તે જ રીતે ક્રિયાના વિષયમાં પણ સૂત્રાનુસાર ક્રિયા કરવામાં ન આવે તો અપેક્ષાએ તેને પણ ઉત્સુત્ર ક્રિયા કહી શકાય, અને આવી ઉત્સુત્ર ક્રિયા આત્મહિતમાં ચોક્કસ બાધક બની શકે. જેમ કે ધર્માનુષ્ઠાનરૂપ કોઈપણ ક્રિયા શાસ્ત્રમાં જે વિધિથી જે લક્ષ્ય રાખી જયણાપૂર્વક કરવાની કહી છે, તે વિધિ મુજબ કરાય તો તે ક્રિયા શાસ્ત્રાનુસારી ક્રિયા કહેવાય, અને વિશેષ કારણે ઔત્સર્ગિક ક્રિયાનો આદર અને બહુમાન જાળવી અપવાદમાર્ગે ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞા મુજબ ક્રિયા થાય તો તે પણ શાસ્ત્રાનુસારી છે; પરંતુ સ્વેચ્છાથી કોઈ વિશેષ કારણ વિના ગમે ત્યારે ગમે તે રીતે ક્રિયા કરાય તો તે ક્રિયા શાસ્ત્રાનુસારી ન કહેવાય. આવા પ્રકારનું ઉસૂત્ર કથન કે ક્રિયા અનંત સંસારનું કારણ પણ બની શકે છે. અનુપયોગથી કે અનાભોગથી ક્યારેક આવું પણ ઉત્સુત્ર ભાષણ સ્વજીવનમાં ક્યાંય થઈ ગયું હોય તો તેના પ્રત્યે અંતઃકરણથી અણગમો વ્યક્ત કરી જુગુપ્સાના પરિણામપૂર્વક આવા ઉત્સુત્ર ભાષણનું ગુરુભગવંત સમક્ષ આ શબ્દથી પ્રતિક્રમણ પૂર્વે અને પ્રતિક્રમણ દરમ્યાન પણ આલોચન અને પ્રાયશ્ચિત્ત કરવાનું છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ 8 સમ્મો - માર્ગથી વિરુદ્ધ જે આચરણ છે, તે ઉન્માર્ગ છે. સામાન્યથી, સૂત્રવિરુદ્ધ ક્રિયાને ઉન્માર્ગ’ ક્રિયા કહેવાય છે, તોપણ વિશેષથી વિચારતાં ઔદયિક ભાવ તે ઉન્માર્ગ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થતા સારા-નરસા ભાવોમાં કે નબળાં-સબળાં નિમિત્તોમાં રાગ-દ્વેષ કરવા કે ક્રોધાદિ કષાયને આધીન થવું તે ઉન્માર્ગ છે. આ ઉન્માર્ગથી બચવા સાધકે વિચારવું જોઈએ કે - “કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભાવો આગંતુક (બાહ્ય કે પરાયા) છે. કર્મ પૂરું થતાં તે ભાવો ચાલ્યા જવાના છે. કર્મના ઉદયથી જે જે નિમિત્તો મળ્યાં છે; તે મારા જ પૂર્વકૃત કર્મનું ફળ છે, મારી જ ભૂલનું આ પરિણામ છે. મારી જ ભૂલથી ઉત્પન્ન થયેલી આ પરિસ્થિતિમાં અણગમો કે અકળામણ ન કરતાં ક્ષમા રાખવી, તે મારું કર્તવ્ય છે. મારે રાગ, દ્વેષને આધીન ન થતાં મધ્યસ્થ રહેવું ઉચિત છે.” આમ વિચારી સારાં કે નરસાં નિમિત્તો પ્રત્યે ઉદાસીન એટલે કે અનાસક્ત રહેવાનો માધ્યસ્થભાવ કેળવવાનો જે 7- मार्गः क्षायोपशमिक भावः, ऊर्ध्वभावात् उन्मार्गः, क्षायोपशमिकभावेनौदयिकभावसङ्क्रम इत्यर्थः । - આવશ્યકનિર્યુક્તિ, હારિભદ્રીય ટીકા 8 - જીવને પ્રાપ્ત થતા ભાવો શાસ્ત્રમાં પાંચ પ્રકારના કહ્યા છે : ૧ - ક્ષાયિક, ૨ - ઔપશમિક, ૩ - ક્ષાયોપશમિક, ૪ - ઔદયિક અને ૫ - પારિણામિક. તેમાં – ૧ - ક્ષાયિક ભાવ : કર્મોના સર્વથા ક્ષયથી પ્રગટતા ભાવને ક્ષાયિક ભાવ કહેવાય છે. જેમ જળમાંથી કચરો નીકળી જતાં જળ નિર્મળ બને છે, તેમ આત્મામાં રહેલાં કર્મોનો સર્વથા ક્ષય થતાં આત્મા નિર્મળ બને છે અને અનંત જ્ઞાનાદિ ગુણસંપત્તિ પ્રગટ થાય છે. ૨ - ઓપશમિક ભાવ : શુભ અધ્યવસાય દ્વારા આત્મામાં વિદ્યમાન કર્મોને ઉદયમાં ન આવવા દેવાં તે ઉપશમ ભાવ છે. જેમ જળમાં કતકચૂર્ણ નાંખવાથી કચરો નીચે શમી જાય છે, તેમ કર્મનો ઉપશમ થવાથી થોડા સમય માટે આત્મા જે નિર્મળ ભાવવાળો બને છે, તેને ઔપમિક ભાવ કહેવાય છે. ૨૦ ૩ - ઓયિક ભાવ : કર્મના ઉદયથી પ્રાપ્ત થતા ક્રોધ, માન, માયા, લોભ કે રાગ, દ્વેષ આદિના પરિણામો તથા મનુષ્યાદિ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિ, રૂપાળું કે રૂપહીન શરીર, ધનવાન કે નિર્ધનપણું કે પ્રાપ્ત થતાં સારાં-નરસાં નિમિત્તો, તે ઔદયિક ભાવ છે. ૪ - ક્ષાયોપશમિક ભાવ : ઉદયમાં આવેલા કર્મનો વિપાક બતાવ્યા વગર ક્ષય કરવો અને ઉદયમાં નહીં આવેલા કર્મનો ઉપશમ કરવો તે ક્ષયોપશમ ભાવ છે. જેમ કે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ સામે આવતાં તેમાં રાગ-દ્વેષાદિ થવાની સંભાવના છે, પરંતુ તે વસ્તુ કે વ્યક્તિની વાસ્તવિકતાનો વિચાર કરી તેમાં રાગાદિ ભાવો ન થવા દેવા અથવા થતા અટકાવવા તે ક્ષાયોપશમિક ભાવ છે. કર્મોના ક્ષયોપશમથી જ વિનય, વિવેક, સશ્રદ્ધા, સજ્ઞાન, સચ્ચારિત્ર આદિ ગુણોનો વિકાસ થાય છે. ૫ - પારિણામિક ભાવ ઃ ભિન્ન ભિન્ન અવસ્થારૂપે પરિણામ પામતાં ભાવને પારિણામિક ભાવ કહેવાય છે. જેમકે ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ વગેરે... Page #38 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર પ્રયત્ન તે માર્ગ છે. ટૂંકમાં આ રીતે કર્મના ઉદયને નિષ્ફળ કરવાનો જે પ્રયત્ન તે ક્ષાયોપશમિક ભાવરૂપ માર્ગ છે, અને કર્મના ઉદયને આધીન થવું તે ઉન્માર્ગ છે. ૨૧ આ શબ્દ બોલતાં દિવસ દરમ્યાન કેવાં કેવાં નિમિત્તોમાં કયા કયા પ્રકારના કષાયો કર્યા ? કર્મથી પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં ક્યાં મોહ થવાથી મૂંઝાઈ જવાયું ? ક્યાં આસક્તિ કરી ? આ સર્વ વસ્તુને યાદ કરી, પુનઃ આવું ન થઈ જાય તેનો સંકલ્પ કરી, દુ:ખાર્દ્ર હૃદયે ગુરુભગવંત સમક્ષ તેની આલોચના કરવાની છે, કેમ કે ઉત્સૂત્ર પ્રરૂપણા અને ઉન્માર્ગ ગમન બંને ક્રિયાઓ આત્મા માટે ખૂબ ખતરનાક છે. અખો અગ્નિો - ન કલ્પે તેવું, આચાથી વિરુદ્ધ (અને) ન કરવા યોગ્ય (એવું જે આચરણ કર્યું હોય). સાધક જીવનમાં આહાર પાણી, વસ્ત્ર વગેરે જે જે વર્જ્ય ગણ્યાં છે તે અકલ્પ્ય છે અને આચારની દૃષ્ટિએ જે કરવા જેવું ન હોય તે અકરણીય છે. કલ્પ્સઅકથ્યનો વિભાગ, ગ્રહણ ક૨વાની વસ્તુને લાગુ પડે છે, અને કર્તવ્ય-અકર્તવ્યનો વિભાગ આચરણને લાગુ પડે છે, આવું સામાન્યથી વિચારતાં લાગે છે; પરંતુ આવશ્યકનિર્યુક્તિ વગેરેમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે ઃ શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તે અકલ્પ્ય છે, અને અકલ્પ્યનું કરવું તે અકરણીય છે. કલ્પ એટલે વિધિ, આચાર કે ચરણ-કરણરૂપ વ્યાપાર. તેને યોગ્ય તે કલ્પ્ય, અને તેને જે યોગ્ય ન હોય તે અકલ્પ્ય કહેવાય. એટલે જે વિધિથી, આચારથી કે ચારિત્ર અને ક્રિયાને લગતા નિયમોથી વિરુદ્ધ હોય તે અકલ્પ્ય છે, તે કરવું એ અકરણીય છે. 9 શાસ્ત્રમાં શ્રાવકને જે પદાર્થો ખાવાનો, પીવાનો, જોવાનો, સાંભળવાનો કે ઉપભોગ કરવાનો નિષેધ કર્યો હોય તે સર્વ શ્રાવક માટે અકલ્પ્ય છે. જેમ સાધુભગવંતો માટે આધાકર્મી આહાર અકલ્પ્ય છે, તેમ શ્રાવક માટે કંદમૂળ અનંતકાય કે અભક્ષ્ય આદિનું ભક્ષણ અકલ્પ્ય છે. અકલ્પ્ય એવાં કાર્યો મુમુક્ષુ માટે અકરણીય છે. આમ છતાં કષાયાદિને આધીન થઈને આવું કોઈ પણ કાર્ય કર્યું હોય તો આ શબ્દ બોલતાં તે કાર્યને સ્મૃતિમાં લાવી, તેનું પુનરાવર્તન ન થાય તેવો સંકલ્પ કરી ગુરુભગવંત સમક્ષ જે અકલ્પ્ય ગ્રહણ થયું હોય કે જે અકરણીય કાર્ય થયું હોય, તે બન્નેનું આલોચન કરવાનું છે. 9- ચરણ-કરણરૂપ વ્યાપારની વિશેષ સમજ સૂત્ર સંવેદના - ૪ વંદિત્તા સૂત્રની ગાથા નં. ૩૨ માંથી મળશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ સુરો' આદિ પદો વચ્ચેનો ભેદ પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આવશ્યકનિયુક્તિની ટીકામાં જણાવ્યું છે કે ‘૩સુતો’ મને, માણો અને અરળિક્નો : એ ચારે પદો વચ્ચે ક્રમિક કાર્યકારણભાવે છેસૂત્રવિરુદ્ધ જવાથી ઉન્માર્ગનું આચરણ થાય છે, આ ઉન્માર્ગના આચરણથી જ અકથ્ય ગ્રહણ કરવાનું બને છે, અને અકથ્ય ગ્રહણ કરવાથી જ અકરણીય આચરણ થાય છે. ભગવાને જેવું કહ્યું છે તેવું ન કરવું તે સૂત્રવિરુદ્ધ છે, તેના કારણે જ જીવ જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી દૂર ચાલ્યો જાય છે, જે ઉન્માર્ગ સ્વરૂપ છે. ઉન્માર્ગના કારણે જ જીવને પોતાની ભૂમિકામાં ન કલ્પે તેવા આહારાદિ ગ્રહણ કરવાનું મન થાય છે. અકથ્ય ગ્રહણ કરવાથી જ અકરણીય પ્રવૃત્તિ થાય છે. આમ ઉત્સુત્ર થી ઉન્માર્ગ અને ઉન્માર્ગથી અકલ્પનું ગ્રહણ અને તેનાથી જ અકરણીય પ્રવૃત્તિ થાય છે. જિજ્ઞાસા ઉસૂત્ર પ્રવૃત્તિ જ ઉન્માર્ગ બને છે, અને ઉન્માર્ગ જ અકથ્ય અને અકરણીય બને છે, તો અહીં માત્ર ‘સૂત્તો' એ એક જ શબ્દનો પ્રયોગ ન કરતાં ચારેય શબ્દોનો અલગ અલગ પ્રયોગ કેમ કર્યો ? તૃપ્તિઃ ઉત્સુત્ર આદિ ચારે પદો વચ્ચે કાર્ય-કારણભાવ હોવા છતાં ચારેય શબ્દોનો અલગ પ્રયોગ કરવાનું કારણ એવું લાગે છે કે ભલે ઉત્સુત્ર જ ઉન્માર્ગાદિ સ્વરૂપ બને છે, તોપણ અપેક્ષાએ આ ચારેય વચ્ચે ભેદ પણ છે. જેમ કે સૂત્રવિરુદ્ધ બોલવું તે ઉત્સુત્ર છે, ઔદયિક ભાવમાં આવીને પ્રવૃત્તિ કરવી કે માર્ગવિરુદ્ધ પ્રવૃત્તિ કરવી તે ઉન્માર્ગ છે, સાધુ કે શ્રાવકને જે કથ્ય નથી તેવી ચીજો લેવી કે તેનો ઉપયોગ કરવો તે અકથ્ય છે, અને સાધુ કે શ્રાવકને જે કરવા યોગ્ય નથી તેવી પ્રવૃત્તિ કરવી તે અકરણીય છે. આમ ચારેય વચ્ચે ભેદ પણ છે. આ ભેદને જણાવવા આ ચારેય પદો જુદાં મૂક્યાં હશે તેમ લાગે છે અથવા ઉત્સુત્ર જ ઉન્માર્ગાદિરૂપ બને છે તેમ બતાવી ઉત્સુત્ર પ્રવૃત્તિ કેટલી ભયંકર છે, તેનું ભાન કરાવવા આ ચાર અલગ-અલગ શબ્દોનો પ્રયોગ કર્યો હોય તેમ જણાય છે. છતાં આ અંગે વિશેષજ્ઞો વિચારે. એક અપેક્ષાએ ’ ૩ષ્મrો એ પદો દ્વારા મુખ્યતયા વાચિક, અને અષ્પો અરળિક્નો એ પદો દ્વારા કાયિક અતિચારો જણાવ્યા છે. 10 - हेतुहेतुमद्भावश्चात्र, यत एवोत्सूत्रः अत एवोन्मार्ग इत्यादि 11 - ૩જીસ્તાત્કાયિો વાવિ અધુના માનસમદ . - આવશ્યકનિર્યુક્તિ -આવશ્યકનિયુક્તિ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૨૩ હવે “દુન્નાગો આદિ બે પદોથી માનસિક અતિચારને બતાવતાં કહે છે – કુટ્ટાનો ત્રિવિતિ - દુષ્ટ ધ્યાન અને દુષ્ટ ચિંતનથી જે અતિચાર લાગ્યા હોય. સાધનામાં સૌથી વધારે મહત્ત્વ મનોયોગનું છે. મનોયોગ જો શુભ વિષયમાં પ્રવર્તે તો તેના દ્વારા સાધક ઉત્તરોત્તર ગુણનો વિકાસ કરતો છેક મોક્ષ સુધી પહોંચી શકે છે, અને જો મનોયોગ અશુભ વિષયમાં પ્રવર્તે તો તે દ્વારા સાધક પણ સાતમી નરક સુધી જઈ શકે છે. તેથી જેમ કાયિક અને વાચિક અતિચારોની આલોચના કરી તેમ મનોયોગ દ્વારા જે માનસિક અતિચારો લાગ્યા હોય તેની પણ આલોચના કરવાની છે. અલગ અલગ રીતે વપરાતા આ મનોયોગના શાસ્ત્રકારોએ મુખ્ય બે વિભાગો પાડ્યા છે : ૧. ધ્યાન અને ૨. ચિત્ત. તેમાં સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવાય છે અને ચલ અધ્યવસાય ને ચિત્ત કહેવાય છે. ચિત્ત વળી ભાવના, અનુપ્રેક્ષા અથવા ચિંતનું સ્વરૂપ હોય છે. કોઈ એક જ વિષયમાં મનની એકાગ્રતા કે મનને સ્થિરીકરણ તે ધ્યાન છે. એક જ વિષયને વારંવાર વિચારી તેનાથી મનને અને આત્માને ભાવિત કરવા યત્ન કરવો તે ભાવના છે. કોઈ પદાર્થને ખૂબ ઊંડાણથી વિચારવો, ખૂબ બારીકાઈથી જોવા યત્ન કરવો તે અનુપ્રેક્ષા છે, અને કોઈપણ વિષય સંબંધી વિવિધ વિચારણા કરવી તે ચિંતન છે. શુભ સ્થાનમાં પ્રવર્તતા ધ્યાન કે ભાવના આદિનો સમાવેશ શુભ ધ્યાન અને શુભ ચિંતનમાં કરેલ છે, અને અશુભ સ્થાનમાં પ્રવર્તતા ધ્યાન કે ભાવના આદિનો સમાવેશ દુર્બાન અને દુષ્ટ ચિંતનમાં કરેલ છે. શાસ્ત્રમાં દુર્ગાનના બે પ્રકારો બતાવ્યા છે : ૧. આર્તધ્યાન અને 12 - दुष्टध्यानं - दुनिं - आर्तरौद्रलक्षणं एकाग्रचित्ततया । दुष्टविचिन्तितो दुर्विचिन्तितः अशुभ एव चलचित्ततया । - હારિભદ્રીય આવશ્યકનિર્યુક્તિ जं थिरमज्झवसाणं तं झाणं, जं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा, अणुप्पेहा वा अहव ચિંતા રા - ધ્યાનશતક 13-A. આર્તધ્યાન - દુ:ખ કે પીડાને કારણે થતું ધ્યાન. તેના ચાર પ્રકાર છે : (1) ઈષ્ટસંયોગ - ઈષ્ટ વસ્તુને મેળવવા સતત ચાલતું એકાગ્ર ચિંતન કે ધ્યાન. (i) અનિષ્ટવિયોગ - અનિષ્ટ વસ્તુથી દૂર થવા થતું ચિંતન કે ધ્યાન. (i) રોગચિંતા - શરીરમાં રોગ ન થાઓ કે થયો હોય તો સતત તેને દૂર કરવા થતું ચિંતન - કે ધ્યાન. (iv) નિદાન - ધર્મના બદલામાં સાંસારિક સુખ મેળવવાની ઈચ્છાનું ચિંતન કે ધ્યાન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સૂત્રસંવેદના-૩ ૨. રૌદ્રધ્યાન. આ બન્ને પ્રકારના દુર્ગાનની પૂર્વમાં કે પશ્ચાતમાં તે જ વિષયમાં જે ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતા થાય છે તેનો સમાવેશ દુષ્ટ ચિંતનમાં કરાય છે. ઇષ્ટ વ્યક્તિ કે ઇષ્ટ વસ્તુ મેળવવાની ઇચ્છા, અનિષ્ટ વ્યક્તિ કે વસ્તુથી દૂર ભાગવાની ઇચ્છા, મારા શરીરમાં રોગ ન થાઓ, રોગ થયો હોય તો જલ્દી નાશ પામો આવી ઇચ્છા કે ધર્મના બદલામાં સાંસારિક સુખ મેળવવાની ઇચ્છા વગેરે ચિત્તની ચંચળતા ઉત્પન્ન કરનાર સર્વ ઇચ્છાઓ ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતન સ્વરૂપ હોય તો તે દુષ્ટ ચિંતન કહેવાય છે અને તેમાં મન સ્થિર થઈ જાય તો તેને દુષ્ટ ધ્યાન કહેવાય છે. જેના જીવનમાં ધર્મ પરિણામ ન પામ્યો હોય તેવા જીવોને નિરંતર આવી ઇચ્છાઓ થયા કરે છે. તેઓના મનમાં સતત એવા વિકલ્પો ઊડ્યા કરે છે કે અમુક પ્રિય વ્યક્તિને ક્યારે મળીશું ? આવા કંટાળાજનક અણગમતા માણસો અહીંથી ક્યારે ખસશે ? ગરમી કેટલી વધી છે ?, વરસાદ ક્યારે પડશે અને ઠંડક ક્યારે થશે ? કેરી ક્યારે મળશે ? ડૉક્ટર ક્યારે આવશે ? હું ક્યારે સાજો થઈશ ? અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ : આ બે કારણે જીવનું મન સતત આવા પ્રકારના વિચારોથી વ્યગ્ર હોય છે. આવા વિચારોમાં એકાગ્રતા આવતાં કે આવા ચિંતનમાં મન સ્થિર થઈ જતાં તે દુષ્ટ ચિંતન દુર્બાન એટલે કે આર્તધ્યાન સ્વરૂપ બની જાય છે. આ જ ઇચ્છાઓ જ્યારે વધુ પ્રબળ બને છે, ત્યારે જીવ વિવેક ચૂકી જાય છે. તે વખતે જો તેનામાં ક્રૂરતા આવી જાય, તો તે ઇચ્છાઓને સંતોષવા હિંસા, જૂઠ, ચોરી આદિના વિચારો પણ ચાલુ થઈ જાય છે, અને મને જ્યારે આવા વિચારોમાં એકાગ્ર બની જાય છે, ત્યારે તે વિચારણાઓ રૌદ્રધ્યાન સ્વરૂપ બની જાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બન્ને દુષ્ટ ધ્યાન છે, છતાં પણ આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધુ દુષ્ટ છે; કેમ કે રૌદ્રધ્યાનમાં પોતાના સુખ ખાતર સામી વ્યક્તિના B. રૌદ્રધ્યાન - હિંસાદિનું ક્રૂરતાવાળું ચિતન કે ધ્યાન. તેના ચાર પ્રકાર છે. (i) હિંસાનુબંધી - પોતાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર અન્યને મારવાનું, પીડા આપવાનું ચિંતન અગર ધ્યાન. (i) મૃષાનુબંધી - સ્વઈષ્ટને સાધવા જૂઠ બોલવા આદિના વિચારો કે ધ્યાન. (i) તેયાનુબંધી -ચોરી સંબંધી ચિંતન કે ધ્યાન. (iv) સંરક્ષણાનુબંધી - સંપત્તિ આદિના સંરક્ષણની સતત ચિંતા કે ધ્યાન. આર્ત - રૌદ્રધ્યાન વિષયક વિશેષ સમજ માટે જુઓ સૂ.સં. ભા.૪. આઠમા વ્રતની ગાથા રપમી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર દુઃખ, પીડાની યાવસ્ મૃત્યુ.સુધીની પણ દરકાર ૨ખાતી નથી. ‘સામેની વ્યક્તિ દુ:ખી થાય કે તેનું મૃત્યુ થાય તો ભલે થાય, મારું ધાર્યું થવું જોઈએ.' આવો ક્રૂરઘાતકી વિચાર રૌદ્રધ્યાનરૂપ બની જાય છે. ૨૫ આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ બને છે તો રૌદ્રધ્યાન નરકગતિનું કારણ બને છે. તેથી દિવસ સંબંધી પાપોનું આલોચન કરતાં સાધકે આવા આર્ત્ત કે રૌદ્ર ભાવોને વશ થઈને દિવસ દરમ્યાન તેનું ચિંતન કે ધ્યાન થયું હોય તો તેનું ખૂબ સૂક્ષ્મતાથી સ્મરણ કરવું જોઈએ. પુન: મન તેવા જ દુર્ધ્યાનમાં ફસાઈ ન જાય તે માટે સજાગ અને સાવધ બનવું જોઈએ. વળી થઈ ગયેલાં દુષ્ટચિંતન અને દુર્ધ્યાનના અનુબંધોથી બચવા, તેના સંસ્કારોનું ઉન્મૂલન કરવા પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે ગુરુભગવંત સમક્ષ આલોચના, પ્રતિક્રમણ આદિ કરી શુદ્ધ થવા પ્રયત્ન કરવો જોઈએ. મન, વચન, કાયાથી કયા અતિચારો થયા છે, તેની વિચારણા કરી. હવે તે અતિચારો કેવા છે, તે જણાવે છે - अणायारो अणिच्छिअव्वो असावग्गपाउग्गो ન ઈચ્છવા યોગ્ય, શ્રાવકને માટે અયોગ્ય (એવા અતિચાર). VA ન આચરવા યોગ્ય, ઉપર જણાવેલા ઉત્સૂત્ર, ઉન્માર્ગ, અકલ્પ્સ, અકરણીય, દુર્ધ્યાન અને દુષ્ટ ચિંતન: એ સર્વ અતિચારો શ્રાવક માટે કરવા યોગ્ય નથી, અને તેથી તે અનાચારરૂપ છે, અને તેથી જ તે લેશ પણ ઈચ્છવા યોગ્ય નથી, શ્રાવક માટે જરાપણ ઉચિત નથી સામાન્ય દૃષ્ટિથી વિચારતાં અનાચાર તેને કહેવાય કે જે આચરવા યોગ્ય ન હોય. વિશેષથી વિચારતાં જે કાર્ય કરવાથી જૈનશાસનની હીલના થાય, શાસનનું માલિન્ચ થાય, લોકદૃષ્ટિએ જે ખરાબ લાગે, તેવી ચોરી, હિંસા, પરદારાગમન વગેરે પ્રવૃત્તિઓ અનાચારરૂપ કહેવાય છે; કેમ કે, આવી પ્રવૃત્તિ કરતાં શ્રાવકને જોઈ લોકો તુરંત કહે છે કે ‘જૈન થઈને આવું કરે છે ? ધર્મ કરનારા આવા હોય ?' માટે ધર્મનિંદાના કારણરૂપ પ્રવૃત્તિ શ્રાવક માટે ત્યાજ્ય છે. આથી આવી પ્રવૃત્તિ શ્રાવક માટે અયોગ્ય પ્રવૃત્તિ કહેવાય છે. જે પ્રવૃત્તિ શ્રાવક માટે અયોગ્ય હોય તે અનાચાર હોય છે અને માટે તે ઈચ્છનીય પણ નથી હોતી. 14 - यत एवाश्रमणप्रायोग्य अत एवानाचारः, आचरणीय आचारः, न आचारः अनाचारः साधूनामनाचरणीयः, यत एव साधूनामनाचरणीयः अत एवानेष्टव्यः मनागपि मनसाऽपि न प्रार्थनीय इति । · આવશ્યક નિર્યુક્તિ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સૂત્રસંવેદના-૩ સામાન્યતઃ જૈનકુળમાં જન્મેલા અને જૈન સંસ્કારથી વાસિત થયેલા સાધકમાં આવા દોષોની સંભાવના નથી, તોપણ અનાદિના કુસંસ્કારો, પ્રબળ નિમિત્તો કે પ્રમાદાદિ દોષોને કારણે ક્વચિત્ આવું થયું હોય, તો પણ તે પાપ પ્રત્યે તીવ્ર પશ્ચાત્તાપ કરી, અણગમો અનુભવતાં, આ શબ્દ બોલી ગુરુ સમક્ષ આદ્ર હૃદયે આલોચના કરવાની છે. આ રીતે આલોચના કરવાથી તે પાપ જીવનમાં પુનઃ થવાની સંભાવના મંદ થઈ જાય છે. આ રીતે મન, વચન, કાયાથી કરેલા અતિચારોની આલોચના કરી. હવે જ્ઞાનાદિના વિષયમાં જે અતિચારો થયા છે તેની આલોચના કરતાં જણાવે છે - ના લંસ - જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં (જે અતિચાર લાગ્યો હોય). જ્ઞાન: જે વસ્તુ જેવી છે તેવી જાણવી તે સમ્યજ્ઞાન છે. આવા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞકથિત શાસ્ત્રના આધારે જ થાય છે. અન્ય ગ્રંથો દ્વારા જ્ઞાન મળે છે, પરંતુ તે સમ્યજ્ઞાન હોતું નથી. વળી, તેના દ્વારા અવાસ્તવિક સુખનો માર્ગ મળે છે, પણ વાસ્તવિક સુખનો માર્ગ મળી શકતો નથી. સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા જ્ઞાનની વૃદ્ધિ કરવા “નાણમિ સૂત્ર'માં તેના આઠ આચારો બતાવ્યા છે. આ આચારોનું પાલન ન કરવું કે તેનાથી વિપરીત વર્તન કરવું તે જ્ઞાનવિષયક અતિચાર છે. તદુપરાંત પાટી, પુસ્તક, પેન, સાપડો વગેરે જ્ઞાનપ્રાપ્તિનું સાધન હોવાથી તેને જેમ-તેમ વાપરવું, અસ્થાને મૂકવું તથા છતી શક્તિએ ભણવું નહિ, ભણેલું ભૂલી જવું, અશુદ્ધ ભણવું, બુદ્ધિ છતાં તે તે શબ્દના અર્થનું ઊંડું ચિંતન કરવું નહિ, ભણ્યા પછી તે જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરવો નહિ વગેરે પણ જ્ઞાનવિષયક અતિચારો છે. આ પદ બોલતાં આ સર્વ અતિચારોને યાદ કરી ગુરુભગવંત પાસે તેની આલોચના કરવાની છે. દર્શનઃ “સર્વજ્ઞ પરમાત્માએ જે પદાર્થ જેવો કહ્યો છે, તે તેવો જ છે આવી દૃઢ શ્રદ્ધા રાખીને તત્ત્વને તત્ત્વરૂપે અને અતત્ત્વને અતજ્વરૂપે જાણી સ્વીકાર કરવો, તે સમ્યગ્દર્શન છે. આ ગુણ પ્રાપ્ત થતાં વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. અને તેથી દેખીતો સુખમય સંસાર પણ પરિણામે દુઃખરૂપ હોઈ દુઃખમય લાગે છે. જેમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૨૭ જીવવાનું સદા છે અને જરૂરિયાતનું નામ માત્ર નથી, એવું મોક્ષનું સુખ જ સુખરૂપ લાગે છે. આ સુખમાં સહાયક થનારા સુદેવ, સુગુરુ અને સુધર્મ જ સ્વીકારવા યોગ્ય લાગે છે, અને આત્માનું અહિત કરનાર કુદેવ, કુગુરુ અને કુધર્મ છોડવા જેવા લાગે છે. સમ્યગ્દર્શનની હાજરીમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યગદર્શનથી યુક્ત ચારિત્ર જ મોક્ષનું કારણ બને છે. આથી જ મોક્ષાર્થી આત્માએ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને ટકાવવા અને તેને વધુ નિર્મળ કરવા “નાણંમિ સૂત્રમાં બતાવેલા સમ્યગ્દર્શનના આઠ આચારોનું સુયોગ્ય પાલન કરવું જોઈએ. આ ચારોનું પાલન ન કરવું તે દર્શનવિષયક આશાતના છે. તથા વંદિતુ' સૂત્રની પાંચમી ગાથામાં દર્શાવેલ મિથ્યાત્વના સ્થાનમાં જવું-આવવું, ઊભા રહેવું વગેરે અતિચારો તથા છઠ્ઠી ગાથામાં દર્શાવેલા શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, કુલિંગીઓની પ્રશંસા અને પરિચય આ પાંચેય અતિચારોનું - દોષોનું આસેવન કરવું તે સમ્યગુદર્શનના વિષયમાં અતિચાર છે. આ ઉપરાંત પ્રભુપ્રતિમાની, જિનમંદિરની, સ્થાપનાચાર્યની કે સમ્યગ્દષ્ટિ શ્રાવક-શ્રાવિકાની આશાતના કરવી; દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિની ઉપેક્ષા કરવી, શક્તિ છતાં તેના રક્ષણના ઉપાયો ન કરવા, સાધર્દિકની સાર-સંભાળ ન લેવી, આ દરેક દર્શનાચારના અતિચાર છે. ' આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન આવા જે જે અતિચારોનું સેવન થયું હોય, કર્યું હોય, તેને સ્મરણમાં લાવી, તેનું પુનરાવર્તન ન થાય તેવો સંકલ્પ કરી, ગુરુભગવંત સમક્ષ તેની આલોચના કરી આત્મશુદ્ધિ માટે યત્ન કરવાનો છે. વરિત્તારિત્ત - ચારિત્ર-અચારિત્રમાં અર્થાત્ દેશવિરતિરૂપ ચારિત્રના વિષયમાં, દેશચારિત્ર: તત્ત્વની શ્રદ્ધાવાળા શ્રાવકો મનથી તો સંસારથી વિરક્ત હોય છે, પણ સર્વસંયમની ઈચ્છાવાળા પણ હોય છે; આમ છતાં કર્મને આધીન તેઓ પાપપ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. શક્તિ અનુસાર તેઓ સ્થૂલથી પાપપ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. સામાન્ય રીતે જેટલા અંશમાં તેઓ પાપપ્રવૃત્તિઓનો ત્યાગ કરી શકતા નથી તેટલા અંશમાં તેમની અવિરતિ કહેવાય છે. માટે તેમનું ચારિત્ર ચારિત્ર-અચારિત્ર અર્થાત્ દેશચારિત્ર કે દેશવિરતિ કહેવાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ શ્રાવક ભલે ગમે તેટલી પાપપ્રવૃત્તિનો ત્યાગ કરે, સામાયિક કરે, પૌષધ કરે, ચૌદ નિયમો ધારે કે બાર વ્રતનો સ્વીકાર કરે, તોપણ તેનું ચારિત્ર સર્વવિરતિની અપેક્ષાએ તો એક અંશરૂપ હોઈ તેને દેશવિરતિ ચારિત્ર જ કહેવાય છે. સાધુની દયા ૨૦ વસાની જ્યારે શ્રાવકની માત્ર સવા વસાની હોય છે. દેશવિરતિ ચારિત્રનો સ્વીકાર કરનાર શ્રાવકે જયણાપ્રધાન જીવન જીવવું જોઈએ. બોલતાં, ચાલતાં, ખાતાં-પીતાં, કોઈપણ ક્રિયા કરતાં પોતાનાથી ખોટી હિંસા ન થઈ જાય, તેની સતત કાળજી રાખવી જોઈએ. આવી કાળજી રાખવા છતાં કોઈકવાર ઉપયોગના અભાવને કારણે કે પ્રમાદાદિ દોષોના કારણે દિવસ દરમ્યાન થયેલાં કાર્યોમાં જ્યાં જ્યાં જયણાનું લક્ષ્ય ન રખાયું હોય, બિનજરૂરી હિંસાથી બચવા માટે કાળજી ન રખાઈ હોય કે એકથી બાર પૈકીનાં જે વ્રતો જે સ્વરૂપે સ્વીકાર્યા હોય, તે વ્રતોમાં નાના મોટા જે પણ કોઈ દોષ લાગ્યા હોય તે સર્વ દેશવિરતિના વિષયમાં અતિચાર છે. અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે આ “વરિત્તારિત્તે' શબ્દના સ્થાને મહાવ્રતધારી શ્રમણ ભગવંતો રિ’ શબ્દ બોલે છે; કેમ કે, તેઓએ સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિના વિરામરૂપ સર્વવિરતિનો - પૂર્ણ ચારિત્ર ઘર્મનો સ્વીકાર કરેલ છે. દેશચારિત્રના વિષયમાં જે જે અતિચારો લાગ્યા હોય તેનું વિશેષ વર્ણન સૂત્રકાર આગળ ‘પંવષ્ટમપુત્રયા' આદિ પદો દ્વારા કરવાના છે. અહીં તો વરિત્તારિત્તે શબ્દથી સંગ્રહરૂપે સામાન્યથી દેશચારિત્રના અતિચારોનું આલોચન છે. આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રવિષયક લાગેલા અતિચારોની આલોચના કરી. હવે તે રત્નત્રયીને ભેદથી એટલે કે જુદા પ્રકારોથી યાદ કરી તેના અતિચારોની આલોચના કરે છે સુર સામા - શ્રુતના વિષયમાં અને સામાયિકના વિષયમાં. સુર - શ્રુતજ્ઞાનના વિષયમાં, ગુરુગમથી કે શાસ્ત્રાભ્યાસથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. જૈનશાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલુ રાખવામાં આ શ્રુતજ્ઞાન એક વિશિષ્ટ સાધન છે. ભગવાનની ગેરહાજરીમાં ભગવાન દ્વારા ઉચ્ચારાયેલા અને ગણધરો દ્વારા સૂત્રરૂપે ગૂંથાયેલા આ કૃતના સહારે આજે પણ અનેક જીવો સંસારસાગર 15. મધુના પેરેન વ્યવહે - જ્ઞાન, દર્શન, ચારિત્રને હવે ભેદથી એટલે પેટા પ્રકારોથી, જેમ કે જ્ઞાન સંબંધી કથન થઈ ગયું. હવે શ્રુતજ્ઞાન કહે છે. - આવશ્યકનિર્યુક્તિ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૨૯ તરી રહ્યા છે. આવા શ્રુતજ્ઞાનના વિષયમાં આગળ જણાવેલી જે કોઈ આશાતના થઈ હોય તેની આલોચના આ “સુર” શબ્દ દ્વારા કરવાની છે. આ “સુરપદે શ્રુતજ્ઞાન માટે છે, તોપણ આવશ્યકનિયુક્તિમાં જણાવ્યું છે કે તેના ઉપલક્ષણથી અહીં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન ગ્રહણ કરવાનાં છે. મતિજ્ઞાન આદિ પાંચે જ્ઞાનના વિષયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે કાંઈ પણ થયું હોય તો તે જ્ઞાનના વિષયમાં અતિચાર છે. સામાફ - સામાયિકના વિષયમાં, સામાયિક શબ્દથી અહીં સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક, બંનેને ગ્રહણ કરવાનાં છે. “સુણ' શબ્દથી સમ્યજ્ઞાન અને “સામા' શબ્દથી સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર, આમ આ બે શબ્દ દ્વારા મોક્ષના કારણરૂપ રત્નત્રયી ગ્રહણ થઈ જાય છે, અને તે વિષયમાં સેવાયેલા દોષોનું આલોચન આ પદ દ્વારા કરવાનું છે. તે દોષો કેવા પ્રકારના હોય તેનું વર્ણન પૂર્વે હંસો અને વરિત્તારિત્તે પદોમાં થઈ ગયું છે. હવે વિશેષરૂપે ભિન્ન ભિન્ન પ્રકારે ચારિત્રવિષયક અતિચારો બતાવે છેતિર્ધ્વગુત્તીvi - ત્રણ ગુપ્તિનું (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું “મિચ્છા મિ દુક્કડ') આત્મ-અહિતકર પ્રવૃત્તિથી નિવૃત્ત થવું અને આત્મ-હિતકર પ્રવૃત્તિમાં જોડાવું એ વ્યવહારથી ચારિત્ર છે, અને નિશ્ચય નયથી સ્વભાવમાં સ્થિરતા કે આત્મામાં રમણતા તે ચારિત્ર છે. આવા ચારિત્રના યથાયોગ્ય પાલન માટે મુનિભગવંતોએ સદા અને શ્રાવકોએ સામાયિક, પૌષધના કાળ દરમ્યાન, મન, વચન, કાયાના ગોપનરૂપ ગુપ્તિમાં રહેવું જોઈએ. જરૂ૨ વિના હાથ-પગનું હલન-ચલન, વાણીનો વ્યવહાર કે 16. શ્રુતવિષયક કેવા કેવા પ્રકારની આશાતના થાય છે, તેની સમજ “નાને' પદની વ્યાખ્યામાં તથા “નાન્નિ' સૂત્રમાં આપેલ છે. 17. ‘સુપ' ત્તિ કૃવિષય:, શ્રુતપ્રદ મત્યવિજ્ઞાનોપરુક્ષ, તત્ર વિપરીતરૂિ૫TI, મારુસ્વા ધ્યાયવિરતિવાર: સાહિત્ સંખ્યત્વસામયિવરિત્રઃ | - આવશ્યનિર્યુક્તિ 18- ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, પાંચ મહાવ્રત આદિનું વિશેષ વર્ણન “સૂત્ર-સંવેદના' ભાગ-૧, સૂત્ર-રમાંથી જોવું. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સૂત્રસંવેદના-૩ મનના વિચારો પણ કરવા ન જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે સાધનાના એક અંગરૂપે સમિતિના પાલનપૂર્વક મન, વચન, કાયાનું પ્રવર્તન કરવું જોઈએ. આમ છતાં અનાદિકાળના કુસંસ્કારોને કારણે, નિમિત્ત મળતાં મન અને ઇન્દ્રિયો ઘણીવાર ચંચળ બની જાય છે, સાધના જીવનમાં બાધક બને તેવા વિચારો આવી જાય છે. જેમ કે, અવાજ આવતાં જ વિચાર આવે છે કે “કોણ આવ્યું છે ? શું કહે છે? કોની વાત કરે છે ?' આવા નિરર્થક વિચારો એકાગ્ર મનથી થતી આત્મસાધક ક્રિયામાં બાધક બને છે. આથી આવો બિનજરૂરી મનોવ્યાપાર મનોગુપ્તિમાં અતિચારરૂપ બને છે. એ જ રીતે વાતોના રસના કારણે બિનજરૂરી બોલવું, જરૂરી પણ સામાયિકના ઉપયોગ વિના બોલવું, મોઢે મુહપત્તિ રાખ્યા વિના બોલવું, વગેરે વચનગુપ્તિના અતિચારરૂપ છે. વળી, મોક્ષની સાધના કરતા સાધકે પોતાના શરીરને સંગોપીને રાખવું જોઈએ. જરૂર વિના હાથ-પગ તો શું પરંતુ આંખની કીકી પણ ન ફરકે તેવું ધ્યાન રાખવું જોઈએ. આમ છતાં કાયાની કટિલતા અને ઇન્દ્રિયોની ચંચળતાના કારણે ભગવાનની આજ્ઞાનો વિચાર કર્યા વિના બિનજરૂરી, યથા-તથા કાયાનું પ્રવર્તન તે કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિમાં અતિચારરૂપ છે. આ રીતે મન, વચન, કાયાની ગુપ્તિવિષયક જે કોઈ અતિચાર લાગ્યો હોય તેને યાદ કરી, ગુરુભગવંત પાસે તેનું આલોચન કરી, પુનઃ તેવું ન થાય તેનું ધ્યાન રાખી આ પદનું ઉચ્ચારણ કરવું જોઈએ. વહેં-વસાવા - ચાર કષાયોનું, (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું મિચ્છા મિ દુક્કડં) ક્રોધ, માન, માયા અને લોભ : આ ચાર કષાયો કર્મના ઉદયથી થનારા આત્માના વિકારો છે. તે ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ આદિ આત્મિક ગુણોનો નાશ કરે છે અને અસહિષ્ણુતા, અહંકાર, કપટ, અસંતોષ આદિ દોષો પ્રગટાવી આત્માને દુ:ખી કરે છે. આથી આત્મિક સુખ પામવાની ઇચ્છા ધરાવતા પ્રત્યેક સાધકે કષાયોનું દમન, શમન અને અંતે કષાયોનો સંપૂર્ણ નાશ કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. તે માટે યોગશાસ્ત્ર આદિ ગ્રંથોનો સહારો લઈ શુભ ભાવનાઓથી હૃદયને ભાવિત કરવું જોઈએ, જેથી નિમિત્ત મળવા છતાં પણ કષાયો ચિત્ત ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી આત્માનું અહિત ન કરે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૩૧ કષાયોનો નાશ કરવાનો પ્રયત્ન હોવા છતાં સાધક અવસ્થામાં નિમિત્ત મળતાં ક્યારેક કષાયો ઊઠે છે અને સાધકને પોતે સ્વીકારેલા વ્રત-નિયમ આદિની મર્યાદા ચુકાવે છે. • આ રીતે કષાયોને કારણે વ્રતાદિનું ખંડન થાય છે, તે તો સમજાય તેવું છે; પરંતુ આ પદ દ્વારા કષાયોથી થતું વ્રતાદિના ખંડનનું “ મિચ્છા મિ દુક્કડ' આપવાનું નથી પણ કષાયોનું જે ખંડન થયું હોય તેનું “મિચ્છા મિ દુક્કડ' આપવાનું છે. તેથી પ્રશ્ન થાય કે કષાયોનું ખંડન વળી કેવી રીતે થાય ? આનું સ્પષ્ટીકરણ આવશ્યકનિયુક્તિદીપિકા, યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં કરેલ છે. તેમાં ધર્મસંગ્રહના કર્તા પ.પૂ. માનવિજયજી મહારાજે જણાવ્યું છે કે પ્રતિષિદ્ધ કષાયનું કરણ, કરવા યોગ્ય કષાયનું અકરણ, કષાયના સ્વરૂપ પ્રત્યે અશ્રદ્ધા અને તે સંબંધી વિપરીત પ્રરૂપણા: આ સર્વે કષાયોના ખંડન સ્વરૂપ છે અને તેથી અકરણીય છે. જેમ કે, સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ શિષ્યની સારણા-વારણા આદિ કરવાના અવસરે ક્યારેક ક્રોધ કરવો પડે, અથવા નિમિત્તાધીન બની તેમનાથી પણ જ્યારે ક્રોધાદિ કષાયો થઈ જાય ત્યારે પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે પોતાની ભૂમિકામાં માત્ર સંજ્વલન કષાયો જ સંતવ્ય કહેવાય. ક્યારેક જો આ મર્યાદા ચુકાઈ જાય અને કષાયોની તીવ્રતા વધી જાય અને તે કષાયો જો પ્રત્યાખ્યાનીય કે અપ્રત્યાખ્યાનીય કક્ષાના બની જાય તો તે પ્રતિષિદ્ધ કષાયના કરણ સ્વરૂપે કષાયોનું ખંડન કહેવાય. તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે કરવા પડે અને કષાયો કરે કે નિમિત્ત મળતાં કષાયો થઈ જાય, તો તેમની ભૂમિકા પ્રમાણે પ્રત્યાખ્યાનય કે અપ્રત્યાખ્યાન કષાયો જ ક્ષેતવ્ય છે. તેનાથી નીચે ઊતરી જવાય અને જો એનંતાનુબંધી કષાય થઈ જાય તો તે પણ ન કરવા યોગ્ય કષાયો કરાયા હોવાથી તે પણ પ્રતિષિદ્ધના કરણ સ્વરૂપે કષાયોનું ખંડન છે. કાંટો જેમ કાંટાથી જ નીકળી શકે છે, તેમ અમુક ભૂમિકામાં કષાયોના નાશ માટે કષાયોનો જ સહારો લેવો પડે છે. આવા કષાયોને કરવા યોગ્ય કષાયો અથવા પ્રશસ્ત કષાયો કહેવાય છે. શાસ્ત્રકારોએ અમુક ભૂમિકામાં તો આવા કષાયો કરવાનું વિધાન કર્યુ છે. જેમ કે, સંસાર, સંસારની સામગ્રી અને સંસારના સંબંધોના રોગને તોડવા શ્રાવક-શ્રાવિકાઓને દેવ-ગુરુ-ધર્મ અને ધર્મની સામગ્રી પ્રત્યે રાગ કરવા યોગ્ય છે. સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ અતત્ત્વ પ્રત્યેના રાગને Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ કાઢવા તત્વ પ્રત્યેનો રાગ તથા રુચિ વધારવાના છે, અને અતત્ત્વ પ્રત્યે અરુચિઅણગમો કરવાનો છે. આ રીતે ભૂમિકા અનુસાર પ્રશસ્ત રાગ-દ્વેષ ન કરવા, તે ક૨વા યોગ્ય કષાયો ન કરવા સ્વરૂપે કષાયોનું ખંડન છે. ૩૨ કષાયો હેય છે, આત્મા માટે અહિતકારી છે તેમ શાસ્ત્રકારો કહે છે, છતાં પણ કષાયોને તેવા ન માનવા; આખી દુનિયા કષાયોથી જ ચાલે છે, કષાયોની સફળતામાં જ આનંદ છે, તેની જ વૃદ્ધિ માટે દુનિયા મહેનત કરે છે, માટે આ કષાયો કંઈ છોડવા જેવા નથી - આવું માની ભગવાને કષાયોને જેવા કહ્યા છે તેવા ન માનવા એ કષાયો પ્રત્યેની અશ્રદ્ધા સ્વરૂપે કષાયોનું ખંડન છે. લાંબું વિચાર્યા વગર વાત વાતમાં એવું કહેવું કે, ‘સંસારમાં રહેવું હોય તો રાગ તો કરવો પડે, નહીં તો સંસારમાં મજા શું ? દરેકને અંકુશમાં રાખવા હોય તો ક્રોધ તો કરવો જોઈએ, દુનિયામાં હોશિયાર ગણાવું હોય તો સિફતથી માયા કરતાં તો આવડવી જ જોઈએ, દુનિયામાં સર્વત્ર પૈસાનું જોર ચાલે છે માટે વિપુલ પ્રમાણમાં ધન હોવું જરૂરી છે, માન ન હોવું જોઈએ પણ સ્વાભિમાન તો હોવું જોઈએ' - આવી વાતો કરવી કે કોઈને આવું સમજાવવું તે કષાયો સંબંધી વિપરીત પ્રરૂપણા છે. આવી વિપરીત પ્રરૂપણા પણ કષાયોનું ખંડન છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન જે કષાયો નથી કરવાના તે કષાયો વારંવાર કર્યા હોય, દેવ-ગુરુ આદિની પ્રીતિરૂપ જે કષાયો કરવા યોગ્ય હોય તેની ઉપેક્ષા કરી હોય, પ્રતિષિદ્ધ કષાયોને ક૨વા યોગ્ય માની તેને સતત પાળ્યા અને પોષ્યા હોય, કષાયોની બાબતમાં અનેક રીતે વિપરીત ઉપદેશ આપ્યો હોય, તે સર્વ પ્રકારના કષાયો સંબંધી થયેલા દોષોને સ્મરણમાં લાવી, તે દોષોનું પુનઃ પુનઃ સેવન ન થાય તે રીતે તેનું ‘મિચ્છા મિ દુક્કડં’ આપવાનું છે. પંચમભુત્ત્વવાળ – પાંચ અણુવ્રતોનું, (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું મિચ્છા મિ દુક્કડં) 19- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બારેબાર વ્રતનું સ્વરૂપ ‘વંદિત્તુ॰ સૂત્ર’માંથી જોઈ લેવું. વિસ્તારના ભયથી અહીં લીધું નથી. સાધુ-સાધ્વીજી ભગવંતો માટે અહીંથી આ સૂત્ર અલગ પડે છે. તેમાં ‘પંચદં મહવ્વયાળ, છઠ્ઠું जीवनिकायाणं, सत्तण्हं पिण्डेसणाणं, अट्ठण्हं पवयणमाउणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे સમળધમ્મે, સમળાનું નોવાળ' આવો પાઠ છે. તેઓ પાંચ મહાવ્રત,છ જીવનિકાય, સાત પ્રકારની અન્ન-પાણીની એષણા, આઠ પ્રવચનની માતા,નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ અને દશ પ્રકારના શ્રમણ ધર્મમાં જે કોઈ ખંડન-વિરાધન થયું હોય તેનું ‘મિચ્છામિ દુક્કડં’આ શબ્દો દ્વારા આપે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૩૩ સ્થૂલથી હિંસા વિરમણ, જૂઠ વિરમણ, ચોરી વિરમણ, સ્વદારાસંતોષ અને મૈથુન વિરમણ તથા “પરિગ્રહના પરિમાણનો નિયમ કરવો તે પાંચ અણુવ્રતો છે. તિËપુર્બિયા - ત્રણ પ્રકારના ગુણવ્રતોનું, (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું મિચ્છા મિ દુક્કડં) અણુવ્રતોને ગુણ કરનાર વ્રતને ગુણવ્રત કહેવાય છે. ૧ - દિશાનું પરિમાણ કરવું અર્થાત્ દરેક દિશામાં જવા-આવવાની સીમા નિર્ધારિત કરવી. ૨ – ભોગઉપભોગની સામગ્રીમાં નિયમન કરવું. ૩ - અનર્થદંડનો ત્યાગ કરવો અર્થાત્ જેમાં આત્મા નિષ્કારણ દંડાય એવી ક્રિયાનો ત્યાગ કરવો : આ ત્રણ ગુણવ્રત છે. ૨૩ખું સિવઘાવિયા - ચાર પ્રકારના શિક્ષાવ્રતનું (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું મિચ્છા મિ દુક્કડં) સંયમજીવનનું શિક્ષણ-શિક્ષા જેનાથી પ્રાપ્ત થાય તેને શિક્ષાવ્રત કહેવાય છે. સર્વવિરતિને ઝંખતો શ્રાવક પોતાની અનુકૂળતા મુજબ ૧ - સામાયિક, ૨ – દેશાવગાસિક, ૩ - પૌષધોપવાસ અને ૪ - અતિથિસંવિભાગ : આ ચાર વ્રતોને સ્વીકારતો હોય છે. શક્તિ છતાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોનો સ્વીકાર ના કર્યો હોય, સ્વીકારીને તેનું યથાયોગ્ય પાલન ન કર્યું હોય, તેમ જ તેનું સ્મરણ પણ ન કર્યું હોય તે સર્વ, વ્રતવિષયક અતિચાર છે. बारसविहस्स सावगधम्मस्स जं खंडिअंजं विराहिअंतस्स मिच्छा મિ સુવુિં* - બાર પ્રકારના શ્રાવકધર્મનું જે કાંઈ ખંડન કે વિરાધન કર્યું હોય તેનું (હે ભગવંત !) હું મિચ્છા મિ દુક્કડ' દઉં છું. ગ્રહણ કરેલા વ્રત, નિયમ કે પ્રતિજ્ઞાનો આંશિક ભંગ તે ખંડના છે, અને સર્વથા ભંગ તે વિરાધના' છે. જેમ કે, સામાયિકવ્રતનો સ્વીકાર કરીને શ્રાવકે સ્વાધ્યાયાદિમાં જ રત રહેવું જોઈએ. સ્વાધ્યાયમાં રત એવા શ્રાવકને પણ 20 - મિચ્છામિ દુક્ષ૬ નો વિશેષ અર્થ “સૂત્ર સંવેદના' ભા. ૧માંથી સૂત્ર નં. ૫માં જોવો. 21 - यत्खण्डितं देशतो भग्नं विराधितं सुतरां भग्नं न पुनरभावमापादितं । - આવશ્યકનિર્યુક્તિ Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ અનાભોગથી કે સહસાત્કારથી સંસારની કોઈ ક્રિયાનું સ્મરણ થઈ આવે અથવા બિનજરૂરી વાતચીતમાં મન ચાલ્યું જાય કે જેના કારણે સમભાવની વૃદ્ધિ અર્થે કરેલ સામાયિકમાં સ્ખલના થાય કે દોષ લાગી જાય, તેવી પ્રવૃત્તિઓ વ્રતખંડનરૂપ છે. ૩૪ ‘હું સામાયિકમાં છું’ ‘નિરર્થક વાતો ક૨વાથી મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય' – આવું જાણવા છતાં મજેથી વિકથામાં જોડાવું, કે પાણી, અગ્નિ, વાયુ આદિની વિરાધના થાય તેવી પ્રવૃત્તિ કરવી તે વિરાધના છે. ટૂંકમાં અનાભોગ કે સહસાત્કારથી સાવઘનું સ્મરણ કે તેમાં પ્રવર્તન તે ખંડન છે, અને જાણી જોઈને વ્રતની ઉપેક્ષા કરી અનુચિત વર્તન કરવું તે વિરાધના છે, અને પ્રતિજ્ઞાનો પૂર્ણ ભંગ થાય તેવી પ્રવૃત્તિ ક૨વી તે વ્રતભંગ છે. કોઈપણ વ્રતમાં અનાભોગથી કે પ્રમાદાદિ દોષને કારણે જે ખંડનાવિરાધના થઈ હોય તેનું આ રીતે આલોચના અને પ્રતિક્રમણ દ્વારા ‘મિચ્છા મિ દુક્કડં' આપવાનું છે, અને વ્રતભંગ થયો હોય તેનું પ્રાયશ્ચિત્ત વિશેષ પ્રકારે ગુરુભગવંત પાસે ક૨વાનું છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ તાણંમિ દંસણમ્મિ સૂત્ર નાણંમિ હંસણમ્મિ સૂત્ર OCCO ૩૫ સૂત્ર પરિચય : મોક્ષનો અનન્ય ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી છે. આ રત્નત્રયીની પ્રાપ્તિ અને વૃદ્ધિ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ આચારના પાલનથી થાય છે. આથી સાધુભગવંતો સતત અને શ્રાવકો સમય અને શક્તિની સાનુકૂળતા મુજબ આ જ્ઞાનાચાર આદિ પાંચ આચારોનું પાલન કરે છે. આ પાંચે આચારોનું પાલન ન કરવું કે વિપરીત પાલન કરવું તે જ્ઞાનાદિ ગુણોમાં વિઘ્નકા૨ક બને છે. આ કારણે પ્રતિક્રમણ કરતી વખતે શ્રાવકો આ સૂત્રની એક એક ગાંથાના માધ્યમે પાંચે આચારમાં કયા કયા અતિચારો (દોષો) લાગ્યા તેનું ચિંતન કરે છે. તેથી આ સૂત્ર ‘અતિચાર આલોચના' સૂત્ર પણ કહેવાય છે. સામાન્યથી નિયમ એવો છે કે સદ્ આચારો વિના સવિચાર ટકતા નથી અને સવિચા૨ વિના સદ્ગુણોની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ સદ્ગુણોની પ્રાપ્તિ માટે અનેક ધર્મશાસ્ત્રોમાં અનેક પ્રકારની સત્પ્રવૃત્તિઓ બતાવવામાં આવી છે; પરંતુ મોક્ષમાર્ગને અનુરૂપ જે આચારો જૈનશાસ્ત્રોમાં બતાવ્યા છે, તેવા આચારો બીજે ક્યાંય જોવા મળતા નથી. આચાર કોને કહેવાય ? અને સામાન્યથી આચારો કેટલા છે ? તેનો નામ સાથે ઉલ્લેખ આ સૂત્રની પ્રથમ ગાથામાં ક૨વામાં આવ્યો છે. ધનની રુચિવાળાને જેમ ધનસંબંધી વાતો પ્રીતિ ઉપજાવે છે, તેમ મોક્ષ પ્રત્યે રુચિ ધરાવનારને આ આચારોનાં નામ પણ આનંદદાયી લાગે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ મોક્ષના મહાસુખને માણવા સૌ પ્રથમ મોક્ષ શું છે? તેમાં બાધક તત્ત્વો કયાં છે ? તેની જાણકારી અનિવાર્ય છે. મોક્ષ એટલે બીજું કાંઈ નહિ, આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ.. આપણો આત્મા પણ અતીન્દ્રિય છે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં બાધક બને તેવાં તત્ત્વો પણ અતીન્દ્રિય છે. અતિન્દ્રિય એવા આ પદાર્થોનું જ્ઞાન સર્વજ્ઞભગવંતના શાસ્ત્ર વિના ક્યાંય મળતું નથી. આ શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે જે સત્યવૃત્તિ કરવી જરૂરી છે તેનું નામ જ્ઞાનાચાર છે. આ સત્યવૃત્તિના સામાન્યથી આઠ પ્રકારો છે, જે આ સૂત્રની બીજી ગાથામાં બતાવવામાં આવ્યા છે. આ આચારોના માધ્યમે શાસ્ત્રજ્ઞાન મેળવ્યા પછી પણ તે જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા અતિ જરૂરી છે. શ્રદ્ધા વિનાનું અનેક શાસ્ત્રોનું જ્ઞાન પણ શ્રેયમાર્ગે આગળ વધવા દેતું નથી. શ્રદ્ધા વિનાનું જ્ઞાન સજ્ઞાન બનતું નથી. આથી આ શ્રદ્ધાને પ્રાપ્ત કરવા અને વધુ દૃઢ કરવા જે આચારોનું પાલન કરવું જરૂરી છે, તેને દર્શનાચાર કહેવાય છે. તેના આઠ પ્રકારો આ સૂત્રની ત્રીજી ગાથામાં બતાવવામાં આવ્યા છે. ' જ્ઞાન અને શ્રદ્ધા પ્રાપ્ત થયા પછી પણ જ્યાં સુધી મન અને ઇન્દ્રિયોને ખોટા માર્ગેથી પાછાં વાળી, સુખકારક સંયમના માર્ગમાં સ્થિર કરવામાં ન આવે, ત્યાં સુધી મોક્ષના સુખની ઝાંખી પણ થઈ શકતી નથી. મોક્ષના આંશિક સુખને માણવા, મન-ઇન્દ્રિયને સ્થિર કરી આત્માભિમુખ બનાવવા, જે આચારોનું પાલન કરવું જરૂરી છે, તેને ચારિત્રાચાર કહેવાય છે અને તેના આઠ પ્રકારનું વર્ણન આ સૂત્રની ચોથી ગાથામાં કરવામાં આવ્યું છે. ચારિત્રનો એક વિશેષ પ્રકાર તપ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : તપસી નિર્જરા ' અર્થાત્ તપ કરવાથી કર્મના સંવર અને નિર્જરા થાય છે. મોક્ષમાર્ગમાં બાધક તત્ત્વોનો વિનાશ અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ આ તપ દ્વારા થાય છે. આ તપ કઈ રીતે અને કેવા ભાવથી કરવો જોઈએ, તે વાત પાંચમી ગાથામાં જણાવી છે. વળી આ તપધર્મના બાહ્ય અને અંતરંગ પ્રકારોનું વર્ણન આ સૂત્રની છઠ્ઠી અને સાતમી ગાથામાં કર્યું છે. - તન, મન અને ધનની શક્તિના સદ્ભય વિના આ એક પણ આચારનું પાલન શક્ય નથી. પાંચે આચારમાં આ શક્તિનો વપરાશ કઈ રીતે કરવો અને કેટલો કરવો, તે બતાવતા આચારનું નામ વીર્યાચાર છે. આ વીર્યાચારના પૂર્ણ પાલનપૂર્વક જ્ઞાનાદિ ગુણો માટે યત્ન થાય તો તે તે ગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ સારી રીતે થઈ શકે છે. આથી સર્વ ગુણોને પ્રાપ્ત કરવા માટે આ આચારને સારી રીતે સમજી, તેનું Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ નારંમિ દંસણમિ સૂત્ર પાલન કરવું અનિવાર્ય બને છે. પાંચે આચારોમાં વ્યાપક એવા વીર્યાચારનું વર્ણન આઠમી ગાથામાં છે. આ રીતે આઠ ગાથાથી બનેલા આ સૂત્રના માધ્યમે પાંચે આચારોને જાણવા જોઈએ. જાણીને તેને શક્તિ અનુસાર બરાબર આરાધવા-પાળવા જોઈએ. જેમ જેમ આ આચારોનું પાલન થશે, તેમ તેમ આત્મિક ગુણો વૃદ્ધિમાન અને નિર્મળ થશે, અન્યથા તેમાં મલિનતા આવી જશે. આ મલિનતાને ટાળવા માટે સાધક પ્રતિક્રમણ કરતી વખતે કાયાને સ્થિર કરી, મૌન ધારણ કરી, મનને એકાગ્ર કરી, કાયોત્સર્ગમાં આ સૂત્રના પ્રત્યેક પદ ઉપર ઊંડું આલોચન કરે છે. દિવસભરની પ્રવૃત્તિ ઉપર દૃષ્ટિપાત કરે છે અને ક્યાં આ આચારો ચુકાયા કે વિપરીત આચરાયા તેને યાદ કરે છે. જ્યાં દોષની સંભાવના જણાય છે, તેને ધારી રાખે છે અને પ્રતિક્રમણના તે તે અવસરે તે તે દોષો પુન: ન લેવાય તેવા ભાવપૂર્વક, તે દોષોથી મુક્ત થવા યત્ન કરે છે. આ સૂત્રમાં બતાવેલા પાંચ આચારોના એક એક પેટા પ્રકારને જણાવવા માટે પણ મહાપુરુષોએ અનેક ગ્રંથો લખ્યા છે. જેમ કે, અનશન નામના તપની સમજ માટે પચ્ચખાણભાષ્ય, ધ્યાન માટેની વિગતને જણાવવા માટે ધ્યાનશતક, કાયોત્સર્ગની સમજ માટે કાયોત્સર્ગનિર્યુક્તિ વગેરે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો રચાયેલા છે અને ગુજરાતી વગેરે ભાષામાં પણ અનેક પુસ્તકો લખાયેલાં છે. આ સૂત્રમાં તો દરેક આચારની વાતો ખૂબ જ સંક્ષેપમાં જણાવી છે, વિશેષ જાણવાની ઈચ્છાવાળા સાધકોએ આચારપ્રદીપ વગેરે તે તે ગ્રંથોમાંથી જોવું. આ ગાથાઓ શ્રીભદ્રબાહુસ્વામીજીએ રચેલી દશવૈકાલિકની “નિર્યુક્તિ'માં મળે છે. તેના ઉપર તાર્કિક શિરોમણિ પ. પૂ. આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ટીકા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઉત્તરાધ્યયનસૂત્રની ત્રણ ગાથાઓ પણ આ સૂત્રની ૩, ૬ અને ૭મી ગાથાને મળતી આવે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ३८ सूत्रसंवेदना - 3 भूण सूत्र : नाणम्मि दंसणम्मि अ, चरणम्मि तवम्मि तह य वीरियम्मि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ।। १ ।। काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । वंजण - अत्थ-तदुभए, अट्ठविहो नाणमायारो ।।२।। निस्संकिअ निक्कंखिअ, निव्वितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह - थिरीकरणे, वच्छल्ल - पभावणे अट्ठ ।।३।। पणिहाण- जोग- जुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ॥४॥ बारसविहम्मि वि तवे, सब्भितर बाहिरे कुसल - दिट्ठे । अगिलाइ अणाजीवी, नायव्वो सो तवायारी ॥ ५ ॥ अणसणमूणोअरिआ, वित्ती - संखेवणं रस-चाओ । काय - किलेसो संलीणया य बज्झो तवो होइ || ६ || पायच्छित्तं विणओ, वेयावचं तहेव सज्झाओ । झाणं उस्सग्गो विअ, अब्भितरओ तवो होइ ।।७।। अणिगूहिअ - बल-वीरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथामं, नायव्वो वीरिआयारो ॥ ८ ॥ नोध : : આ સૂત્રમાં વાચકની સુલભતા ખાતર અન્વય સહિત સંસ્કૃત છાયા અને ગાથાર્થ પ્રત્યેક ગાથા સાથે જ આપેલ છે. ५६-३२, संपा-३२, अक्ष२-२८४ * પાઈય શબ્દાનુશાસનના સમાસને લગતા નિયમને લઈને રૂ નો ર્ફે થયો છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૩૯ ગાથા : नाणम्मि दंसणम्मि अ, चरणम्मि तवम्मि तह य वीरियम्मि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ।।१।। અન્વય સહિત સંસ્કૃત છાયા ? ज्ञाने दर्शने च चरणे, तपसि तथा च वीर्ये । आचरणं आचारः, इति एष पञ्चधा भणितः ।।१।। ગાથાર્થ : જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, ચારિત્રના વિષયમાં, તપના વિષયમાં તથા વીર્યના વિષયમાં જે આચરણ તે જ (જ્ઞાનાદિ) આચાર છે. આ પ્રમાણે આ આચાર પાંચ પ્રકારનો છે. વિશેષાર્થ : '. જ્ઞાનાદિ પાંચે ગુણોને પ્રગટ કરવાના બાહ્ય તથા આંતરિક સમ્યફ પ્રયત્નને જ્ઞાનાચાર આદિ પાંચ આચારો કહેવાય છે. તે આ પ્રમાણે – ૧ - જ્ઞાનાચારઃ જેના દ્વારા આત્મકલ્યાણનો માર્ગ જાણી શકાય, મોક્ષમાર્ગના ઉપાયોનો બોધ થાય, તે જ્ઞાન છે. આ જ્ઞાનગુણને પ્રગટ કરવા અને પ્રગટેલા તે ગુણમાં વૃદ્ધિ કરવા માટે જે બાહ્ય અને અંતરંગ આચરણ (પ્રવૃત્તિ) કરાય તેને જ્ઞાનાચાર કહેવાય છે. ૨ - દર્શનાચાર ઃ તત્ત્વભૂત પદાર્થની યથાર્થ રુચિ અથવા શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન ગુણને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા આ ગુણને વધુ નિર્મળ કરવા માટેની જે આચરણાઓ તે દર્શનાચાર છે. 1. શાયરે મનેન તિ જ્ઞાનમ્ - જેના વડે જણાય તે જ્ઞાન. જ્ઞાનના મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાન એમ પાંચ ભેદ છે, તોપણ અહીં એ પાંચમાંથી “શ્રુત'નું ગ્રહણ કરવાનું છે; કેમ કે શ્રુતજ્ઞાન માટે જ કાલ, વિનયાદિ સાચવવારૂપ પ્રયત્ન કરી શકાય છે. જોકે “શ્રુતજ્ઞાન' જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થનારો ગુણ છે, તોપણ આ ક્ષયોપશમ શાસ્ત્ર દ્વારા થાય છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરી શાસ્ત્રઅધ્યયનને શ્રુતજ્ઞાન કહેવાય છે. 2. તત્ત્વાર્થશ્રદ્ધાનું સગર્શનમ્ - તત્ત્વાર્થ. ૧-૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ . 3 ૩ - ચારિત્રાચાર : સાવઘ પ્રવૃત્તિઓનો દેશથી કે સર્વથી ત્યાગ કરી, નિરવદ્ય પ્રવૃત્તિપૂર્વક આત્મભાવમાં સ્થિર થવાનો જે પ્રયત્ન તે ચારિત્ર છે, અને આ ચારિત્રગુણના પાલન અને વર્ધન માટેની જે આચરણાઓ તે ચારિત્રાચાર છે. ૪ તપાચાર : જેનાથી રસાદિ ધાતુઓ અથવા કર્મ તપે તેને તપ કહેવાય છે. કહ્યું છે કે, ‘તપસા નિર્બરા ચ’“ તપથી કર્મની નિર્જરા (અને સંવ૨) થાય છે. આ તપગુણના પાલન અને તેની વૃદ્ધિ માટે બાર પ્રકારના તપમાં કરાતું આચરણ તે તપાચાર છે. તપાચાર એ ચારિત્રની જ આંતર ભૂમિકારૂપ છે. ४० - ૫ - વીર્યાચાર : જીવનું સામર્થ્ય, આત્માનું બળ કે શક્તિને વીર્ય કહેવાય છે. આ વીર્યનું શક્તિ ઉપરાંત પણ નહિ અને શક્તિથી ન્યૂન પણ નહિ અર્થાત્ યથાશક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોમાં પ્રવર્તન તે વીર્યાચાર છે. આ પાંચે આચારોનું પાલન, જ્ઞાનાદિ પાંચે ગુણોની વૃદ્ધિ કરે છે. વળી પંચાચારના પાલન વગર મેળવેલા તે તે ગુણો આત્મકલ્યાણકારી બની શકતા નથી. આથી અહીં આચાર શબ્દથી માત્ર દ્રવ્યાચાર નહિ, પણ સાથે ભાવાચાર પણ લેવાના છે. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ તથા પ્રતિક્રમણહેતુગર્ભ સજ્ઝાયમાં જણાવ્યું છે કે, ‘આ પંચાચારની વિશુદ્ધિ માટે શ્રાવકે ઉભય ટંક પ્રતિક્રમણ કરવું' આથી મોક્ષાર્થી જીવે મોક્ષના ઉપાયભૂત આ આચારોના પાલનમાં અવશ્ય યત્ન કરવો જોઈએ. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “પરમકૃપાળુ પરમાત્માએ કેટલો મોટો ઉપકાર કર્યો છે ! તેમણે મને મારું શુદ્ધ સ્વરૂપ કેવું હોય તે પણ જણાવ્યું અને ત્યાં સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ પણ બતાવ્યો. અનાદિકાળથી આવરાઈ ગયેલી મારી ગુણસંપત્તિને પ્રગટ કરનારા આ પંચાચારનું પાલન કરી હવે તો મારે ભવભ્રમણનો અંત લાવવો જ છે. હે પ્રભુ ! શક્તિ હોવા છતાં મારાથી પંચાચારનું પાલન ન થયું હોય કે તેમાં ભૂલો થઈ હોય તો તેને સુધારવાની મને શક્તિ આપજો" ૩. તાવ્યો રસાવિદ્યાતવઃ ર્માળ વા અનેનેતિ તપઃ । 4 - તત્ત્વાર્થ અ. ૯, સૂ. ૩ - ધર્મસંગ્રહ ભા-૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ તાસંમિ દંસણમિ સૂત્ર ૪૧ અવતરણિકા : . પાંચ પ્રકારના આચારમાં પ્રથમ જ્ઞાનાચાર વર્ણવે છે - ગાથા : काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । વિંગ-ન્જિતકુમા, સવિદો નાપામાયારો ા૨ાા અન્વય સહિત સંસ્કૃત છાયા : काले विनये बहुमाने, उपधाने तथा अनिह्नवने । એનાર્થત૬મયેષુ, વિધ: જ્ઞાનાવર: નારા . ગાથાર્થ : શાસ્ત્રમાં નિયત કરેલા સમયે, ગુર્નાદિના વિનયપૂર્વક, અંતરંગ બહુમાનપૂર્વક, તપાદિ(ઉપધાનીપૂર્વક, જ્ઞાનદાતા ગુરુને છુપાવ્યા વગર, સૂત્રના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક, અર્થની વિચારણાપૂર્વક, શબ્દ અને અર્થ ઉભયની શુદ્ધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો તે આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. વિશેષાર્થ : સર્વજ્ઞકથિત શાસ્ત્રના આધારે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવું તે જ્ઞાન છે, અને આ જ્ઞાનને મેળવવા જે શુભ આચરણ કરવામાં આવે છે, તેને જ્ઞાનાચાર કહેવાય છે. તેના આઠ પ્રકારો નીચે મુજબ છે ૨. રાત્રે - કાળના નિયમને અનુસરવા વિષયક “કાલ' નામનો પ્રથમ જ્ઞાનાચાર છે. : કોઈપણ કાર્યની સિદ્ધિમાં કાળ એ પણ એક મહત્ત્વનું કારણ છે. આથી જ્ઞાનપ્રાપ્તિ માટે શાસ્ત્રમાં જે સમય સૂચિત કર્યો છે, તે સમયે જ તે તે શાસ્ત્રનો અભ્યાસ કરવો તે કાળવિષયક પ્રથમ જ્ઞાનાચાર છે. કાળમર્યાદા સાચવીને શાસ્ત્રાભ્યાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે અને આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨. સૂત્રસંવેદના-૩ જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ કયા સમયે ભણવું એ કાળમર્યાદા છે, તેમ બીજી પણ અનેક કાળમર્યાદાઓ છે. જેમ કે શાસ્ત્રાનુસારે જ્ઞાનોપાસનાનો સમય થયો હોય, તે જ સમયે પોતાના વડીલ કે સહવર્તી વ્યાધિગ્રસ્ત હોય અને સેવાની જરૂર હોય, ત્યારે સેવાની ઉપેક્ષા કરીને જ્ઞાનોપાસના કરવી તે જ્ઞાનોપાસના માટે અકાળ કહેવાય છે. તે વેળાએ ભણવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે, અને ત્યારે ગ્લાનની (માંદી વ્યક્તિની) સેવા કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે. આ રીતે કયા સમયે પોતાનું શું ઔચિત્ય છે, તેનો વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્રજ્ઞાન માટે યત્ન કરનાર આ આચારનું યથાર્થ પાલન કરી શકે છે, અને પરિણામે પોતાના જ્ઞાનગુણની વૃદ્ધિ પણ કરી શકે છે. અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું કે અકાળે ભણવાથી જેમ દોષ છે, તેમ જ્ઞાનાભ્યાસના સમયે ન ભણવું, પ્રમાદ કરવો કે ભણેલું ભૂલી જવું તે પણ જ્ઞાનાચારવિષયક અતિચાર છે. ૨. વિપI - વિનયપૂર્વક ભણવું તે વિનય' નામનો જ્ઞાનનો બીજો આચાર છે. વિનયનો સામાન્ય અર્થ છે નમ્રતા, અને વિશેષ અર્થ છે કર્મનો ક્ષય કરાવે તેવો યોગ્ય વ્યવહાર જ્ઞાનની, જ્ઞાની ગુરુભગવંતની, જ્ઞાનના સાધનભૂત પુસ્તક, પેન આદિ ઉપકરણોની, અને જ્ઞાનાભ્યાસ કરનાર સહવર્તીની ભક્તિ કરવી અને કોઈપણ રીતે તેમની આશાતના ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો; જેમ કે ગુરુભગવંત આવે ત્યારે સામે જવું, તેમને બેસવા આસન આપવું, પગ ધોવા, વિશ્રામણા કરવી, વંદન કરવું, તેમના આદેશને પાળવા તત્પર રહેવું વગેરે આચરણાઓ તે “વિનય' નામનો બીજો આચાર છે. પુસ્તકાદિને સાચવીને અને બહુમાનપૂર્વક લેવાં મૂકવાં, અપવિત્ર સ્થાનમાં લઈ ન જવાં, તેની ઉપર આહાર-નિહાર ન કરવાં, તેને જ્યાં ત્યાં ફેંકી ન દેવાં વગેરે જ્ઞાનનાં સાધનોનો વિનય છે. વળી જ્ઞાનીને યોગ્ય અનુકૂળતાઓ કરી આપવી તે વગેરે જ્ઞાનીનો વિનય કહેવાય. 5. અકાળ : સૂર્યોદય પહેલાંની, સૂર્યાસ્ત પછીની તથા મધ્યાહ્નની ૪૮ મિનિટ કાળવેળા ગણાય છે. આ સમયમાં શાસ્ત્રાભ્યાસ કરાતો નથી. આ સિવાય પણ આગમાદિના અભ્યાસ માટે જે અકાળ ગણાય છે, તેની વિશેષ સમજ ગુરુગમથી મેળવી, શાસ્ત્ર અધ્યયન કરનારે કાળ મર્યાદા ખાસ જાળવવી. 6. વિનીય સિયતે નષ્ટપ્રારં વર્માનેનેતિ વિનય: | गुरोर्ज्ञानिनां ज्ञानाभ्यासिनां ज्ञानस्य ज्ञानोपकरणानां च पुस्तक-पृष्ठक-पत्र-पट्टिका-कपरिका-उलिकाटिप्पनक-दस्तरिकादीनां सर्वप्रकारैराशातनावर्जनभक्त्यादिर्यथार्ह कार्यः । - આચાર પ્રદીપ Page #60 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૪૩ આ આચારનું પાલન કરવાથી જ્ઞાનના અજીર્ણ સમાન માન દોષની વૃદ્ધિ થતી નથી, પરંતુ જેમ જેમ શાસ્ત્રાભ્યાસ વધે છે, તેમ તેમ તે જીવ વધુ ને વધુ નમ્ર બને છે, વિનયી બને છે અને આવા જીવને યોગ્ય જાણી પ્રસન્ન થયેલા ગુરુ પણ મન મૂકીને તેને શાસ્ત્રજ્ઞાન કરાવે છે. આ રીતે આ આચારના પાલનથી જ્ઞાનગુણની વૃદ્ધિ થાય છે, જ્યારે વિનયનું પાલન નહિ કરનાર ઉદ્ધત શિષ્યને ગુરુદ્વારા જ્ઞાન મળતું નથી અને મળ્યું હોય તો પચતું નથી, માટે “વિનય' નામના આચારનું પાલન ન કરવું તે જ્ઞાનાચારવિષયક અતિચાર છે. રૂ. વઘુમા - જ્ઞાન, જ્ઞાનનાં સાધનો તથા જ્ઞાની પુરુષો પ્રત્યે હૃદયમાં પ્રીતિ હોવી એ “બહુમાન' નામનો ત્રીજો જ્ઞાનાચાર છે. જ્ઞાની ગુરુભગવંતો આદિને જોઈ “આ મારા કરતાં મહાન છે. આ જ ભવસાગરથી ઉગારનાર છે.” એમ માની ઊછળતા હૈયે તેમની ભક્તિ કરવાનો અંદરનો ભાવ, તથા જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનગુણ પ્રત્યે અંતરંગ પ્રીતિ હોવી, તે જ્ઞાનના વિષયમાં બહુમાન' નામનો આચાર છે, અને જ્ઞાન તથા જ્ઞાનીના બહુમાન વગર ભણવું એ જ્ઞાનાચારનો અતિચાર છે. બાહ્યથી વિનય સારો હોય, પસ્તુ જ્યાં સુધી જ્ઞાની પુરુષો પ્રત્યે અંદરમાં બહુમાનનો પરિણામ ન હોય ત્યાં સુધી જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્ન કરનારાં કર્મોનો નાશ થઈ શકતો નથી. આથી બાહ્ય વિનય સાથે જ્ઞાની પ્રત્યે અંતરંગ બહુમાનનો પરિણામ પણ જ્ઞાનગુણની પ્રાપ્તિ માટે અતિ જરૂરી છે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેના બહુમાન વિના શાસ્ત્રાભ્યાસ કરનારનું જ્ઞાન આત્મિક સુખ પ્રાપ્ત કરાવી શકતું નથી. આથી બહુમાન” નામના આચારના અભાવને અથવા વિપરીત આચારને જ્ઞાનાચારનો અતિચાર કહેવાય છે. ૪. સવદાઇ - શાસ્ત્રના અભ્યાસ માટે કરાતા તપને ઉપધાન કહેવાય છે, જે “ઉપધાન” નામનો જ્ઞાનનો ચોથો આચાર છે. જે ક્રિયાથી આત્મા જ્ઞાનપ્રાપ્તિનો અધિકારી બની જ્ઞાનને અભિમુખ બને અથવા જ્ઞાનપરિણતિને યોગ્ય બને, તેવી તપાદિની ક્રિયાને ઉપધાન કહેવાય છે. વિગઈવાળો આહાર અને વારંવાર ગ્રહણ કરાતો આહાર મનમાં વિકૃતિ પેદા કરે છે અને ઇન્દ્રિયોને ચંચળ કરે છે. મન અને ઇન્દ્રિયોની આવી અવસ્થામાં થતો 1. વહુમાનજી મુખ્યન્તઃ પ્રતિકૃતિવન્યઃ . . - આચાર પ્રદીપ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સૂત્રસંવેદના-૩ , શાસ્ત્રાભ્યાસ પદાર્થબોધ કરાવે, પરંતુ આત્મામાં આનંદનો ઝરો વહાવી, આત્માભિમુખ ભાવો પ્રગટાવી ન શકે. આ કારણથી સૂત્રનું જ્ઞાન મેળવવા માટે શાસ્ત્રમાં ઉપધાન તપ”નું વિધાન કરવામાં આવ્યું છે. નવકારમંત્ર વગેરે સૂત્રોના અધિકાર માટે શ્રાવક-શ્રાવિકાઓને પૌષધ સહિત ઉપવાસ આયંબિલ કે ઓછામાં ઓછું નિવિનું પચ્ચક્ખાણ અને કાયોત્સર્ગ, ખમાસમણ, દેવવંદન વગેરે શુભ ક્રિયાઓ કરાવવા દ્વારા ઉપધાન કરાવવામાં આવે છે, અને આગમ આદિના અભ્યાસ માટે સાધુ-સાધ્વીજી ભગવંતોને યોગોદ્વહનની ક્રિયા કરાવવામાં આવે છે. આ ક્રિયાથી મન નિર્મળ બને છે, ઇન્દ્રિયો શાંત અને સ્થિર રહે છે, અને પરિણામે જે શાસ્ત્રાભ્યાસ થાય છે, તે અપૂર્વ ભાવોનું દર્શન કરાવે છે. આના દ્વારા આત્માનો વિશિષ્ટ આનંદ પ્રગટે છે. આથી શાસ્ત્રના માધ્યમે આત્મિક ભાવોને જોવાની કે માણવાની ઈચ્છાવાળા સાધકે આ ઉપધાન નામના આચારનું અવશ્ય પાલન કરવું જોઈએ. આ આચારના પાલન વિના સ્વેચ્છાનુસાર જેઓ શાસ્ત્રાભ્યાસ કરે છે, તેમને જ્ઞાનાચારમાં દોષ લાગે છે. છે. તદ નિવારે - ગુરુ કે સિદ્ધાંત આદિનો અપલાપ ન કરવા વિષયક “અનિનવ' નામનો જ્ઞાનનો પાંચમો આચાર છે. કૃપાનો ધોધ વહાવી જે ગુરુભગવંતે આપણને જ્ઞાનામૃતનું પાન કરાવ્યું હોય તેવા ઉપકારી ગુરુભગવંતને આજીવન ન ભૂલવા, અવસરે અવસરે પોતાના ઉપકારી તરીકે તેમને યાદ કરવા, તે “અનિનવ નામનો જ્ઞાનાચાર છે. જે ગુરુભગવંત પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હોય, તે ઉચ્ચ કુળાદિના ન હોય કે 8 - उपधानम् - अङ्गानङ्गाध्ययनादौ यथायोगमाचाम्लादितपोविशेषः । - હિતોપદેશ उपधानं च श्रुताराधनार्थं यथोद्दिष्टिस्तपोविशेषः उप-समीपे, धीयते - क्रियते सूत्रादिकं येन तपसा तदुपधानमिति व्युत्पत्तेः, तच्च साधूनामावश्यकादिश्रुताराधनार्थमागाढानागाढयोगरूपं सिद्धान्ताविरोधि स्वस्व सामाचार्यनुसारेण ज्ञेयं, श्राद्धानां तु श्रीमहानिशीथाद्यागमोक्तं पञ्चपरमेष्ठिनमस्कारादि सूत्राराधनार्थमुपधानषटकं प्रतीतमेव । - આચાર પ્રદીપ 9. गृहीतश्रुतेन गुरुश्रुतादेरनिह्नवः कार्यः, यस्य सकाशेऽधीतं स एवाप्रसिद्धोऽपि जातिश्रुतादिहीनोऽपि गुरुतया वाच्यो, न तु स्वस्य गौरवार्थं प्रसिद्धो युगप्रधानादिरन्यः, यावद्वा श्रुतम्धीतं तावदेव वक्तव्यं, न त्वधिकमूनं वा, मृषाभाषाचित्तकालुष्यज्ञानातिचाराद्यापत्तेः, गुर्वाद्यपलापस्य महापापत्वं लोकेऽप्युक्तम् । “एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते । श्वानयोनिशतं गत्वा, चाण्डालेष्वपि जायते ।।१।।" (શાત્યાયનીય ઉપનિષત્ . ૩૬) - આચાર પ્રદીપ Page #62 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૪૫ પ્રસિદ્ધ ન હોય તો તેમનો અપલાપ કરી પોતાના ગૌરવ માટે વિદ્યાદાતા તરીકે કોઈ યુગપ્રધાન આદિ મોટા માણસનું નામ આપવું અથવા “હું સ્વયં જ ભણ્યો છું,' તેમ કહેવું, તે જ્ઞાનાચારવિષયક અતિચાર છે. ગુરુનો અપલાપ કરનાર નિર્નવ ગણાય છે. ગુરુનો અપલાપ કરવાથી મહાપાપ લાગે છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “એક અક્ષરનું પણ પ્રદાન કરનાર ગુરુને જે માનતો નથી, તેને સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈ ચાંડાલ આદિની યોનિમાં પણ જન્મ લેવો પડે છે. આથી આ “ નિહ્નવ” નામના અતિચારથી બચવા ખાસ સાવધાન રહેવું જોઈએ. આ અતિચારથી બચવા ગુરુના અપલાપની જેમ શ્રુતનો પણ અપલાપ ન કરવો જોઈએ. જેટલું શ્રુત ભણ્યા હોઈએ તેટલું જ કહેવું જોઈએ. તેનાથી ન્યૂન કે અધિક પણ ન કહેવું જોઈએ. ૬. વંગ - શબ્દના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક શ્રુતાભ્યાસ કરવો એ “વ્યંજન” નામનો જ્ઞાનનો છઠ્ઠો આચાર છે. વ્યજ્યો અને ૩: તિ વ્યન” જેનાથી અર્થ પ્રગટ થાય તે વ્યંજન. આ રીતે તમામ અક્ષરો વ્યંજન કહેવાય. જે શાસ્ત્ર કે સૂત્ર ભણવામાં આવે, તેના એકેક અક્ષરનું ઉચ્ચારણ કે લખાણ શુદ્ધ હોવું જોઈએ. કાનો, માત્રા, અનુસ્વાર, લઘુ/ગુરુ કે પદચ્છેદ આદિમાં ક્યાંય અશુદ્ધિ ન રહેવી જોઈએ; કેમ કે, અશુદ્ધ લખાણ કે અશુદ્ધ ઉચ્ચાર અર્થનો અનર્થ કરે છે. જેમ કે, “ગથીયતામ્' નો અર્થ છે “ભણાવો', અને અનુસ્વાર વધારીને બોલવાથી “થીયતામ્' બને, અને તેનો અર્થ “તેને આંધળો કરી નાખો' એવો થાય. એક અનુસ્વાર કે માત્રા આદિનો વધારો કે ઘટાડો, ઘણા અર્થનો અનર્થો કરે છે. માટે શાસ્ત્ર ભણીને જેણે શાસ્ત્રવચનોને પરિણામ પમાડવાની ઈચ્છા હોય, તેણે સૌ પ્રથમ સદ્ગુરુભગવંત પાસે પ્રત્યેક સૂત્રનો શુદ્ધ શબ્દોચ્ચાર કરતાં શીખવું જોઈએ, તો જ વ્યંજનવિષયક જ્ઞાનના છઠ્ઠા આચારનું પાલન થાય છે, અને અશુદ્ધ ઉચ્ચારણ કે લખાણ કરવાથી વ્યંજન” વિષયક જ્ઞાનનો અતિચાર લાગે છે. ૭. સત્ય - અર્થને સમજવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો, તે “અર્થ' નામનો સાતમો આચાર છે. સૂત્રનો અભ્યાસ કર્યા બાદ, સદ્ગુરુભગવંત પાસેથી જે સૂત્રનો કે શબ્દનો જ્યાં Page #63 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ જે સંદર્ભમાં જે અર્થ10 થતો હોય તે અર્થને બરાબર સમજવો. અર્થ સમજવો એટલે માત્ર શબ્દાર્થ સમજવો તેમ નહિ, પરંતુ શબ્દાર્થ અને ભાવાર્થ દ્વારા છેક ઐદંપર્યાર્થ, તાત્પર્યાર્થ સુધી પહોંચવા પ્રયત્ન કરવો. સમજેલા તાત્પર્યાર્થને જીવનમાં એ રીતે ઉતા૨વો કે જેનાથી સંયમાદિ ગુણોની વૃદ્ધિ થાય. આ રીતે અર્થ માટે થતું આચરણ તે સાતમો જ્ઞાનાચાર છે. અર્થની વિચારણા વગર એમ ને એમ સૂત્રો બોલી જવાં એ અથવા અર્થભેદ કરવો તે ‘અર્થ’વિષયક જ્ઞાનનો અતિચાર છે. ૪૬ ૮. તનુમ - શબ્દશુદ્ધિ સાથે અર્થશુદ્ધિ જાળવી શ્રુતાભ્યાસ કરવો એ ‘તદુભય’ નામનો જ્ઞાનનો આઠમો આચાર છે. ઘણીવાર સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ હોય પરંતુ અર્થની વિચારણા ન હોય, તો કોઈકવાર અર્થની વિચારણા હોય પણ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ ન હોય, તો જ્ઞાનવિષયક તદુભયાચાર થઈ શકતો નથી. માટે તદુભયાચાર પાળવાની ઈચ્છાવાળા સાધકે સૂત્ર અને અર્થ બન્નેને સ્વનામવત્ (પોતાના નામની જેમ) એવા સ્થિર ક૨વા જોઈએ કે શબ્દ બોલતાં જ તુરંત તેનો અર્થ-ભાવાર્થ સ્પષ્ટ થાય, એ જ રીતે અર્થની વિચારણા કરતાં તરત જ સૂત્ર ઉપસ્થિત થાય. આ રીતની સૂત્રાર્થની ઉપસ્થિતિ તે જ્ઞાનાચારનો તદુભય નામનો આઠમો આચાર છે, અને બેમાંથી એકની પણ શુદ્ધિ ન સાચવવી તે ‘તદુભય’ વિષયક જ્ઞાનાચારનો અતિચાર છે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે સૂત્રના એક પદનું પણ ઉચ્ચારણ11 ખોટું થાય તો અર્થ ખોટો થાય, અને અર્થ ખોટો થાય તો ક્રિયા ખોટી થાય. ક્રિયા ખોટી થાય તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. જો ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત ન થાય તો સાધુ કે શ્રાવકનાં તપાદિ કષ્ટદાયક અનુષ્ઠાનો પણ નિરર્થક પુરવાર થાય. આનાથી શુદ્ધ ઉચ્ચારણ અને શુદ્ધ લેખન કેટલું બધું મહત્ત્વનું છે, તેનો ખ્યાલ આવી શકે છે. 10 - એક જ શબ્દનો અર્થ કરતાં આગળ-પાછળનો સંદર્ભ વિચારવામાં ન આવે તો અર્થના બદલે અનર્થ થઈ જતો હોય છે. જેમ કે નરવૃષમ - મનુષ્યમાં શ્રેષ્ઠ. આવો અર્થ શાસ્ત્રમાં સંમત હોય, પરંતુ સંદર્ભનો વિચાર કર્યા વિના કોઈ તેનો અર્થ ‘માણસમાં બળદ’ – આવો કરે તો તે યોગ્ય નથી. 11 - तत्र व्यञ्जन्त्यर्थमिति व्यञ्जनानि अक्षराणि तेषामन्यथाकरणे न्यूनाधिकत्वे वाऽशुद्धत्वेनानेके महादोषा महाशातनासर्वज्ञाज्ञाभङ्गादयः, तथा व्यञ्जनभेदेऽर्थभेदस्तद्भेदे च क्रियाभेदः क्रियाभेदे च मोक्षाभावः तदभावे च निरर्थकानि साधु- श्राद्ध-धर्माराधन - तपस्तपनोपसर्गसंहनादिकष्टानुष्ठानान्यपि । - આચારપ્રદીપ - Page #64 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ હંસણમ્મિ સૂત્ર અદૃવિદો નાળમાયારો - (એમ) આઠ પ્રકારના જ્ઞાનના આચારો છે. આ પ્રમાણે જ્ઞાનના આઠે આચારોના પાલનપૂર્વક શાસ્ત્રજ્ઞાનમાં પ્રયત્ન કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, તેનાથી જ્ઞાનગુણની વૃદ્ધિ થાય છે અને માષતુષમુનિ આદિની જેમ જીવ છેક કેવળજ્ઞાન સુધી પણ પહોંચી શકે છે. બીજી તરફ આ આચારપાલનમાં પ્રમાદ કરવાથી અથવા આચારોના પાલન વિના જ શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે મહેનત કરવાથી, કદાચ શાસ્ત્રના શબ્દ-અર્થનું જ્ઞાન થઈ જાય, તોપણ પ્રાયઃ ક૨ીને તેનાથી શાસ્ત્રના પરમાર્થ સુધી પહોંચી શકાતું નથી, આત્મપરિણતિને નિર્મળ કરી શકાતી નથી, નિજાનંદની મોજ માણી શકાતી નથી. માટે શ્રુતજ્ઞાનના સહારે જેણે આત્માનો આનંદ માણવો હોય, તેણે શાસ્ત્રમાં જણાવેલા આઠ આચારોના પાલનપૂર્વક જ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. પ્રતિક્રમણની ક્રિયા કરતા સાધકે આ ગાથા બોલતાં વિચારવું જોઈએ, કે “જે જ્ઞાનના સહારે મારે મારા દોષોને જોવાના છે, જેના સહારે મારે મારા આત્માને શુદ્ધ કરવાનો છે, તે જ્ઞાનપ્રાપ્તિનો ઉપાય જ્ઞાનના આ આચારો છે. આ આચારો મારા જ્ઞાનગુણને પ્રગટ કરવાનું સાધન છે તેમ હું જાણું છું, તોપણ આ આચારોમાં ક્યાંક ચૂકી ગયો છું, તે મારાથી બહુ ખોટું થયું છે. જ્ઞાન અને જ્ઞાનાચારની આશાતનાના દુરંત ફળથી બચવા આજના દિવસમાં મારી જે પણ ભૂલો થઈ હોય તેને યાદ કરી તેની હું નિંદા કરું છું, ગર્હા કરું છું અને તે રીતે મારાથી થઈ ગયેલા પાપથી પાછા વળવાનો પ્રયત્ન કરું છું.” ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સૂત્રસંવેદના-૩ અવતરણિકા : જ્ઞાનાચાર પછી હવે દર્શનાચારને જણાવે છે - ગાથા : निस्संकिअ निक्कंखिअ निवितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ।।३।। સંસ્કૃત છાયા : निःशङ्कितं निष्कांक्षितं निर्विचिकित्सा अमूढदृष्टिश्च । उपबृंहा-स्थिरीकरणे, वात्सल्य-प्रभावने अष्ट ।।३।। ગાથાર્થ : નિઃશંકતા, નિષ્કાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિતા, ઉપવૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના : એમ આઠ પ્રકારનો (દર્શનાચાર) છે. વિશેષાર્થ : સદ્ગુરુના મુખે શાસ્ત્રશ્રવણ કરતાં સંસારની વિચિત્રતાનું ભાન થાય છે અને આત્મહિતની ઈચ્છા જાગૃત થાય છે ત્યારે, અપ્રત્યક્ષ એવા આત્મહિતના પથ ઉપર પગ માંડવો કઈ રીતે ?તે મોક્ષેચ્છુ આત્મા માટે મહામૂંઝવણનો વિષય હોય છે; કેમ કે, આત્મહિતની વાતો કરનારા આ જગતમાં ઘણા છે, પરંતુ રાગ, દ્વેષ અને અજ્ઞાનથી ભરેલા તેઓ પોતે જ જ્યારે અપ્રત્યક્ષ એવા આત્માને જોતા કે જાણતા નથી, તો તેઓ અન્યને આત્મહિતનો માર્ગ કઈ રીતે બતાવી શકે? આત્મકલ્યાણનો માર્ગ તે જ જોઈ શકે છે અને બતાવી શકે છે કે જેણે રાગ, દ્વેષ અને અજ્ઞાનનો નાશ કર્યો હોય અને જેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ બન્યા હોય.“આથી જ આત્મહિત માટે “જિનેશ્વરે જે કહ્યું છે તે જ સત્ય છે, તેવી દૃઢ શ્રદ્ધા રાખવી તે સમ્યગ્દર્શન છે. 12 - शासनात्त्राणशक्तेश्च, बुधैः शास्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ।।१२।। वीतरागोऽनृतं नैव, ब्रूयात्तद्धत्वभावतः । यस्तद्वाक्येष्वनाश्वास-स्तन्महामोहजृम्भितम् ।।१३।। - અધ્યાત્મ ઉપનિષદ્ અધિકાર-૧ 13- તમેવ સર્જી નિસંર્ષ નં નિર્દિ વેફર્વ | - આચારાંગ સૂત્ર 14 - તત્ત્વાર્ધશ્રદ્ધાનું સગર્શનમ્ ! - તત્વાર્થ. ૨-૨ || Page #66 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૪૯ આ સમ્યગુદર્શન ગુણને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા ગુણને ટકાવવા જે આચરણ કરવામાં આવે છે, તેને દર્શનાચાર કહેવાય છે, અને તેના આઠ પ્રકારો નીચે મુજબ છે – ' ૨. નિસંવિઝ - ભગવાનના વચનમાં ક્યાંય શંકા ન કરવી તે નિઃશંકિત” નામનો પહેલો દર્શનાચાર છે. આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થોને વર્ણવતાં શાસ્ત્રવચનો સાંભળી, તે પદાર્થોને જાણવાની અને જોવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા જરૂર થવી જોઈએ, અને તે જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન પણ કરવો જોઈએ; પણ તે પદાર્થો દેખાતા નથી, માટે હશે કે નહીં? શાસ્ત્રમાં કહ્યું છે તેવા હશે કે જુદા હશે? આવી કોઈપણ પ્રકારની શંકા ન કરવી, તે નિઃશંકિત” નામનો પ્રથમ દર્શનાચાર છે, અને શંકા કરવી એ દર્શનાચાર વિષયક અતિચાર છે. તેથી પ્રયત્નપૂર્વક શંકાને ટાળી નિ:શંકિત થવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે “હું જાણું છું” – “હું જોઉ છું” વગેરે વાક્યપ્રયોગોમાં હું શબ્દથી આત્મા વાચ્ય બને છે. એટલે કે જાણવાની, જોવાની વગેરે સર્વ ક્રિયાઓનો કર્તા આત્મા છે. તે આત્મા અનંતજ્ઞાનાદિ સ્વરૂપ છે અને સુખ તેનો સ્વભાવ છે. વળી તે સહજ આનંદનો પિંડ છે, છતાં કર્મ સાથે સંબંધ થવાના કારણે આજે તેના ગુણો ઢંકાઈ ગયા છે, તેની શક્તિ આવરાઈ ગઈ છે, તેને અનેક પ્રકારનાં દુ:ખોનું ભાજન બનવું પડે છે. આત્માના શુદ્ધ સ્વભાવ અને વિભાવની વાસ્તવિકતા આવી હોવા છતાં અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન ન હોવાને કારણે છબસ્થ વ્યક્તિને આત્મા, કર્મ વગેરે પદાર્થો દેખાતા નથી કે અનુભવાતા પણ નથી. આથી તેને શંકા થઈ શકે છે કે આત્મા-પુણ્ય-પાપ આદિ દેખાતાં નથી, તો હશે કે નહીં ? આવી શંકાઓનાં સુયોગ્ય સમાધાનો ન મળતાં હોય ત્યારે મન ક્યારેક એવું વિચારી બેસે છે કે આત્માદિ પદાર્થો નહિ હોય. શંકા આવા નકારાત્મક વલણ તરફ વધુ ઢળે તે પહેલાં મનને સમજાવવું જોઈએ કે “આત્મા, પુણ્ય આદિના અસ્તિત્વની વાતો કોઈ સામાન્ય વ્યક્તિએ નથી કરી; સર્વજ્ઞ વીતરાગે પોતાના કેવળજ્ઞાનથી જોઈને આ વાતો દર્શાવી છે. કેવળજ્ઞાન દ્વારા જેઓ પદાર્થને યથાર્થ જુએ છે, વળી જેઓ રાગ-દ્વેષથી સર્વથા પર છે, તે પ્રભુ અસત્ય શા માટે બોલે ? મારી બુદ્ધિની ઊણપતાને કારણે મને એમની વાતો ન સમજાય, મોહાધીનતાના કારણે મારા અનુભવમાં આ વસ્તુ ન આવે તેવું બને, પણ પ્રભુએ કહ્યું છે તે અસત્ય તો ન જ હોય”. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સૂત્રસંવેદના-૩ આવું વિચારી જિનવચનને યથાર્થરૂપે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. યોગ્ય સ્થાને જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો પૂછીને સમાધાનો મેળવવાં જોઈએ. પણ જેના આધારે સુખની સાધનાનું મંડાણ કરવાનું છે, તેવા જિનવચનમાં ક્યારેય શંકા ન જ કરવી જોઈએ. આ જ નિઃશંકિત' નામનો પ્રથમ દર્શનાચાર છે. જિનવચનમાં શંકા કરવી, કે સમજ નથી પડતી તેમ માની, શાસ્ત્ર સમજવાની ઉપેક્ષા કરવી તે દર્શનાચારવિષયક “શંકા' નામનો અતિચાર છે. ટૂંકમાં, આત્મહિતની ઈચ્છાથી સાચા ધર્મને શોધવો, સમજવો અને શંકારહિત બની જીવનમાં તેને દઢતાપૂર્વક સાચવી રાખવો એ પ્રથમ દર્શનાચાર છે. હવે તે સ્વીકારેલ ધર્મની વફાદારીરૂપે બીજો આચાર બતાવે છે - ૨. નિદવિ - કાંક્ષા રહિત થઈને – અન્ય ધર્મની ઈચ્છા રાખ્યા વગર સત્ય ધર્મને પકડી રાખવો તે “નિષ્કાંક્ષિત' નામનો બીજો દર્શનાચાર છે. ' જૈન ધર્મના આચારો, વિચારો તથા પદાર્થો અદ્વિતીય કોટિના છે. અતિ ઉત્તમ એવા આ ધર્મને પ્રાપ્ત કર્યા પછી અન્ય ધર્મમાં ગમે તેવા ચમત્કારો દેખાય કે બાહ્ય ઝાકઝમાળતા દેખાય તો પણ તેનાથી અંજાવું નહિ. “આ ધર્મ પણ સારો છે, તત્કાળ ફળ આપનારો છે, તેમ માની તે ધર્મ કરવાની ઈચ્છા ન કરવી, પણ જિનનો ધર્મ જ સત્ય છે, તે જ આત્મહિતને કરનાર છે તેમ માનવું, તે “નિષ્કાંક્ષિત' નામનો બીજો દર્શનાચાર છે. ઘણીવાર સૂક્ષ્મ સમજના અભાવના કારણે અન્ય ધર્મની થોડી તાર્કિક વાતો સાંભળી, કોઈક ચમત્કારો જોઈ, કે કોઈ કષ્ટ વિના સાનુકૂળતાથી થતા ધર્મને જોઈ મુગ્ધ જીવો તે તરફ ઢળી પડે છે. આ ઉપરાંત ભૌતિક સુખના રસિયા જીવો જ્યાં પણ ભૌતિક કામનાઓ પૂરી થતી દેખાય ત્યાં દોડી જતા હોય છે. ધન, સંપત્તિ માટે, પુત્ર-પરિવાર માટે જે તે દેવો પાસે જાય છે, અને આત્મા માટે મહાઅનર્થકારી એવા પણ ધર્મને સ્વીકારી લે છે. આવા જીવો સમ્યગ્દર્શન પામી શકતા નથી અને પામ્યા હોય તો ટકાવી પણ શકતા નથી. વળી તેઓ પ્રાપ્ત સમ્યગ્દર્શનને ગુમાવી ભવિષ્યમાં પણ તેની પ્રાપ્તિ દુર્લભ બનાવે છે. આથી અન્ય દર્શન સ્વીકારવાની ઈચ્છાને દર્શનાચારવિષયક “કાંક્ષા' નામનો અતિચાર કહેવામાં આવ્યો છે. સમ્યગ્દર્શન પામવા કે પામેલું ટકાવવા વીતરાગ સિવાયના કોઈની તાર્કિક પણ Page #68 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૫૧ વાતો સાંભળી કે ચમત્કારો જોઈ તેમાં અંજાઈ જવું નહીં કે સાનુકૂળ ધર્મ તરફ ઢળી જવું નહિ, તો જ આ આચારનું પાલન થઈ શકશે. રૂ. નિબ્રિતિપછી - મતિવિભ્રમ ન કરવો એટલે કે બુદ્ધિ સ્થિર રાખવી અથવા સાધુ-સાધ્વીનાં મલિન વસ્ત્ર આદિ પ્રત્યે ધૃણા કે જુગુપ્સા ન કરવી, એ નિર્વિચિકિત્સા' નામનો ત્રીજો દર્શનાચાર છે. નિબ્રિતિથિી . શબ્દના બે અર્થ નીકળે છે : ૧. નિર્વિચિકિત્સા અને ૨. નિર્વિજુગુપ્સા. વિચિકિત્સા એટલે મતિનો વિભ્રમ. ધર્મ કરતી વખતે “આ ધર્મનું ફળ મળશે કે નહિ ?' તેવો ભ્રમ થવો. એ વિચિકિત્સા છે, અને આવો ભ્રમ ઊભો જ ન થવા દેવો તે “નિર્વિચિકિત્સા' નામનો ત્રીજો દર્શનાચાર છે. બાહ્ય શુભક્રિયાના માધ્યમે અંદરમાં પ્રગટતો શુભ કે શુદ્ધ ભાવ તે ધર્મ છે. આ ધર્મનું એક ફળ છે આંતરિક નિર્મળતાં કે ચિત્તની શુદ્ધિ, અને બીજું ફળ છે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ. સમજ અને શ્રદ્ધાપૂર્વક જો ધર્મક્રિયા કરવામાં આવે તો ચિત્તની નિર્મળતારૂપ પ્રથમ ફળ તત્કાળ મળે છે, અને બીજું ફળ ક્યારેક તત્કાળ દેખાય છે અને ક્યારેક વિલંબે જોવા મળે છે. ચિત્તની નિર્મળતારૂપ પ્રથમ ફળને જોવા જેટલી જેમની ક્ષમતા નથી અને પુણ્યોદયથી પ્રાપ્ત થતાં બાહ્યફળોની જેમને આકાંક્ષા રહે છે, તેવા જીવોને એવો ભ્રમ થવાની સંભાવના છે કે ધર્મના માર્ગે ચાલું તો છું પણ કોઈ ફળ કેમ મળતું નથી ? આનું કોઈ ફળ હશે કે નહિ ? આવો ધર્મના ફળ વિષે સંદેહ થવાને કારણે ધર્મ માર્ગમાં તેનો વેગ-ઉત્સાહ મંદ પડી જાય છે. આથી તેને દર્શનાચારનો “વિચિકિત્સા'નામનો અતિચાર કહેવામાં આવે છે. આવા ભ્રમને દૂર કરવા વિચારવું જોઈએ કે “આ ધર્મ સર્વજ્ઞ વીતરાગભગવંતે બતાવેલો છે. યથાયોગ્ય રીતે તેનું પાલન કરવાથી સુખરૂપ ફળ અવશ્યમેવ મળે છે, અને તત્કાળ ફળ નથી દેખાતું તેમાં ધર્મની ખામી નથી, મારી કરણીની ખામી છે. ધર્મની શક્તિ તો અચિંત્ય છે, પણ ફળની પ્રાપ્તિ મારી કરણીની શક્તિ અનુસાર છે. તેને સુધારી શાસ્ત્રાજ્ઞા મુજબ ધર્મ કરું તો જરૂર અનંત સુખરૂપ ફળ હું પામી શકીશ.” આવી વિચારણા તે દર્શનાચારનો ‘નિર્વિચિકિત્સા' નામનો ત્રીજો આચાર છે. 15 - विचिकित्सा-मतिविभ्रमः, निर्गता विचिकित्सा-मतिविभ्रमो यतोऽसौ निर्विचिकित्सः यद्वा निर्विजुगुप्सः - साधुजुगुप्सारहितः । - હિતોપદેશ Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ ‘નિિિતનિચ્છા’ - તેનો બીજો અર્થ છે નિર્વિજુગુપ્સા. એટલે સાધુ-સાધ્વીનાં મલિન વસ્ત્ર જોઈ જુગુપ્સા કરવી નહિ, નાક મચકોડવું નહિ, દુર્ગંધના કારણે દૂર રહેવું નહિ. પર વસ્ત્રની મલિનતા કે વસ્ત્રની ચોક્ખાઈ, આ બન્ને પૌદ્ગલિક ભાવો છે. અનાદિકાળના અવિવેકના કારણે સંસારી જીવો સારાં, સુગંધયુક્ત વસ્ત્રો જોઈ રાગ અને ખરાબ કે દુર્ગંધ ભરેલાં વસ્ત્રો જોઈ દ્વેષ કરતા હોય છે. મુનિ જાણે છે કે આ તો પૌલિકભાવ છે. સારા પુદ્ગલમાં રાગ અને ખરાબમાં દ્વેષ કરવો મારા માટે ઉચિત નથી. તેથી મુનિ રાગાદિ ભાવોથી દૂર થવા પોતાના દેહ અને વસ્ત્રાદિની ઉપેક્ષા કરે છે. તેના ઉપર લાગેલા મેલ કે પ્રસ્વેદ આદિને પણ ચલાવી લે છે. શરીરની મમતાને તોડવા આવો ઉત્તમ પ્રયત્ન કરી રહેલા મુનિઓનાં મેલાં વસ્ત્ર કે દેહ જોઈને તેમના પ્રત્યે જુગુપ્સા કરવી, અણગમો કરવો, તેમનાથી દૂર ભાગવું કે નાક મચકોડવું તે ‘વિતિગિચ્છા’નામનો દર્શનાચારનો અતિચાર છે. ક્યારેક વળી મલિન દેહવાળા મુનિઓને જોઈ ભગવાને આવો આચાર કેમ બતાવ્યો હશે ?' આવો વિકલ્પ પણ ઊઠે છે. તે પણ દર્શનાચારનો ‘વિતિગિચ્છા’નામનો અતિચાર જ છે. ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવતા, શરીર અને વસ્ત્રાદિ પ્રત્યે નિઃસ્પૃહ એવા મુનિને જોઈ તેમના પ્રત્યે, અને તેવો આચાર બતાવનાર સર્વજ્ઞ વીતરાગ ભગવંત પ્રત્યે અહોભાવ કે આદરભાવ કરવો,’પરંતુ જુગુપ્સા ન કરવી, તે ‘નિર્વિજુગુપ્સા’ નામનો દર્શનાચારનો ત્રીજો આચાર છે. - ૪. અમૂઢવિકી ઞ – મૂઢતા વિનાની બુદ્ધિ રાખવી, કે વિવેકપૂર્વકની વિચારણા કરવી, એ ‘અમૂઢદૃષ્ટિ’ નામનો ચોથો દર્શનાચાર છે. જે મનુષ્યો સારા-ખોટાનો વિચાર કર્યા વિના માત્ર આચરણા કરે છે તેને આ જગતમાં મૂઢ કે ગમાર કહેવાય છે, અને જેઓ સાર-અસારને વિચારીને પ્રવૃત્તિ કરે છે તેને અમૂઢ, બુદ્ધિશાળી કે ચતુર કહેવાય છે. તે જ રીતે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી જેઓ કયો ધર્મ સાચો, કયા ગુરુ મારા આત્માનું હિત કરી શકે, અને કયા દેવ સર્વદોષરહિત કહેવાય, તે અંગે કાંઈ વિચારતા નથી, અને માત્ર કુળપરંપરાથી કે ગતાનુગતિકપણે ધર્મ કરે છે, તેઓ આ ક્ષેત્રમાં મૂઢ ગણાય છે; અને જેઓ પોતાની બુદ્ધિ અનુસાર વિચારીને વિવેકપૂર્વક પ્રત્યેક વસ્તુનો સ્વીકાર કરે છે, અને સ્વીકાર્યા પછી સેવનકાળે પણ પોતાની સમજ તથા શક્તિનો તે રીતે ઉપયોગ કરે Page #70 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ હંસણમ્મિ સૂત્ર છે, તેઓ આ ક્ષેત્રમાં અમૂઢદ્રષ્ટિવાળા કહેવાય છે. આવા જીવોની ધાર્મિક ક્ષેત્રમાં થતી આચરણાને ‘અમૂઢદૃષ્ટિ' નામનો ચોથો દર્શનાચા૨ કહેવાય છે. ૫૩ 16 આધ્યાત્મિક ક્ષેત્રે જીવ અનાદિ કાળથી મૂઢ રહ્યો છે. તેથી ભૌતિક ક્ષેત્રે મહાબુદ્ધિશાળી ગણાતો, વિચારી વિચારીને પગલું ભરતો માણસ પણ પોતાના આત્માનું હિત શેનાથી થશે ? સાચું સુખ કઈ રીતે મળશે ? એ અંગે કોઈ વિચારણા જ કરી શકતો નથી. આવા જીવો ક્યારેક ધર્મમાર્ગમાં જોડાય છે, તોપણ તેઓ કયો ધર્મ કઈ રીતે કરવાથી આ સંસારનું દુઃખ ટળશે અને સદા માટે મોક્ષનું સુખ મળશે, તેની કોઈ વિચારણા કરી શકતા નથી. આ કારણથી આવા જીવો ધર્મકાર્ય કરવા છતાં સમ્યગ્દર્શન પામી શકતા નથી કે પૂર્વે ક્યારેક અમૂઢતાથી પામેલા સમ્યગ્ દર્શનને ટકાવી પણ શકતા નથી. આથી ચિ૨કાલીન સુખ આપનાર ધર્મમાર્ગમાં બુદ્ધિમાન પુરુષે નિર્વિચારક ન રહેવું જોઈએ, પરંતુ શાસ્ત્રને સમજવા અને તત્ત્વનો નિર્ણય કરવા પ્રાપ્ત થયેલી બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવર્તતી વિવેકપૂર્ણ વિચારણા તે દર્શનાચારનો આચાર છે અને તેનો અભાવ તે અતિચાર છે. આ ચારે આચારોનું પાલન વિચારક વ્યક્તિ જ કરી શકે, અને દર્શનાચા૨ના શંકા, કાંક્ષા આદિ અતિચારો પણ જેઓ ધર્મ સંબંધી કાંઈ વિચારણા કરતા હોય છે, તેમને જ લાગે છે. અવિચા૨ક વ્યક્તિ તો સમ્યગ્દર્શનથી દૂર જ બેઠેલી છે. તે આચારોનું પાલન પણ નથી કરતી તો અતિચારોની વાત જ ક્યાંથી આવે ? અત્યાર સુધીના ચારે આચારો પોતાની આંતરિક શ્રદ્ધાને દઢ અને અવિચલિત રાખવા સંબંધી હતા. હવેના ચાર આચારો અન્ય વ્યક્તિ સાથેના વ્યવહાર અને વર્તન સાથે સંકળાયેલા છે. બીજાની સાથેનો સારો વ્યવહાર સામેની વ્યક્તિ માટે ધર્મપ્રાપ્તિનું કારણ બને છે, સાથે જ તેના દ્વારા પોતે ઉપાર્જન કરેલા પુણ્યથી પોતાની પણ ઉન્નતિ સુલભ બને છે. ૧. વવૃત્ત – ગુણવાન વ્યક્તિના ગુણોની પ્રશંસા કરી તેના ધર્મમાં વૃદ્ધિ કરવી, એ ‘ઉપબૃહણા' નામનો પાંચમો દર્શનાચાર છે. -. 16 - 7 મૂળ स्वरूपान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासावमूढदृष्टिः । – હિતોપદેશ જેની સમ્યગ્દર્શનરૂપ દૃષ્ટિ સ્વરૂપથી ચલાયમાન થતી નથી, તેવા આત્માને અમૂઢ દૃષ્ટિવાન કહેવાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ સમ્યગ્દર્શનને પામેલા અથવા પામવાની ઈચ્છાવાળા આત્માઓ ગુણાનુરાગી હોય છે. જ્યાં મોક્ષમાર્ગને અનુકૂળ ગુણ દેખાય ત્યાં તેમનું દિલ ડોલી ઊઠે છે, અને ઉચિત અવસર હોય તો તેઓ તે ગુણની પ્રશંસા કર્યા વિના પણ રહેતા નથી. ક્યારેક એવું લાગે કે અત્યારે પ્રશંસા કરવાથી સામેની વ્યક્તિનું અહિત થશે તો મૌન રહે, તોપણ તેમનું હૈયું તો ગુણ જોઈ આનંદમાં આવી જ જાય છે. આ રીતે ઊછળતા હૈયે ગુણવાનના ગુણોની પ્રશંસા કરી તેના ધર્મને, ધર્મની ભાવનાને વધારવી તે ‘ઉપબૃહણા'' નામનો પાંચમો દર્શનાચાર છે. 17. ૫૪ અનાદિ કાળથી જીવે ગુણની ઉપેક્ષા કરી દોષનો જ પક્ષ કર્યો છે. ગુણવાન પણ પોતાને અનુકૂળ હોય કે પોતાના ઉપયોગમાં આવતો હોય તો જ તેને સારો માની (સ્વાર્થ માટે) તેની પ્રશંસા કરી છે, પરંતુ પોતાની પ્રસિદ્ધિમાં કે માન-સ્થાનમાં અને ઈચ્છાપૂર્તિમાં આડે આવતા ગુણવાનની ઈર્ષ્યા, અદેખાઈ અને નિંદા કરવાનું જીવે ક્યાંય છોડ્યું નથી. પરિણામે જીવ ગુણોથી વંચિત રહ્યો છે અને દોષોથી પુષ્ટ થયો છે.. ગુણવાનના ગુણોની પ્રશંસા કરવી એ ગુણોને પ્રાપ્ત કરવાનો અને દોષોને ટાળવાનો પરમ ઉપાય છે; કેમ કે, ગુણવાનના ગુણો ગાવાથી ગુણો પ્રત્યેનો આદર વધે છે અને દોષો પ્રત્યેનો પક્ષપાત મંદ-મંદતર થતો જાય છે. વળી અનાદિકાળની દોષો જોવાની અને બોલવાની કુટેવ ટળે છે, અને ગુણો જોવાની અને બોલવાની સારી ટેવ પડે છે. પણ કહેવાય છે કે ‘ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ.' ઉત્તમ પુરુષોના ગુણ ગાતાં ગાતાં પોતાને તે ગુણો પ્રાપ્ત થાય છે. વળી, વિવેકપૂર્વક કરાયેલી પ્રશંસાના બે બોલ સાંભળીને યોગ્ય અને વિવેકી આત્માઓ આનંદિત થાય છે, અને તેઓ પણ ઉત્સાહપૂર્વક પોતાના સદ્ગુણોની વૃદ્ધિ માટે પ્રયત્ન કરે છે. ગુણપ્રશંસાનો સૌથી મોટો ફાયદો આ છે. તદુપરાંત ગુણપ્રાપ્તિમાં વિઘ્ન કરનાર કર્મો નાશ પામે છે અને ગુણપ્રાપ્તિને અનુકૂળ પુણ્યકર્મનો બંધ થાય છે. આથી સમ્યગ્દર્શનગુણને પામેલા અને પામવાની ઈચ્છાવાળા શ્રાવકોએ ઉપબૃહણારૂપ દર્શનાચારનું અવશ્ય પાલન કરવું જોઈએ. પ્રશંસાના વિષયમાં એટલું ખાસ ધ્યાન રાખવું કે પ્રશંસા પણ જેની તેની, 17 - ઉપબૃહણા શબ્દ વૃદ્ઘ ધાતુ ઉપરથી બનેલો છે. વૃદ્ઘ ધાતુનો અર્થ પોષણ અને પરિવર્ધન થાય છે, અથવા ઉપબૃહણા શબ્દનો અર્થ પ્રશંસા થાય છે. ઉપ‰ળ નામ સમાનમિઝાળાં सद्गुणप्रशंसनेन तद्वृद्धिकरणम् । – હિતોપદેશ Page #72 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ હંસણમ્મિ સૂત્ર જ્યાં ત્યાં, જે તે રીતે નથી -ક૨વાની, પરંતુ યોગ્ય આત્માની, યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે, સ્વ-પર સૌનું હિત થાય તે રીતે નિ:સ્વાર્થ ભાવે ક૨વાની છે. સામી વ્યક્તિને ફુલાવવા કે ફુલાવીને પોતાનો સ્વાર્થ સાધવા જે પ્રશંસા કરાય કે વિવેક વિના જ્યાં ત્યાં, જેની તેની પ્રશંસા કરાય તે પ્રશંસા ‘ઉપબૃહણા’ નામનો દર્શનાચાર ન રહેતાં તેનો અતિચાર કે દોષ બની જાય છે. તે જ રીતે યોગ્યઆત્માની યોગ્ય સ્થાને વિવેકપૂર્વક પ્રશંસા ન ક૨વી તે પણ દર્શનાચારનો અતિચાર છે. ૬. થિરીરને - ધર્મમાં સિદાતા યોગ્ય આત્માઓને ધર્મમાં સ્થિર ક૨વા તે છઠ્ઠો ‘સ્થિરીકરણ’ નામનો દર્શનાચાર છે. ૫૫ સર્વ સુખના સ્થાનભૂત જૈનધર્મ પ્રાપ્ત કર્યા પછી પણ કોઈ આત્મા હારી જતો દેખાય, ધર્મમાં પ્રમાદ કરતો દેખાય, તો તનથી તેની સેવા-શુશ્રુષા કરી, વાણીથી ધર્મમાર્ગમાં તે સ્થિર થાય તેવા શબ્દો કહી, મનથી પોતાની જેટલી સમજ અને બુદ્ધિ છે તેનો ઉપયોગ કરી, ધનથી પણ અનેક રીતે સહાય કરી તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવો તે ‘સ્થિરીકરણ’“ નામનો દર્શનાચાર છે. આ રીતે અન્યને ધર્મમાર્ગમાં સ્થિર કરવાથી સાધકને પણ ઉત્તરોત્તર ધર્મ માર્ગમાં આગળ વધારી છેક મોક્ષ સુધી પહોંચાડવામાં સહાયક બની શકાય છે, અને પોતાને પણ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. 18 શક્તિ હોવા છતાં, સંયોગો સારા હોવા છતાં, લોભથી, પ્રમાદથી, ઉપેક્ષાથી કે અવિચારકતાથી અન્યને ધર્મમાં સ્થિર કરવા. જેઓ પ્રયત્ન નથી કરતા તે દર્શનાચારની આરાધનાને ચૂકી જાય છે. ૭. વÐછે - ગુણવાન આત્મા પ્રત્યેની લાગણી કે પ્રેમ, તે ‘વાત્સલ્ય’ નામનો સાતમો દર્શનાચાર છે. વત્સ એટલે સંતાન અને વત્સપણાનો ભાવ તે વાત્સલ્ય છે. માતા-પિતાને પોતાના સંતાન પ્રત્યે કોઈ સ્વાર્થ વિના, કોઈ અપેક્ષા વિના જે સહજ પ્રેમ કે લાગણીનો ભાવ .હોય છે તેવા ભાવને ‘વાત્સલ્ય'' કહેવાય છે. વાત્સલ્યના 18 स्थिरीकरणं तु धर्माद्विषीदतां सतां तत्रैव स्थापनम् । 19 - વાત્સલ્યું સમાનામિ પ્રીત્યુપારર્ળમ્ | - દ. વૈ. સૂત્રની હારિભદ્રીય વૃત્તિ - દ. વૈ. સૂત્રની હારિભદ્રીયવૃત્તિ Page #73 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ કારણે જ માતા-પિતા પોતાના ખોડ-ખાંપણવાળા દિકરાની પણ સાર-સંભાળ રાખે છે, તેનું લાલન-પાલન કરે છે અને તેની સર્વ જરૂરીયાતો પૂરી પાડે છે. તેની જેમ ગુણવાન કે ગુણથી હીન કક્ષાનો સાધર્મિક હોય, તોપણ તે સાધર્મિક પ્રત્યે જે સહજ પ્રેમ, સ્વાભાવિક લાગણી રાખવી તે અને આ લાગણીના કારણે ઉત્તમ વસ્ત્ર, પાત્ર, અન્ન, પાણી વગેરેથી ક૨વામાં આવતી તેમની ભક્તિ, સદ્ભાવપૂર્વક લેવામાં આવતી તેમની સંભાળ અને તેમની સર્વ જરૂરીયાત પૂરી કરવાની જે ભાવના છે તે ‘સાધર્મિક વાત્સલ્ય’ નામનો સાતમો દર્શનાચાર છે. ૫૬ આના બદલે સ્વાર્થથી, કોઈ પ્રકારની અપેક્ષાથી, કે વિકૃત એવી લાગણી કે પ્રેમથી, સાધર્મિક ભક્તિ ક૨વામાં આવે અથવા ‘આમનું બિચારાનું આપણે નહીં કરીએ તો કોણ કરશે ?' એવી દયાની ભાવનાથી, વિવેક વિના, બહુમાન વિના, તોછડાઈથી તેમને કાંઈપણ આપવામાં આવે તો તે દર્શનાચારનો અતિચાર છે. જિજ્ઞાસા : સાધર્મિક જો ગુણવાન હોય તો તેની ભક્તિ ક૨વાની ભાવના સહજ થઈ શકે, પરંતુ જેનામાં દોષો પ્રત્યક્ષ દેખાતા હોય તેવાની ભક્તિ કરવાનો ભાવ કઈ રીતે થાય ? તૃપ્તિ : વાત સત્ય છે, તોપણ જે આચારનું મહત્ત્વ સમજે તે ક્યારેય દોષ જોતો નથી. વળી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જેની સાથે ધર્મ કરવાનો છે તેવા સાધર્મિકો હંમેશાં છદ્મસ્થ અવસ્થાવાળા જ હોવાના છે. આ અવસ્થા જ દોષવાળી અવસ્થા છે, તેમાં દોષ હોવા સહજ છે. જેમ ગુલાબનો અર્થી કાંટાની ઉપેક્ષા કરે તો ગુલાબને માણી શકે, તેમ દોષની ઉપેક્ષા કરી નાનામાં નાના પણ ગુણને જો પ્રાધાન્ય આપવામાં આવે તો સાધર્મિક પ્રત્યે ભક્તિભાવ જરૂરથી પ્રગટી શકે છે. પુણ્યોદયથી ગુણવાન સાધર્મિકનો યોગ થવા છતાં પણ જેઓ ગુણવાનમાં રહેલા કોઈક દોષોને પચાવી શકતા નથી, માન, લોભ, અજ્ઞાન, પ્રમાદ આદિને કા૨ણે તેમની ભક્તિ કરતા નથી, તેઓ દર્શનાચારની આરાધનાથી વંચિત રહી જાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૫૭. ૮. માવાને ગટ્ટ - ધર્મકથા આદિ દ્વારા જૈનશાસનની પ્રખ્યાતિ-પ્રસિદ્ધિ કરવી, એ “પ્રભાવના“નામનો આઠમો દર્શનાચાર છે. પ્રકૃષ્ટ ભાવના કે પ્રકર્ષવાળી ભાવનાને પ્રભાવના કહેવાય છે. જે પ્રવૃત્તિ દ્વારા લોકોમાં ધર્મભાવના પ્રગટે, લોકો ધર્મ કરવાની વૃત્તિવાળા થાય અને તેમની તે ભાવનાઓ પ્રકૃષ્ટ થાય, તેવી પ્રવૃત્તિને “પ્રભાવના' નામનો દર્શનાચાર કહેવાય છે. વિશિષ્ટ શક્તિશાળી સાધકો ધર્મકથા કરીને અનેક જીવોને ધર્મ તરફ આકર્ષે છે. વળી કેટલાક પ્રભાવકો મિથ્થામતિઓ સાથે વાદમાં જીત મેળવીને, તો કેટલાક વિશિષ્ટ તપધર્મને આરાધીને તથા કેટલાક જ્ઞાન, વિદ્યા, કે મંત્ર આદિ દ્વારા અનેક આત્માઓમાં ધર્મની ભાવના પ્રગટાવી શકે છે અને પ્રગટેલી ભાવનાને પ્રબળ બનાવી શકે છે. ધર્મકથા આદિ કરવાની જેની વિશિષ્ટ શક્તિ નથી, તેવા શ્રાવકો પણ સ્વવૈભવ અનુસાર ઉદારતાપૂર્વક યાત્રા, પૂજા વગેરે શ્રાવકજન ઉચિત અનુષ્ઠાનો વિધિપૂર્વક કરીને પણ “પ્રભાવના” નામના આ દર્શનાચારનું પાલન કરી શકે છે. આ રીતે અન્યના મનમાં ધર્મ પ્રત્યેની રૂચિ પેદા કરાવવાથી આપણને ધર્મપ્રાપ્તિમાં બાધક બનનારાં કર્મો નાશ પામે છે અને ધર્મ સુલભ બને છે. શક્તિ હોવા છતાં કાણતા આદિ દોષોના કારણે જેઓ શાસનની પ્રભાવના માટે યત્ન નથી કરતા, તેઓ દર્શનાચારની આરાધના ચૂકી જાય છે. આ પ્રમાણે આઠ પ્રકારના દર્શનાચારનું જે પાલન કરે છે, તેનાં મિથ્યાત્વમોહનીય કર્મો નાશ પામે છે, નિર્મળ એવા સમ્યગ્દર્શન નામના ગુણની તેને પ્રાપ્તિ થાય છે તથા પ્રાપ્ત થયેલ આ ગુણ વિશેષ શુદ્ધ બને છે. આ આઠ આચારોમાં પ્રથમના ચાર આચારો પોતાના સમ્યગ્દર્શનની દૃઢતા માટે છે, અને પાછળના ચાર આચારો અન્યને ગુણની પ્રાપ્તિ અને દઢતા કરાવવા માટે છે. પ્રથમના ચાર આચારોનું યથાયોગ્ય પાલન કરવા માટે જેમ વિચારશીલતા જોઈએ છે, તેમ પાછળના ચાર આચારોનું પાલન કરવા 20 - પ્રભાવના-ધર્મથમિસ્તીર્થસ્થાપના | - દ. વૈ. સૂત્રની હારિભદ્રીય વૃત્તિ 21 - પાવયી થHદી, વાર્ડ નેમિત્તિનો તવી ય | विज्जा-सिद्धो अ कवी, अद्वेव पभावगा भणिया ।। પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ જાતના પ્રભાવકો કહેલા છે. . - સમ્યક્ત્વ સપ્તતિ-૩૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સૂત્રસંવેદના-૩ વિચારશીલતા સાથે વિશિષ્ટ શક્તિ અને ઉદારતા આદિ ગુણો હોવા પણ જરૂરી છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, સાચે જ મારામાં સમ્યગદર્શન નથી માટે જ હું અનાદિ કાળથી આ સંસારમાં ભટકી રહ્યો છું. સમ્યગદર્શન તો મારામાં નથી, પણ તેને પ્રાપ્ત કરવાના આચારો પણ મારામાં નથી. કદાચ આ ભવમાં હું વિશેષ જ્ઞાન ન મેળવી શકું, કદાચ વિશેષ ચારિત્રનું પાલન પણ ન કરી શકું, પણ પ્રભુ ! મને તારી વચન પ્રત્યે આદર પ્રગટે, અડગ વિશ્વાસ આવે, ક્યાંય મારું મન શંકા, કાંક્ષામાં અટવાઈ ન જાય, જેથી સ્વયં તો શ્રદ્ધાસંપન્ન બનું અને અન્યને પણ દઢ શ્રદ્ધાવાળા બનાવવા મહેનત કરું, એટલું તારી પાસે માંગું છું.” Page #76 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ હંસણમ્મિ સૂત્ર અવતરણિકા : દર્શનાચાર પછી.હવે ક્રમસર આવતા ચારિત્રાચારને બતાવે છે : ગાથા : पणिहाण - जोग - जुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ॥४॥ અન્વય સહિત સંસ્કૃત છાયા : पञ्चसु समितिषु तिसृषु गुप्तिषु प्रणिधान - योग- युक्तः । ષ: અવિધ: ચારિત્રાપાર જ્ઞાતવ્યો મવતિ ||૪|| ગાથાર્થ : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આશ્રયીને પ્રણિધાનયોગથી મનની સ્વસ્થતાપૂર્વકનો આ ચારિત્રાચાર આંઠ પ્રકારનો જાણવો. વિશેષાર્થ : स्टँडल ૫૯ એટલે કે 23 24 આત્મભાવમાં સ્થિર થવું તે ચારિત્ર છે અથવા એકઠાં કરેલાં કર્મોને ખાલી કરવાં, અથવા ભગવાનના વચનને યથાર્થ સમજી,,તેમાં શ્રદ્ધા કરી, તે માર્ગે ચાલવું તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર દેશચારિત્ર અને સર્વચારિત્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાં સર્વચારિત્ર હિંસા, જૂઠ, ચોરી આદિ પાપોના સર્વથા ત્યાગપૂર્વક પાંચ મહાવ્રતના પાલનરૂપ છે, જ્યારે દેશચારિત્ર હિંસાદિ પાપોના અંશથી ત્યાગપૂર્વક અણુવ્રતાદિના પાલનરૂપ છે. આ બંને પ્રકારના ચારિત્રના પાલન, પોષણ અને સંવર્ધન માટે પ્રણિધાનયોગથી યુક્ત એટલે કે મનની સ્વસ્થતાપૂર્વક, 25 22 - આ ગાથા દશવૈકાલિકસૂત્રની શ્રી ભદ્રબાહુસ્વામીરચિત નિર્યુક્તિમાં ગાથા-૧૮૫ ત૨ીકે છે. હારિભદ્રીય વૃત્તિમાં તેની છાયા બે રીતે કરવામાં આવી છે : એક જે રીતે ઉપર કરી છે તેવી અને બીજી આ પ્રમાણે : पञ्चभिः समितिभिस्तिसृभिश्च गुप्तिभिः प्रणिधानयोगयुक्तः પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે પ્રણિધાન યોગથી યુક્ત એવો જે વ્યાપાર તે ચારિત્રાચાર છે. 23 - ચારિત્રે સ્થિરતારૂપમ્ - 24. ચા (ચય) - એકઠાં કરેલાં.રિત્ત્ત - ખાલી કરવાં. સંચિત કર્મને ખાલી કરવાની ક્રિયા તે ચારિત્ર છે. 25 - प्रणिधानं-चेतः स्वास्थ्यं तत्प्रधाना योगाः व्यापारास्तैर्युक्तः समन्वितः प्रणिधानयोगयुक्तः । - દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ Page #77 -------------------------------------------------------------------------- ________________ Co સૂત્રસંવેદના-૩ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આશ્રયીને કરાતો વ્યાપાર તે આઠ પ્રકારનો ચારિત્રાચાર છે. ચારિત્ર એ આત્મભાવમાં સ્થિર થવારૂપ અથવા તો આત્માનંદને પામવારૂપ છે. ચિત્તની સ્વસ્થતા વિના કે મનની એકાગ્રતા વિના આત્મભાવમાં સ્થિર થવાતું નથી અને આત્મભાવમાં સ્થિર થયા વિના આત્માનો આનંદ ક્યારેય અનુભવાતો નથી. માટે પ્રણિધાન યોગથી યુક્ત સમિતિ ગુપ્તિની પ્રવૃત્તિને ચારિત્રાચાર કહેવાય છે. ચારિત્રાચારની આ વ્યાખ્યાને આધારે નક્કી થાય છે કે ચારિત્ર એ માત્ર ક્રિયારૂપ નથી, પરંતુ સમિતિ-ગુપ્તિની દરેક ક્રિયાના માધ્યમે આત્મામાં સ્થિર થઈને, આત્માના આનંદને અનુભવવારૂપ છે. સંયમજીવનની કોઈપણ ક્રિયા, ભલે તે ચાલવાની હોય કે બોલવાની, આહારગ્રહણની ક્રિયા હોય કે મલવિસર્જનની, સંયમજીવનમાં ઉપયોગી વસ્ત્ર-પાત્રને લેવા-મૂકવાની ક્રિયા હોય કે મન, વચન, કાયાને ગોપવવાની ક્રિયા હોય – આ સર્વ ક્રિયા આત્મભાવમાં સ્થિર થવા માટેની છે. આથી સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિ મનની ચંચળતા દૂર કરી ચિત્તની સ્વસ્થતાપૂર્વક કરવી અત્યંત જરૂરી છે, અને તે રીતે કરતાં તે પ્રવૃત્તિ ચારિત્રાચારરૂપ બને છે. મનની ચંચળતાપૂર્વક કરાતી કાયાની પ્રવૃત્તિઓ એક જાતની કવાયતરૂપ બને છે. તેનાથી થોડું પુણ્ય બંધાય, પરંતુ વિશિષ્ટ કર્મનિર્જરા કે આત્મિક આનંદ સુધી પહોંચી શકાતું નથી. જિજ્ઞાસા ચિત્તની સ્વસ્થતાપૂર્વકની પ્રવૃત્તિ જ ચારિત્રાચાર કહેવાય તે વાત સત્ય છે, પરંતુ ચિત્ત સ્વસ્થ કરવા શું કરવું જોઈએ ? તૃપ્તિઃ મનની ચંચળતાનું મુખ્ય કારણ વૈષયિક વૃત્તિઓ, કાષાયિક વૃત્તિઓ અને વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના રાગાદિ અશુભ ભાવો છે. આવી વૃત્તિઓ નિયંત્રણમાં આવે અને આ રાગાદિ ભાવોની અલ્પતા થાય તો મન સ્વસ્થ રહી શકે છે. આથી રાગાદિને અલ્પ કરવા માટે રાગાદિના વિપાકો કેવા છે, તે ગુરુભગવંત પાસેથી વિનયપૂર્વક સમજવું જોઈએ. સમજ્યા પછી સંસારમાં રાગાદિના બંધનમાં ફસાયેલા જીવોની કેવી હાલત થાય છે, પ્રિય પાત્રની હાજરીમાં તેમની ઉત્સુકતા તથા વ્યાકુળતા, અને ગેરહાજરીમાં તેમની શોકાતુર અને ઉદાસીન મનઃસ્થિતિ વિષે વિચારવું જોઈએ. રાગાદિને આધીન બની બંધાયેલાં કર્મોના કારણે જીવોને ભવાંતરમાં પણ કેવી કેવી પીડાઓ સહન કરવી પડે છે, તેનું શાસ્ત્રવચનનું આલંબન લઈને ચિંતન કરવું જોઈએ. રાગાદિની પ્રતિપક્ષી ભાવનાઓ દ્વારા મનને ભાવિત કરી, રાગાદિ એક એક Page #78 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમ્મિ સૂત્ર કષાયને ઓળખવા અને તેનાથી દૂર ૨હેવા મનને પ્રથમથી જ તૈયાર કરવું જોઈએ. તો જ નબળાં નિમિત્તો વચ્ચે પણ ચિત્ત સ્વસ્થ રહી શકશે. ૧ ચિત્તની સ્વસ્થતાપૂર્વકના સમિતિ-ગુપ્તિના પાલનરૂપ જે ચારિત્રાચાર છે, તેમાં સમિતિનો અર્થ છે સમ્યક્ પ્રકારની પ્રવૃત્તિ અને ગુપ્તિનો અર્થ છે નિવૃત્તિ. ૧. કોઈપણ જીવને મારાથી પીડા ન થઈ જાય તેવા પરિણામપૂર્વક, ગાડાની ધૂંસરી પ્રમાણ એટલે કે ગા હાથની ભૂમિને જોઈને, અચિત્ત ભૂમિ ઉપર ચાલવું તે ઈર્યાસમિતિ છે. ૨. મારી વાણીથી કોઈને પીડા ન થાય તેવા ભાવપૂર્વક વિચારીને હિત, મિત અને પ્રિય બોલવું તે ભાષાકૃમિતિ છે. ૩. સંયમજીવન માટે ઉપયોગી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે નિર્દોષ ગ્રહણ કરવાની ક્રિયા તે એષણાસમિતિ છે. ૪. કોઈપણ જીવને કિલામણા-દુઃખ ન થાય તે રીતે દૃષ્ટિથી જોઈ, ૨જોહરણ વગેરેથી પૂંજી, સંયમજીવનમાં ઉપયોગી ચીજોને લેવા-મૂકવાની ક્રિયા તે આદાનભંડમનિક્ષેવા સમિતિ છે. ૫. સંયમજીવન માટે અનાવશ્યક ચીજોને શુદ્ધ, નિર્દોષ ભૂમિમાં વોસિરાવવાની કે ત્યાગવાની ક્રિયાને પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. ૬-૭-૮. મન-વચન-કાયાને અશુભ ભાવમાં જતાં અટકાવી શુભ ભાવમાં સ્થાપન કરવાં અથવા સર્વથા તેમને ક્યાંય જવા ન દેવાં તે મન-વચન-કાયાની ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધુઓનાં ચારિત્રરૂપી શરીરને માતાની માફક જન્મ આપી પાલન કરતી હોવાથી, તેમ જ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ-નિર્મળ રાખતી હોવાથી, શાસ્ત્રોમાં તેને અષ્ટ પ્રવચન-માતા તરીકે વર્ણવી છે.. 26 સર્વવિરતિધર આત્માઓએ તો પ્રતિક્ષણ આ આઠ પ્રવચનમાતાઓનું પાલન કરવાનું છે. તેના દ્વારા જ તેમનું ચારિત્ર જીવંત રહે છે. દેશવિરતિવાળા શ્રાવકોએ 26- તાશ્ચારિત્રાત્રસ્ય, બનનાત્ પરિપાનાત્। संशोधनाचं साधूनां मातरोऽष्टौ प्रकीर्तिता ।। સમિતિ-ગુપ્તિની વિશેષ સમજ માટે સૂત્રસંવેદના-ભાગ-૧માં પંચિદિય સૂત્ર જોવું. યોગશાસ્ત્ર - ૪૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ આ અષ્ટ પ્રવચનમાતાનું પાલન મુખ્યત્વે સામાયિક અને પૌષધમાં કરવાનું છે. તે સિવાય પણ શ્રાવકે પોતાની સર્વ પ્રવૃત્તિમાં જયણાને પ્રાધાન્ય આપવાનું છે. નિરર્થક હિંસાદિ પાપ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે. આવી પ્રવૃત્તિથી જ દેશવિરતિનો પરિણામ વૃદ્ધિમાન થાય છે અને અંતે સર્વવિરતિ માટે તે જીવ સક્ષમ બની શકે છે. ર આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “ભગવાનના શાસનનું સંયમ અને તેને પામવાના માર્ગો કેવા સુંદર છે ! મનને એકાગ્ર કરી સમિતિ-ગુપ્તિરૂપ આ આચારોનું પાલન ચાલુ કરું તો મોક્ષનું આંશિક સુખ આજે અહીં જ માણી શકું તેમ છું. તો પણ વિષય-કષાયની આ પરાધીનતા કેવી છે ? કે નથી તો સુવિશુદ્ધ ભાવે સંયમનો સ્વીકાર થતો કે નથી તેના આચારોનું યથાયોગ્ય પાલન થતું. હવે એ દૃઢ સંકલ્પ કરી એકાગ્રતાપૂર્વક સમતિ-ગુપ્તિનું પાલન કરી મારામાં સંયમ ગુણને પ્રગટાવું અને આત્માનંદ અહીં જ માણું.” Page #80 -------------------------------------------------------------------------- ________________ તાણંમિ દંસણમિ સૂત્ર ૬૩ અવતરણિકા : હવે ચારિત્રાચારને વર્ણવ્યા પછી તપાચારનું વર્ણન કરે છે – ગાથા : बारसविहम्मि वि तवे, सब्जिंतर-बाहिरे कुसल-दिटे । अगिलाइ अणाजीवी नायव्वो सो तवायारो ।।५।। અન્વય સહિત સંસ્કૃત છાયા : कुशलदिष्टे, साभ्यन्तर-बाह्ये, द्वादश-विधे अपि तपसि । अग्लान्या अनाजीविकः (यो आचारः) स तपाचारः ज्ञातव्यः ।।५।। ગાથાર્થ : કુશળ પુરુષોએ એટલે કે જિનેશ્વરોએ ઉપદેશેલા અભ્યતર અને બાહ્ય ભેટવાળા બારે પ્રકારના તપમાં ગ્લાનિ વિના અને આજીવિકાની ઈચ્છા વગર થતો જે આચાર તે તપાચાર જાણવો. વિશેષાર્થ : સર્વ દુઃખનું મૂળ ઇચ્છાઓ છે અને ઇચ્છાઓનો સર્વથા અભાવ તે પરમ સુખ છે. પ.પૂહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પંચસૂત્રમાં તો અનિચ્છાને જ મોક્ષ કહ્યો છે. નિરંતર પ્રવર્તતી ઇચ્છાઓને અટકાવવા જે અંતરંગ પ્રયત્ન કરાય છે તેને અત્યંતર તપ કહેવાય છે અને આહાર ત્યાગાદિરૂપ જે બાહ્ય પ્રયત્ન કરાય તેને બાહ્ય તપ કહેવાય છે. બીજી રીતે વિચારીએ તો કર્મના સંબંધને કારણે જીવો સંસારમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે. આ કર્મોને આવતાં અટકાવવાં તે સંવર છે, અને આવી ગયેલાં કર્મોને દૂર કરવાં તે નિર્જરા છે. આ સંવર અને નિર્જરાનો પરિણામ તે આંતરિક તપ છે, અને તે માટે કરાતી બાહ્ય આચરણા તે બાહ્ય તપ છે. વળી રાગ અને દ્વેષનાં કંકો જીવને સતત પરેશાન કરે છે. તે રાગાદિ ભાવોથી પર થઈ સમતાના ભાવમાં જીવને સ્થાપન કરવા જે અંતરંગ યત્ન થાય છે તે અંતરંગ તપ છે અને જે બાહ્ય પ્રયત્ન થાય છે તે બાહ્ય તપ છે. ટૂંકમાં ઇચ્છાઓને અટકાવી, સંવર ભાવને પ્રાપ્ત કરી, સમતા યોગને સાધી આત્મગુણમાં રહેવું, આત્મભાવમાં રમણતા કરવી તે નિશ્ચયથી તપ નામનો ગુણ છે. આ ગુણને પ્રાપ્ત કરવા જે આચરણા કરાય છે તેને તપાચાર કહેવાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સૂત્રસંવેદના-૩ વારસવિદ વિ તવે, સર્ભિતર-વેદિરે સત્ય-તિ - કુશળ પુરુષોએ બતાવેલા અત્યંતર અને બાહ્ય બાર પ્રકારના તપમાં. અનાદિકાળથી આહારસંજ્ઞાને આધીન બનીને, મન અને ઇન્દ્રિયોને વશ થઈને જીવે અનંતાં કર્મો બાંધ્યાં છે. બાંધેલાં કર્મોથી મુક્ત થવા માટે કુશળ દૃષ્ટિવાળા સર્વજ્ઞ ભગવંતોએ તપધર્મ બતાવ્યો છે. રસાદિ ધાતુઓ તથા કર્મ જેના દ્વારા તપે તેને તપ કહેવાય છે અથવા જેનાથી ઈચ્છાઓનો નિરોધ થાય, સમતા પ્રાદુર્ભાવ પામે અમે આત્મભાવમાં રમણતા થાય તેને તપ કહેવાય છે. આ તપ બે પ્રકારનો છે : (૧) બાહ્ય તપ અને (૨) અભ્યતર તપ. તેમાં અનશન આદિ છ પ્રકારનો બાહ્ય તપ છે. આ તપને બાહ્યદૃષ્ટિથી જોઈ શકાય છે. આ તપ કરનારને લોકો તપસ્વી તરીકે નવાજે છે. વળી આ તપ બાહ્ય શરીર આદિને શોષવાનું કાર્ય કરે છે. તેથી તેને બાહ્ય તપ કહેવાય છે. પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારનો અત્યંતર તપ છે. આ તપ સામાન્ય લોકમાં તપ તરીકે પ્રસિદ્ધ નથી. આ તપ કરનારને બાહ્યદૃષ્ટિથી કોઈ તપસ્વી કહેતા નથી. આ તપથી શરીર સુકાય જ તેવો એકાંત નથી. જૈન શાસનને વિશેષ પ્રકારે સમજેલા વિવેકી આત્માઓ આ તપ કરી શકે છે. વળી આ તપ અંતરંગ એવા કાર્મણ શરીરને તપાવે છે અને નિર્જરારૂપ ફળ અપાવનારો છે, તેથી તેને અત્યંતર તપ કહેવાય છે. મલ્ટિાફ સપની નાયડ્યો તો તવીથારો - આ બાર પ્રકારના તપમાં) ગ્લાનિ વિના અને આજીવિકાની ઈચ્છા વિના થતું આચરણ તે તપાચાર છે. આ બાર પ્રકારના તપમાંથી કેટલાક તપો એવા છે કે જેનું આચરણ શરીરને 27 - વાઢેન વિરમતિ સુવિ તસ્મિન્ કુશળ એવા જિનેશ્વરદેવે ઉપદેશેલા બાર પ્રકારના તપમાં. 28 - તતેડનેન હીતિ તપ, રસ-રુધિર-માંસ-મેલોડસ્થિ-મ-શુષ્પને તાણજો . कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ।।१।। 29. ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. - ઉ. યશોવિજયજી કૃત નવપદની પૂજા 30 - मिथ्यादृष्टिभिरपि क्रियमाणत्वेन, क्रियमाणं चर्मचक्षुदृश्यमाणत्वेन बाह्यमौदारिकशरीरशोषकत्वेन च बहिवं तपः। - શાંત સુધારસ ટીકા 31- आभ्यन्तरं चर्मदृगदृश्यं, निर्जराफलदं, कार्मणशरीरदाहक, जैनशासने सम्यग्दृष्टिभिरेव क्रियमाणत्वादन्तरंगं तपः । - શાંત સુધારસ ટીકા - આચારપ્રદીપ Page #82 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણમિ સૂત્ર ૬૫ સારું રાખવા પણ કરાય છે, તો માન-સન્માન આદિની ઇચ્છાથી પણ કેટલીક વાર તપ કરાય છે; પરંતુ આ પ્રકારે કરાતા તપના આચરણને તપાચાર કહેવાતો નથી. તપાચાર તો તેને કહેવાય કે જે તપમાં પોતાની શક્તિનો વિચાર કરી, કોઈપણ ધર્મકાર્યમાં ઊણપ ન આવે, મનમાં કોઈ ખરાબ ભાવ ન ઉદ્ભવે અને માત્ર કર્મનિર્જરાનો જ ભાવ રહે તે રીતે તપનું સેવન થતું હોય. ગળાડું - ગ્લાનિ વિના, ચિત્તની પ્રસન્નતાપૂર્વક થાક, કંટાળો, અનુત્સાહ કે નારાજગીના ભાવને ગ્લાનિ કહેવાય છે. આવી ગ્લાનિ વિના, ચિત્તની પ્રસન્નતાથી, ઉત્સાહ અને આનંદથી જે તપ કરાય તેને અગ્લાન તપ કહેવાય છે.. સ્વશક્તિનો વિચાર કરીને તપધર્મનો પ્રારંભ કર્યા પછી ક્યારેક ભૂખ-તરસ આદિની વેદના વધી જાય ત્યારે પણ અગ્લાન તપ કરવાની ભાવનાવાળા સાધકે પોતાનું મુખ પ્લાન ન થવા દેવું જોઈએ, કે આ તપ ક્યારે પૂરો થશે તેવો ભાવ પણ ન આવવા દેવો જોઈએ. તે માટે “દઉં મારું' જેવાં અનેક શાસ્ત્રવચનોનો સહારો લઈ સાધકે વિચારવું કે “આજ દિવસ સુધી શરીરની અનુકૂળતાઓને પૂરી પાડવા માટે ઘણાં કર્મ બાંધ્યાં છે, દેહ-પરના મમત્વના કારણે ઘણાંને કષ્ટ આપ્યાં છે, આ દેહને કષ્ટ આપી હવે તે કર્મ ખપાવવાનો અવસર આવ્યો છે. દેહના મમત્વને દૂર કરવાની આ ક્ષણ છે, જડ પ્રત્યેની આસક્તિને તોડવાની આ તક છે. હું આત્મા છું, અનંત શક્તિનો સ્વામી છે. જ્ઞાન મારો ગુણ છે, આનંદ એ મારો સ્વભાવ છે. આ સ્વભાવનું વદન તે મારો ધર્મ છે. સુધા-તૃષા એ શરીરના ધર્મો છે. શરીર સાથેની મમતાના કારણે આજે તે સુધા આદિની વેદના અને શરીરની નહિ પણ મારી લાગે છે. વાસ્તવમાં આ ભૂખ-તરસ વેઠતાં જો શરીરની મમતા તૂટી જશે અને સમતાભાવની પ્રાપ્તિ થશે, તો આ દુઃખ તો શું, અનંતકાળનું અસંતું દુઃખ પણ નાશ પામી જશે. વળી, આ સુધાદિનું દુઃખ મેં મારા કર્મની નિર્જરા માટે સ્વાધીનપણે સ્વીકારેલું છે. તેનાથી તો મને કર્મની મહા નિર્જરા થવાની છે. આના કરતાં તો અનંતી સુધા અને તૃષા પરાધીનપણે મેં નરક અને તિર્યંચની ગતિમાં અનંતકાળ માટે સહન કરી છે. અલ્પકાળ માટે પ્રભુની આજ્ઞા મુજબ સ્વયં સ્વીકારેલી આ સુધા-તૃષાને જો હું સહન કરી લઈશ, તો મારાં ઘણાં ઘણાં કર્મો ખપી જશે, મારું કલ્યાણ થઈ જશે.” આવી વિચારણાઓના કારણે શરીરમાં જેમ જેમ કષ્ટ વધતું જાય તેમ તેમ કષ્ટમાં 32 - વર્ણનર્નરરૂપીય શ્રી સચ તપણે નમ: સ્વાહા ! - સિદ્ધચક્ર મહાપૂજન Page #83 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ કર્મનિર્જરારૂપ કમાણીનાં દર્શન થતાં જાય, જેના કારણે તપધર્મના આરાધકનું ચિત્ત વધુ પ્રસન્ન થતું જાય. આ રીતે ચિત્તની પ્રસન્નતાપૂર્વક કરાયેલા તપને અગ્લાનપણે કરાયેલો તપ કહેવાય છે; પરંતુ જે વ્યક્તિ શક્તિનો વિચાર કર્યા વિના પ્રથમ તપધર્મ સ્વીકારે અને પછી ‘આ તપ ક્યારે પૂરો થશે’ તેવી વિચારણાઓથી અધીરો બની, રાજવેઠિયાની જેમ એટલે કે નોકરીમાં રાખેલા માણસની જેમ, ગમે-તેમ તપ પૂરો કરે, તો તેના તેવા તપને ‘અગ્લાનપણે' કરેલો તપ ન કહેવાય. 33 ગળાનીવી - આજીવિકાની કે માન સન્માનની ઇચ્છા રાખ્યા વગર જીવન જીવવા માટે જરૂરી બાહ્ય સામગ્રી, માન-સન્માન, કે આલોકપરલોકના સુખની ઇચ્છા તે ‘આજીવિકા’ છે. આવી ઇચ્છા વિના કરાતો તપ તે ‘અનાજીવી' તપ કહેવાય છે. તપ કર્યા બાદ, ‘મેં આ તપ કર્યો છે, માટે મારું આવું સન્માન થવું જોઈએ કે ઉત્તમ વસ્ત્ર, પાત્રથી મારી ભક્તિ થવી જોઈએ,' એવી કોઈ ઈચ્છા-આશંસા થવી તે આજીવિકાની ઈચ્છારૂપ છે. આવી ઈચ્છાથી તપ કરાય અને જો પુણ્ય હોય તો કદાચ તે વસ્તુ મળી પણ જાય, પરંતુ કર્મનિર્જરારૂપ મહાફળથી વંચિત રહી જૈવાય છે. માટે તપ કરતી વખતે માન, સન્માન કે સત્કાર આદિની કોઈ ઈચ્છા ન કરતાં સાધકની માત્ર એવી ભાવના હોવી જોઈએ કે - આ તપની એ રીતે આરાધના કરું કે મારાં ક્લિષ્ટ કર્મો નાશ પામી જાય અને મારો આત્મા વધુ નિર્મળ-નિર્મળતર બની સ્વસુખનો શીઘ્ર ભોક્તા બને. આવી ભાવનાથી અન્ય ફળની ઈચ્છાથી રહિત અને માત્ર નિર્જરાની ભાવનાથી કરાયેલો તપ ‘અનાજીવિક’ તપ કહેવાય છે. ,34 ૬૬ 35 ‘જ્ઞાનસાર’ નામના ગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ તપની સુંદર વ્યાખ્યા કરી છે : “તેવો જ તપ કરવો જોઈએ કે જેમાં દુર્ધ્યાન ન થાય, જેનાથી ધર્મકાર્યમાં ઓટ ન આવે અને ઇન્દ્રિયોની હાનિ ન થાય.” 33- अग्लान्या न राजवेष्टिकल्पेन यथाशक्त्या वा । 34 - અનાનીવિજ્રો - નિ:સ્પૃહ: પાન્તરમધિકૃત્ય । 35 - તદ્દેવ હિ તપ:વાર્ય, દુર્ધ્યાનું યંત્ર નો મવેત્ । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ।। तं तु तपो कायव्वं जेण जिओऽमंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी जेण य जोगा ण हायंति । - દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ - ૬. વૈ. હારિભદ્રીય વૃત્તિ - જ્ઞાનસાર - યતિદિન ચર્યા-૨૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૬૭ આ રીતે ભગવાનના વચનને સમજી-વિચારીને યથાશક્તિ જો તપધર્મનો આદર કરાય તો તપના કષ્ટમાં પણ ગ્લાનિ નથી થતી, પરંતુ ચિત્તની પ્રસન્નતા જળવાઈ રહે છે, મનને શાંતિ મળે છે, ઇન્દ્રિયો અંકુશમાં રહે છે, આધ્યાત્મિક ચિંતનનો સુંદર અવસર મળે છે અને પરિણામે તે તપના સમયમાં આત્મા અપૂર્વ આનંદ અનુભવે છે. આહારાદિ સંજ્ઞાને તોડવા અને કર્મ ખપાવવાના ઉદ્દેશથી જેઓ તપ કરે છે, તેમને દુર્ગાનની સંભાવના રહેતી નથી. શરીરનું મમત્વ તોડવાના ઉદ્દેશથી જેઓ તપ કરે છે, તેમની ધર્મક્રિયામાં ઓટ આવતી નથી અને પોતાની શક્તિનો વિચાર કરીને જેઓ તપ ધર્મનો પ્રારંભ કરે છે, તેમને ઇન્દ્રિયોની હાનિનો પ્રશ્ન રહેતો નથી. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “ભગવાનના શાસનમાં માત્ર લાંઘણને તપાચાર નથી કહ્યો, પરંતુ ઉત્સાહપૂર્વક, કોઈપણ પ્રકારના ભૌતિક સુખની અપેક્ષા વિના, કર્મનિર્જરાર્થે. આત્મકલ્યાણ માટે કરાતો તપ જ તપાચાર કહેવાય છે. આથી આ સિવાયની કોઈપણ ઈચ્છાથી તપ થયો હોય તો તે મારા માટે તપાચારમાં અતિચાર સ્વરૂપ છે, અને શક્તિ હોવા છતાં પણ જો તપાદિમાં પ્રયત્ન ન થયો હોય તો તે પણ અતિચાર છે. આવા અતિચારોને યાદ કરી, પ્રતિક્રમણ કરતી વખતે તેની માફી માંગી, તેનાથી પાછા ફરવાનો હું સંકલ્પ કરું છું.” Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સૂત્રસંવેદના-૩ . અવતરણિકા : તપની સામાન્ય વાતો કર્યા પછી હવે બાહ્યતાનું વર્ણન કરતાં કહે છે – ગાથા : अणसणमूणोअरिआ, वित्ती-संखेवणं रस-शाओ। . काय-किलेसो संलीणया य बज्झो तवो होइ ।।६।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ અનશનમ્ કનોરિક્ષ, વૃત્તિ-સંક્ષેપળે રસ-ત્યા : | વાય-: સંત્રીનતા , વાર્દ તપ: મવતિ ચાદ્દા ગાથાર્થ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સલીનતા : એ છે પ્રકારનો બાહ્ય-તપ છે. વિશેષાર્થ : ૨. સામ્ - દેશથી કે સર્વથી આહારનો ત્યાગ કરવો તે “અનશન” નામનો પ્રથમ બાહ્ય તપ છે. મુમુક્ષુ આત્મા સમજે છે કે આહાર લેવો તે પોતાનો સ્વભાવ નથી, તોપણ આત્મા જ્યાં સુધી શરીર સાથે સંલગ્ન છે, ત્યાં સુધી સાધનામાં સહાયક શરીરને ટકાવવા આહારની જરૂર પડે છે. અનાદિઅભ્યસ્ત “આહાર સંજ્ઞા” ના કારણે આહાર લેતાં રાગ-દ્વેષનો પરિણામ પ્રગટ થાય છે. પ્રગટ થયેલા આ રાગ-દ્વેષના પરિણામથી બચવા શક્ય પ્રયત્ન આહારનો ત્યાગ કરવો ઉચિત છે. આમ વિચારી સર્વથા કે આંશિક આહારનો ત્યાગ કરવો તે અનશન તપ” કહેવાય છે. 36. સંજ્ઞા એટલે સમજણ, અભિલાષા વગેરે અર્થાતુ અનાદિકાળથી આત્માને લાગેલું પૌગલિક વાસનાઓનું બળ. તેના ચાર ભેદ છે : ૧ - સુધાવેદનીય કર્મના ઉદયથી થતી આહારની અભિલાષા તે “આહાર સંજ્ઞા' ૨ - ભયમોહનીય કર્મના ઉદયથી ભય લાગે તે “ભયસંજ્ઞા....૩ - વેદમોહનીય કર્મના ઉદયે મૈથુનની અભિલાષા જાગે તે “મૈથુનસંજ્ઞા' અને ૪ - તીવ્ર લોભના ઉદયે જડ પદાર્થોમાં મૂચ્છ (મમત્વ) થાય તે “પરિગ્રહસંજ્ઞા.” 37 . શન મનરાનમ્ આહારત્યા ત્યર્થ - - દ. 4. નિર્યુક્તિ ગાથા-૪૦ની હારિભદ્રીય વૃત્તિ Page #86 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમ્મિ સૂત્ર 39 અનશન તપ બે પ્રકારે છે : યાવત્કથિક અને ઈત્વરકથિક. તેમાં જીવન પર્યંત આહારનો ત્યાગ કરવો તેને યાવથિક અનશન તપ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે. : ૧. પાદપોપગમન ૨. ઇંગિનીમરણ ૩. ભક્તપરિજ્ઞા. સત્ત્વહીનતાને કારણે આ કાળના જીવો માટે શાસ્ત્રમાં આ ત્રણે પ્રકારના અનશનનો નિષેધ કરેલો છે, પરંતુ જ્યારે આ તપ ક૨વામાં આવતો ત્યારે પણ આ તપનો સ્વીકાર કરતાં પહેલાં આત્માને શ્રુત દ્વારા, સત્ત્વ દ્વારા અને એકત્વ ભાવના દ્વારા ખૂબ ભાવિત ક૨વાનું વિધાન હતું. તેમ કરતાં જ્યારે લાગે કે આહાર વિના પણ ગમે તેવાં વિઘ્નો વચ્ચે મન સમાધિમાં રહી શકે તેવું છે, ત્યારે જ આ તપનો સ્વીકાર કરી શકાતો હતો. ૬૯ સર્વથા આહારનો ત્યાગ જ્યાં સુધી ન થઈ શકે ત્યાં સુધી થોડા સમય માટે પણ આહારનો ત્યાગ કરવો તે. ઈત્વરકથિક અનશન તપ છે. તે પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં ચારે પ્રકારના આહારના ત્યાગવાળો ચોવિહાર ઉપવાસ, છઠ્ઠ, અક્રમ વગેરે સર્વથી ઈત્વરકાલિક અણસણરૂપ છે, અને એકાસણું, બેસણું આદિ દેશથી ઈત્વકાલિક અણસણ કહેવાય છે. ઈત્વરકાલિક અણસણના નવકારશીના પચ્ચક્ખાણથી માંડીને યાવત્ છ માસના ઉપવાસ સુધીના અનેક પ્રકારો છે. તે સિવાય પણ અનેક પ્રકારે સાંકેતિક પચ્ચક્ખાણ રૂપ અનશન થઈ શકે છે. જેમ કે ‘મુઠ્ઠી વાળી નવકાર ગણીને મુટ્ઠી ન છોડું ત્યાં સુધી આહા૨નો ત્યાગ' વગેરે. 40 38 - इत्वरं - परिमितकालं, तत्पुनश्चरमतीर्थकृत्तीर्थे चतुर्थादिषण्मासान्तम् यावत्कथिकं त्वाजन्मभावि । 39 - (૧) પાપોપશમન (૨) શૈશનીમરન (3) મńરિજ્ઞા ૧. જીવનના અંતકાળે પ્રથમ સંઘયણવાળા સાધકો દેવગુરુને વંદના કરી, તેમની પાસે અનશન સ્વીકારી, પર્વતની કોઈ ગુફામાં આંખની પાંપણ પણ હલે નહીં તેવી રીતે સંપૂર્ણપણે નિશ્ચેષ્ટ બની, પ્રશસ્ત ધ્યાનપૂર્વક પ્રાણાન્ત સુધી વૃક્ષની જેમ સ્થિર રહે છે, તેવા પ્રકારના અનશનને ‘પાદપોપગમન' અનશન કહેવાય છે. - ૨. પાદપોપગમન અનશન સ્વીકારી શકાય તેવું સંઘયણ બળ ન હોય ત્યારે કોઈ નક્કી કરેલા પ્રદેશમાં ચાર પ્રકારના આહારના ત્યાગપૂર્વક સ્વયં જ ઉદ્ધૃર્તન (પડખા ફેરવવા) આદિ ક્રિયા કરી પ્રાણાન્ત સુધી અનશન સ્વીકારાય તેને ‘ઇંગિની મરણ’ નામનું અનશન કહેવાય છે. ૩. ગચ્છમાં રહેલા સાધુ કોમળ એવા સંથારા ઉપર, શરીર, ઉપકરણ વગેરેની મમતાનો ત્યાગ કરી, ચા૨ અથવા ત્રણ આહારનો ત્યાગ કરી, સ્વયં નમસ્કાર આદિના ધ્યાનમાં સ્થિર થઈ અથવા અન્ય પાસે નમસ્કાર આદિ સાંભળતા, મનને આત્મભાવમાં સ્થિર કરી, સમાધિપૂર્વક મ૨ણનો સ્વીકાર કરે તેને ‘ભક્તપરિજ્ઞા’ નામનું અનશન કહેવાય છે. આ ત્રણે પ્રકારના અનશનની વિશેષ સમજ ગુરુગમથી પ્રાપ્ત કરવી જોઈએ. - દ.વૈ. હારિ વૃત્તિ તથા આચારપ્રદીપ 40 - અનશન તપના અનેક પ્રકારો પચ્ચક્ખાણ ભાષ્યમાંથી જોવા. Page #87 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ ૨. કોરીગ - પેટ ઊણું રાખવું, પેટ ભરીને ન ખાવું. અનશન નામનો તપ પૂર્ણ થતાં જ્યારે સાધના માટે ઉપયોગી એવા શરીરને ટકાવવા અર્થે આહાર કરવો પડે ત્યારે શક્ય તેટલો ઓછો આહાર લેવો તે ઊણોદરી' નામનો બીજા પ્રકારનો બાહ્ય તપ છે. અનશનમાં આહારનો ત્યાગ છે, જ્યારે ઊણોદરીમાં ભાણે બેસીને પણ ભૂખ્યા રહેવાની વાત છે. - સાધના કરવા માટે જ્યારે આહારની જરૂર પડે ત્યારે જો પેટ ભરીને, દાબી દાબીને ખાવામાં આવે તો ધર્મકાર્યમાં આળસ આવે છે અને શરીરમાં જડતા આવે છે. આથી શાસ્ત્રોમાં પોતાના સામાન્ય ખોરાકથી શક્ય તેટલાં ઓછાં આહારપાણી લેવારૂપે ઊણોદરી નામના તપનું વર્ણન કર્યું છે. આ તપ કરવાથી આહાર સંજ્ઞા જિતાય છે અને યોગસાધનામાં ઉદ્યમશીલ રહેવાય છે. . સામાન્યથી પુરુષનો આહાર ૩૨ કોળિયાનો છે, અને સ્ત્રીઓનો આહાર-૨૮ કોળિયાનો છે. તેનાથી એક-બે યાવતુ ૩૧ કોળિયા ન્યૂન આહાર કરવો તે દ્રવ્ય ઊણોદરી તપ છે, અને આહાર લેતાં પણ તેમાં થતા રાગાદિ ભાવોને નિરંતર ઓછા કરવા પ્રયત્ન કરવો કે ક્રોધાદિ કષાયોને એલ્પ કરવા પ્રયત્ન કરવો તે ભાવ ઊણોદરી તપ‘ છે. રૂ. વિત્તીસંવેવાં - વૃતિસંક્ષેપ . જેનાથી જીવન ટકે તેને વૃત્તિ કહેવાય છે. તેમાં ભોજન, જલ વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વૃત્તિનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સંક્ષેપ-સંકોચ કરવો તે “વૃત્તિસંક્ષેપ નામનો ત્રીજા પ્રકારનો બાહ્ય તપ છે. ઊણોદરી વ્રત 41. વત્તી શિર વસ્ત્ર, માદાર? કુથ્વિપૂરો જમો . पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ।।१।। कवलाए य परिमाणं, कुक्कुडि अंडयपमाणमेत्तं तु ।। નો વા ગવિયવયળો, વયનિ જીદેન્ન વીત્યો પારા - દશવૈકાલિક ગા-૪૭ હામિદ્રીય વૃત્તો જેટલો ખોરાક મોંમાં મૂક્યા પછી મોઢાનો દેખાવ વિકૃત ન બને તેટલા ખોરાકને એક કોળિયો કહેવાય છે, અથવા ૧ કોળિયો કુકડીના છેડા પ્રમાણ ગણવો. 42 . #ોદામ, વાગો નિણવય માવાડ | भावोणोदरिआ वि हु, पन्नता वीयराएहिं ।। - ચાના સૂત્ર-૧૮ર વૃત્તો 43 - वृत्तिसंक्षेपो गोचराभिग्रहरूपो वृत्तिराजीविका स्वेच्छाभोगोपभोगोपयोगिवस्तुविषया तस्या ह्रास: परिमाणेन संक्षेपः । वर्तते ह्यनया वृत्तिः, भिक्षाशनजलादिका तस्याः संक्षेपणं कार्य, द्रव्याद्यभिग्रहाञ्चितैः । - આચારપ્રદીપ Page #88 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર કરનાર સાધક વિચારે કે, “જેટલાં દ્રવ્યો વધુ લેવાશે તેટલામાં ગમા-અણગમાના પરિણામરૂપ રતિ-અરતિ તથા રાગ-દ્વેષની સંભાવના છે. આથી શક્ય તેટલાં ઓછાં દ્રવ્યોથી આહાર કરું, જેથી રાગાદિથી થતી અનર્ગળ ઈચ્છાઓ ઉપર અંકુશ આવી શકે.” આ રીતે વિચારી જીવ પોતાની ખાવા-પીવાની વસ્તુઓનો સંક્ષેપ કરે તે વૃત્તિસંક્ષેપ તપ છે. વળી, સર્વવિરતિધર આત્માઓ ઉપકરણ અને આહાર-પાણીના વિષયમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયીને જે નિયમ કરે છે કે અમુક દ્રવ્ય અમુક ક્ષેત્રમાંથી અમુક કાળમાં અને તે પણ અમુક પ્રકારના ભાવવાળો દાતા આપશે તો જ ગ્રહણ કરીશ, તે સિવાય ગ્રહણ નહિ કરું, તે પણ વૃત્તિસંક્ષેપ તપ છે. જેમ ભગવાન મહાવીરસ્વામીએ અભિગ્રહ કરેલ કે - મુંડિત મસ્તકવાળી, ઉંબરામાં ઊભેલી, હાથ-પગમાં બેડીવાળી, આંખમાં અશ્રુજલવાળી, ત્રણ દિવસની ઉપવાસી, દાસીપણાને પામેલી કોઈ રાજકન્યા, સૂપડાના ખૂણામાં રહેલા આહારને ભિક્ષાનો સમય વીતી ગયા પછી આપે તો જ હું ગ્રહણ કરીશ. આ અભિગ્રહ વૃત્તિસંક્ષેપ નામના તપનો જ એક પ્રકાર છે. મુનિ ભગવંતોને દ્રવ્યાદિને આશ્રયીને નિત નવા અભિગ્રહ કરવાનું વિધાન છે. જીત સૂત્ર નામના આગમમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો મુનિઓ નિતનવા અભિગ્રહ ધારણ ન કરે તો તેઓને પ્રાયશ્ચિત્ત^ આવે. ૪. રસાળો - રસત્યાગ – વિગઈનો ત્યાગ. રસવાળા આહારનો ત્યાગ કરવો તે “રસત્યાગ' નામનો તપ છે. તેમાં જેનાથી રસના એટલે જીભને સંતુષ્ટિ થાય, તેની આસક્તિ પોષાય તેવા આહારને રસવાળો આહાર કહેવાય છે. શાસ્ત્રકારોએ રસ તરીકે મુખ્યપણે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાવિગઈ (પકવાન્ન); એ છ વિગઈઓનો ઉલ્લેખ કર્યો છે. આ વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો અથવા એક-બે-ત્રણ આદિનો ત્યાગ કરવો તે રસત્યાગનામનો તપ છે. આ ઉપરાંત મદિરા, માંસ, મધ અને માખણ આ ચાર 44. પ્રક્રિય વિય નવ નવરં વિન્તર્યાતિ મુવિસદા | जीअंमि जओ भणियं, पच्छित्तमभिग्गहाभावे ।।१।। 45. રસા: ક્ષીરદિયસ્તત્વરિત્યાસ્ત: | रसानां - क्षीरदध्यादीनां विकारहेतुतया विकृतिशब्दवाच्यानां मद्यमांसमधुनवनीतानां दुग्ध-दधिधृततैल-गुडावगाह्यादीनां च यथाशाक्ति सर्वेषां कियतां वा सर्वदा वर्षषण्मासीचतुर्मास्याद्यवधि वा વર્ણનમ્ - આચાર પ્રદીપ Page #89 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ પણ વિગઈઓ છે, જે મહાવિગઈ તરીકે ઓળખાય છે. પ્રત્યેક સાધકે તેનો સર્વથા સદા માટે ત્યાગ કરવો જોઈએ. ૭૨ વિગઈઓ એ જીભને ખૂબ અનુકૂળ આવે તેવી વસ્તુ છે. વિગઈનો સ્પર્શ થતાં કે ક્યારેક તો માત્ર તેને જોતાંવેંત જીભ લોલુપી બની જાય છે. બેકાબુ બનેલી આ રસના ઘણીવાર વિવેક ચુકાવી દે છે અને અધિક આહાર કરાવી પેટ અને મનને બગાડે છે. વળી વિગઈઓનું સેવન કરવાથી શરીર અને ઇન્દ્રિયો પુષ્ટ થાય છે, જેના પરિણામે શ૨ી૨, મન અને પાંચે ઇન્દ્રિયો પોત પોતાના વિષયોમાં વિશેષ પ્રકારે પ્રવૃત્તિ કરે છે. અનાદિના અભ્યાસના કારણે વિષયોમાં થતી પ્રવૃત્તિ જીવમાં રાગાદિ ભાવો અને તેના વિકારો ઉત્પન્ન કરે છે. વિકૃત થયેલી ઇન્દ્રિયો અને મન જીવને કર્મબંધ કરાવી દુર્ગતિમાં લઈ જાય છે. આથી શાસ્ત્રકારો તો વિગઈને જ વિકૃતિ કહે છે. વેશ્યાનો સહવાસ જેમ જીવનને પાયમાલ કરે છે, તેમ વેશ્યા સમાન વિગઈનો સહવાસ પણ સાધકના જીવનને પાયમાલ કરે છે. દુર્ગતિથી ડરનારો જે સાધુ વિગઈને અથવા વિગઈથી બનેલા પદાર્થએ ખાય છે તેને વિકૃતિ ક૨વાના સ્વભાવવાળી વિગઈ બળાત્કારથી દુર્ગતિમાં લઈ જાય છે. આ સર્વ વાતોનું વિશેષ ચિંતન કરી શક્ય પ્રયત્ને સાધુ અને શ્રાવકે વિગઈઓનો ત્યાગ કરી અવશ્ય રસત્યાગ તપ કરવો જોઈએ. 46 ઉપરોક્ત ચારેય તપ આહારના નિયંત્રણ માટે છે. આહારના નિયંત્રણથી રસના પર વિજય પ્રાપ્ત થાય છે. તેનાથી અન્ય ઇન્દ્રિયો પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે. ઇન્દ્રિયના વિજયથી કષાયનો વિજય અને પરિણામે કર્મનો ક્ષય અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે ચારેય તપો મોક્ષ સાથે સંકળાયેલા છે. ૬. હ્રાય-વિસો - કાયાને કષ્ટ આપવું (કાયાથી સહન કરવું). જેનાથી કાયાને કષ્ટ થાય તેવી કર્મક્ષય માટે કરાતી પ્રવૃત્તિને ‘કાયક્લેશ’ તપ કહેવાય છે. કાયાને સહનશીલ બનાવવા ભગવાનની આજ્ઞા મુજબ વીરાસન, પદ્માસન આદિ આસનોનું સેવન ક૨વું, આતાપના લેવી, કેશનો લોચ કરવો, ખુલ્લા પગે વિહાર કરવો, જિનમુદ્રા આદિ મુદ્રામાં રહી વિવિધ પ્રકારની ક્રિયાઓ 46- विगई विगईभीओ विगइगयं जो उ भुंजए साहू । વિરૂં વિશસહાવા, વિદું વિશદું વા નેફ ।।।। - પચ્ચક્ખાણ ભાષ્ય ગા.-૪૦ નિશિથભાષ્ય ગા. ૧૬૧૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ નારંમિ દંસણમિ સૂત્ર કરવી, સુધા-પિપાસા, રોગ આદિ પરિષદોને શાંતિથી સમભાવે સહેવા, તે કાયક્લેશ તપ છે. શરીરના મમત્વથી મુક્ત થવું અને યોગમાર્ગમાં વિશેષથી પ્રવૃત્ત થવું, એ આ તપનો હેતુ છે. તેથી શરીરને સ્વસ્થ રાખવા, સ્નાયુઓને મજબૂત બનાવવા જે યોગાસનો વગેરે કરવામાં આવે છે, તેનો સમાવેશ આ તપમાં થઈ શકતો નથી. આ તપમાં તો, કર્મોદયથી ગમે તેવી પીડા કે આપત્તિ આવે તોપણ સમભાવ (સમાધિ) ટકાવી રાખી, કર્મનિર્જરા વગેરે થઈ શકે તે ભાવનાથી કાયાને કસવાનો અને કર્મના ઉદય વિના પણ કષ્ટ ઊભાં કરી આનંદપૂર્વક સહન કરવાનો હેતુ સમાયો છે. આ તપનું વારંવાર સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. મુખ્યતયા તો કાયા નિયંત્રણમાં રહે છે, કાયાના નિયંત્રણથી મન પણ આપોઆપ નિયંત્રણમાં આવે છે અને કાયા અને મનના નિયંત્રણથી પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક થઈ શકે છે, સ્વજીવનમાં થયેલા આ ફાયદાથી અન્યને પણ શુભ ભાવો ઉત્પન્ન કરાવવા દ્વારા ઉપકારક છે; કેમ કે ઉપયોગપૂર્વક ક્રિયા કરનાર મહાત્માઓનાં દર્શનથી ભદ્રિક અને વિવેકી આત્માના અંતરમાં ક્રિયાવાન અને ક્રિયા પ્રત્યે બહુમાનભાવ પ્રગટે છે. વળી, “શરીરને અનુકૂળ હોય તેમ જ વર્તવું' આવી કુટેવના કારણે, શરીરને અનુકૂળ સામગ્રીમાં રાગ અને પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ થઈ જ જાય છે; પરંતુ કાયક્લેશ દ્વારા જ્યારે સહન કરવાની ભાવના પ્રગટે છે, વિવિધ ક્રિયા દ્વારા શરીરનું મમત્વ ઘટે છે, ત્યારે રાગ-દ્વેષના ભાવથી પર થઈ સમતા સાંધી શકાય છે. ઉપરછલ્લી દૃષ્ટિએ લોન્ચ કરાવવામાં કે કાયક્લેશ તપની અન્ય ક્રિયાઓમાં કષ્ટ અને પીડા દેખાય છે, તો પણ વાળની સાચવણી માટે જે પાણી વગેરેના જીવોને પીડા અપાય છે, જીભના સ્વાદ માટે વનસ્પતિના જીવોનો જે વિનાશ કરાય છે, એની તુલનામાં આ પીડા કાંઈ જ નથી અર્થાતુ આમાં વિષયો દેહાદિ પ્રત્યે નિર્મમભાવ કેળવી સ્વ-ભાવપ્રાણની રક્ષાની સાથોસાથ સામા જીવોની દયાનો ભાવ પણ રહેલો છે. અહીં એ ખાસ ધ્યાનમાં લેવું કે માત્ર કષ્ટ સહન કરવું પડે તે “કાયક્લેશ” તપ નથી, પણ કર્મક્ષયના હેતુથી ભગવાનની આજ્ઞા સમજીને સ્વેચ્છાપૂર્વક કષ્ટ સહન કરવામાં આવે, એ “કાયક્લેશ” તપ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ६. संलीणया य = સૂત્રસંવેદના-૩ - અને સંલીનતા. અનર્થકારી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિઓમાં સ્થિર થવું એ ‘સંલીનતા’ નામનો બાહ્ય તપ છે. અથવા ઇન્દ્રિય, કષાય અને યોગોને મોહના માર્ગથી પાછાં વાળી, મોક્ષના માર્ગમાં સ્થિર કરવાં, ઇન્દ્રિયાદિનું સમ્યક્ પ્રકારે ગોપન કરવું, તેનું નામ ‘સંલીનતા’ નામનો તપ છે. ,47 ૧ ઇન્દ્રિયસંલીનતા : પોતાને આનંદ આપનાર શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને પ્રભુનાં વચનોનો સહારો લઈ રોકવી, અથવા ઇન્દ્રિયોને અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ ન થવા દેવો પણ સમભાવ રાખવો, તે ઇન્દ્રિયસંલીનતા છે. 48 જોકે સંસારી જીવો માટે સર્વથા ઇન્દ્રિયરોધ શક્ય નથી, તો પણ પ્રારંભમાં અપ્રશસ્ત માર્ગમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને પ્રશસ્ત માર્ગમાં વાળવી શક્ય છે, અને ત્યારબાદ વૈરાગ્યાદિ ભાવોથી આત્માને ભાવિત કરી, શબ્દાદિ વિષયોમાં ઉદાસીન ભાવે રહેવું સાધક માટે શક્ય અને સ૨ળ બની શકે છે. ૨ - કષાયસંલીનતા ઃ શુભ ભાવના દ્વારા ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા અને પુન: કષાયો ઉદયમાં જ ન આવે તેવા ચિત્તનું નિર્માણ કરવું તે કષાયસંલીનતા છે. આ કષાય સંલીનતા તપની આરાધના કરવા ઈચ્છતાં સાધકે વિચારવું કે, “આ જગતમાં જે કોઈ દુઃખો જોવા મળે છે, તેનું કારણ ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો છે. અને જ્યાં આંશિક પણ સુખ કે શાંતિ જોવા મળે છે, તેનું કારણ ક્ષમા, 47 - સંછીનસ્ય - સંવૃત્તસ્ય ભાવ: સંહીનતા । - ઇન્દ્રિયો તથા કષાયો અને યોગાદિ ઉપર જય મેળવવા માટે શરીરાદિનું સંગોપન કરવું તે સંલીનતા છે. द्रव्यतः संलीनता विविक्तशयनासनता इत्यर्थः । - આચાર પ્રદીપ भावतः संलीनता मनोवाक्कायरूपयोगकषायइन्द्रियसंवृत्तताना । 48 - ઇન્દ્રિયસંલીનતા - યોગાવિિિરન્દ્રિય: શવિવુ સુન્વોતરેપુરા દેવાદરમિન્દ્રિયસંત્ઝીનતેતિ । - દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ Page #92 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૭૫ નમ્રતા, સરળતા, સંતોષ, આદિ ગુણો છે. મારે પણ જીવનમાં સુખ-શાંતિ જોઈતી હોય, તો કર્મના ઉદયે ગમે તેવા સંયોગો મળે, તેમાં કષાયોને સ્થાન આપ્યા વિના ક્ષમાદિ ગુણોને વિકસાવવા યત્ન કરવો જોઈએ; તો જ કુસંસ્કારો નાશ પામશે, વર્તમાન સુધરશે અને ઉજળા ભાવિનું સર્જન થશે. ૩ - યોગસંલીનતા ઃ અશુભ સ્થાનમાં જતા મન, વચન, કાયાના યોગોને અટકાવી તેમને શુભ વ્યાપારમાં જોડવા, અથવા મોક્ષમાર્ગની સાધના માટે જે સમયે જે ઉચિત હોય તે કુશલયોગમાં-મોક્ષસાધક કાર્યમાં ત્રણે યોગોને પ્રયત્નપૂર્વક સ્થિર કરવા, તે “યોગસંલીનતા નામનો તપ છે. ઇન્દ્રિય, કષાય અને યોગની સંલીનતા સાધુએ અવિરતપણે કરવાની છે, અને શ્રાવકોએ પણ યોગ્ય સમયે આ તપ કરવાનું ચૂકવાનું નથી; કેમ કે આ ત્રણની સંલીનતાથી મોક્ષમાર્ગ ઉપર સરળતાપૂર્વક આગળ વધી શકાય છે. ૪ – વિવિક્તચર્યા સંલીનતા ઃ સ્ત્રી, પશુ કે નપુંસક આદિથી રહિત એકાંત સ્થાનમાં શયન, આસન અને નિવાસ રાખી, પૌષધમાં રહેલા સુદર્શનશેઠની જેમ જ્ઞાનાદિની આરાધનામાં લીન થવા યત્ન કરવો, તે સંલીનતા તપનો વિવિક્તચર્યા' નામનો ચોથો પ્રકાર છે. આ ચાર પ્રકારની સંલીનતામાં ઇન્દ્રિય, કષાય અને યોગની સંલીનતા : તે ભાવ સંલીનતા છે, અને વિવિક્તચર્યા એ દ્રવ્ય સંલીનતા છે. શક્તિ હોવા છતાં ઉપરોક્ત સર્વ પ્રકારની સંલીનતામાં યત્ન ન કરવો તે તપાચારમાં અતિચારરૂપ છે. વો તવો દોર્ડ - આ છ પ્રકારનો) બાહ્ય તપ છે. અણસણ આદિ છએ બાહ્ય તપ એક એકથી ચઢિયાતા છે. પ્રતિજ્ઞા કરીને આહારના ત્યાગરૂપ અણસણ તપ હજુ સહેલો છે, પણ આહારની છૂટ હોય, પેટ ભરાય તેટલો આહાર સામે હોય છતાં ભાણે બેસી ઊણા રહેવારૂપ ઊણોદરી તપ કરવો અઘરો છે. તેમાં પણ અનેક આઈટમો સામે હોય છતાં અમુક દ્રવ્ય લઈ બીજા દ્રવ્યનો ત્યાગ કરવો વધુ અઘરો છે. અમુક દ્રવ્યમાં પણ જે મિષ્ટ ભોજન, રસપ્રદ 49. યોગસૂલીનતા - સા પુનર્મનોયો વીનામાનાં નિરોધ: સુશાસ્ત્રીનામુવીર મિચેવમ્ | - દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સૂત્રસંવેદના-૩ ભોજન હોય તેનો ત્યાગ કરી નિરસ આહાર કરવા રૂપ રસત્યાગ વધુ કપરો છે. ઇન્દ્રિયોની અસક્તિ ઘટાડવા પ્રથમના ચાર તપ કરવા કરતાં પણ શરીરની મમતાથી મુક્ત થવા વિવિધ આસનો અને કષ્ટદાયક લોચાદિની જે અનેક ક્રિયાઓ રૂપ કાયક્લેશ તપ કરાય છે, તે વધુ કપરો છે. તેનાથી આગળ વધી ઇન્દ્રિયો, કષાયો અને મન, વચન, કાયાના યોગોને નિયંત્રણમાં રાખવારૂપ સંલીનતા સૌથી વધારે કઠિન છે. આ સંલીનતા તપ પ્રાયશ્ચિત્ત આદિ અત્યંતર તપનું પ્રવેશ દ્વાર છે; કેમ કે તેના દ્વારા અંતર્મુખ બનવાનો પ્રયાસ ચાલુ થાય છે. આ છએ પ્રકારનો બાહ્ય તપ અત્યંતર તપ માટે અતિ ઉપકારક છે. આથી અત્યંતર તપ દ્વારા આત્મશુદ્ધિના ઇચ્છુક સર્વ મુમુક્ષુઓએ આ છએ તપમાં વિશેષ યત્ન કરવો જોઈએ. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “અનાદિકાલીન આહારની આસક્તિ અને શરીરની મંમતાને તોડવા પ્રભુએ બાહ્યપરૂપ સુંદર તમાચાર દર્શાવ્યો છે. તેના સહારે હું ઈચ્છાઓ ઉપર અંકુશ મૂકી મન અને ઈન્દ્રિયોને સ્વસ્થ બનાવી શકું છું. તપાચારને આરાધવાનો આવો ઉજળો અવસર પ્રાપ્ત થવા છતાં આહારાદિની આસક્તિના કારણે મેં તેનું યથાયોગ્ય પાલન કર્યું નથી, ક્યારેક કર્યું છે તો માત્ર બાહ્યથી કર્યું છે પણ કર્મનિર્જરાના હેતુથી કર્યું નથી. આજે હવે સંકલ્પ કરું છું કે શક્તિ અનુસાર તપાચારનું આરાધન કરી, તપગુણને વિકસાવી, મારાં કર્મોનો નાશ કરીશ” Page #94 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ હંસણમ્મિ સૂત્ર અવતરણિકા : છઠ્ઠી ગાથામાં છ પ્રકારના બાહ્યતપરૂપ તપાચારનું વર્ણન કર્યું. હવે અત્યંતર તપરૂપ તપાચારનું વર્ણન કરે છે ગાથા : पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो वि अ, अब्भितरओ तवो होइ ।।७।। અન્વય સહિત સંસ્કૃત છાયા : प्रायश्चित्तं विनयः, वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानं उत्सर्ग अपि च, आभ्यन्तरं तपः भवति ।। ७ ।। ૭૭ ગાથાર્થ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ (એ) પણ અત્યંતર તપ છે. વિશેષાર્થ : १. पायच्छित्तं પાપને છેદનારી, પાપને નિર્મૂળ કરનારી ક્રિયા. 50 જે ક્રિયા દ્વારા પ્રાયઃ કરીને ચિત્તનું, મનનું કે આત્માનું શુદ્ધીકરણ થાય, તેવી ક્રિયાને પ્રાયશ્ચિત્ત કહેવાય છે અથવા મન, વચન અને કાયાથી જીવનમાં જે જે પાપો થયાં છે, તે તે પાપોની શુદ્ધિ માટે, પાપવિરોધી ભાવોને પ્રગટાવી શકે તેવી સર્વજ્ઞભગવંતોએ બતાવેલી ક્રિયાને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે. 51 50 - पावं छिंदइ जम्हा पायच्छित्तंति भण्णए तम्हा । पाएण वावि चित्तं विसोहई तेण पच्छित्तं ।। દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ-૪૮ 51 - પ્રાયશ્ચિત્ત શબ્દની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના-ભા. ૧ ‘તસ્સ ઉત્તરી’ સૂત્ર. प्रायश्चित्त - तत्र प्रायश्चित्तमतिचारविशुद्धिहेतुः यथावस्थितं प्रायो - बाहुल्येन चित्तमस्मिन्नितिकृत्वा, तच्चालोचनादि दशविधं । દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ-૪૮ – आलोयणपडिक्कमणे मीसविवेगे तहा विउस्सग्गे । तवछेअमूल अणवट्ठया य पारंचिए चेव ।। આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદૈ, મૂલ, અનવસ્થાપ્યું અને પારાંચિત ૧૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સૂત્રસંવેદના-૩ અનાદિકાળથી અંતરમાં પડેલા કુસંસ્કારો જીવને પાપપ્રવૃત્તિ કરાવી દુ:ખી કરે છે. જ્યાં સુધી આ કુસંસ્કારોનું ઉન્મૂલન ન થાય ત્યાં સુધી જીવ પાપવૃત્તિથી પાછો વળી સાચા સુખની શોધ કરી શકતો નથી. આથી વાસ્તવિક સુખની ઈચ્છા રાખતા સાધકે આ જીવનમાં તથા આ પૂર્વેના ભોંમાં કેવાં પાપો કેવા ભાવથી કર્યાં છે, તે શાસ્ત્રવચનના આધારે જાણવું જોઈએ, જાણીને ગીતાર્થ ગુરુભગવંત પાસે સરળ ભાવે તેનો સ્વીકાર કરવો જોઈએ, અને ગુરુભગવંત તેના બદલામાં જે ક્રિયા જે ભાવે ક૨વાનું કહે તે કરવી જોઈએ. આ પ્રાયશ્ચિત્ત તપ છે. પ્રાયશ્ચિત્ત કરનાર આત્માએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરવા જતાં ક્યાંય માન, માયાદિ કષાયોને (શલ્યોને) સ્થાન ન મળી જાય; કેમ કે, અભિમાનવશ નાનું અમથું પાપ પણ છુપાવવાનું મન થાય તો સિમ સાધ્વીની જેમ આત્મા નિર્મળ બની શકે નહિ. વળી પ્રાયશ્ચિત્ત લેતાં જો પોતાની જાતને છુપાવવાનું મન થાય તો પણ લક્ષ્મણા સાધ્વીની જેમ સંસારનું પરિભ્રમણ વધી જાય છે. આથી પ્રાયશ્ચિત્ત નામના તપને ક૨વા ઈચ્છતા સાધકે સૌ પ્રથમ જીવનમાં પાપભીરુતા, સરળતા, નિખાલસતા, નમ્રતા આદિ ગુણો કેળવવા જોઈએ, નહિ તો પ્રાયશ્ચિત્ત નામના તપના આચારમાં અનેક અતિચારો લાગવાની સંભાવના રહે. જિજ્ઞાસા : પ્રાયશ્ચિત્તથી ફાયદો શું થાય ? તૃપ્તિ : પ્રાયશ્ચિત્ત કરવાથી પૂર્વે કરેલાં પાપો નાશ પામે છે, પાપના સંસ્કારો નબળા પડે છે, તેથી ભવિષ્યમાં પુનઃ તે પાપનું તે ભાવે પુનરાવર્તન થતું નથી. વળી, પાપકર્મના નાશથી આત્મા વિશુદ્ધ બને છે અને તેથી ધર્મમાર્ગમાં તે શીઘ્ર પ્રગતિ સાધી શકે છે. 52 - પાયચ્છિન્નરોનું મંતે ! નીવે િનળયર્ ? पायच्छित्तकरणेणं जीवे पावकम्मविसोहिं जणयइ, निरइयारे यावि भवइ, सम्मं च पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, आचारं आचारफलं च आराहेइ । હે ભગવંત ! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? પ્રાયશ્ચિત્ત ક૨વા વડે જીવ પાપકર્મની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે, અને નિરતિચાર વ્રતવાળો થાય છે. સારી રીતે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરતાં મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના ફળને વિશુદ્ધ કરે છે, અને આચાર તથા આચારના ફળને આરાધે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ હંસણમ્મિ સૂત્ર ૨. વિળયો - ગુણપ્રાપ્તિ માટેનો નમ્રતાભર્યો શાસ્ત્રાનુસારી વ્યવહાર તે વિનય છે. અહંકાર આદિ દોષોથી પર થઈ, ભૌતિક આશંસાને બાજુ ઉપર મૂકી, જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે મન-વચન-કાયાનો નમ્રતાભર્યો વ્યવહાર તે ‘વિનય’ નામનો તપ છે. 53 શાસ્ત્રકારોએ વિનયના પાંચ પ્રકારો વર્ણવ્યા છે. ૧. જ્ઞાનવિનય - બહુમાનપૂર્વક વાચના, પૃચ્છના આદિ સ્વાધ્યાય કરી જ્ઞાન મેળવવું, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે અંતરંગ બહુમાનભાવ ધારણ કરવો તે જ્ઞાનવિનય કહેવાય. ૭૯ ૨. દર્શનવિનય - ભગવાને કહેલાં જીવ-અજીવાદિ તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા ધારણ કરવી અને તત્ત્વમાં શંકા વગેરે ટાળવી તે દર્શનવિનય છે. ૩. ચારિત્રવિનય ચારિત્રની શ્રદ્ધા કરવી, ભગવાને દર્શાવેલ સંયમ પ્રત્યે આદર રાખવો, શક્તિ અનુસાર તેનું પાલન કરવું અને બીજાઓ સમક્ષ તેની સુંદર પ્રરૂપણા કરવી એ ચારિત્રવિનય છે. ૪. તપવિનય ભગવાને કહેલા બારેય પ્રકારના તપમાં આદર અને બહુમાનભાવ રાખવો અને શક્તિ અનુસાર તેને આદરવો તે તપ વિનય છે (કેટલાક ગ્રંથોમાં તપવિનય જુદો નથી બતાવાયો,તેનો સમાવેશ ચારિત્રવિનયમાં જ કરી લીધો છે.) ૫. ઉપચારવિનય - આચાર્ય વગેરેને દેખતાં જ ઊભા થવું, સામે લેવા જવું, હાથ જોડવા વગેરે, અને એમની ગેરહાજરીમાં પણ કાયા, વાણી અને મન તેમને સમર્પિત કરવા, તેમના, ગુણાનુવાદ કરવા, તેમનું સ્મરણ કરવું વગેરે ઉપચાર વિનય કહેવાય છે. 53 દશવૈકાલિકવૃત્તિમાં મન, વચન, અને કાયાથી વિનયના ત્રણ પ્રકારો ઉમેરી વિનયના કુલ સાત ભેો બતાવ્યા છે. - तत्र सबहुमानं ज्ञानग्रहणाभ्यासस्मरणादि ज्ञानविनयः सामायिकादिके सकलेऽपि श्रुते भगवत्प्रकाशितपदार्थान्यथात्वासम्भवात्तत्त्वार्थश्रद्धानिः शङ्कितत्वादिना दर्शनविनयः चारित्रस्य सम्यगाराधनमन्येभ्यश्च तत्प्ररूपणादिश्चारित्रविनयः, प्रत्यक्षेष्वाचार्यादिष्व श्रद्धानं भ्युत्थानाभिगमनाञ्जलिकरणादिः परोक्षेष्वपि कायवाग्मनोभिरञ्जलिक्रियागुणकीर्त्तनानु - આચારપ્રદીપ स्मरणादिश्चोपचारविनयः । विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः यस्मिन् मार्दवमखिलं, स सर्वगुप्पभाक्त्वमाप्नोति । - પ્રશમરતિ-૧૬૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ ૧. કાયિકવિનય – ૧. ગુરુ આવે ત્યારે ઊભા થવું ૨. હાથ જોડવા, ૩. આસન આપવું, ૪. ગુરુની આજ્ઞામાં રહેવાની ઇચ્છા કરવી, ૫. વંદન કરવું, ક. સેવા કરવી, ૭. ગુરુ આવે ત્યારે સન્મુખ જવું અને ૮. જાય ત્યારે વળાવવા જવું. આ આઠ પ્રકારનો કાયિકવિનય છે. ૨. વાચિકવિનય - ૧. હિતકારી બોલવું, ૨. થોડું બોલવું, ૭. અકઠોર બોલવું અને ૪. આગળ પાછળનો (પરિણામ વગેરેનો) વિચાર કરીને બોલવું એ ચાર પ્રકારનો વાચિકવિનય છે. ૩. માનસિક વિનય - ૧. અકુશળ ચિત્તનો વિરોધ કરવો અને ૨. કુશળ ચિત્તની ઉદીરણા કરવી એ બે પ્રકારનો માનસિકવિનય છે. આ સિવાય તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય અને ગચ્છાધિપતિ આ ૧૩ સ્થાનકોનો આશાતના ટાળવી, ભક્તિ કરવી, બહુમાન કરવું અને તેમના ગુણોનું કીર્તન-સ્તુતિ કરવી એ દરેકનો વિનય કરતા ૪ પ્રકારે ગુણતાં કુલ પર પ્રકારનો વિનય પણ થાય છે. આ વિનય ધર્મનું મૂળ છે. સઘળા કલ્યાણનું કારણ વિનય છે. વિનયથી* આઠે પ્રકારનાં કર્મોનો નાશ કરી શકાય છે; કેમ કે અંતરમાં પ્રગટેલો નમ્રતારૂપ વિનયનો પરિણામ જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરાવી જીવને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે. માનમુક્ત બની જીવ જ્યારે વિનયપૂર્વક વ્યવહાર કરે છે ત્યારે જ તેને વિદ્યા મળે છે. વિદ્યા(સમ્યગુ જ્ઞાન)થી જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે અને સમ્યગ્દર્શનથી સમ્યફચારિત્ર પ્રાપ્ત થાય છે. આ ચારિત્ર દ્વારા જીવ મોક્ષ સુધી પહોંચી શકે છે. જો વિનય ન હોય તો આમાંનું કાંઈ પણ મળી શકતું નથી. માટે મોક્ષને ઝંખતા માનવીએ માનને ત્યજી, “વિનય' નામના તપને સ્વીકારવો અત્યંત આવશ્યક છે. જિજ્ઞાસા : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર - આ ચાર આચારોમાં અને જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને તપવિનયમાં શું ફરક છે ? 54 . વિનીયતેનાઈપ્રારં મૈંતિ વિનયઃ | 55 . રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમકિત પામે રે. સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે. - માનની સઝાય Page #98 -------------------------------------------------------------------------- ________________ સાણંમિ દંસણમિ સૂત્ર તૃપ્તિઃ જ્ઞાનાદિ ગુણોની સમ્યગું પ્રાપ્તિ કે વૃદ્ધિ માટે કરાતું આચરણ તે જ્ઞાનાદિ આચાર છે; અને જ્ઞાનાદિ ગુણો પ્રત્યે અંતરંગ બહુમાનનો ભાવ, અને તે પૂર્વકનો થતો વિનયપૂર્ણ બાહ્ય વ્યવહાર, તે જ્ઞાનાદિ વિનય છે. બન્નેમાં બાહ્ય આચારો સરખા દેખાય છે, છતાં પંચાચારમાં આચારની - ક્રિયાની મુખ્યતા છે, અને વિનયમાં આંતરિક બહુમાનની – નમ્રતાના ભાવની મુખ્યતા છે. રૂ. વેવિ - વૈયાવૃત્ય એટલે સેવા, ભક્તિ. ગુણવાન આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, વિર, શૈક્ષ (નવા સાધુ), ગ્લાન, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ - આ દશને વિધિપૂર્વક, નિર્દોષ અને કલ્ય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ આદિ આપવા દ્વારા ભક્તિ કરવી, કે પોતાની કાયા દ્વારા તેમની સેવા કરવી, અથવા તેમના રોગ-ઉપસર્ગાદિને દૂર કરવા કે તેમને શારીરિક-માનસિક અનુકૂળતા રહે તે માટે જે કાંઈ કરવા યોગ્ય હોય તે કરવું એ “વૈયાવચ્ચ' નામનો તપ છે. ઉપવાસાદિ તપ કરી જીવ આહારની આસક્તિ છોડી જેમ આત્મભાવને અભિમુખ થઈ શકે છે, તેમ ક્રમાદિ ગુણના સાગર આચાર્યાદિની બહુમાનપૂર્વક સેવા અને ભક્તિ કરી, મુમુક્ષુ જીવો ક્રોધાદિ કષાયોને શાંત કરી ક્ષમાદિ ગુણોને અભિમુખ થઈ શકે છે, અને તે દ્વારા કર્મનિર્જરા સાધી શકે છે. શાસ્ત્રમાં વૈયાવચ્ચને અપ્રતિપાતિ ગુણ કહ્યો છે. આ તપ માટે તો ભગવાને કહ્યું છે કે “નો ત્રિાનં પડિયર સી માં પડિયર !' “જે ગ્લાનની (માંદી વ્યક્તિની) સેવા કરે છે તે મારી સેવા કરે છે.' વૈયાવચ્ચ તપ સુંદર છે, પરંતુ આ તપની આરાધના કરવી સહેલી નથી. જેઓ સામી વ્યક્તિની સાનુકૂળતાને સમજી શકે છે, પોતાનાં મનવચન-કાયાને કોમળ રાખી શકે છે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ઉત્સર્ગ-અપવાદને જાણે છે, તેઓ જ આ તપની સાધના કરી શકે છે. આથી જેણે પણ ગુણવાનની ભક્તિ કરવી હોય તેણે માનાદિ કષાયને બાજુ ઉપર મૂકી પોતાનાં મન-વચનકાયાને નમ્ર બનાવી સમજ અને સામી વ્યક્તિની સાનુકૂળતા મુજબ સેવા કરવી જોઈએ. વળી એ ખાસ ખ્યાલમાં રાખવું કે ગુણવાનની ભક્તિ કર્મનિર્જરા કે ગુણપ્રાપ્તિ માટે કરવાની છે. આથી કીર્તિ આદિની કામનાથી કે સામી વ્યક્તિને 56 - વૈયાવચ્ચની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સં. ભા. ૨, વેયાવચ્ચગરાણં સૂત્ર. પૃ. ૨૯૫ वैयावृत्यं - व्याधिपरीषहोपसर्गादौ यथाशक्ति तत्प्रतीकारोऽन्नपानवस्रपात्रप्रदानविश्रामणादिभिस्तदानुकूल्यानुष्ठानं च । तच्च दशधा । - આચારપ્રદીપ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સૂત્રસંવેદના-૩ રીઝવી (સંતુષ્ટ કરી) કોઈ કાર્ય કરાવી લેવાની ભાવનાથી કરાતી સેવાનો સમાવેશ આ તપમાં થતો નથી. ૪. તદેવ સાઓ - તે જ પ્રમાણે સ્વાધ્યાય. 57 .58 સર્વજ્ઞ ભગવંતના આત્મહિતકારક વચનો જેમાં સંગૃહીત કરાયા છે તેને શાસ્ત્ર કહેવાય છે. આ શાસ્ત્રવચનનો સહારો લઈ વિષય-કષાયથી ખરડાયેલા પોતાના આત્માને શુદ્ધ કરવાનો, વિભાવમાં ગયેલા આત્માને સ્વભાવમાં લાવવાનો કે સ્વભાવની પ્રાપ્તિ થાય તેવા સંસ્કારોનું સિંચન કરવાનો જે પ્રયત્ન કરાય છે. તે માટે શાસ્ત્રનું જે પુન: પુન: અધ્યયન આદિ કરાય છે, તેને ‘સ્વાધ્યાય' કહેવાય છે. બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય એક અતિ મહત્ત્વનો સુંદર તપ છે. સ્વાધ્યાયથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રજ્ઞાનથી અનશનથી માંડી ધ્યાન કે કાયોત્સર્ગરૂપી તપ શુદ્ધ થઈ શકે છે. શાસ્ત્રજ્ઞાન વિનાના અન્ય તપની કે અહિંસાદિ ધર્મની કોઈ કિંમત નથી. માટે કહેવાય છે કે ‘પઢમં નાળ તો ત્યા’ - પ્રથમ જ્ઞાન અને પછી દયા. વળી જ્ઞાની શ્વાસોશ્વાસમાં જેટલાં કર્મ ખપાવે છે, તેટલાં કર્મ અજ્ઞાની ક્રોડો ભવ સુધી તપ તપીને પણ ખપાવી શકતો નથી. આથી શાસ્ત્રમાં કહ્યું છે કે ‘સાવ સમો નત્યિ તવો' - સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી. શાસ્ત્રકારોએ સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે - ૧ વાચના આત્મહિતનું કારણ બને તે રીતે ગીતાર્થ ગુરુભગવંતો શ્રોતાવર્ગને શાસ્ત્રનું શ્રવણ કરાવે, અને શ્રોતા પણ પોતાના આત્માનું હિત થાય તે રીતે શાસ્ત્રનું શ્રવણ કરે, તે ‘વાચના' નામનો સ્વાધ્યાય છે; પરંતુ આત્મહિતની અપેક્ષા વિના કરાતી વાચના કે થતું શાસ્ત્રશ્રવણ સ્વાધ્યાયરૂપ બની શકતું નથી. - ૨ - પૃચ્છના : વાચના બાદ જે પદાર્થ સમજાયો ન હોય તેને સમજવા અથવા તે વિષયને વધુ ઊંડાણથી સમજવા, કે તે વિષયને દઢ કરવા જ્ઞાની ગુરુભગવંતને વિનીતભાવે, બાળભાવે પૂછવું તે ‘પૃચ્છના’ નામનો સ્વાધ્યાય છે. 57 - સ્વ=પોતાનું અને અધ્યાય=અધ્યયન અર્થાત્ આત્માનું હિત જે શાસ્ત્રવચનથી થાય તે શાસ્ત્રવચનનું અધ્યયન-અધ્યાપન-ચિંતન-મનન તે સ્વાધ્યાય છે. 58 - સ્વમાવામસંÓારાર્ળમ્ જ્ઞાનમિષ્યતે 1 - જ્ઞાનસાર Page #100 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ હંસણમ્મિ સૂત્ર ૩ - પરાવર્તના : વાચના અને પૃચ્છના દ્વારા જાણેલા શાસ્ત્રભાવોને આત્મસ્થ કરવા, અને તેને અનુરૂપ જીવનવ્યવહાર બનાવવા, તે શાસ્ત્રવચનોનું અને અર્થનું પુનઃ પુનઃ રટણ કરવું તે ‘પરાવર્તના’ નામનો સ્વાધ્યાય છે. આવા ભાવોથી રહિત, માત્ર શબ્દો બોલી જવા કે ગાથાઓ ગગડાવી જવી, તે વ્યવહારથી પુનરાવર્તન નામનો સ્વાધ્યાય હોવા છતાં લક્ષ્યને સિદ્ધ કરતો ન હોવાથી તે વાસ્તવમાં ‘પરાવર્તના' નામનો સ્વાધ્યાય નથી. ૮૩ ૪ અનુપ્રેક્ષા : ‘અનુ’ એટલે પાછળથી અને ‘પ્રેક્ષા' એટલે પ્રકર્ષથી જોવું અર્થાત્ અધ્યયન કરેલા વિષયને પાછળથી દરેક બાજુથી ઊંડાણપૂર્વક વિચારવો, તે ‘અનુપ્રેક્ષા’ નામનો સ્વાધ્યાય છે. પરાવર્તના દ્વારા સ્થિર થયેલાં શાસ્ત્રવચનો ઉપર અનુપ્રેક્ષા કરવાથી નવી જ દૃષ્ટિનો ઉઘાડ થાય છે. તેનાથી શાસ્ત્રનાં રહસ્યો હાથમાં આવે છે, આંતરશત્રુઓનું અવલોકન થઈ શકે છે, તેના નાશના ઉપાયો જડી આવે છે અને મોક્ષમાર્ગનું દર્શન થાય છે. પરિણામે મોક્ષમાર્ગે પ્રવર્તન વેગવંતુ બને છે. શાસ્ત્રવચનોની અનુપ્રેક્ષા કરી ઘણા ભાવો જાણવા છતાં પણ જો કષાયોનો નાશ કરે એવા આત્મઉપયોગી ભાંવો ન જાણી શકાય તો આત્મહિત થઈ શકતું નથી. તેથી તેવી આત્મહિતથી નિરપેક્ષ એવી અનુપ્રેક્ષા સ્વાધ્યાય સ્વરૂપ બની શકતી નથી. પરાવર્તના કરતાં પણ અનુપ્રેક્ષા વધારે ફળદાયી છે. પરાવર્તન માટે શારીરિક શક્તિ જરૂરી છે, અનુપ્રેક્ષા તો શરીરની શક્તિ ક્ષીણ થાય તોપણ થઈ શકે છે. ૫ - ધર્મકથા : અનુપ્રેક્ષાથી સ્પષ્ટ થયેલા ભાવોને, પોતાના કે અન્યના હિત માટે યોગ્ય આત્માઓની સમક્ષ પ્રગટ કરવા, તે ‘ધર્મકથા’ નામનો સ્વાધ્યાય છે. પૂર્વના ચારે પ્રકારના સ્વાધ્યાય દ્વારા શાસ્ત્રવચનને પરિણામ પમાડી જેઓ સ્વયં ગીતાર્થ બન્યા છે, વળી ચોક્કસ પ્રકારની યોગ્યતાના કારણે ગુરુએ જેમને ધર્મોપદેશ આપવાનો અધિકાર સોંપ્યો છે, તે જ મહાત્મા ‘ધર્મકથા’ નામનો સ્વાધ્યાય કરવાના અધિકારી છે; કેમ કે તેઓ કયા જીવને, ક્યારે શું કહેવાથી ફળ મળશે તે સારી રીતે જાણી શકે છે, અને તેથી તેઓ શ્રોતાની યોગ્યતાઅયોગ્યતાનો નિર્ણય કરી તદનુસાર ધર્મકથા કરે છે. આ રીતે તેઓ અન્યને ધર્મમાર્ગમાં સારી રીતે સહાયક બની શકે છે. અધિકાર પ્રાપ્ત કર્યા વિના જેઓ ધર્મોપદેશ કરે છે, તેઓ સ્વ-પરનું હિત Page #101 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ કરી શકતા નથી. ક્યારેક તો સામી વ્યક્તિની યોગ્યતાનો વિચાર કર્યા વિના ધર્મોપદેશ આપવાથી હિતની ભાવનાથી કરેલ ધર્મોપદેશ પણ સામી વ્યક્તિને અનર્થના ખાડામાં પાડે છે. માટે જ શાસ્ત્રકારોએ ધર્મકથાનો અધિકાર સર્વને સોંપ્યો નથી. પહેલા ચાર પ્રકારનો સ્વાધ્યાય મુખ્યત્વે સ્વાત્મકલ્યાણ માટે છે, જ્યારે આ ધર્મકથા' નામનો સ્વાધ્યાય સ્વકલ્યાણ ઉપરાંત વિશિષ્ટ પ્રકારે પરકલ્યાણનો સાધક છે. પહેલા ચાર પ્રકારના સ્વાધ્યાય દ્વારા તત્ત્વને આત્મસાત્ કરી, જેઓ ધર્મદેશના આપે છે, તેઓ વિપુલ કર્મનિર્જરા કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “જિનકલ્પી જિનકલ્પ સ્વીકારીને જે કર્મનિર્જરા કરે તેના કરતાં અધિક કર્મનિર્જરા અમોઘદેશનાલબ્ધિધારી દશપૂર્વીને થાય છે.' ૫. સાપ - ધ્યાન, મનની એકાગ્રતા. કોઈ પણ વિષયમાં મનને એકાગ્ર કરવું, તેનું નામ “ધ્યાન' છે, અથવા સુદઢ આત્મવ્યાપારને પણ ધ્યાન' કહેવાય છે. તેના ચાર પ્રકાર છેઃ આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાંનાં પ્રથમ બે ધ્યાન કર્મનો બંધ કરાવી જીવને તિર્યંચ અને નરકગતિમાં લઈ જાય છે, અને તે સંસારનાં કારણ છે. જ્યારે અંતિમ બે ધ્યાન પુણ્યબંધ દ્વારા મનુષ્યગતિ અને દેવગતિરૂપ સદ્ગતિનું અને કર્મની નિર્જરા કરાવીને સિદ્ધિગતિનાં કારણ બને છે. શુભધ્યાન લાંબા સમયથી ભેગાં કરેલાં અનંતાં કર્મોનો તે ક્ષણે જ નાશ કરે છે. આથી છેલ્લાં બે ધ્યાનનો સમાવેશ અભ્યતર તપમાં કરેલો છે. શાસ્ત્રોમાં મોક્ષપ્રાપ્તિના અનેક ઉપાયો દર્શાવ્યા છે, પરંતુ તે સર્વમાં શ્રેષ્ઠ ઉપાય આ ધ્યાન છે; કેમ કે તપ, જપ, સંયમ આદિ કાંઈપણ ન હોય, છતાં જો શુભધ્યાન લાધી જાય તો મરુદેવા માતા અને ભરત ચક્રવર્તી વગેરેની જેમ મોક્ષ મળી શકે છે. તેનો મતલબ એ નથી કે તપ, જપ આદિ નકામાં છે, પરંતુ તે સર્વે પણ ધ્યાનને પ્રાપ્ત કરાવીને જ મોક્ષ સુધી પહોંચાડી શકે છે. તેથી ધ્યાન અવશ્ય મોક્ષ અપાવે એવું મોક્ષનું સાક્ષાત્ કારણ મનાય છે. 59 - સુપ્પવરવીવાર નિરોદો વ વિજ્ઞમMIi | સાઈ વર માં ૩ વિનોદમેત્ત ૫ રૂ૦૭ • - વિશેષ આવશ્યક ભાષ્ય સુદઢ પ્રયત્નપૂર્વકનો વ્યાપાર અને વિદ્યમાન કરણોનો નિરોધ, એ ધ્યાન કહેવાય છે, પરંતુ ચિત્તનિરોધ માત્ર નહિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર ૮૫ મોક્ષને અનુકૂળ સર્વસંવર ભાવ તથા મન-વચન-કાયાની ચંચળતાનો ત્યાગ કરી આત્મભાવમાં સંપૂર્ણ સ્થિર થવાનું કાર્ય પણ આ ધ્યાનથી જ શક્ય બને છે. આટલું જ નહિ, પરંતુ સર્વ ઋદ્ધિ, સમૃદ્ધિ કે તીર્થંકરપણાની પ્રાપ્તિ પણ સમાપત્તિરૂપ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આથી સાધકે શુભધ્યાન માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. વિષય-કષાયને આધીન બનેલા જીવને અશુભ ધ્યાન સહજ છે, પરંતુ શુભ ધ્યાનમાં મનને સ્થિર કરવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. તે માટે શક્તિ અનુસાર અનશન વગેરે તપ કરી મન અને ઇન્દ્રિયોને વારંવાર અશુભ ભાવમાં જતી અટકાવવી જોઈએ, શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રાભ્યાસ દ્વારા તત્ત્વભૂત પદાર્થ જાણવા જોઈએ, તેનું વારંવાર ચિંતન કરી હૃદયને તેનાથી ભાવિત કરવું જોઈએ અને તેના ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવી જોઈએ. આ રીતે પ્રયત્ન થાય તો તે પદાર્થમાં મનની એકાગ્રતારૂપ શુભ ધ્યાન પ્રાપ્ત થઈ શકે. ધર્મધ્યાન શુભ ધ્યાનમાં પ્રથમ ધર્મધ્યાન છે, તેના ચાર પ્રકાર છે : ૧ - આજ્ઞાવિચય: “પરમહિતકારક પ્રભુની આજ્ઞા શું છે ? તેના પાલનથી આત્માને કેવા લાભ થાય છે ? અપાલનથી કેવાં કેવાં નુકસાન થાય છે ? મારી શક્તિ અનુસાર મારાથી તેનું કેટલું પાલન થઈ શકે તેમ છે ?” તેના ઉપર ચિંતન અને ભાવના દ્વારા મનની જે એકાગ્રતા કેળવવી તે “આજ્ઞાવિચય' નામનું ધર્મધ્યાન છે. ૨ - અપાયરિચય : રાગ, દ્વેષ, ક્રોધાદિ કષાયો કેવા કેવા અહિતનું કારણ થઈ શકે ? તેના કારણે વર્તમાન અને ભવિષ્યમાં કેવી કેવી વિડંબણાઓ ઊભી થાય ? તેનું જ ધ્યાન તે “અપાયરિચય' ધર્મધ્યાન છે. ૩ - વિપાકવિચય : કષાયોને આધીન થઈ પ્રવૃત્તિ કરવાથી ભવિષ્યમાં નરક, તિર્યંચ આદિના ભવોમાં કેવાં કેવાં દુઃખો સહન કરવો પડશે ? તેનું જ ધ્યાન તે “વિપાકવિચર્ય ધર્મધ્યાન છે. ૪ - સંસ્થાનવિચય: ચૌદ રાજલોક, તેમાં રહેલા અનંતા જીવો, કર્મના કારણે તે તે સ્થાનમાં તેમને પ્રાપ્ત થયેલી અવસ્થાઓ: આનો વિચાર કરવામાં મનને એકાગ્ર કરવું, તે “સંસ્થાનવિચય' ધર્મધ્યાન છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સૂત્રસંવેદના-૩ શુક્લધ્યાન: વારંવાર ધર્મધ્યાન કરતાં પરિણામની શુદ્ધિને પામેલો સાધક આગળ જતાં શુક્લધ્યાન® પ્રાપ્ત કરે છે. તેના પણ ચાર પ્રકાર છે : ૧. પૃથકત્વ - સવિતર્ક - સવિચાર : શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું નામ ત્રણ શબ્દોથી બનેલું છે : પૃથકત્વ, સવિતર્ક અને સવિચાર. તેમાં* પૃથકત્વ ? એટલે જુદાપણું, વૈવિધ્યા. આ ધ્યાન કોઈપણ એક દ્રવ્યના અલગ અલગ પર્યાયો જેમ કે તેની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તિત્વ વગેરે વિષયક હોય છે. વળી આ ધ્યાન જુદા જુદા પર્યાયોની, જુદા જુદા નયની વિવિધ બાબતોની વિચારણાવાળું હોય છે. માટે તેને પૃથક્ત કહેવાય છે. વિતર્કઃ એટલે શ્રુત. આ ધ્યાન દ્વાદશાંગીરૂપ શ્રુતના આધારે થાય છે, તેથી તેને સવિર્તક કહેવાય છે અને તે ચૌદપૂર્વીને જ સંભવે છે. વિચાર : એટલે વિચરણ અથવા સંક્રમણ (transmisson). આ ધ્યાન ક્યારેક શબ્દના આધારે થાય તો ક્યારેક અર્થના આધારે થાય. વળી તે ક્યારેક મનોયોગથી થાય તો ક્યારેક કાયયોગથી તો ક્યારેક વચનયોગથી થાય અથવા ત્રણે યોગથી પણ થાય. આમ આ ધ્યાનમાં શબ્દથી અર્થમાં કે બીજા બીજા યોગમાં વિચરણ ચાલુ રહેવાથી તેને સવિચાર કહ્યું છે. ટૂંકમાં શ્રેણિવંત મુનિઓને ૮માથી ૧૨મા ગુણસ્થાનક સુધી, પૂર્વગત શ્રુતના અનુસાર એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયોનું, શબ્દ-અર્થ કે યોગની સંક્રાન્તિવાળું પ્રથમ શુક્લધ્યાન હોય છે. ૨. એકત્વ - સવિર્તક – અવિચાર : શુક્લ ધ્યાનના બીજા પાયાનું નામ પણ ત્રણ શબ્દોથી બનેલું છે : એકત્વ, સવિતર્ક અને અવિચાર. તેમાં – એકત્વઃ એટલે કોઈ એક દ્રવ્યના એક જ પર્યાયવિષયક ધ્યાન. સવિતર્ક એટલે દ્વાદશાંગીરૂપ શ્રુતના આધારે થતું ધ્યાન અને + અવિચારઃ એટલે વિચરણ વિનાનું ધ્યાન. આ ધ્યાનમાં શબ્દથી અર્થમાં કે અન્ય અન્ય યોગમાં સંક્રમણ નથી થતું, તેથી તેને અવિચાર કહેવાય છે. 60 - યોગશાસ્ત્ર પ્રકાશ ૧૧ ગાથા ૬,૭,૮,૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણમિ સૂત્ર પવન વગરના સ્થાનમાં રહેલા નિષ્કપ દીપકની જ્યોત જેવી સ્થિરતાવાળું આ ધ્યાન નિર્વિકલ્પ હોય છે. આ ધ્યાન બારમા ગુણસ્થાનકના અંત સુધી રહે છે અને તેના અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ૩. સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતિ (અનિવૃત્તિ) : મોક્ષે જવાના અત્યંત નજીકના કાળમાં સર્વજ્ઞ કેવળી ભગવંત મન અને વચન યોગનો સંપૂર્ણ નિરોધ કરી, બાદર કાયયોગનો પણ નિરોધ કરે છે, માત્ર શ્વાસોચ્છુવાસની સૂક્ષ્મક્રિયાં રહે છે. તેનાથી પાછા ફરવાનું હોતું નથી, એટલે કે આ સૂક્ષ્મક્રિયા મટીને હવે ક્યારેય પૂલક્રિયા થવાની નથી. માટે તેનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ કે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ કહેવાય છે. ' આ ધ્યાન તેરમા ગુણસ્થાનકને અંતે મન અને વચન યોગ રોક્યા પછી કાયયોગ રુંધતી વખતે સૂમકાયયોગી કેવલીને હોય છે. અહીં આત્મા વેશ્યા અને યોગરહિત બનતો જાય છે, શરીર-પ્રવૃત્તિથી. આત્મા છૂટતો જાય છે, સર્વે કર્મો, તૈજસ-કાશ્મણ શરીર અને આયુષ્યથી આત્મા છૂટો પડતો જાય છે. ૪. સુપરતક્રિયા-અપ્રતિપાતિ (અનિવૃત્તિ) : ભુપરત એટલે જેમાં ક્રિયા સર્વથા અટકી ગઈ છે. મેરુપર્વત માફક અડોલ એવી શૈલેશી અવસ્થામાં અયોગી કેવલીને સૂક્ષ્મક્રિયાનો પણ વિનાશ થાય છે. અહીંથી પણ પુનઃ પડવાનું હોતું નથી માટે ૧૪માં ગુણસ્થાનકે આવનારા આ ધ્યાનને ચુપરત ક્રિયા અપ્રતિપાતિ કે અનિવૃત્તિ કહેવાય છે. શુક્લધ્યાનના પ્રથમ બે પાયા ઉપર આરૂઢ થયેલો આત્મા ઘનઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને શુક્લધ્યાનના અંતિમ બે પાયા ઉપર આરૂઢ થઈ જીવ સર્વ કર્મોને ખપાવી મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. આ રીતે શુભધ્યાન કર્મક્ષયનું કારણ હોવાથી તેનો સમાવેશ અભ્યતર તપમાં કરેલો છે. ૬. ૩ mવિ મ, - અને કાયોત્સર્ગ અથવા ત્યાગ પણ (અત્યંતર તપ છે.) કાયાની અપેક્ષા ત્યજી એક જ આસનમાં રહેવું, તે કાયોત્સર્ગ છે. ધ્યાનના પ્રભાવે જ્યારે દેહાધ્યાસ છૂટે છે – “શરીર એ જ હું” એવી બુદ્ધિ નાશ પામે છે, ત્યારે જીવ ક્ષપકશ્રેણી માંડે છે, અને ક્રમે કરી તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શુક્લધ્યાનના છેલ્લા બે પાયાનું મંડાણ કરે છે, ત્યારે કાયાના પૂર્ણ ત્યાગરૂપ Page #105 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ પરાકાષ્ઠાનો કાયોત્સર્ગ પ્રાપ્ત થાય છે, જે પાંચ હૃસ્વ અક્ષરો બોલતાં જેટલો સમય લાગે તેટલા જ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તત્કાળ મોક્ષ પ્રાપ્ત કરાવનાર આ કાયોત્સર્ગ સર્વ શ્રેષ્ઠ કક્ષાનો કાયોત્સર્ગ તપ કહેવાય છે. આવા ઉત્તમોત્તમ કાયોત્સર્ગને પ્રાપ્ત કરવા નીચેની ભૂમિકાના સાધકો કાયાને કોઈ એક આસનમાં સ્થિર કરી, વાણીનું મૌન ધારણ કરી, મનને શુભ ધ્યાનમાં સ્થિર કરી વિવિધ પ્રકારના કાયોત્સર્ગ કરે છે, તે સર્વ કાયોત્સર્ગનો પણ આ તપમાં સમાવેશ થાય છે. ઉત્સર્ગનો બીજો અર્થ છે ત્યાગ. તેના બે પ્રકાર છે : (૧) દ્રવ્યવ્યત્સર્ગ. (૨) ભાવવ્યુત્સર્ગ. શરીરાદિ પ્રત્યેની મમતાનો ત્યાગ કરી અનાસક્ત ભાવને પ્રાપ્ત કરવા જે લોકસમુદાય, વસ્ત્ર, પાત્ર કે કાયાદિનો ત્યાગ કરાય છે, તે દ્રવ્યવ્યત્સર્ગ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે : . . ૧ - ગણવ્યુત્સર્ગઃ વિશિષ્ટ પ્રકારની સાધના કરવા ઈચ્છતા ગીતાર્થ સાધુ લોકસમુદાયથી પર થઈ એકાકી વિચરે, અને તે રીતે પોતાના આત્માને સર્વજનથી નિર્લેપ કરવા યત્ન કરે, તેને ગણવ્યુત્સર્ગ કહેવાય છે. ૨ - શરીરવ્યુત્સર્ગઃ શરીરના મમત્વનો ત્યાગ કરવા, શુભધ્યાનમાં સ્થિર થવા તાવ ક્રાથં સાથે મળેí સાથેf - બોલી જે કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેને શરીર વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ) કહેવાય છે. ૩ – ઉપધિવ્યુત્સર્ગ : નિષ્પરિગ્રહી મુનિ પોતાના અપરિગ્રહ વ્રતને અખંડ રાખવા માટે દોષિત અથવા રાગાદિની વૃદ્ધિ કરે તેવાં વસ્ત્ર-પાત્રાદિ આવી જાય તો તેનો ત્યાગ કરે, અથવા કોઈ કારણસર દોષિત ઉપાધિ લેવી પડી, પરંતુ પાછળથી નિર્દોષની પ્રાપ્તિ થઈ જાય, ત્યારે શાસ્ત્રવિધિ મુજબ દોષિત ઉપધિનો ત્યાગ કરે (પાઠવે), તે ઉપધિવ્યુત્સર્ગ છે. ૪ - ભક્તપાનબુત્સર્ગઃ રાગાદિ ભાવોની વૃદ્ધિ કરે તેવા કે અશુદ્ધ આહારપાણી અનાભોગાદિથી આવી જાય તો તેનો ત્યાગ કરવો, તે ભક્તપાનબુત્સર્ગ છે. આ રીતે ચાર પ્રકારનો ‘દ્રવ્યવ્યત્સર્ગ” નામનો તપ છે. આ તપમાં સમ્યફ પ્રકારે યત્ન કરતાં કાષાયિક ભાવો ઘટે છે, સાંસારિક ભાવોથી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ વાણંમિ દંસણમ્મિ સૂત્ર આત્મા પાછો વળે છે અને આત્મા ઉપર લાગેલાં કર્મો ધીમે ધીમે નાશ પામે છે. આ રીતે દ્રવ્યવ્યુત્સર્ગથી ૧ – કષાયવ્યુત્સર્ગ, ૨ – સંસારવ્યુત્સર્ગ અને ૩ - કર્મવ્યુત્સર્ગ નામના ત્રણ પ્રકારના ભાવોત્સર્ગની પ્રાપ્તિ થાય છે. - - આ સર્વ ઉચ્ચ-ઉચ્ચત્તર ઉત્સર્ગ (ત્યાગ) કરવા માટે સાધકે પ્રારંભમાં વારંવાર કાયોત્સર્ગની આરાધના કરવી અતિ જરૂરી છે. ખુદ તીર્થંકર પરમાત્માઓ પણ પોતાના સાધનાકાળમાં નિરંતર અપ્રમત્તપણે કાઉસ્સગ્ગ અને ધ્યાનમાં રહે છે; કેમ કે કાયોત્સર્ગ સાથે દોષક્ષય અને કર્મક્ષયને સીધો સંબંધ છે. કાયોત્સર્ગથી કાયાની જડતા દૂર થાય છે, શરીર હળવુંફૂલ બની સંયમસાધક ક્રિયાઓ કરવા સમર્થ અને ઉત્સાહી બને છે,ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે, પરિણામે આપોઆપ નિર્મળ પ્રજ્ઞાનો ઉઘાડ થાય છે. તેનાથી પોતાની ક્ષતિઓ સ્પષ્ટપણે જણાય છે અને વાસ્તવિક મોક્ષમાર્ગનું દર્શન થાય છે. તે માર્ગે આગળ વધતાં દોષોનો અને કર્મનો ક્ષય થાય છે અને ક્રમે કરી સર્વશ્રેષ્ઠ કક્ષાનો ભાવોત્સર્ગ સાધી શકાય છે. તેથી સાધનાજીવનનાં પગમંડાણ કરનાર સાધકે પણ પ્રતિદિન વિવિધ કાયોત્સર્ગ ક૨વા પ્રયત્નશીલ બનવું જોઈએ. અમિતરો તવો હોર્ - (આ છ પ્રકારનો) અત્યંતર તપ છે. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારનો અત્યંતર તપ છે. બાહ્ય તપ કરતાં આ તપ અતિ ચઢિયાતો છે. તેમાં પણ પ્રાયશ્ચિત્ત આદિ એક એક તપ પણ એક એકથી ચઢિયાતા છે. ધ્યાન અને કાયોત્સર્ગ તો સર્વશ્રેષ્ઠ તપ છે, જે તત્કાળ મોક્ષ અપાવે છે. આ ગાથા બોલતાં કર્મનિર્જરાનો અર્થ આત્મા વિચારે કે, “પ્રભુશાસનમાં મહાપાપીને પણ પવિત્ર કરનારી અંતરંગ તપની કેટલી સુંદર વ્યવસ્થા છે, કે જેમાં સાધકની શારીરિક શક્તિ ઓછી હોય તોપણ તે મનને કેળવી વિશિષ્ટ કર્મનિર્જરા કરી શકે છે. મારો ભાગ્યોદય છે જેથી મને આ તપ કરવાની સુંદર તક મળી છે. આમ છતાં પ્રમાદને પનારે પડેલો હું આ તકને ઝડપી શક્યો નથી. તેથી જ મારો મલિન આત્મા હજુ સુધી નિર્મળ બન્યો નથી. હવે આજથી એવો પ્રયત્ન કરું કે પ્રાયશ્ચિત્ત આદિ તપની સુવિશુદ્ધ આરાધના કરી અહીં જ પ્રશમ સુખનો આસ્વાદ માણું.” Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સૂત્રસંવેદના-૩, અવતરણિકા: હવે ક્રમસર વિર્યાચાર બતાવે છે – ગાથા: अणिगूहिअ-बल-वीरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथामं, नायव्वो वीरिआयारो ।।८।। અન્વયે સહિત સંસ્કૃત છાયાઃ (ज्ञान-दर्शन-चारित्र-तपाचारमाश्रित्य) अनिगृहित-बल-वीर्यः यः (ग्रहणकाले) यथोक्तं आयुक्तः पराक्रमते । (तत् ऊर्ध्व) यथास्थाम चं युनक्ति (असौ) वीर्याचारः ज्ञातव्यः ।।८।। ગાથાર્થ : (આગળની ગાથામાં વર્ણવેલા જ્ઞાનાદિના ૩૬ આચારોને ગ્રહણ કરવામાં) જે સાધક બાહ્ય અને અત્યંતર સામર્થ્યને ગોપવ્યા વિના શાસ્ત્રોક્ત રીતે ઉપયુક્ત થયેલો જે પરાક્રમ કરે છે, અને ત્યાર પછી તેમાં યથાશક્તિ પોતાના આત્માને) જોડે છે, (તેના આચાર) વિર્યાચાર જાણવો: અથવા ૧- પોતાના બળ-વીર્યને છુપાવવું નહિ, ૨- યથાયોગ્ય રીતે (પંચાચારના અનુષ્ઠાનમાં) પરાક્રમ ફોરવવું, અને ૩-મન-વચન-કાયારૂપ ત્રણે યોગોને શક્તિ પ્રમાણે (તે તે અનુષ્ઠાનમાં) જોડવા તે ત્રણ પ્રકારનો વિર્યાચાર જાણવો. વિશેષાર્થ : વિયતરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું બળ, પરાક્રમ, શક્તિ કે ઉલ્લાસ આદિને વીર્ય કહેવાય છે. આ વીર્ય મન, વચન અને કાયાના માધ્યમે પ્રવર્તે છે. તેમાં જે મન, વચન, કાયાની પ્રવૃત્તિ ગુણપ્રાપ્તિનું કે કર્મનિર્જરાનું સાધન બને તેને વીર્યાચાર61 કહેવાય છે. 61 - વીર્ય - સામર્થ્ય - તસ્થાવર - સર્વાવસ્થા સર્વધર્મસ્થેધ્વનિને પ્રવર્તન વીર્યાવર: | - આચાર પ્રદીપ Page #108 -------------------------------------------------------------------------- ________________ વાણંમિ દંસણમિ સૂત્ર આ વીર્યાચારના ત્રણ પ્રકાર છે : ૨. મણિદિન-વ-વરિો - (જ્ઞાનાદિના વિષયમાં) અનિગૂહિત બળ-વીર્યવાન, પોતાની શક્તિને નહિ છુપાવનાર. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના વિષયમાં કે દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મના વિષયમાં, જ્યારે જ્યારે પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે પોતાની જેટલી શક્તિ હોય તેટલી શક્તિ પૂર્ણ વાપરીને દાનાદિમાં પ્રયત્ન કરવો, પરંતુ શક્તિ ગોપવીને પ્રવૃત્તિ કરવી નહિ, તે વીર્યાચારનો પ્રથમ ભેદ છે. જેમની ૧૦ ગાથા કંઠસ્થ કરવાની શક્તિ હોય અને તેઓ જો પ-૬ ગાથા કરીને સંતોષ માને તો તેમણે પોતાની શક્તિ ગોપવી કહેવાય અથવા જે વ્યક્તિ લાખ રૂપિયાનું દાન કરી શકે તેમ હોય અને તે જો માત્ર ૧૦૦૦ રૂપિયાનું દાન કરીને “મેં ઘણું કર્યું તેમ માને, તો તેણે પણ પોતાની શક્તિ છુપાવી કહેવાય; આ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરનાર કે ધનનું દાન આપનાર વીર્યાચારને પાળી શકતો નથી, પરંતુ પોતાની શક્તિને લેશ પણ છુપાવ્યા વિના જેઓ ધર્મ આરાધના કરે તેઓ જ વિચારના આ પ્રથમ આચારને પાળી શકે. ૨. પરમરૂ નો નામાવો - જ્ઞાનાદિને ગ્રહણ કરતી વખતે શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જે પરાક્રમ - ઉદ્યમ કરે છે. દોષમુક્ત થવા માટે અને આત્માના પરમ આનંદને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી કોઈપણ ધર્મક્રિયા, કઈ મુદ્રામાં રહીને, કેવા પ્રકારના શબ્દોચ્ચારપૂર્વક અને કેવા પ્રકારના ભાવપૂર્વક કરવાની છે, તેની સર્વ વિધિ શાસ્ત્રમાં બતાવેલી છે. શાસ્ત્રોક્ત તે વિધિને સ્મૃતિમાં રાખી તે પ્રમાણે ધર્મકાર્યમાં કરાતો પ્રયત્ન તે બીજા પ્રકારનો વીર્યાચાર છે. રૂ. નુંબરૂ નાથામં નાચવ્યો વરિયારો - (અને ત્યાર પછી ધર્મમાર્ગમાં) શક્તિ પ્રમાણે જોડાય છે - વર્તે છે, તેને વીર્યાચાર જાણવો. મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવતાં ધર્મકાર્યો જેમ પોતાની શક્તિ કરતાં ઓછાં કરવાનાં નથી, તેમ શક્તિ ઉપરાંત પણ કરવાનાં નથી, પરંતુ પોતાની શારીરિક અને માનસિક શક્તિનો વિચાર કરી, તેને અનુરૂપ કરવાનાં છે; કેમ કે, પ્રસંગને પામી આનંદના ઉછાળામાં આવી, ગજા બહારનું ધર્મકાર્ય કરવામાં આવે તો કદાચ તે સમયે પૂરતું તે કાર્ય થઈ જાય, તોપણ સતત તેનો આનંદ, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સૂત્રસંવેદના-૩ અનુમોદના કે ભાવની વૃદ્ધિ થઈ શકતી નથી. તેથી શક્તિ ઉપરાંત કરાયેલ ધર્મકાર્ય સાનુબંધ મોક્ષનું કારણ બની શકતાં નથી. આથી શક્તિ ઉપરાંત કરાયેલ દાન, શીલ, તપ કે અન્ય કોઈપણ ધર્મક્રિયાનો સમાવેશ વીર્યાચારમાં થતો નથી; પરંતુ સ્વશક્તિનો વિચાર કરી, શક્તિથી ઓછું પણ નહિ અને શક્તિથી વધારે પણ નહિ, તે રીતે કરવામાં આવતી શાસ્ત્રાનુસારી ધર્મક્રિયા વીર્યાચારરૂપ બને છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે - “પ્રભુની કેવી દીર્ઘદૃષ્ટિ છે, વિવેકની કેવી પરાકાષ્ટા છે ! ક્યાંય શક્તિ ગોપવવાની વાત નથી, તેમ શક્તિ ઉપરાંત જવાની વાત પણ નથી કે સ્વૈચ્છાનુસાર વર્તવાની વાત પણ નથી કેમ કે આ સર્વ ભાવો કાષાયિક પરિણામો છે. આવા વિવેકવિહોણા, કાષાયિક કે સ્વચ્છન્દી ભાવોથી કરાયેલા ધર્મ દ્વારા ક્યારેય આત્મકલ્યાણ સાધી શકાતું નથી. પ્રભુની કેવી કરુણા છે કે આ સર્વથી મને બચાવવા તેમણે મને સાવધાન કર્યો ! આ ગાથા દ્વારા તેમણે મને જણાવ્યું કે કોઈપણ ધર્માનુષ્ઠાન કરતાં પહેલાં વિચારજે કે લોભાદિને આધીન થઈ શક્તિથી ઓછો ધર્મ તો નથી કરતો ને ? જેટલો ધર્મ થયો છે તે પ્રભુની આજ્ઞા મુજબ થયો હોય તો તેનું અનુમોદન કરજે, અને જો આવો ન થયો હોય તો ગુરુભગવંત પાસે દુ:ખાર્દ્ર હૃદયે તેની આલોચના, નિંદા, ગર્હ કરી, આત્માને શુદ્ધ કરવા પ્રયત્ન કરજે, અને ઉત્તરોત્તર યથાશક્તિ ધર્માનુષ્ઠાન કરવાનો સંકલ્પ કરજે.” વીર્યાચારના આ વર્ણન સાથે જૈનશાસનમાં દર્શાવેલા પાંચે આચારોનું સંક્ષિપ્ત વર્ણન પૂર્ણ થયું. આ આચારોને સમજી જેઓ પોતાના સમગ્ર જીવનને આચારમય બનાવે છે, તેઓને સુખનો માર્ગ શીઘ્ર મળી જાય છે. જેઓ વળી આચારથી ચૂકે છે તેઓ દુ:ખની ગર્તામાં પડે છે. તેથી આત્મિક સુખને ઇચ્છતા સાધકે આ સૂત્રરૂપ આયનામાં જાતને જોઈ આચારમાર્ગમાં સ્થિર થવા સતત યત્ન કરવો જોઈએ. Page #110 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર સુગુરુ વંદન સૂત્ર સૂત્ર પરિચય: આ સૂત્ર દ્વારા સુગુરુને વંદન કરવામાં આવે છે, માટે તેનું નામ “સુગુરુવંદન સૂત્ર” છે. સુકાની એવા સદ્ગુરુ વિના, ભયંકર ભવસાગર પાર કરી શકાતો નથી. સુગુરુ વિના અજ્ઞાનના અંધકારને ભેદી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થઈ શકતો નથી, જ્ઞાન વિના ચારિત્રનું પાલન થઈ શકતું નથી અને ચારિત્રના પાલન વિના મોક્ષ મળતો નથી. આ કારણે જ મોક્ષાર્થી આત્માએ ગુરુનું શરણ સ્વીકારી, તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા વિધિપૂર્વક વંદનાદિ કરવાં જોઈએ. આ સૂત્રમાં વિધિપૂર્વક વંદન માટેનાં છ સ્થાનો ખૂબ સુંદર રીતે બતાવ્યાં છે. ૧. વિનયી શિષ્ય સૌ પ્રથમ સુગુરુ સમક્ષ પોતાની વંદન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તે ઈચ્છાનિવેદન' નામનું પહેલું સ્થાન છે. ૨. શિષ્યની ઈચ્છા જાણ્યા બાદ, યોગ્ય અવસર હોય તો શિષ્યની નિર્જરાના અભિલાષી ગુરુભગવંત શિષ્યને વંદન કરવાની અનુજ્ઞા આપે છે, તે “અનુજ્ઞાપન” નામનું બીજું સ્થાન છે. ૩. ગુરુની અનુજ્ઞા પ્રાપ્ત થતાં શિષ્ય પોતાનું મસ્તક નમાવી ત્રણ વાર ગુરુના ચરણનો સ્પર્શ કરવા દ્વારા ગુરુનું બહુમાન કરે છે, તેમની મહાનતાનો સ્વીકાર કરે છે. અહીં ગુરુચરણનો સ્પર્શ કરી શિષ્ય દ્વારા ગુરુના શરીરની સુખાકારી સંબંધી પૃચ્છા કરવામાં આવે છે, તે “અવ્યાબાધપૃચ્છા' નામનું ત્રીજું સ્થાન છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સૂત્રસંવેદના-૩ ૪. શરીર સંબંધી પૃચ્છા કર્યા પછી સંયમયાત્રા વિશે પૃચ્છા કરે છે, તે “સંયમયાત્રાપૃચ્છા' નામનું ચોથું સ્થાન છે. ૫. સંયમપૃચ્છા કર્યા પછી ગુરુની ઇન્દ્રિયો અને મનના સંયમ વિશે પૃચ્છા કરે છે, તે યાપનાપૃચ્છા” નામનું પાંચમું સ્થાન છે. ૬. આ દરેક પ્રશ્નના ઉત્તર સાંભળી શિષ્ય અત્યંત આદ્યાદિત થાય છે. તે જાણે છે કે ગુણવાન ગુરુની કોઈપણ પ્રકારે થયેલી આશાતના ઘોર પાપકર્મોનો બંધ કરાવે છે, પરિણામે દુર્ગતિની પરંપરા સર્જાય છે. આવું ન થાય તે માટે અજ્ઞાનથી, અવિવેકથી, કષાયની પ્રબળતાથી કે અન્ય કોઈ પણ કારણસર દિવસ દરમ્યાન ગુરુની કોઈપણ પ્રકારની આશાતના થઈ હોય તો શિષ્ય તે અપરાધની આત્મસાક્ષીએ નિંદા કરે છે, ગુરુ સમક્ષ ગર્લા (વિશેષ નિંદા) કરે છે, પુનઃ પોતે તેવું પાપ નહીં જ કરે એવો સંકલ્પ કરે છે, અને પોતાની આવી પાપી અવસ્થાનો ત્યાગ કરે છે (વોસિરાવે છે). આ “અપરાધક્ષમાપના' નામનું છઠું સ્થાન છે. આ સ્થાનથી આ સૂત્ર સમાપ્ત થાય છે. ' આ રીતે છ વિભાગમાં વહેંચાયેલ આ સંપૂર્ણ સૂત્ર સામે જો નજર કરવામાં આવે તો ખ્યાલ આવે કે જૈનશાસનની આ એક નાની ક્રિયામાં પણ કેટલું ઊંડાણ છે, વિનયનું કેવું આગવું સ્થાન છે અને ચિત્તશુદ્ધિનું કેટલું મહત્ત્વ છે. આ સૂત્રનો ઉપયોગ દ્વાદશાવર્ત વંદન કરવા પ્રતિક્રમણઆદિ ક્રિયાઓમાં અનેક વાર કરવામાં આવે છે. વંદન માટે જ્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે, ત્યારે વિશેષ પ્રકારના વિનયના ઉપદર્શન માટે તે બે વાર બોલાય છે. તેમાં પ્રથમ વંદન કરતાં અવગ્રહમાંથી બહાર નીકળતાં, “આવસ્તહિ સામાચારી'નો સૂચક ‘માવસિંગાપુ' શબ્દનો પ્રયોગ થાય છે, જ્યારે બીજા વંદનમાં આ શબ્દનો પ્રયોગ થતો નથી. આ સૂત્રનું વિવેચન આવશ્યકનિયુક્તિ, ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોના આધારે કરેલ છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ ત્યાંથી જોવું. Page #112 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર ૫ भूण सूत्र: इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए, अणुजाणह मे मिउग्गहं । निसीहि . अहोकायं काय-संफासं . खमणिज्जो भे ! किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे ! दिवसो वइक्वंतो ? . जत्ता भे? - जवणिजं च भे?. खामेमि खमासमणो ! देवसि वइक्कम आवस्सिआए पडिक्कमामि । खमासमणाणं देवसिआए आसायणाए, तित्तीसत्रयराए, जं किंचि मिच्छाए, मण-दुक्कडाए वय-दुक्कडाए काय-दुक्कडाए, कोहाए माणाए मायाए लोभाए, . ...... सव्वकालिआए ... सव्वमिच्छोवयाराए सव्वधम्माइक्कमणाए, आसायणाए जो मे अइआरो कओ, तस्स खमासमणो ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।। પદ-૫૮ વર્ણ-૨૨૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સૂત્રસંવેદના-૩ અન્વય, સંસ્કૃતિ છાયા સહિત શબ્દાર્થ: ૧- ઈચ્છાનિવેદન સ્થાન शिष्य :- खमासमणो ! जावणिजाए निसीहिआए वंदिउं इच्छामि । शिष्य :- क्षमाश्रमण ! यापनीयया नैषेधिक्या वन्दितुं इच्छामि । શિષ્ય :- હે ક્ષમાશ્રમણ ! હું યાપનિકા વડે અને નૈષધિકી વડે વંદન કરવા ઈચ્છું છું. ગુરુ - (છvi) અથવા (વિદ/તિવિદેvi). ' ગુરુ :- (છન) અથવા (પ્રતીક્ષસ્વ / ત્રિવિધેન) ગુરુ :- (ઈચ્છા હોય તેમ કર) અથવા (પ્રતીક્ષા કર | ત્રિવિધથી વંદન - કરવા હમણાં પ્રતિષેધ કરું છું.) ૨ – અનુજ્ઞાપન સ્થાન शिष्य :- मे मिउग्गहं अणुजाणह । શિષ્ય :- મમ મિતવિપ્રદ મનુનાનીત .. શિષ્ય :- મને મિતાવગ્રહમાં પ્રવેશ કરવાની) અનુજ્ઞા આપો. ગુરુ :- (મપુનામ) ગુરુ :- (મનુનાનામ) ગુરુ - (હું તને અનુજ્ઞા આપું છું.) . અનુજ્ઞા મેળવીને વસતિમાં પ્રવેશતાં જેમ નિસાહિ કહે છે, તેમ અહીં પણ અવગ્રહમાં પ્રવેશતાં કહે છે કે- ' ' शिष्य :- निसीहि, अहोकायं काय-संफासं भे ! किलामो खमणिज्जो શિષ્ય :- નેથિી , અથડાયં વાય-સંસ્પર્શ (વારમ વાન સંસ્કૃમિ), भवद्भिः क्लमः क्षमणीयः શિષ્ય :- પાપવ્યાપારનો ત્યાગ કરું છું, આપના ચરણને તમારી) કાયા વડે સ્પર્શ કરું છું. હે ભગવંત ! (તેનાથી) કોઈ ગ્લાનિ થાય (તો) આપ (મન) ક્ષમા આપશો. ૩ - અવ્યાબાધાપૃચ્છા સ્થાન , शिष्य :- अप्पकिलंताणं भे ! दिवसो बहुसुभेण वइक्कतो ? શિષ્ય :- મજૂઠ્ઠાતાનાં ભવતાં ! વિવસ: વહુશુમેન વ્યતિક્રાન્તઃ ? Page #114 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર શિષ્ય :- અલ્પ ફ્લેશવાળા.એવા આપનો દિવસ બહુ સુખપૂર્વક વ્યતીત થયો? ગુરુ - (તાર) ગુરુ :- (તતિ) ગુરુ :- (તેમ જ અર્થાત્ જે પ્રકારે તું કહે છે તેમ મારો દિવસ સુખપૂર્વક જ પસાર થયો છે.). ૪ - સંયમયાત્રાપૃચ્છા સ્થાન શિષ્ય :- જેના? શિષ્ય :- મવતા યાત્રા ? શિષ્ય :- આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને ? ગુe :- (તુમ પિ વટ્ટ ?) . ગુરુ :- (તવાપિ વર્તતે ?) ગુરુ :- (મારી સંયમયાત્રા તો સારી રીતે ચાલે છે, તારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને ?). ૫ - ચાપનાપૃચ્છા સ્થાન શિષ્ય :- જે ય નવળિgi ? શિષ્ય :- આવતામ્ વ યાપનીયમ્ ? શિષ્ય :- આપની ઇન્દ્રિયો અને મન પીડારહિત થઈને ઉપશમભાવમાં વર્તે છે?. અથવા આપને ઇન્દ્રિય અને નોઇન્દ્રિયનો (મનનો) ઉપશમભાવ વર્તે છે? ગુરુ - (d) ગુરુ :- (45) ગુરુ :- (એમ જ છે). ઉ – અપરાધક્ષમાપના સ્થાન शिष्य :- खमासमणो ! देवसियं वइक्कमं खामेमि शिष्य :- क्षमाश्रमण ! दैवसिकं व्यतिक्रमं क्षमयामि શિષ્ય :- હે ક્ષમાશ્રમણ ! (મારાથી) દિવસભરમાં કોઈ અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માંગું છું. Page #115 -------------------------------------------------------------------------- ________________ सूत्रसंचा-3 गुरु :- (अहमवि खामेमि तुम) गुरु :- (अहमपि क्षामयामि त्वाम्) शुरु :- (डं ५५ तने मा छु) शिष्य :- आवस्सिआए पडिक्कमामि । शिष्य :- आवश्यक्या प्रतिक्रामामि । શિષ્ય :- (ચરણ-કરણ યોગરૂપ) આવશ્યકીથી જે વિપરીત થયું હોય તેનું ई प्रतिभए। छ. शिष्य :- खमासमणाणं देवसिआए तित्तीसन्नयराए आसायणाए, शिष्य :- क्षमाश्रमणानां देवसिक्या त्रयस्त्रिंशदन्यतरया आशातनया, શિષ્ય :- (આપ) ક્ષમાશ્રમણ સંબંધી દિવસ દરમ્યાન થયેલી તેત્રીશમાંની કોઈપણ આશાતનાથી (લાગેલ પાપનું હું પ્રતિક્રમણ કરું છું.) जं किंचि मिच्छाए; मण-दुक्कडाए, वय-दुक्कडाए, काय-दुक्कडाए; . कोहाए, माणाए, मायाए, लोभाए; , सव्वकालिआए, सव्वमिच्छोवयाराए, सव्वधम्माइक्कमणाए आसायणाए मे जो अइयारो कओ, तस्स खमासमणो ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।।७।। ... 'यत् किञ्चिद् मिथ्यया; 'मनो-दुष्कृततया, वचो-दुष्कृततया, काय-दुष्कृततया, 'क्रोध-युक्तया, मान-युक्तया, माया-युक्तया, लोभ-युक्तया; "सार्वकालिक्या, सर्वमिथ्योपचारया, सर्वधर्मातिक्रमणया आशातनया, 'मया योऽतिचारः कृतः 'तं क्षमाश्रमण ! प्रतिक्रामामि, निन्दामि, गहें, आत्मानं व्युत्सृजामि । જે કાંઈ મિથ્યાભાવથી, मन-हुत३५, वयन-हुत३५, आय-हुत३५ (शातनाथी); luथी, भानथी, भायाथी, दोमयी (थयेर माशातनाथी); *સર્વ કાળ સંબંધી આશાતનાથી), સર્વ મિથ્યા ઉપચારરૂપ (આશાતનાથી); (અને) સર્વ (અષ્ટ પ્રવચન માતારૂપ) ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, Page #116 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર મારા વડે જે કોઈ અતિચાર કરાયો હોય, તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગર્હા કરું છું (અને દુષ્કૃતકારી એવા મારા) આત્માને વોસિરાવું છું. વિશેષાર્થ : ૯૯ ૧ ઈચ્છાનિવેદન સ્થાન ઃ इच्छामि खमासमणो' ! वंदिउं जावणिज्जाए निसीहिआए હે ક્ષમાશ્રમણ ! મારી શક્તિઓનો પૂર્ણ ઉપયોગ કરીને અને પ્રાણાતિપાત આદિ પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને હું આપને વંદન કરવા ઈચ્છું છું. - - જૈનશાસનનો સિદ્ધાંત છે કે કોઈપણ કાર્ય ગુરુભગવંતની અનુજ્ઞા મેળવીને જ કરવું જોઈએ. આ સિદ્ધાંત અનુસાર, વંદન કરવા ઈચ્છતો શિષ્ય પણ સૌ પ્રથમ પોતાની ઈચ્છા ગુરુભગવંતને જણાવતાં કહે છે : “હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન2 ક૨વા ઈચ્છું છું.” આ શબ્દો બોલી શિષ્ય, ક્ષમાશ્રમણ એવા ગુરુભગવંતને પોતાનાં વંદન સ્વીકા૨વા અનુરોધ કરે છે. 1- વમાસમળો - આદિ શબ્દોના વિશેષાર્થ માટે જુઓ ‘સૂત્ર સંવેદના’ ભાગ-૧, સૂત્ર-૩. યોગશાસ્ત્રની વૃત્તિમાં ગુરુવંદનનો ખાસ અર્થ કરતાં જણાવ્યું, 2 'वन्दनं वन्दनयोग्यानां धर्माचार्याणां पञ्चविंशत्यावश्यकविशुद्धं द्वात्रिंशद्दोषरहितं नमस्करणम्' ‘વંદન’ એટલે વંદનને યોગ્ય ધર્માચાર્યોને ૨૫ આવશ્યકોથી વિશુદ્ધ અને ૩૨ દોષોથી રહિત કરવામાં આવેલો નમસ્કાર. તેમાં ૨૫ આવશ્યકની ગણતરી તેઓ આ રીતે કરાવે છે ઃ " दो ओणयं अहाजायं किइकम्मं बारसावयं । चउसिरं तिगुत्तं च दुपवेसं एगनिक्खमणं ।। " - આવશ્યકનિર્યુક્તિ ગા. ૧૨૦૨ (૨) બે અવનત, (૩) એક યથાજાત મુદ્રા, (૧૫) બાર આવર્ત્ત (૧૯) ચાર શિરોનમન (૨૨) ત્રણ ગુપ્તિ (૨૪) બે પ્રવેશ અને (૨૫) એક નિષ્ક્રમણ જે ૩૨ દોષો ગુરુને વંદન કરતી વખતે ટાળવા યોગ્ય છે, તે નીચે મુજબ છે : ૧. આદરહીનતા હોવી, ૨. અક્કડાઈ રાખવી, ૩. ઉતાવળ ક૨વી, ૪. સૂત્રોનો અવ્યક્ત ઉચ્ચાર કરવો, ૫. કૂદકો મારીને વંદન કરવું, ૬. પરાણે વંદન કરવું, ૭. આગળ-પાછળ હલન-ચલન કરવું, ૮. વંદન સમયે ફર્યા કરવું (જળમાં માછલાંની જેમ), ૯. મનમાં દ્વેષ રાખીને વંદન કરવું, ૧૦. બે હાથ ઢીંચણની બહાર રાખીને વંદન કરવું, ૧૧. ભયથી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સૂત્રસંવેદના-૩ રામામળો – ક્ષમાશ્રમણ ! ક્ષમાદિ દશ ધર્મો જેમનામાં પ્રધાનપણે વર્તતા હોય તેમને ક્ષમાશ્રમણ કહેવાય છે, અથવા તપ, સ્વાધ્યાય કે ધ્યાનાદિરૂપ સાધ્વાચારની કોઈપણ પ્રવૃત્તિ જેઓ ક્રોધાદિ દોષોના નાશ માટે અને ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ માટે કરતા હોય તેમને ક્ષમાશ્રમણ કહેવાય છે. અહીં આ શબ્દ ગુરુભગવંતના સંબોધન માટે છે. આ સૂત્ર દ્વારા આવા ક્ષમાશ્રમણને વંદન કરવાનાં છે. .. જિજ્ઞાસાઃ ક્ષમાશ્રમણને વંદન શા માટે કરવાનું? તૃપ્તિ પરમ સુખરૂપ મોક્ષને ઈચ્છતો શિષ્ય સમજે છે કે કષાયોના ત્યાગ અને ક્ષમાદિ ગુણોના પાલન વિના સુખ સંભવિત નથી, પરંતુ તે કષાયોનો ત્યાગ અને ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ પોતે સ્વયં કરી શકે એ શક્ય નથી. ગુણસભર ગુરુભગવંતના બહુમાનથી જ આવા ગુણો પ્રગટી શકે છે. ગુરુભગવંત પ્રત્યે બહુમાનભાવને પ્રગટ કરતી ક્રિયા તે જ આ વંદન-ક્રિયા છે. આથી ગુણવાન પ્રત્યે બહુમાનભાવ કેળવવા અને તેની વૃદ્ધિ કરવા માટે, ક્ષમાશ્રમણને પુનઃ પુનઃ વંદન કરવાનું છે. હવે વંદન કરવાની ઈચ્છાવાળો શિષ્ય, પોતાને કઈ રીતે વંદન કરવું છે, તે વ્યક્ત કરતાં કહે છે – રાવળ નિરદિગાર - “હે ભગવંત ! હું યાપનકા અને નૈષેલિકી વડે આપને વંદન કરવા ઈચ્છું છું. વંદન કરવું, ૧૨. “અન્ય પણ મને વંદન કરશે, માટે હું વંદન કરું' એવી બુદ્ધિથી વંદન કરવું, ૧૩. મૈત્રીની ઈચ્છાથી વંદન કરવું, ૧૪. હોશિયારી બતાવવા વંદન કરવું, ૧૫. સ્વાર્થબુદ્ધિથી વંદન કરવું, ૧૬. ચોરી-છૂપીથી વંદન કરવું, ૧૭. અયોગ્ય સમયે વંદન કરવું, ૧૮. ક્રોધથી વંદન કરવું, ૧૯. ઠપકાથી વંદન કરવું, ૨૦. રાજી રાખવા વંદન કરવું, ૨૧. નિંદા કરતાં વંદન કરવું, ૨૨. વંદન કર્યું-ન કર્યું ને બીજી વાતોમાં વળગવું, ૨૩. કોઈ દેખે તો વંદન કરવું, પણ અંધારું કે આંતરો હોય તો ખાલી ઊભા રહી જઈ વંદન કરવું ૨૪. આવર્ત વખતે હાથ બરાબર લલાટે ન અડાડવા, ૨૫. રાજ-ભાગ (ટેક્ષ) ચૂકવવાની માફક તીર્થંકરની આજ્ઞા સમજીને વંદન કરવું, ૨૬. લોકાપવાદમાંથી બચવા માટે વંદન કરવું, ૨૭. રજોહરણ તથા મસ્તકને બરાબર સ્પર્શ ન કરવો, ૨૮. ઓછા અક્ષરો બોલવા, ૨૯. વંદન કરીને “મર્થીએણ વંદામિ'ખૂબ ઊંચેથી બોલવું, ૩૦. બરાબર ઉચ્ચાર કર્યા વિના મનમાં જ બોલવું, ૩૧. ખૂબ મોટેથી બોલીને વંદન કરવું, ૩૨. હાથ જમાવીને બધાને એકસાથે વંદન કરવું. Page #118 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર યાપનિકાપૂર્વક વંદન કરવું. એટલે મન અને ઇન્દ્રિયોને કાબૂમાં લઈને વંદન કરવું અર્થાત્ મન, વચન, કાયાને અન્યત્ર જતાં અટકાવીને; મનને ગુરુના ગુણસ્મરણમાં પરોવીને, વાણીને વિનમ્ર કરીને, કાયાને સુચેષ્ટામાં સ્થાપીને વંદન કરવું. નૈષેધિકીપૂર્વક વંદન કરવું એટલે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરીને અર્થાત્ આ ક્રિયા કરતાં ક્યાંય હિંસાદિ પાપ કે અન્ય કોઈ દોષ ન લાગી જાય, તેવી પૂર્ણ સાવધાની રાખી, સમજ અને શક્તિનો પૂર્ણ ઉપયોગ કરીને વંદન કરવું. શિષ્યનો આ રીતે યાપનિકા અને નૈષધિકીપૂર્વક વંદન કરવાનો પ્રયત્ન શિષ્યમાં સંયમ, ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિ કરાવે છે. ૧૦૧ આ પો બોલતાં શિષ્ય વિનમ્રભાવે વિનંતિ કરે છે કે.- “હે ભગવંત ! આપની ભક્તિ કરવા માટે મારી પાસે કોઈ વિશિષ્ટ શક્તિ નથી, અને આપને પરખવાની પણ કોઈ વિશિષ્ટ બુદ્ધિ નથી; તોપણ જેટલી બુદ્ધિ અને શક્તિ છે, તે સર્વનો ઉપયોગ કરી નિરવદ્યભાવે આપને વંદન કરવાની મારી ભાવના છે. જો આપને યોગ્ય લાગે તો કૃપા કરી આપ અનુજ્ઞા આપો.” શિષ્યની વંદન ક૨વાની ઈચ્છા જાણ્યા બાદ ગુરુને જો એવું લાગે કે આ ક્રિયાથી શિષ્યને અવશ્ય કર્મની નિર્જરા થશે, તો શિષ્યની નિર્જરામાં નિમિત્ત બનવું એ પોતાનું કર્તવ્ય છે, પોતાનું ઔચિત્ય છે, એમ વિચારી, ત્યારે જો અન્ય કોઈ વિશેષ કાર્ય ન હોય તો શિષ્યને વંદન કરવાની અનુમતિ આપતાં ગુરુ કહે છે : [છતેĪ] - તારી ઈચ્છા પૂર્ણ કર. આ રીતે ગુરુભગવંત અનુમતિ આપે પરંતુ તે વખતે ગુરુભગવંત જો તેઓ અન્ય કોઈ વિશેષ કાર્યમાં વ્યસ્ત હોય અને વંદનની ક્રિયાથી પોતાના કાર્યમાં વિક્ષેપ થાય તેવું લાગતું હોય તો ‘પડિલહ’ શબ્દથી ‘હમણાં નહિ' તેમ કહે, અથવા વિદેળ શબ્દથી મન-વચન-કાયાથી વંદન ક૨વા પ્રતિષેધ કરે. તે વખતે શિષ્ય ‘મસ્થળ વંમિ' બોલી સંક્ષેપથી વંદન કરી પાછો ફરે. ઇચ્છા-નિવેદન-સ્થાનનાં આ પદો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે “જૈન શાસનની સામાચારી કેવી અદ્ભુત છે ! આત્મવિકાસની એક ક્રિયા પણ સ્વેચ્છાથી કરવાની નથી, કોઈના કાર્યમાં અડચણ ઊભી થાય તેમ પણ કરવાની નથી. સ્વ-પર સૌનો આત્મવિકાસ થાય તેમ જ કરવાની છે. હું મૂઢ આજ દિવસ સુધી એમ માનતો હતો કે સ્વમતિ પ્રમાણે પ્રવર્તવાથી Page #119 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ સુખ મળશે, સ્વેચ્છા પ્રમાણે કાર્ય કરવાથી આનંદ આવશે, પણ આજે સમજાય છે કે આજ્ઞાના પારતંત્ર્ય વિના, ગુણવાન ગુરુના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા વિના, ક્યારેય સુખ કે શાંતિ મળી શકતી નથી. વંદન કરવા માટેની આ એક નાની આજ્ઞા લેવા દ્વારા હું સંકલ્પ કરું છું કે આવા ગુણવાન ગુરુની આજ્ઞા વિના હવે હું ક્યાંય આગળ નહિ વધું.” ૧૦૨ ૨. અનુજ્ઞાપન સ્થાન : વંદનની અનુજ્ઞા મળતાં શિષ્ય ગુરુને કહે છે मे मिउग्गहं अणुजाणह કરવાની અનુજ્ઞા આપો. ગુરુભગવંતની ખૂબ નજીકમાં રહેવાથી શિષ્યનાં મલિન વસ્ત્ર કે શરીરાદિના સ્પર્શથી ગુરુદેવની આશાતના ન થાય, અને તેમના એકાગ્રભાવે ચાલતા કાર્યમાં વિઘ્ન પેદા ન થાય તેવા આશયથી શિષ્ય હંમેશાં ગુરુભગવંતના સ્વદેહ પ્રમાણ એટલે કે ઓછામાં ઓછું ગુરુથી ૩॥ હાથનું અંતર (અવગ્રહ) રાખે છે; અને જ્યારે વંદનાદિ કોઈ કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે ગુરુની અનુજ્ઞા લઈને શિષ્ય અવગ્રહમાં પ્રવેશ કરે છે. - હે ભગવંત ! મને મિત અવગ્રહમાં પ્રવેશ આથી વંદનની ઈચ્છાવાળો શિષ્ય ‘અનુજ્ઞાનદ્દ ને મિદં' આ શબ્દો બોલી ગુરુભગવંત પાસે મિત એટલે કે નાનામાં નાના અવગ્રહમાં પ્રવેશ માટેની આજ્ઞા માંગે છે. અનુજ્ઞા આપતાં ગુરુભગવંત કહે છે : [અબુનાળામિ] – ‘હું અનુજ્ઞા આપું છું' અર્થાત્ વંદન કરવાની તારી ભાવનાને તું પૂર્ણ કર. ગુરુની અનુજ્ઞા મળતાં જ, ત્રણ પાછળના, ત્રણ આગળના અને ત્રણ ભૂમિના એમ નવ સંડાસાનું પ્રમાર્જન કરી મિત અવગ્રહમાં પ્રવેશ કરતાં શિષ્ય કહે છે : નિસÎહિ - પાપપ્રવૃત્તિનો ત્યાગ કરું છું. દેવ-ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવાના સંકલ્પરૂપે તેમ જ મન-વચન-કાયાથી દેવ-ગુરુની કોઈપણ પ્રકારે આશાતના ન Page #120 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર ૧૦૩ થઈ જાય તેની વધુ સાવધાની માટે “નિરીદિ શબ્દ બોલાય છે. આ શબ્દ બોલતાંની સાથે જ શિષ્ય વિશિષ્ટ જાગૃતિપૂર્વક ગુણવાન ગુરુના ગુણોમાં ઉપયોગવાળો બને છે. અનુજ્ઞાપનસ્થાનનાં આ પદોના ઉચ્ચારણ સમયે મનમાં એવો ભાવ જાગવો જોઈએ કે ગુરુ મારી સમક્ષ જ છે અને હું તેઓને વિનમ્ર ભાવે વિનંતિ કરું છું કે “હે ભગવંત ! કૃપા કરી મારી વંદનની ભાવનાને સાર્થક કરવા માટે આપની નજીક આવવાની મને રજા આપો.” ગુરુની રજા મળતાં જ શિષ્ય પણ ગુણવાન ગુરુભગવંતની કોઈપણ પ્રકારે આશાતના ન થાય તે ભાવ સાથે “નિસદિ' બોલી ગુરુની નજીક જાય અને ભાવપૂર્ણ હૃદયે ગુરુવંદના માટે તત્પર બને. ‘નિસીહિપૂર્વક મિત અવગ્રહમાં પ્રવેશીને, યથાજાત મુદ્રામાં એટલે કે જન્મ સમયે બાળકની જેવી મુદ્રા હોય છે તેવી મુદ્રામાં, ગુરુની સામે બેસીને, ગુરુ પ્રત્યે પોતાના અંતરમાં વર્તતા અહોભાવની વૃદ્ધિ કરવા માટે શિષ્ય કહે છે – ગોવાર્થ સંગાસં વમળો છે ! વિટામો - હે ભગવંત ! અધઃકાયરૂપ આપના ચરણને મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેમ કરતાં આપને કોઈ તકલીફ થાય તો કૃપા કરી મને ક્ષમા કરશો.. આ શબ્દો બોલતાં શિષ્ય ગુરુનાં ચરણનો ત્રણ વાર સ્પર્શ કરે છે. પ્રતિક્રમણ આદિની ક્રિયામાં દરેક માટે ચરણસ્પર્શ શક્ય નથી. તેથી સાધુઓ રજોહરણમાં અને શ્રાવકો ચરવળામાં ગુરુના ચરણની સ્થાપના કરીને “ગ-દો-I-ચં--- સંસ” ના પ્રત્યેક અક્ષરને છૂટા પાડી સ્પષ્ટ સ્વરે બોલે છે. તે આ રીતે – ‘સ' અક્ષર રજોહરણને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, દો' અક્ષર લલટને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, ' અક્ષર રજોહરણને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, જં' અક્ષર લલાટને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, અ' અક્ષર રજોહરણને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, અને ‘' અક્ષર લલાટને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે. અહીં વંદનના ત્રણ આવર્ત નિષ્પન્ન થાય છે. સંપ પદ, રજોહરણ કે ચરવળા ઉપર ગુરુચરણની કરેલ સ્થાપના ઉપર બે Page #121 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ સવળા હાથ રાખી, બન્ને હાથની હથેળી ઉપર મસ્તક મૂકી, શીર્ષનમન કરતાં બોલે છે. અહીં પહેલું શિરોનમન થાય છે. ૧૦૪ આ પદ બોલતાં, જેઓના એકે એક આત્મપ્રદેશ ક્ષમાદિ ગુણોથી ભરેલા છે, તેવા ગુરુનાં ચરણનો શિષ્ય સ્પર્શ કરે છે, અને જાણે શરીરમાંથી વીજળી પસાર થતી હોય તેમ પોતાના આત્મામાં કોઈ નવી જ ચેતનાનો સંચાર થતો હોય તેવો અનુભવ કરે છે. વળી ગુરુની સાધનાથી પાવન બનેલી ચેતના જાણે પોતાના આત્માના પ્રત્યેક પ્રદેશને પાવન ન કરી રહી હોય તેવું સંવેદન કરે છે. આ રીતે ગુરુચરણનો સ્પર્શ કરતો શિષ્ય અત્યંત આનંદ વિભોર બની જાય છે. આમ છતાં ગુરુ પ્રત્યે પ્રશસ્ત રાગ હોવાથી તે વિવેક ચૂકતો નથી. વિવેકપૂર્વક જોડેલા બે હાથ લલાટે લગાડી તે નમ્રતાસભર કહે છે : ઘર્માળડ્યો મે ! વિજ્ઞામો - અર્થાત્ મેં આપનાં ચરણનો સ્પર્શ કર્યો તેનાથી આપના મનમાં કોઈ ગ્લાનિ થઈ હોય કે શરીરને કોઈ તકલીફ પહોંચી હોય તો મને ક્ષમા કરજો ! ગુરુના તન-મનને લેશ પણ પીડા ન થાય તેવી ભાવના શિષ્યના મનમાં ચોક્કસ હોય છે, છતાં પણ અત્યારે ગુરુની પવિત્ર કાયાનો સ્પર્શ કરવો, શિષ્યને પોતાના શુભભાવની વૃદ્ધિનો ઉપાય લાગી રહ્યો છે. તેથી શિષ્ય સાધનાથી પવિત્ર બનેલી ગુરુની કાયાનો સ્પર્શ તો કરે છે, પરંતુ પોતાના કઠોર હાથના સ્પર્શથી કદાચ ગુરુને ગ્લાનિ થતી હશે, તેનું દુઃખ પણ વિવેકી શિષ્યને થાય છે. તેથી દુઃખાર્દ્ર હૃદયે તે કહે છે - ‘ભગવંત ! મારો આ અપરાધ છે, તે બદલ મને ક્ષમા આપશો.' કાયિક ખેદના પરિહાર માટે જે શિષ્ય આટલો યત્ન કરતો હોય તે શિષ્ય ગુરુના મનને લેશ પણ ખેદ ન થાય તે માટે ગુર્વાજ્ઞાપાલનમાં કેવો તત્પર રહેતો હોય ! તેનો આછો ખ્યાલ આ પદ દ્વારા આવી શકે છે. અનુજ્ઞાપનસ્થાનના શબ્દો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે છે કે, “રાગીઓની નજીક જઈ, રાગી પાત્રોનો સ્પર્શ કરી રાગને વધારવાનું કામ તો હું અનંત કાળથી કરતો આવ્યો છું, પરંતુ આજે મારો પુણ્યોદય પ્રગટ્યો છે કે વૈરાગી ગુરુભગવંતને સ્પર્શ કરી મારા રાગને તોડવાનો. મને મોકો મળ્યો છે. હું આજે ધન્ય બન્યો છું.” Page #122 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર ૧૦૫ ૩. અવ્યાબાધાપૃચ્છા સ્થાન ગુરુવંદન કર્યા પછી ગુરુભગવંતની સુખાકારી જાણવા ઈચ્છતો સાધક તેઓશ્રીની સાધના સંબંધી પૃચ્છા કરે છે : ધ્વચિંતાdi વસુમેળ બે દિવસો વળતો ? - અલ્પ ફ્લેશવાળા હે ભગવંત! આપનો દિવસ બહુ સુખપૂર્વક પસાર થયો છે ? ગુરુના સંયમપૂત શરીરનો સ્પર્શ કરવાપૂર્વક ગુરુવંદન કરીને આનંદિત થયેલો શિષ્ય, ગુરુને સુખ-શાતાની પૃચ્છા કરતાં કહે છે : “હે ભગવંત ! આપ રતિઅરતિરૂપી ક્લેશના ભાવોથી તો પર થઈ ગયા છો; કેમ કે બાહ્ય વસ્તુનો ભાવ કે અભાવ આપને અકળાવી શકતો નથી, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ આપને વ્યગ્ર કરી શકતી નથી, સત્કાર કે સન્માન આપ માટે અહંકારજનક નથી બની શકતા, અપમાન કે તિરસ્કાર આપને દીન-હીન બનાવી શકતાં નથી. આથી આપનું અંતરંગ મન તો પીડામુક્ત હશે જ, પરંતુ કર્માધીન આ કાયામાં પીડાની સંભાવના છે. તેથી આપ પ્રત્યેના સભાવના કારણે પૂછું છું કે આપનો દિવસ સુખપૂર્વક પસાર થયો છે ને ?” આ સાંભળી ગુરુ ઉત્તર આપતાં કહે છે – તિ]િ - “તું કહે છે તેમ જ છે અર્થાત્ મારો દિવસ સુખપૂર્વક પસાર થયો છે. ગુરુભગવંત સંયમજીવનની સર્વ ક્રિયા દ્વારા આત્મભાવને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ કારણે તેઓ ચિત્તથી સ્વસ્થ હોય છે અને આત્મિક આનંદને અનુભવતા હોય છે. આવા ગુરુ શિષ્યને કહે છે - “મારો દિવસ ખૂબ સુખપૂર્વક પસાર થયો છે.” આ શબ્દો સાંભળી શિષ્યને અત્યંત આનંદ થાય છે. આ આનંદ ગુરુના સત્કાર્યની અનુમોદના સ્વરૂપ છે. ગુરુભગવંતના સ્વાથ્ય અંગેની શિષ્યની ચિંતાનો ભાવ, અને “તહત્તિ' રૂપ ગુરુનો પ્રત્યુત્તર સાંભળી પ્રગટેલો આનંદનો ભાવ, આ બન્ને શુભ પરિણામો, ગુણપ્રાપ્તિમાં વિઘ્નકર્તા કર્મોનો નાશ કરવા દ્વારા શિષ્ય માટે ગુણપ્રાપ્તિનું કારણ બને છે. અવ્યાબાધા-પૃચ્છા-સ્થાનના આ પદો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે, “જેના સ્વાસ્થની સુરક્ષામાં કાંઈ વળવાનું ન હતું તેવા કુટુંબ-પરિવાર, સ્નેહીસ્વજનોના શરીરની ખોટી ચિંતાઓ કરી મેં મારો કીમતી સમય અને શક્તિઓ વેડફી છે અને ઘણાં કર્મો બાંધ્યાં છે. મારું સદ્ભાગ્ય છે કે આજે સંસારસાગરથી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સૂત્રસંવેદના-૩ તારનાર સદ્ગુરુ ભગવંત મને મળ્યા છે. તન અને મન દ્વારા તેઓ મારા જેવા અનેક ઉપર ભાવોપકાર કરી રહ્યા છે. હવે મારી ફરજ છે કે મારા શરીરના ભોગે પણ તેમની સુરક્ષા કરવી; કેમ કે તેમના શરીરની સાનુકૂળતામાં અમારા સૌના આત્માની અનુકૂળતા છે. તેમના દ્રવ્યપ્રાણની અબાધામાં અમારા ભાવપ્રાણો અબાધિત છે. તેમનો દિવસ સારો થાય તેમાં જ અમારો દિવસ, ઘડી અને પળ સુધરવાની છે.” ૪. સંયમયાત્રાપૃચ્છા સ્થાન: દિવસ સંબંધી સુખશાતાની પૃચ્છા કર્યા પછી શિષ્ય ગુરુની સંયમયાત્રા વિષે પૃચ્છા કરે છે : ગત્તા મે ? - હે ભગવંત! આપની તપ અને સંયમરૂપ યાત્રા (સુખપૂર્વક) વર્તે છે? વિનયની વૃદ્ધિ માટે પુનઃ પુછાયેલો આ પ્રશ્ન સાંભળી ગુરૂભગવંત પણ કહે છે : ['તુમ પિ વટ્ટ] ?મારા તપ-સંયમ તો સુંદર ચાલી રહ્યાં છે, તારા પણ તપસંયમ પ્રગતિના પંથે વર્તે છે ? આ સાંભળીને શિષ્યને અત્યંત હર્ષ થાય છે. એને થાય છે કે મારી પણ હિતચિંતા કરનારા ગુરુ મારા માથે છે. આમ, અરસ-પરસ તપ-સંયમની પૃચ્છાથી સંયમ પ્રત્યેનો આદરભાવ અત્યંત વૃદ્ધિ પામે છે. પરિણામે ચારિત્રાદિ ગુણપ્રાપ્તિમાં વિદ્ધ કરનારાં કર્મોનો વિનાશ થાય છે, અને પ્રાપ્ત થયેલ ચારિત્રની વૃદ્ધિ થાય છે. આ પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે, તે આ રીતે ગ' - શબ્દ અનુદાત્ત સ્વરથી બોલાય છે, અને ત્યારે બે હાથ વડે રજોહરણ કે ચરવળા ઉપરની ગુરુચરણની સ્થાપનાને સ્પર્શ કરવામાં આવે છે. 3. ડાર - મનુદાત્ત - સ્વરિત - દરેક સ્વરના ડાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ પ્રમાણે ત્રણ ભેદ હોય છે. પૂર્વકાળમાં ૩૯ત્ત આદિ ત્રણે સ્વરોનો પ્રયોગ લોકમાં પણ કરવામાં આવતો હતો, પરંતુ હાલ આ સ્વરોનો પ્રચાર લોકમાં નષ્ટપ્રાય થઈ ગયો છે. પાણિની વ્યાકરણમાં સ્વરના આ ત્રણે ભેદોની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવેલ છે. સાત્ત: - ૨ / ૨ / ૨૨ T. ताल्वादिषु स्थानेषूखंभागे निष्पन्नोऽजुदात्तसंज्ञः स्यात् । . તાલુ આદિ ઉચ્ચારણ સ્થાનમાં ઉપરના ભાગમાંથી જે સ્વર બોલાય તે કલાત્ત કહેવાય છે. કેટલાક લોકો મોટેથી બોલાય તે સાર એમ માને છે, પરંતુ તે અયોગ્ય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર ૧૦૭ તા' - શબ્દ સ્વરિત સ્વરે બોલાય છે અને ત્યારે ચરણસ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ મોં તરફ સવળા કરવામાં આવે છે. “' - શબ્દ ઉદાત્ત સ્વરથી બોલાય છે અને ત્યારે દૃષ્ટિ ગુરુ સમક્ષ રાખી બંને હાથના દસે આંગળાં લલાટે લગાડવામાં આવે છે. સંયમયાત્રાપૃચ્છા સ્થાનનાં આ પદો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે, “કુટુંબ પરિવારની, ખાવા-પીવાની અને પૈસાટકાની ચિંતામાં મેં મારો જન્મારો ફોગટ ગુમાવ્યો. જૈન શાસનની કેવી બલિહારી છે ! ગુરુ-શિષ્યના કેવા સંબંધો છે! અહીં આત્મા કે આત્માના ગુણો સિવાય કોઈને કોઈ ચિંતા જ નથી. આ જ તો સાચી મૈત્રી છે, આ જ ખરી પારિવારિક ભાવના છે. વાસ્તવિક સુખનો આ જ સાચો માર્ગ છે. મારો મહાન પુણ્યોદય છે કે આવા યોગીઓના કુળમાં મને સ્થાન મળ્યું છે, આવા પરિવારના સભ્ય બનવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે. બસ, આ પરિવારના સભ્ય તરીકે હું પણ આ રીતે અરસ-પરસ સૌના આત્માની ચિંતા કરનારો થાઉં.” ૫. યાપનાપૃચ્છા સ્થાન : તપ-સંયમની પૃચ્છા થયા બાદ હવે સંયમસાધનામાં ઉપયોગી મન અને ઇન્દ્રિય સંબંધી પૃચ્છા કરતાં શિષ્ય કહે છે : નીર્ઘરનુદાત્તઃ - ૨ / ૨ / રૂ૦ || ताल्वादिषु स्थानेष्वधोभागे निष्पन्नोऽजनुदात्तसंज्ञः स्यात् । તાલ આદિ ઉચ્ચારણ સ્થાનના નીચેના ભાગમાંથી જે બોલાય તે મનુવા કહેવાય છે. સમાર: સ્વરિત: - ૨ .૨ રૂ उदात्तानुदात्तत्वे वर्णधर्मो समाह्रियेते यस्मिन् सोऽच् स्वरितसंज्ञः स्यात् । તાલ આદિ સ્થાનોના ઉપરના અને નીચેના એમ બંને ભાગોથી જે બોલાય તે સ્વરિત: કહેવાય છે. હાલ તેનો પ્રયોગ વેદમાં જોવા મળે છે. વેદમાં આ સ્વરોનો સંકેત ચિહ્નો દ્વારા કરવામાં આવ્યો છે. ૩૯ત્ત માટે કોઈ ચિહ્ન નથી હોતું, મનુદ્દાત્ત સ્વરની નીચે આડી રેખા તથા સ્વરિત સ્વરની ઉપર ઊભી રેખાનું ચિહ્ન હોય છે. જેમ કે ... ૩૬૪ - 5 / રૂ . 3 વગેરે... અનુદાત્ત - ૩ / રૂ. ૩ | વગેરે.. સ્વરત - મ ફા કા વગેરે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ નળનું ૫ મે ?- હે ભગવંત ! આપનું મન અને ઇન્દ્રિયો ઉપશમ આદિ પ્રકાર વડે સંયમિત વર્તે છે ? ૧૦૮ મન અને ઇન્દ્રિયો એ સાધનાનું એક અંગ છે. તે સારાં હોય તો મોક્ષની સાધના સારી રીતે થઈ શકે છે અને રોગાદિના કારણે કે અન્ય કોઈ કારણે તેમાં ઉપદ્રવ આવે તો સાધનામાં શિથિલતા આવે છે, તપ-સંયમાદિની ક્રિયા કથળે છે અને આત્માના આનંદમાં ઓટ આવે છે. સતત સંયમની સાધના કરતા ગુરુભગવંતનાં મન તથા ઇન્દ્રિયો પ્રાયઃ તો સંયમિત હોય છે, તેથી ઉપશમભાવમાં જ હોય છે; આમ છતાં કોઈ વિશેષ નિમિત્તો મળતાં ક્યારેક છદ્મસ્થ ગુરુભગવંતનું મન પણ ઉદ્વિગ્ન, ઉત્સુક કે આવેશયુક્ત થઈ શકે છે. જ્યારે મન આવું બને ત્યારે તપ અને સંયમની સાધના પણ આત્માનો આનંદ પ્રાપ્ત કરાવી શકતી નથી. આ કારણે ગુરુના સુખની સતત ચિંતા કરતો શિષ્ય પૂછે છે : “ભગવંત ! આપનાં મન અને ઇન્દ્રિયો રોગરહિતપણે ઉપશમભાવમાં વર્તે છે ? અર્થાત્ મન અને ઇન્દ્રિયો દ્વારા આપની સંયમસાધના સુંદર ચાલે છે ને ?” વંદનાર્થી સાધકને સંયમાદિ ગુણો પ્રત્યે અત્યંત બહુમાન છે, આથી તે આ રીતે ગુરુના સંયમની ચિંતા કરતાં પ્રશ્નો પૂછીને ગુરુના સંયમસાધક યોગોની અનુમોદના કરે છે, અને તે દ્વારા પોતાના સંયમ આદિ યોગોની વૃદ્ધિ કરે છે. ગુરુ પ્રત્યેનો આ વિનય શિષ્યમાં પણ ઉપશમાદિ ગુણો પ્રગટાવે છે. આ પ્રશ્નનો જવાબ આપતાં ગુરુ કહે છે [ä] – ‘હા' એ પ્રમાણે જ છે. - ‘તું જે પ્રકારે પૂછે છે તે પ્રકારે જ મારું મન અને મારી ઇન્દ્રિયો ઉપશમભાવમાં સ્થિર છે.’ આ સાંભળી શિષ્યને અત્યંત હર્ષ થાય છે, તેનું ચિત્ત પ્રમુદિત થાય છે. આથી તેનામાં તે ગુણપ્રાપ્તિ માટેની શક્તિનો સંચય થાય છે, જે પરંપરાએ તેને અસંગભાવ સુધી પહોંચાડે છે. જિજ્ઞાસા : ‘વહુસુમેળ મે’ - પદ દ્વારા આપનો દિવસ સુખપૂર્વક પસાર થયો છે ? તેમ પૂછવાથી પછીના બંને પ્રશ્નોના જવાબ આવી જતા હતા, છતાં સંયમયાત્રા અને યાપનિકા વિષયક અલગ પ્રશ્ન પૂછવાનું કારણ શું ? Page #126 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર ૧૦૯ તૃપ્તિઃ ગુરુ સંબંધી અનેક કાર્યોમાં તપ અને સંયમરૂપ કાર્યનું વિશેષ પ્રાધાન્ય છે, માટે ગત્તા મે’ શબ્દથી સંયમયાત્રા સંબંધી અલગ પૃચ્છા કરવામાં આવી છે. વળી, આત્માભિમુખ બનેલા ગુરુભગવંતોને ઇન્દ્રિયો અને મનના રોગો સાધનામાં બાધક નથી બનતા, રોગાદિ પ્રતિકૂળતામાં પણ તેઓ તો મસ્તીથી પોતાની સાધના કરતા હોય છે, પરંતુ ગુરુ પ્રત્યેની ભક્તિવાળા સાધકને એવી સતત ભાવના રહે છે કે મારા ગુરુભગવંતની ઇન્દ્રિયો અને મન અનુકૂળ હશે, રોગાદિ પીડાથી રહિત હશે, તો તે ઉત્તમ સાધના કરી શકશે. આથી “નવનિ ' શબ્દ દ્વારા તે મન અને ઇન્દ્રિય સંબંધી અલગ પૃચ્છા કરે છે. આ શબ્દો પણ પ્રથમનાં બે પદોની જેમ વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે – - અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં, a - સ્વરિત સ્વરે, લલાટ તરફ મધ્યમાં આવતાં હાથ સવળા કરીને, બિન્ - ઉદાત્ત સ્વરે, લલાટે સ્પર્શ કરતાં, i - અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાનો સ્પર્શ કરતાં, ૪ - સ્વરિત સ્વરે, લલાટ તરફ મધ્યમાં આવતાં હાથ સવળા કરીને, મે - ઉદાત્ત સ્વરે, લલાટે સ્પર્શ કરતાં, , , અહીં વંદનના બીજા ત્રણ આવર્ત નિષ્પન્ન થાય છે. આમ કુલ બે વંદનના બાર આવર્ત થાય છે. થાપનાપુચ્છસ્થાનનાં આ પદો ઉચ્ચારતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે, “ક્યાં મારી અનિયંત્રિત ઈન્દ્રિયો અને મન અને ક્યાં મારા ગુરુભગવંતનાં સદા ઉપશમભાવમાં ઝીલતાં મન અને ઇન્દ્રિયો ! આવા ગુરુભગવંતને નમસ્કાર કરી અંતરની એક અભિલાષા છે કે હું પણ કષાયોનો ઉપશમ કરવા સક્ષમ બનું અને તેમની કૃપાને પામી અનાદિકાળથી વિષયોમાં આસક્ત બનેલી મારી ઈન્દ્રિયોને પણ સંયમિત બનાવું.” . અપરાધક્ષમાપના સ્થાન : આ રીતે સંયમાદિવિષયક પૃચ્છા કર્યા બાદ, ગુણવાન ગુરુની આશાતના ભવભ્રમણ વધારનાર હોઈ, ભવભીરુ શિષ્ય પોતાના અપરાધની ક્ષમાપના કરવા કહે છે - Page #127 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ સ્વામેમિ ઘમાસમળો ! દેવસિઝ વામ - હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા વ્યતિક્રમ=અપરાધોની હું ક્ષમા માંગુ છું. ૧૧૦ શિષ્ય ગુરુને કહે છે કે - “હે ભગવંત ! આજના દિવસ દરમ્યાન વિનય, વૈયાવચ્ચ આદિ કોઈપણ કાર્ય કરતાં અનાભોગથી, સહસાત્કા૨થી કે કષાયાદિ દોષોને આધીન થઈને આપના પ્રત્યે મારો કોઈપણ અવિનય, અપરાધ થયો હોય તો તેની હું ક્ષમા યાચું છું.” કયા કયા અપરાધો હોઈ શકે છે, તેની સ્પષ્ટતા આગળ સૂત્રકાર સ્વયં જ કરવાના છે. આ પદ બોલતી વખતે ગુણવાન ગુરુ પ્રત્યે થયેલ અપરાધનું સ્મરણ અને આવા અપરાધો પુનઃ પુનઃ ન થાય તેવા પ્રયત્ન સાથે ગુરુભગવંત પાસે ક્ષમાપના કરવી જોઈએ, તો જ પ્રમાદાદિ દોષોથી થતા અપરાધો અઢકી શકે, પરંતુ ઉપયોગશૂન્યતાથી આ પદો બોલવામાં આવે તો કોઈ અર્થ સરે નહીં. શિષ્યના આ શબ્દો સાંભળી ગુરુ કહે [અન્નનવિ હ્રામેમિ તુમ] – હું પણ તને ખમાવું છું. શિષ્યના હિત માટે ગુરુ પણ જ્યારે સારણા, વારણા, ચોયણા કે પડિચોયણા કરે છે, ત્યારે કોઈવાર પોતાની અસહિષ્ણુતાના કારણે કષાયને આધીન થવાયું હોય અથવા તો પોતાને સમર્પિત શિષ્યની હિતચિંતા કરવી એ ગુરુનું કર્તવ્ય છે, આમ છતાં પ્રમાદાદિ દોષોના કારણે શિષ્યના હિતની ઉપેક્ષા થઈ હોય તો આ શબ્દો દ્વારા ગુરુ પણ શિષ્ય પાસે ક્ષમાયાચના કરે છે. જિજ્ઞાસા : ગુરુ પ્રત્યે થયેલા અપરાધોની શિષ્ય ક્ષમા માંગે તે તો બરાબર છે, પરંતુ ગુરુ શિષ્ય પાસે ક્ષમા માંગે એ શું યોગ્ય છે ? તૃપ્તિ : જૈનશાસન અત્યંત વિવેકપ્રધાન છે અને સૂક્ષ્મ ભાવોને જોનાર છે. કોઈના પણ અશુભ ભાવો અહિત કરનારા જ હોય છે, પછી તે ગુરુના હોય કે શિષ્યના. આથી જે શિષ્યની જવાબદારી ગુરુએ સ્વીકારી હોય, તેના હિતની ઉપેક્ષા કે તેના 4 ૧. શિષ્યને કર્તવ્યનું સ્મરણ કરાવવું તે સારણા છે. ૨. શિષ્યને કોમળ શબ્દ દ્વારા અકર્તવ્યથી અટકાવવો તે વાયણા છે. ૩. કોમળ શબ્દોથી સારણા-વાયણા કરવા છતાં પરિણામ ન આવે ત્યારે કઠોર શબ્દોથી સારણા-વાયણા કરવી તે ચોયણા છે. ૪. કઠોર શબ્દોથી સારણા-વાયણા કરવા છતાં પરિણામ ન આવે ત્યારે તર્જન-તાડન આદિ દ્વારા સારણા-વાયણા કરવી તે પડિચોયણા છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સુગુરુવંદન સૂત્ર ૧૧૧ પ્રત્યે કષાયકૃત અનુચિત વર્તન ગુરુ માટે પણ કર્મબંધનું નિમિત્ત બને છે. આથી આવી કોઈપણ ભૂલ થઈ હોય તો પુનઃ આવી ભૂલ ન થાય તેવા ભાવપૂર્વક ગુરુ પણ આ શબ્દો દ્વારા ક્ષમા માંગે તે યોગ્ય જ છે, અને આ તેમની મહાનતા પણ સૂચવે છે. ત્યારપછી સામાન્યથી ખમાવતાં શિષ્ય કહે છે : સાવસિંચાઈ પરિમામિ - આવશ્યકી સંબંધી હું પ્રતિક્રમણ કરું છું. દિવસ દરમ્યાન અવશ્ય કરવા યોગ્ય ચરણ-કરણના જે યોગો છે, તેને આવશ્યકી કહેવાય છે. તે સર્વે ગુરુને આધીન બનીને અપ્રમત્તભાવે કરવાના છે; પરંતુ પ્રમાદાદિ દોષોને કારણે તે કર્તવ્યો ગુરુએ બતાવેલી રીતે ન કર્યા હોય, ગુરુએ કહ્યું તેમ બાહ્ય રીતે કર્યું હોય, પરંતુ તે કાર્યનું જોડાણ આત્મિક ભાવો સાથે ન કર્યું હોય, મન, વચન અને કાયાના યોગોનું લક્ષ્ય સાથે જોડાણ થાય તે રીતે તેમને પ્રવર્તાવ્યા ન હોય, તો તે સર્વ આવશ્યકી સંબંધી અપરાધો છે. તે સર્વ અપરાધોનું હે ભગવંત ! હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ પુનઃ તે અપરાધ ન થાય તે રીતે હું તેનાથી પાછો વળું છું. સામાન્યથી સર્વ અપરાધોની ક્ષમાપના કર્યા બાદ હવે વિશેષ ક્ષમાપના કરવા માટે શિષ્ય કહે છે – ઘમાસમાં રેવસિયા, સાસાયUIણ તિત્તિરાણ - દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની તેત્રીશમાંથી કોઈ પણ આશાતના થઈ હોય, (તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું, ગુરુવંદનભાષ્યાદિ ગ્રંથોમાં ગુરુ સંબંધી તેત્રીશ આશાતનાઓ બતાવવામાં આવી છે. આ તેત્રીશ આશાતનાઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારમાં વિભાજિત કરી શકાય. સુયોગ્ય શિષ્ય સંયમસાધનાને અનુકૂળ કોઈ પણ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે તેના દ્વારા જ્ઞાનાદિ ગુણ-પર્યાયમાં અધિક એવા ગુરુભગવંતની ભક્તિ કરવી 5. “અનામિ ને મિટિં' - આ શબ્દો દ્વારા શિષ્ય ગુરુના મિત અવગ્રહમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા માંગી હતી અને નિરીદિ કહી અવગ્રહમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અવગ્રહમાંથી બહાર નીકળતાં માવદિ સામાચારીનું પાલન કરવા માટે માસિગાણ શબ્દ બોલી તે અવગ્રહમાંથી બહાર નીકળે છે. બીજીવાર જ્યારે વંદન કરાય છે ત્યારે અવગ્રહમાં રહીને જ આલોચનાદિ કાર્યો કરવાના હોવાથી આવેસિગાઈ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર રહેતી નથી. 6. તેત્રીશ આશાતનાની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે – (૧) કારણ વિના ગુરુની લગોલગ આગળ ચાલવું. Page #129 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ જોઈએ, જેથી તેમનામાં રહેલા ગુણોની અનુમોદના થાય અને સાધનામાં સહાયક એવી તે સામગ્રી દ્વારા ગુરુભગવંત પણ પોતાના સંયમાદિની વૃદ્ધિ કરી શકે. આમ ૧૧૨ (૨) કારણ વિના ગુરુની લગોલગ બાજુમાં ચાલવું. (૩) કારણ વિના ગુરુની પાછળ તદ્દન નજીક ચાલવું. (૪) કારણ વગર ગુરુની આગળ જ ઊભા રહેવું. (૫) કારણ વગર ગુરુની બાજુમાં લગોલગ ઊભા રહેવું. (૬) કારણ વગર ગુરુની પાછળ તદ્દન નજીક ઊભા રહેવું. . (૭) કારણ વગર ગુરુની આગળ બેસવું. (૮) કારણ વગર ગુરુની તદ્દન બાજુમાં બેસવું. (૯) કારણ વગર ગુરુની પાછળ નજીક બેસવું. (૧૦) ગુરુની પહેલાં સ્થંડિલ-ભૂમિથી પાછા ફરવું. (૧૧) ગુરુ કોઈ સાથે વાતચીત કરે તે પહેલાં પોતે વાતચીત કરવી. (૧૨) ગુરુ સાથે જ બહારથી આવવા છતાં પહેલાં ‘ઈરિયાવહીય’ કરવા. (૧૩) ગોચરી બીજા પાસે આલોચ્યા પછી ગુરુ પાસે આલોચવી. (૧૪) ગોચરી બીજાને બતાવીને પછી ગુરુને બતાવવી. (૧૫) ગુરુની રજા વિના ગોચરી કોઈને આપવી. (૧૬) પ્રથમ બીજાને નિમંત્રણ આપી પછી ગુરુને નિયંત્રણ દેવું. (૧૭) ગુરુને જે-તે આપી દઈ સારું સારું પોતે લઈ લેવું. (૧૮) ગુરુ રાત્રે ‘કોઈ જાગે છે ?' એવો પ્રશ્ન પૂછે, ત્યારે જાગવા છતાં જવાબ ન આપવો. (૧૯) રાત્રિ સિવાયના સમયમાં પણ જવાબ ન આપવો. (૨૦) ગુરુ મહારાજ બોલાવે તો આસન પર બેઠાં બેડ્રાં કે શયનમાં સૂતાં સૂતાં જવાબ આપવો. (૨૧) ગુરુ બોલાવે તો ‘શું છે ?’ એમ બોલવું. (૨૨) ગુરુને તુંકારાથી બોલાવવા. (૨૩) ‘તમેય આળસુ છો' એમ કહી તેમણે કહેલું કામ ન કરવું. (૨૪) ઘણા ઊંચા અને કર્કશ સ્વ૨થી વંદન કરવું. (૨૫) ગુરુ વાતચીત કરતા હોય કે ઉપદેશ આપતા હોય ત્યારે, વચ્ચે ડહાપણ ડહોળવું કે ‘આ આમ છે, તેમ છે,’ વગેરે. (૨૬) ‘તમને પાપ નથી લાગતું ? - વાત એમ નથી’ વગેરે બોલવું. (૨૭) ગુરુવાક્યની પ્રશંસા ન કરવી. (૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય તે વેળા ‘હવે મૂકો એ વાત ! ભિક્ષાવેળા, સૂત્રપોરિસીવેળા કે આહા૨વેળા થઈ છે,’ વગેરે બોલવું. (૨૯) ગુરુ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલવું, ગુરુની વાત તોડી નાંખવી. (૩૦) ગુરુ સામે સમાન આસને, સરખા આસને કે ઊંચા આસને બેસવું. (૩૧) પોતે વિશેષ ધર્મકથા કહેવી. (૩૨) ગુરુના આસનને પગ લગાડવો અથવા ભૂલથી લાગી જાય તો ખમાવવું નહિ. (૩૩) ગુરુની શય્યા કે આસન પર બેસવું. - ગુરુવંદન ભાષ્યા ગા. ૩૫-૩૬-૩૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર છતાં, પ્રમાદ કે નિર્વિચારકતાના કારણે મળેલી સારી વસ્તુથી ગુણવાન ગુરુની ભક્તિ ક૨વાને બદલે તે ચીજનો ઉપયોગ પોતે કર્યો હોય તો તે ગુરુભગવંતની દ્રવ્યવિષયક આશાતના છે.. ૧૧૩ ગુરુના કાર્યમાં વિઘ્નરૂપ ન બનાય અથવા કોઈપણ રીતે ગુરુની આશાતના ન થાય, તે માટે ગુણવાન સાધકો કારણ વિના ગુરુની ખૂબ નજીક બેસતા, ઊઠતા કે ચાલતા નથી. આમ છતાં પ્રમાદ કે અજ્ઞાન આદિથી નજીક જવા રૂપે આશાતના થઈ હોય તો તે ગુરુભગવંતની ક્ષેત્રવિષયક આશાતના છે. ગુણવાન ગુરુભગવંત જ્યારે બોલાવે કે કોઈ પ્રશ્ન પૂછે અથવા તો કોઈ કાર્ય ચીંધે ત્યારે શિષ્યે વિનયપૂર્વક વિના વિલંબે પ્રત્યુત્તર આપવો જોઈએ, તેમ જ ચીંધેલ કાર્ય તરત જ કરવું જોઈએ; પરંતુ પ્રત્યુત્તર આપવામાં કે કાર્ય ક૨વામાં ક્યારેક વિલંબ થયો હોય તો તે ગુરુભગવંતની કાળવિષયક આશાતના છે. ગુણના સાગર ગુરુભગવંત પ્રત્યે અશ્રદ્ધા કે અનાદરના પરિણામપૂર્વક મનવચન અને કાયાથી કોઈ પણ પ્રકારનું અનુચિત વર્તન થયું હોય તો તે ગુરુભગવંત પ્રત્યેની ભાવવિષયક આશાતના છે. આ પદો બોલતાં શિષ્યના હૃદયમાં એવો ભાવ હોવો જોઈએ કે “ગુણવાન ગુરુભગવંતની મારા હાથે કોઈ પણ પ્રકારની આશાતના ન જ થવી જોઈએ. આમ છતાં પ્રમાદાદિ કોઈ દોષથી જો કોઈ આશાતના થઈ હોય તો તેવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે હું ગુરુભગવંત પાસે ક્ષમા માંગું છું” આ રીતે તેત્રીશ આશાતનામાંથી જે જે આશાતના થઈ હોય, તેને યાદ કરીને દુઃખાર્દ્ર હૃદયે, વિનમ્રભાવે ગુરુભગવંત પાસે ક્ષમા માંગવાની છે. તેત્રીશ આશાતનારૂપ અતિચાર બતાવ્યા પછી, હવે અન્ય અતિચારો દર્શાવતાં કહે છે . - – નં હ્રિવિ મિચ્છા - જે કાંઈ મિથ્યાભાવ વડે (મેં જે કોઈ અતિચાર કર્યો હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.) મિથ્યાભાવ એટલે ખોટો ભાવ. ગુરુએ જે ભાવમાં કહ્યું હોય તેનાથી ઊલટું સમજવું. ગુરુએ હિત માટે કરેલી સૂચનાના સંદર્ભમાં પણ એવા વિચારો કરવા કે બધા જ આવી ભૂલો કરે છે તોપણ ગુરુભગવંત મને જ કહે છે, બીજાને કાંઈ કહેતા નથી. તેમને મારા પ્રત્યે દ્વેષભાવ છે અને બીજા પ્રત્યે લાગણી છે. આવા અવળા વિચારો મિથ્યાભાવરૂપ હોઈ ગુરુની આશાતના છે; Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સૂત્રસંવેદના-૩ હકીકતમાં સદ્ગુરુ ભગવંતોને ક્યારેય કોઈના પ્રત્યે પક્ષપાત હોતો નથી. તેઓ તો માત્ર ગુણના રાગી હોય છે અને દોષના દ્વેષી હોય છે. દોષવાન વ્યક્તિ પ્રત્યે તેમને દ્વેષ નથી હોતો, પરંતુ તેઓ પ્રત્યે તેમને માત્ર કરુણાબુદ્ધિ હોય છે. કરુણાબુદ્ધિથી જ તેને સુધારવા તેઓ યત્ન કરતા હોય છે. આવા પ્રસંગે ચોયણા કરતાં તેમને ક્યારેક કડવા શબ્દો બોલવા પડે છે, બહારથી આવેશ પણ બતાવવો પડે છે; પરંતુ અંદરથી તો તેઓ શાંત, પ્રશાંત અને નિષ્પક્ષ જ હોય છે. આવા કરુણાસાગર ગુરુભગવંત વિષયક કોઈપણ અવાસ્તવિક વિચારણા કરવી એ ગુરુની મિથ્યાભાવરૂપ આશાતના છે. જાણે-અજાણે આવા મિથ્યાભાવથી દિવસ દરમ્યાન કોઈ આશાતના થઈ હોય તો આ પદ દ્વારા તેની નિંદા કરવાની છે. મ-કુંદડા, વય-કુંદરોડા, છાય-કુંદરોડાણ - મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય અને કાયા સંબંધી દુષ્કૃત્યરૂપ (આશાતના વડે મને જે કોઈ અતિચાર લાગ્યો હોય, તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.) “ગુરુભગવંત તો પક્ષપાતી છે, પોતાની સેવા કરે તે જ તેમને સારા લાગે છે, પેલા શિષ્યને ભણાવે મને ભણાવતા નથી, બીજાને સમય આપે છે મારે માટે તો તેમની પાસે સમય જ નથી” - આ પ્રકારે કષાયને આધીન થઈને ગુરુ માટે અનુચિત વિચારણાઓ કરવી તે મન સંબંધી દુષ્કૃત્યો છે. ગુરુભગવંત સાથે વિનયપૂર્વક વાતચીત ન કરવી, પુછાતા પ્રશ્નનો તેમને સંતોષ થાય તેવો જવાબ ન આપવો, તેમની સામે ઊંચા અવાજે બોલવું વગેરે વાણી સંબંધી દુષ્કૃત્યો છે. પોતાનાં મલિન વસ્ત્રો કે ગાત્રનો ગુરુના શરીરને સ્પર્શ થાય તેમ ચાલવું, તે રીતે બેસવું, ગુરુના આસનને પગ લગાવવો, આવેશમાં આવી ગુરુ સાથે ટપાટપી કરવી, વંદનાદિ ક્રિયા વિના ગુરુના શરીરનો લાગણીવશ સ્પર્શ કરવો કે તેમને સ્પર્શ કરીને બેસવું-ઊઠવું વગેરે સર્વ ક્રિયાઓ કાયા સંબંધી દુષ્કૃત્યો છે. આ પદો બોલતાં મન-વચન-કાયાનાં દુષ્કૃત્યોને યાદ કરી, તેના પ્રત્યે જુગુપ્સાભાવ પેદા કરી, તેની નિંદા, ગહ કરવાની છે અને પુનઃ તેવી ભૂલ ન થાય તેવો સંકલ્પ કરવાનો છે. વહાણ, માછણ, માયા, હોમાઈ - ક્રોધંથી-માનથી-માયાથી-લોભથી (જે કોઈ આશાતના કરી હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.) Page #132 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર ક્રોધને આધીન થઈને ગુરુભગવંત સાથે અનુચિત વર્તન કરવું, તેમનાં હિતકારી વચનોને સાંભળી આવેશમાં આવી જવું, અકળાઈને ઊંચા સ્વરે બોલવું, મારામારી સુધી આવી જવું વગેરે કોઈપણ પ્રવૃત્તિ થવી તે ક્રોધથી થયેલ ગુરુની આશાતના છે. ૧૧૫ અભિમાનપૂર્વક, પોતે ગુરુ કરતાં વધારે જાણે છે તેવું બતાવવાની ઈચ્છા, ગુરુ પાસેથી માનની અપેક્ષા, ગુરુ દ્વારા માન ન મળતાં ગુરુ માટે ગમે તેમ વિચારવું કે બોલવું, ગોષ્ઠામાહિલ આદિની જેમ માનને આધીન થઈને ગુરુની વાતનો સ્વીકાર ન કરવો તે માનથી થયેલી ગુરુની આશાતના છે. ગુરુની સાથે છળકપટભર્યું વર્તન ક૨વું, હૃદયમાં ન હોય તેવો ભાવ ગુરુ સમક્ષ ૨જૂ ક૨વો, પોતાની ઈચ્છા પૂરી કરવા વિનયરત્ન સાધુની જેમ બહારથી વિનયીનમ્ર હોવાનો દેખાવ કરી, અંદરથી ગુરુ પ્રત્યે વૈરભાવ રાખવો, તેમને પરેશાન ક૨વાની વિચારણા કરવી, આવીં કોઈપણ પ્રવૃત્તિ કરવી તે માયાથી થયેલી ગુરુની આશાતના છે. ભણવા વગેરેના લોભથી ગુરુ જે કાર્ય બતાવે તે ન કરવું અથવા જેમ-તેમ કરી મૂકી દેવું, ગુરુ મને ભણાવે કે સારા આહાર, વસ્ત્ર આદિ આપે એવા લોભથી ગુરુની સેવા કરવી, ગુરુએ આપેલાં પોતાનાં ઉપકરણો વગેરે કોઈને ન આપવાં પડે માટે સંતાડીને રાખવાં, આવી કોઈપણ પ્રવૃત્તિ થવી તે લોભથી થયેલી ગુરુની આશાતના છે. આ પદો બોલતાં દિવસ દરમ્યાન કષાયને આધીન થઈ ગુરુ સંબંધી સૂક્ષ્મ યા બાદર જે કોઈ અશુભ વાણી, વર્તન કે વિચાર થયા હોય તેને સ્મરણમાં લાવવા જોઈએ. ‘મેં આ ખૂબ ખોટું કર્યું છે’ તેમ વિચારી તીવ્ર પશ્ચાત્તાપના ભાવપૂર્વક તેની ક્ષમા માંગવી જોઈએ. સવ્વાહિઞાત્ - સર્વ કાળ સંબંધી (ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનકાળમાં થયેલી આશાતનાથી મેં કોઈ પણ અતિચાર સેવ્યા હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.) આ ભવમાં કે પૂર્વના ભવોમાં ગુરુ પ્રત્યે અશ્રદ્ધા કરી હોય, અવિનય કર્યો હોય કે મન-વચન-કાયાથી કોઈ આશાતના કરી હોય તે ભૂતકાળ સંબંધી ગુરુની આશાતના છે. ગુરુ તરફથી અસંતોષ થતાં, ‘અવસરે ગુરુને સંભળાવી દઈશ, તેમનું કાંઈક અનિષ્ટ કરીશ’ - આવું વિચારવું કે બોલવું તે ભવિષ્ય સંબંધી ગુરુની આશાતના છે. વળી, વર્તમાનમાં ગુરુની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ ન કરવાં, ગુરુ Page #133 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ પ્રત્યે કોઈ વિપરીત ભાવ રાખવો તે વર્તમાન સંબંધી ગુરુની આશાતના છે. જિજ્ઞાસા – વર્તમાન અને ભવિષ્ય સંબંધી ગુરુની આશાતનાનો તો ખ્યાલ આવી શકે, પરંતુ આ ભવમાં અજાણતા કરેલી ગુરુઆશાતના કે પૂર્વ ભવ સ્વરૂપ ભૂતકાળમાં થયેલી ગુરુની આશાતનાનો ખ્યાલ કઈ રીતે આવે ? ૧૧૬ તૃપ્તિ - પુણ્યના ઉદયથી વર્તમાનમાં ગુણવાન ગુરુભગવંત પ્રાપ્ત થયા પછી ગુરુચરણે જીવન સમર્પિત ક૨વાનો ભાવ અને પ્રયત્ન હોવા છતાં પણ, જો તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટતી ન હોય, સાચો સમર્પણભાવ આવતો ન હોય, આદર કે બહુમાન કે ન થતાં હોય, તેમની આજ્ઞામાં વિકલ્પો ઊઠતા હોય કે ભક્તિ ક૨વાનો ઉલ્લાસ ન થતો હોય તો સમજવું જોઈએ કે ભૂતકાળમાં ગુરુ સંબંધી કોઈ આશાતના થઈ હશે. જેમ કે, ભૂતકાળમાં પુણ્યયોગે સદ્ગુરુ મળ્યા પણ હશે, પરંતુ માનાદિ દોષોના કારણે ત્યારે સદ્ગુરુની આજ્ઞા નહીં સ્વીકારી હોય, તેમના પ્રત્યે આદર કે બહુમાનભાવ નહીં રાખ્યો હોય, તેમનો વિનય નહીં જાળવ્યો હોય, આજ્ઞાનું પાલન નહીં કર્યુ હોય, કદાચ કર્યુ હશે તો બહુમાનપૂર્વક નહીં કર્યું હોય, સંયમજીવનનો સ્વીકાર કરી ભાવપૂર્વક ગુરુચરણે જીવન સમર્પિત નહીં કર્યું હોય, કે ગુરુવચનમાં શંકા-કુશંકાઓ કરી હશે; આનાથી જ એવું કર્મ બંધાયું હશે કે ગૌતમ જેવા ઉત્તમ ગુરુ તો મળ્યા નથી અને આ કાળને અનુરૂપ સારા ગુરુ મળ્યા છે છતાં તેમના પ્રત્યે સદ્ભાવ પ્રગટતો નથી, આજ્ઞાપાલનનો ઉલ્લાસ જાગૃત થતો નથી કે તેમની હિતકારી વાતોમાં શ્રદ્ધા થતી નથી. આ રીતે અત્યારના અવિનય આદિ ઉપરથી અનુમાન કરી, ભૂતકાળમાં થયેલી ગુરુઆશાતનાઓનો તાગ મેળવી શકાય છે, અને તેના આધારે ભૂતકાળની આશાતનાઓ પ્રત્યે જુગુપ્સા કરી શકાય છે. આ પદ બોલતાં ત્રણે કાળ સંબંધી ગુરુભગવંતની જે આશાતનાઓ થઈ હોય, તેને સ્મરણમાં લાવવાની છે, અને વિચારવાનું છે કે, ‘ભવસાગરથી તારનાર પરમ કલ્યાણકારી ગુરુભગવંતની જે આશાતના થઈ છે તે ખૂબ ખોટું થયું છે. આવું કરીને મેં જ મારા ભવની પરંપરા વધારી છે, મારી જાતને હિતના માર્ગેથી દૂર કરી છે.’ આ રીતે મનમાં ને મનમાં પોતાના દુષ્કૃત્યની નિંદા કરવાની છે, ગુરુ ભગવંત સમક્ષ ગહ ક૨વાની છે. તેમ કરી ગુણવાનની આશાતનાના કુસંસ્કારોને તોડવા પ્રયત્ન કરવાનો છે. જો આમ કરતાં કુસંસ્કારોનો નાશ થશે તો જ પુન: પુન: આશાતના નહીં થાય અને સ્વચ્છન્દતાનાં મૂળિયાં જડથી હલી જશે, પરિણામે ભવિષ્યમાં આવી કુચેષ્ટાઓ નહીં થાય અને ભવિષ્ય સુધરશે. જેથી Page #134 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ વંદન સૂત્ર ગુણવાન ગુરુને પરતંત્ર બની તેમના સહારે ભવસાગર તરી શકાશે. સમિચ્છોવયારાષ્ટ્ર - સર્વ મિથ્યા ઉપચારથી (જે આશાતના થઈ હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.) ૧૧૭ ઉપચારનો અર્થ ભક્તિ થાય છે, અને મિથ્યા ઉપચાર એટલે ખોટી રીતે કરાયેલી ભક્તિ અથવા વિપરીત આશયથી કરાયેલી ભક્તિ. ભક્તિ ક૨ના૨ શિષ્ય ‘કઈ રીતે ભક્તિ કરીશ તો ગુરુભગવંતને અનુકૂળ રહેશે, તેમના મનને સંતોષ થશે' તેમ વિચારી ભક્તિ ક૨વી જોઈએ. તેના બદલે ગુરુની પ્રતિકૂળતાનું કે અસંતોષનું કારણ બને તેમ ભક્તિ કરવી, તે ખોટી રીતે કરાયેલી ભક્તિ છે. જેમ કે, વાયુ કે કફની પ્રકૃતિવાળા ગુરુને ઠંડો આહાર લાવી આપવો, તેમની શુશ્રુષા-સેવા પણ એવી રીતે કરવી કે તેમનો દુખાવો હળવો થવાના બદલે વધી જાય, વસ્ત્ર-પાત્ર કે સ્થાન પણ એવાં આપવાં જે તેમને અનુકૂળ ન હોય. આ રીતે ગુરુભગવંતની અનુકૂળતા કે પ્રતિકૂળતાનો વિચાર કર્યા વિના પોતાની ભાવનાને પ્રાધાન્ય આપવું તે મિથ્યા ઉપચાર છે. ખોટી રીતે કરાતી ભક્તિ જેમ મિથ્યા ઉપચાર છે, તેમ ખોટા આશયથી કરાતી ભક્તિ પણ મિથ્યા ભક્તિ છે. જેમ કે, ગુરુની ભક્તિ આદિ સર્વ ક્રિયાઓ કર્મનાશનું કારણ બને તે રીતે કરવાની છે. શિષ્ય જો સંવેગાદિ ભાવથી ભક્તિ કરે તો જેમ જેમ તે ગુરુની ભક્તિ, વિનયાદિ કરતો જાય તેમ તેમ તે અકર્મસ્વરૂપ આત્મભાવની અભિમુખ બનતો જાય છે; પરંતુ જો સંવેગના બદલે માનકીર્તિની આશંસાથી, ગુરુને સારું લગાડવા માટે અથવા ‘ભક્તિ કરીશ તો પ્રસન્ન થયેલા ગુરુ મને સાચવી લેશે, અમુક અનુકૂળતાઓ કરી આપશે' એવા કોઈ પણ ઇહલૌકિક કે પારલૌકિક ભૌતિક આશયોથી પ્રેરાયેલો શિષ્ય ગુરુની ભક્તિ કરે, તો તે ભક્તિ ગુરુના ચિત્તને સંતોષ આપવામાં સફળ થતી નથી. આવી અનુચિત રીતે કરાયેલી વિવેકહીન ભક્તિ કર્મનાશને બદલે કર્મબંધનું કારણ બને છે. ગુરુ કદાચ શિષ્યના આંતરિક આશયોને ન સમજી શકવાના કારણે શિષ્યના બાહ્ય ઉપચારથી સંતોષ પણ પામે, આમ છતાં તે ભૌતિક આશયવાળી ભક્તિ મિથ્યાઉપચાર બને છે. આ સર્વ મિથ્યા ઉપચારરૂપ ભક્તિ ગુરુની આશાતના છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન આવી કોઈ ખોટી ભક્તિ થઈ હોય તેને સ્મરણમાં લાવી, તેની નિંદા, ગર્હા કરી, ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સાવધ બનવાનું છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સૂત્રસંવેદના-૩ સત્રથમમિUIણ સાસાયUI - (અષ્ટપ્રવચનમાતારૂપ) સર્વ ધર્મના અતિક્રમણરૂપ આશાતનાથી (મેં કોઈ અતિચાર સેવ્યા હોય, તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.) - આત્મકલ્યાણકર સર્વ પ્રકારના ધર્મનો ઉપદેશ ગુરુભગવંત આપે છે. ક્ષમાદિ દશ યતિધર્મનું પાલન કરવું, સામાયિકના ભાવમાં રહેવું, પાંચ મહાવ્રતનું સમ્યગુ પ્રકારે સેવન કરવું, સમિતિ ગુપ્તિનું પાલન કરવું વગેરે. ગુરુભગવંતે ઉપદેશેલા ધર્મનું પાલન કરવાથી ગુરુના વચનનું પાલન થાય છે. ગુરુના વચનનું પાલન તે ગુરુની ઉત્તમ ભક્તિ છે. આથી સમિતિ-ગુપ્તિ વગેરેનું પાલન જ્યારે ન થાય ત્યારે તેમના વચનનું ઉલ્લંઘન થાય છે, અને ગુરુવચનનું ઉલ્લંઘન તે ગુરુની આશાતના જ છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન ગુરુ દ્વારા ઉપદેશાયેલા કોઈપણ પ્રકારના ધર્મનું ઉલ્લંઘન થયું હોય, તેનું યોગ્ય પાલન ન થયું હોય તો તે સર્વનું પ્રતિક્રમણ કરવાનું છે. . जो मे अइआरो कओ तस्स खमासमणो ! पडिक्कमामि निंदामि રિનિ પ્યાપ વોસિરામિ ! - હે ક્ષમાશ્રમણ ! (ઉપરોક્ત આશાતનાથી) મારા વડે જે કોઈ અતિચાર સેવાયા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગઈ કરું અને અતિચાયુક્ત મારા આત્માને વોસિરાવું છું. પ્રતિક્રમણઃ પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. ગુરુ સંબંધી થયેલી આશાતનાથી એ રીતે પાછા ફરવું કે પુનઃ તેવી આશાતનાની સંભાવના ન રહે. જેમ ધાર્મિક સંસ્કારોને પામેલાં જૈનકુળોમાં જન્મેલાં બાળકોના મનમાં માંસ પ્રત્યે એવી ધૃણા હોય છે કે નિમિત્ત મળતાં પણ તેમને માંસ ખાવાની ઈચ્છા થઈ શકતી નથી; તે જ રીતે ગુરુ-આશાતનાના વિપાકો આદિની વિચારણા કરી આત્માને એ રીતે ઘડવો કે પુન: ક્યારેય ગુરુની આશાતનાનો પરિણામ અંતરમાં પ્રગટે નહિ. આ મુખ્યરૂપે' (ઉત્સર્ગ માર્ગે) પ્રતિક્રમણ છે. અને કોઈ સંયોગોમાં ગુરુની આશાતના થઈ હોય તો પણ પ્રતિક્રમણાદિ કરી ગુરુ પ્રત્યે અહોભાવ એ રીતે પ્રગટ કરવો કે જેથી પુનઃ ગુરુની આશાતનાનું પાપ ન થાય, તે ગૌણરૂપે (અપવાદપદે) પ્રતિક્રમણ છે. નિંદા : ગુરુ પ્રત્યેનું બહુમાન મોક્ષમાર્ગમાં આગળ વધારનાર છે, અને ગુરુની આશાતના મોક્ષમાર્ગરૂપ રત્નત્રયીનો વિનાશ કરનાર છે. આવો દઢ ભાવ જેમના 7. મૂળપદે પડિક્કમણું ભાડું, પાપતણું અણ કરવું રે... મહામહોપાધ્યાય યશોવિજયજી કૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન ઢાળ-૨/૧૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સુગુરુ વંદન સૂત્ર હૃદયમાં સ્થિર થયો છે, તેવા ભવભીરુ આત્માઓ જાણી જોઈને કદી ગુરુની આશાતના કરતા નથી. આમ છતાં અજ્ઞાનથી કે વિષય-કષાયને આધીન થવાથી ક્યારેક ગુરુની આશાતના થવાની સંભાવના રહે છે. થયેલી આ આશાતના સંબંધી આત્મસાક્ષીએ એવું વિચારવું કે – “ગુરુની આશાતના કરીને મેં મહાપાપ કર્યું છે, મેં મારી જાતે જ મારા આત્માનું અહિત કર્યું છે. મેં જ મારી ભવની પરંપરા વધારી છે. ખરેખર ! હું પાપી છું, અધમ છું, દુષ્ટ છું” આવી વિચારણા એ જ આત્મનિંદા છે. આ રીતે આત્મનિંદા કરવાથી આશાતનાજન્ય પાપના સંસ્કારોનું અનુમોદન થતું અટકી જાય છે, અને નિંદા દ્વારા તે કુસંસ્કારોનું ઉન્મૂલન પણ થાય છે. જિજ્ઞાસા : કષાયને આધીન થઈને ગુરુની આશાતના કર્યા પછી શું આ રીતે કોઈ આત્મનિંદા કરી શકે ? તૃપ્તિ : જીવ ભાવુક દ્રવ્ય છે. એટલે તેને જેવાં નિમિત્ત મળે તેવા ભાવવાળો તે થઈ જાય છે. ક્યારેક ભાવવિભોર થઈ જાય છે તો ક્યારેક નિમિત્ત મળતાં કષાયને આધીન થઈ ગુરુની આશાતના કરી બેસે છે. આમ છતાં જ્યારે ચિત્ત પ્રશાંત થાય ત્યારે તે ભૂલની વિચારણા કરે તો તેને ભૂલ સમજાય છે, અને તે ભૂલની તે આત્મસાક્ષીએ નિંદા પણ કરી શકે છે. વળી, કેટલાક કષાયો અલ્પજીવી હોય છે. જીવ સારો હોવા છતાં કર્મનું જોર વધવાથી ભૂલ થઈ જાય, પણ કષાયોનું જોર ઘટતાં તે નિંદા-ગર્હ પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્તાદિ કરી શકે છે. ગહ : ગુરુની સાક્ષીએ પોતાના દુષ્ટ આત્માની નિંદા કરવી, તે ગર્હ છે. કષાયને આધીન થયેલો જીવ અયોગ્ય વર્તન કરીને તેને સારું માને છે, વળી તે કાર્યની પુનઃ પુનઃ અનુમોદના કરે છે, પરંતુ જ્યારે તેનું ચિત્ત શાંત-પ્રશાંત બને (કષાયો શમી જાય) છે, ત્યારે તેને ગુરુ પ્રત્યે થયેલ પોતાના અયોગ્ય વર્તનનો ખ્યાલ આવતાં જ તે ગુણના સાગર ગુરુભગવંત પાસે બેસીને પોતાની ભૂલનો એકરાર કરે છે. ‘મારાથી આ અત્યંત અયોગ્ય વર્તન થયું છે. આપ મને ક્ષમા કરો !’ – એમ કહી ગુરુ પાસે ગહ ક૨વાથી પાપના સંસ્કારો ધીમે ધીમે મંદ મંદતર થતા જઈ નાશ પામે છે. જિજ્ઞાસા : નિંદા અને ગહમાં શું તફાવત છે ? તૃપ્તિ : આત્મસાક્ષીએ પોતાનાં દુષ્કૃત્યો પ્રત્યે તિરસ્કારભાવ પેદા કરવો તે નિંદા છે, અને જે પાપોની નિંદા કરી છે, તે પાપોના વિશેષ નાશ માટે, પાપ Page #137 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ પ્રત્યેના તિરસ્કારને વધુ જ્વલંત ક૨વા માટે, ગુણવાન ગુરુભગવંત પાસે નિષ્કપટ ભાવે ભૂલનો સ્વીકાર કરવો તે ગર્હ છે. ૧૨૦ નિંદા કરવાથી પાપના અનુમોદનનો પરિણામ નાશ પામે છે, જ્યારે ગુણસંપન્ન ગુરુભગવંત પાસે ગહ કરવાથી પોતાનાથી થઈ ગયેલ દોષપૂર્ણ વ્યવહાર પ્રત્યે તિરસ્કાર તીવ્ર બને છે અને ગુરુભગવંતના ગુણો પ્રત્યે હૃદયમાં બહુમાન થાય છે. ગુરુભગવંત પણ શિષ્યની વાત સાંભળી, તેના ઉ૫૨ ઘૃણા કે તિરસ્કાર ન કરતાં તેને આ પાપમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. એટલે ગર્હ કરવાથી શિષ્ય સ૨ળતાથી સન્માર્ગે ચાલી શકે છે, અને માન કષાયનો નાશ કરીને નમ્રતાદિ ગુણો પ્રગટાવી શકે છે. " અપ્પાનું વોસિરામિ - પાપ કરનાર આત્માની તે પાપયુક્ત અવસ્થાનો હું ત્યાગ કરું છું. નિંદા અને ગહ કર્યા પછી, ગુરુની આશાતનારૂપ પાપની અનુમોદનાનો લેશ પણ ભાવ રહી ન જાય તે માટે, તેવા પાપ કરનારા મારા આત્માના પર્યાયોને હું વોસિરાવું છું એટલે કે તેવા પર્યાયોનો હું ત્યાગ કરું છું. આત્મા નિત્ય છે અને પર્યાયો પ્રતિપળ નાશ પામનારા છે. પ્રતિપળ નાશ પામનારા પર્યાયો આમ તો નાશ પામી જ ગયા છે તો પણ નાશ પામેલા તે પર્યાયો આત્મા ઉપર દુષ્ટ પાપના સંસ્કારો મૂકીને ગયા છે. આ સંસ્કારો હજુ નાશ પામ્યા નથી. આ સંસ્કારો નિમિત્ત મળતાં પુન: જાગૃત ન થાય અને પુન: ગુરુ આશાતના ભયંકર પાપના માર્ગે ઢસડી ન જાય તે માટે સાધક આ પદો દ્વારા એ સંસ્કારોને નાબુદ કરવા યત્ન કરે છે. આમ, આ સૂત્ર દ્વારા ગુરુભગવંત સાથે વાર્તાલાપ કરતાં શિષ્યે ગુરુની સુખશાતા પૃચ્છા વગેરે કરી, દિવસ દરમ્યાન ગુરુની જે જે આશાતના થઈ હોય તેનું સ્મરણ કર્યું અને આવી આશાતના પુનઃ પુનઃ ન થાય તે માટે નિંદા, ગર્હા અને વોસિરાવવાની ક્રિયા કરી. 8- ‘વોસિરામિ’ શબ્દની વિશેષ સમજણ માટે સૂત્ર સંવેદના-૧ માંથી ‘અન્નત્થ’ કે ‘કરેમિ ભંતે’ સૂત્ર જોવું. Page #138 -------------------------------------------------------------------------- ________________ સાત લાખ ૧૨૧ સૂત્ર પરિચય : આ સૂત્રમાં ચોર્યાશી લાખ જીવાયોનિમાં ઉત્પન્ન થયેલા જીવોને ખમાવવામાં આવ્યા છે, માટે તેને ‘જીવક્ષમાપના સૂત્ર’ પણ કહેવાય છે. જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનોને ‘જીવાયોનિ' કહેવાય છે. આ જગતમાં આવી યોનિઓ અસંખ્ય છે, તોપણ જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સરખા હોય તે તમામ યોનિઓનો એક પ્રકારમાં સમાવેશ થાય છે. તે રીતે ગણતાં યોનિની સંખ્યા ૮૪ લાખ થાય છે, તેવું ‘સમવાયાંગ' વગેરે આગમોમાં અને ‘પ્રવચનસારોદ્વાર’ આદિ ગ્રંથોમાં કહેલું છે. આ સૂત્રમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોની ૮૪ લાખ પ્રકારની યોનિઓ ગણાવી છે. આ ૮૪ લાખ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થયેલા સર્વ જીવોને સુખ પ્રિય હોય છે. આમ છતાં આપણે આપણા સ્વાર્થ કે સુખ ખાતર તે જીવોનો વધ કરીએ છીએ, દુ:ખ પહોંચાડીએ છીએ. આ રીતે કોઈ જીવનો વધ કરવાથી, કે દુ:ખ પહોંચાડવાથી તે જીવ સાથે આપણને વૈરનો અનુબંધ પડે છે. આવા વૈરના અનુબંધોને તોડવા, સર્વ જીવો સાથે મૈત્રીભાવને ટકાવવા અને કોઈને દુ:ખ આપી બંધાયેલાં કર્મો અને તેવા કુસંસ્કારોથી છૂટવા માટે, સાધકે ૮૪ લાખ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થયેલા અનંતા જીવોને હણ્યા હોય, બીજા પાસે હણાવ્યા હોય કે હણનારની અનુમોદના કરી હોય તો તે સર્વ નિંદનીય કૃત્યનું ‘મિચ્છા મિ દુક્કડં' આપવાનું છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ આ સૂત્ર ખૂબ નાનું અને સરળ છે, પણ શાસ્ત્રકારોએ આ અદ્ભુત રચના દ્વારા આપણને અનેક જાતનાં દુ:ખોથી બચાવી લીધા છે. આવા સૂત્ર દ્વારા દુનિયાના એકે એક જીવને આપેલા ત્રાસનું ‘મિચ્છા મિ દુક્કડં' જો ન આપવામાં આવે તો કેવાં દુઃખ સહન કરવા પડશે તેની કલ્પના કરતાં પણ હૈયું કંપી ઊઠે; કેમ કે દુનિયાનો દસ્તૂર છે કે જીવ અન્યને જેવી પીડા આપે છે તેને ભવિષ્યમાં અનેકગણી તેવી પીડા ભોગવવી પડે છે. ૧૨૨ અરે ! કર્મસત્તાનો તો એવો નિયમ છે કે એકવાર કોઈ જીવને જેટલું દુઃખ આપ્યું હોય તેનાથી કમ સે કમ ૧૦ ગણું દુઃખ ભોગવવું પડે અને જો તેમાં ભાવની તીવ્રતા હોય તો ૧૦૦ ગણું, ૧૦૦૦ ગણું પણ દુ:ખ ભોગવવું પડે. મહામહોપાધ્યાયજી ભગવંતે પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાયમાં કહ્યું છે કે, * ‘હોએ વિપાકે દસ ગણું રે, એકવાર કીયું કર્મ; શત-સહસ કોડી ગ્રૂમે રે, તીવ્ર ભાવના મર્મ...૩ ઉપકાર તો પરમાત્માનો કે આવો દુઃખમુક્તિનો માર્ગ બતાવ્યો, અને ઉપકાર આ સૂત્રને રચનારા કોઈ અજાણ્યા મહાત્માનો, કે જેમણે પ્રભુના માર્ગને આવા સ૨ળ શબ્દોમાં ઢાળી આપણા સુધી પહોંચાડ્યો. ગુજરાતી ભાષામાં રચાયેલા આ સૂત્રના રચિયતા કોણ છે ? તે ક્યારથી બોલવાનું શરૂ થયું ? તે અંગે કોઈ ઉલ્લેખ જોવામાં આવતો નથી. સ્થાનકવાસી સંપ્રદાયમાં પણ આ સૂત્ર બોલાય છે, માટે અનુમાનથી આ સૂત્ર ૫૦૦ વર્ષથી વધારે જૂનું હોવું જોઈએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ સાત લાખ સૂત્ર ૧૨૩ મૂળ સૂત્ર : સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દિશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, * બે લાખ બેઈન્દ્રિય બે લાખ ઈન્દ્રિય, બે લાખ ચઉરિજિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ-પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવાયોનિમાંહે માહરે જીવે જે કોઈ જીવા હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોધો હોય તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સૂત્રસંવેદના-૩ વિશેષાર્થ : સાત લાખ પૃથ્વીકાય : પૃથ્વીકાય જીવોની યોનિ સાત લાખ છે. આ જગતમાં રહેલા સર્વ જીવોના સામાન્યથી બે પ્રકાર છે : ત્રસ અને સ્થાવર. તેમાં પોતાની ઈચ્છાનુસાર હલન-ચલન કરી શકે તેને ત્રસ જીવ કહેવાય છે અને પોતાની ઈચ્છાનુસાર હલન-ચલન ન કરી શકે તેને સ્થાવર જીવ કહેવાય છે. સ્થાવરજીવો એકેન્દ્રિય હોય છે. તેમના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ : એમ પાંચ પ્રકાર છે. તેમાં જેનું શરીર પૃથ્વીરૂપ છે, તેને પૃથ્વીકાય કહેવાય છે. આ પૃથ્વીકાય જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો સાત લાખ પ્રકારનાં છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના પૃથ્વીકાયાદિ પાંચેય સ્થાવર જીવો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. તેમાં સૂક્ષ્મ પૃથ્વી આદિ પાંચે પ્રકારના જીવો ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલા છે, અને તેઓની હિંસા વચન, કાયાથી થઈ શકતી નથી, તોપણ તેમના પ્રત્યેનો અશુભ મનોયોગ જીવને પાપકર્મનો બંધ કરાવે છે. 3 બાદર પૃથ્વીકાય જીવો લોકના અમુક ભાગમાંજ રહેલા હોય છે. લાલ, કાળી, પીળી, ધોળી વગેરે માટી, પત્થર વગેરેની અનેક જાતિઓ, વિવિધ પ્રકારનું મીઠું 1- પૃથ્વીકાય આદિ જીવોના વિશેષ સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓએ શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો બનાવેલો ‘જીવવિચાર' ગ્રંથ ખાસ જોવો. તદુપરાંત પૃથ્વી આદિ પાંચે સ્થાવરો જીવરૂપે છે; તેની સાબિતી ‘આચારાંગ’‘જીવાભિગમ’ વગેરે આગમોમાં તથા ‘પંચવસ્તુ’ ગ્રંથમાં આપેલી છે. જેઓ આ બધા ગ્રંથ ભણવાના અધિકારી નથી તેમણે ગુજરાતી ભાષામાં લખાયેલા ધીરજલાલ ટોક૨શીના ‘જીવવિચાર પ્રકાશિકા’ નામના પુસ્તક દ્વારા તેનું જ્ઞાન મેળવવું. વિશેષ જિજ્ઞાસુઓએ આ સર્વ ગ્રંથોનું પઠન-શ્રવણ ક૨વું. 2- પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરજીવો એકેન્દ્રિય હોય છે. ઇન્દ્રિય પાંચ છે ઃ ત્વચા, જીભ, નાક, આંખ અને કાન. તેમાં માત્ર ત્વચારૂપી એક જ ઇન્દ્રિય જેને હોય તેને એકેન્દ્રિય કહેવાય છે. ચામડી અને જીભ, એમ બે ઇન્દ્રિય હોય તેને બેઇન્દ્રિય કહેવાય છે. ચામડી, જીભ અને નાક, એમ ત્રણ ઇન્દ્રિય હોય તેને તેઇન્દ્રિય કહેવાય. ચામડી, જીભ, નાક અને આંખ - એમ ચાર ઇન્દ્રિય હોય તેને ચઉરિન્દ્રિય કહેવાય અને જેને પાંચે ઇન્દ્રિયો હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે. ૩- અસંખ્ય કે અનંતા જીવો ભેગા થવા છતાં ચર્મચક્ષુથી જેને જોઈ ન શકાય તેવા જીવોને તથા જે જીવો ભેઘા ભેદાય નહિ, છેઘા છેદાય નહિ, પાણીથી ભીંજાય નહિ, આપણા વ્યવહારમાં આવે નહિ, તેને સૂક્ષ્મ જીવો કહેવાય છે. સૂક્ષ્મ પૃથ્વી આદિ પાંચેય સૂક્ષ્મ સ્થાવર જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એક યા અનેક ભેગા થયા પછી ચર્મચક્ષુથી જોઈ શકાય તેને બાદર પૃથ્વીકાયાદિ કહેવાય છે, અને તે લોકના અમુક ભાગમાં રહેલા છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ સાત લાખ સૂત્ર વગેરે દરેક પ્રકારના ક્ષાર, સોનું, ચાંદી વગેરે ધાતુઓ, વજ, મણિ આદિ રત્નો, અબરખ, પારો, મણશીલ, હિંગળોક વગેરે પૃથ્વીકાયના અનેક પ્રકારો છે. સોયના અગ્રભાગ જેટલી શસ્ત્રથી હણાયા વિનાની માટી આદિ બાદર પૃથ્વીકાયમાં અસંખ્ય જીવો હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયમાં જે જીવો રહેલા છે, તે દરેકનું શરીર પારેવડા જેવડું થાય તો તે એક લાખ યોજન (લગભગ ૧૨,૦૦,૦૦૦ કિ.મી) જેટલા વિશાળ જંબુદ્રીપમાં સમાય નહિ. ધનની લાલસાથી અનુકૂળતાના રાગથી, પ્રતિકૂળતાના દ્વેષથી અને મોહાધીનતાને કા૨ણે જીવો અનેક પ્રકારે આ પૃથ્વીકાયની હિંસા કરે છે અને પાપકર્મનો બંધ કરે છે. આ પદ બોલતાં અનેક પ્રકારે પૃથ્વીકાયના જીવોની કરેલી હિંસાને સ્મરણમાં લાવી તે જીવોર્ની ક્ષમા માંગવાની છે. ૧૨૫ સાત લાખ અકાય : અપુકાય જીવોની યોનિ સાત લાખ છે. જેનું શરીર પાણીરૂપે છે, તેવા જીવોને અપ્કાય કહેવાય છે અને શાસ્ત્રમાં તેમને ઉત્પન્ન થવાનાં સ્થાનોના સાત લાખ પ્રકાર કહ્યા છે. અપુકાય જીવોના પણ બે પ્રકાર છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર અપ્કાય જીવો લોકના અમુક ભાગમાં જ રહેલા છે. ઝાકળ, બરફ, ધુમ્મસ, કરા, ઘનોદધિ, વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, વરસાદ, કૂવા-તળાવ આદિનું પાણી, સમુદ્ર વગેરે સ્થાનોનું ખારું, ખાટું, મીઠું વગેરે પાણી; એમ અકાયના અનેક પ્રકારો છે. પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો હોય છે. તે દરેક જીવ જો સરસવ જેવડા શરીરવાળા થાય તો જંબુદ્વીપમાં સમાય નહિ. રસોઈ, સ્નાન, Swimming, Water Park, સાફસફાઈ આદિ અનેક ક્રિયાઓ દ્વારા આ જીવોની વિરાધના એટલે કે હિંસા થાય છે. આ પદ બોલતાં વિવિધ પ્રકારે પાણીના જીવોની કરેલી હિંસાને યાદ કરી તે જીવોની માફી માંગવાની છે. 4 - અદ્દામવાપમાળે, પુઢવીાણ હવંતિ ને નીવા । ते पारेवयमित्ता, जंबूदीवे न मायंति ।। ९४ ।। 5- एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नता તે નર્ સરિસમિત્તા, જંબૂવીને ન માયંતિ TIR - સંબોધસત્તરિ - સંબોધસત્તરિ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સૂત્રસંવેદના-૩ સાત લાખ તેઉકાય ? તેઉકાય જીવોની યોનિ સાત લાખ છે. જેનું શરીર અગ્નિરૂપ છે, તેવા જીવોને તેઉકાય કહેવાય છે. શાસ્ત્રમાં તેનાં ઉત્પત્તિસ્થાનોના સાત લાખ પ્રકાર બતાવ્યા છે. તેઉકાય જીવો પણ ઉપર કહ્યા પ્રમાણે બે પ્રકારે છે. તેમાં બાદર તેઉકાય જીવો અઢી દ્વીપમાં જ હોય છે. અંગારા, જ્વાળા, ભાઠો, વીજળી, ઘર્ષણથી પ્રગટતો અગ્નિ, ઇલેક્ટ્રિસિટી વગેરે તેઉકાયના અનેક પ્રકારો છે. આજે અનેક રીતે જે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે, પેટ્રોલ કે અન્ય કોઈપણ ઈંધણ દ્વારા જે અગ્નિ પેદા થાય છે તે અગ્નિકાયનું જ શરીર છે અને તેનો જે બેફામ ઉપયોગ થાય છે, તેનાથી અગ્નિકાય જીવોની બેસુમાર હિંસા થાય છે. કેમ કે, અગ્નિના એક તણખામાં રહેલા જીવો જો ખસખસ જેવડા થાય તો જંબદ્વીપમાં સમાય નહિ. આ પદ બોલતાં તે જીવોને આપેલી પીડાને સ્મૃતિપટ ઉપર અંકિત કરી તે જીવો સાથે ક્ષમાપના કરવાની છે. ' સાત લાખ વાઉકાય : વાયુકાય જીવોની યોનિ સાત લાખ છે. જેનું શરીર વાયુરૂપ છે, તેવા જીવોને વાઉકાય કહેવાય છે. તેના પણ બે પ્રકાર છેઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વાઉકાય જીવો ચૌદ રાજલોકમાં લગભગ પોલાણવાળી જગ્યામાં હોય છે. તેના પણ શુદ્ધ વાયુ, ભમતો વાયુ, મંડલીક વાયુ ચક્રવાત વાયુ વગેરે અનેક પ્રકારો છે. અજયણાથી હલન-ચલન કરતાં, હિંચકા ખાતાં, પંખા વગેરેનો ઉપયોગ કરતાં અસંખ્ય વાઉકાય જીવોને ઉપઘાત થાય છે. કહ્યું છે કે લીમડાના પાંદડા જેટલી જગ્યામાં રહેલા વાયુકાયના જીવો જો માથાની લીખ જેવડા શરીરવાળા થાય તો જંબૂદ્વીપમાં સમાય નહિ. આ પદ બોલતાં આ રીતે અનેક પ્રકારે કરેલી વાયુકાયની હિંસાને સ્મરણમાં લાવી તે જીવો સાથે ક્ષમાપના કરવાની છે. 6. વટતંદુમિત્તા, તેડાણ વંતિ ને નીવા | ते जइ खसखसमित्ता, जंबूदीवे न मायंति ।।१६।। - સંબોધસત્તરિ 7. ને &િવપત્તમત્તા, વાછાણ દવંતિ ને નીવા | તે મમિત્તા, સંવૂવીવે ન માર્યાતિ ll૧૭| - સંબોધસત્તરિ Page #144 -------------------------------------------------------------------------- ________________ સાત લાખ સૂત્ર ૧૨૭ ૧૨૭ દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય? પ્રત્યેક વનસ્પતિકાય જીવોની યોનિ દશ લાખ છે. વનસ્પતિકાય જીવોના બે પ્રકાર છે : સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વનસ્પતિકાયના બે પ્રકાર છે : પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જીવ હોય તેવા વનસ્પતિના જીવોને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે, અને એક શરીરમાં અનંતા જીવો હોય તેવા વનસ્પતિના જીવોને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. ફળ, ફૂલ, છાલ, કાષ્ઠ-થડ, મૂળ, પાંદડાં અને બીજ, એમ સાત સ્થાનોમાં સ્વતંત્ર રીતે રહેનારા પ્રત્યેક વનસ્પતિકાયના જીવો. હોય છે, અને તેમનાં છેદન, ભેદન વગેરેથી તે જીવોની વિરાધના થાય છે. આ પદ બોલતાં તે સર્વ વિરાધનાને સ્મરણમાં લાવી ક્ષમાપના કરવાની છે. ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય : સાધારણ વનસ્પતિકાયના જીવોની યોનિ ચૌદ લાખ છે. સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર સાધારણ વનસ્પતિકાય લોકના અમુક ભાગોમાં જ હોય છે. તેના અનેક પ્રકારો છે. તેને ઓળખવાના ચિન્હો શાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યાં છે : જેની નસો, સાંધા, ગાંઠો ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થતા હોય અને જેનો કપાયેલ કોઈ એક ટુકડો પણ વાવવાથી પુનઃ ઊગી શકે; તેવા વનસ્પતિના જીવોને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જે સાધારણ વનસ્પતિકાય જમીનમાં ઊગે છે તેને કંદમૂળ પણ કહેવાય છે, અને તેના એક જ શરીરમાં અનંતા જીવ હોવાથી તેને અનંતકાય પણ કહેવાય છે. બટાકા, કાંદા, મૂળા, ગાજર, લીલું આદુ, સૂરણ, લીલી હળદર, પાંચ વર્ણની ફૂગશેવાળ વગેરે અનંતકાય જીવોના અનેક પ્રકારો છે. જીભના સ્વાદ ખાતર કે શરીરના રાગ ખાતર જે પણ આવા જવાની 8. गूढसिर संधि पव्वं, समभंगमहिरुगं च छिन्नरुहं । साहारणं सरीरं, तविवरीयं च पत्तेयं ।।१२।। આ વિષયની વિશેષ માહિતી ‘વંદિતુ' સૂત્રમાંથી મેળવવી. - જીવવિચાર ગાથા-૧૨. Page #145 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ વિરાધના થઈ હોય, તે સર્વે વિરાધનાને આ પદ દ્વારા સ્મરણમાં લાવી ક્ષમાપના કરવાની છે. ૧૨૮ બે લાખ બેઈન્દ્રિય : બેઈન્દ્રિય જીવોની યોનિ બે લાખ છે. શંખ, કોડા, અળસિયાં, જળો વગેરે બેઇન્દ્રિય જીવો છે. વાસી ખોરાક આદિમાં પણ બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે, તેવું શાસ્ત્રમાં કહ્યું છે. આથી બ્રેડ, બટર, ચીઝ, પીઝાના રોટલા, કોઈપણ પ્રકારનું tinned food કે હોટલ-લારી આદિનો કોઈપણ પ્રકારનો વાસી ખોરાક ખાવો, અળગણ પાણી વાપરવું વગેરેથી તે જીવોની વિરાધના થાય છે. વળી ઘી, અનાજ કે પાણીના ટાંકામાં પણ જયણા ન જળવાય તો બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે અને પછી તેની વિરાધનાની પરંપરા ચાલે છે. જાણતાં-અજાણતાં આવી કોઈ વિરાધના થઈ હોય તેની આ પદ બોલતાં ક્ષમાપના માંગવાની છે. બે લાખ તેઈન્દ્રિય ઃ તેઈન્દ્રિય જીવોની યોનિ બે લાખ છે. કીડી, મંકોડા, જૂ, લીખ, સવા, ઈયળ ઉધઈ વગેરે તેઈન્દ્રિય જીવો છે. આ જીવોની ઉત્પત્તિ જેમાં થઈ હોય તેવા અનાજને દળાવવાથી, ખાટલા, ગાદલાં વગેરે તડકે મૂકવાથી, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી આ જીવોની હિંસા થાય છે. આવી હિંસા યાદ કરી તે જીવોની ક્ષમાપના યાચવાની છે. બે લાખ ચઉરિન્દ્રિય : ચઉરિન્દ્રિય જીવોની યોનિ બે લાખ છે. વીંછી, માખી, ભમરા, ભમરી, કંસારી, ડાંસ, મચ્છર, તીડ, પતંગિયાં, કરોળિયા વગેરે ચઉરિન્દ્રિય જીવો છે. આ જીવો ઉપર દ્વેષ ક૨વાથી, તેમની ઉત્પત્તિ અટકાવવા અથવા તેમને મારી નાંખવા દવા આદિનો પ્રયોગ કરવા વગેરેથી તે જીવોની વિરાધના થાય છે. આ પદ બોલતાં આવી વિરાધનાની ક્ષમાપના કરવાની છે. ચાર લાખ દેવતા : દેવોની યોનિ ચાર લાખ છે. દેવોના મુખ્ય ચાર પ્રકાર છે : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક - આ ચાર પ્રકારના દેવો સંબંધી મનથી કાંઈ અશુભ ચિંતવ્યું હોય કે અન્ય કોઈ રીતે તેમને પીડા થાય તેવું કર્યું હોય તો તે દેવયોનિ સંબંધી વિરાધના છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ સાત લાખ સૂત્ર ૧૨૯ ચાર લાખ નારકી : નારક જીવોની યોનિ ચાર લાખ છે. રત્નપ્રભા આદિ સાત પ્રકારની નરક છે, જેમાં નારીના જીવો રહે છે. ત્યાં રહેલા જીવોની મન આદિથી કોઈ વિરાધના થઈ હોય, તો તેને આ પદ દ્વારા યાદ કરી ક્ષમાપના કરવાની છે. ચાર લાખ તિર્યંચ-પંચેન્દ્રિય ? પંચેન્દ્રિય તિર્યંચ જીવોની યોનિ ચાર લાખ છે. પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચ જીવોના ત્રણ પ્રકાર છે – (૧) જલચર જીવો એટલે પાણીમાં રહેનારાં માછલાં, કાચબા, મગર વગેરે. (૨) સ્થલચર જીવો એટલે જમીન ઉપર ચાલનારા જીવો. તેના ત્રણ પ્રકારો છે : (અ) ચતુષ્પદ - ચાર પગવાળા જીવો. જેમ કે ગાય, ભેંસ, ઘોડા, કૂતરા, બિલાડા વગેરે. (બ) ભુજપરિસર્પ – હાથથી ચાલનારા જીવો. ઉંદર, ગરોળી, નોળિયો વગેરે. (ક) ઉરપરિસર્પ - પેટથી ચાલનારા જીવો. સાપ, અજગર વગેરે. (૩) ખેચર જીવો – એટલે આકાશમાં ઊડનારા ચકલી, કબૂતર, પોપટ, મેના વગેરે. આ જીવોની પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ રીતે વિરાધના થઈ હોય, તો તેને મૃતિપટમાં ઉપસ્થિત કરી ક્ષમાપના કરવાની છે. ચૌદ લાખ મનુષ્ય : મનુષ્યની યોનિ ચૌદ લાખ છે. જુદી જુદી અપેક્ષાએ મનુષ્યના ઘણા ભેદ છે, તો પણ સામાન્યથી કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતર્લીપના એમ ત્રણ ભેદ મુખ્ય છે. તે સર્વેના સંમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પેટા ભેદો છે. ગર્ભજ મનુષ્યો એટલે ગર્ભમાં ઉત્પન્ન થનારા મનુષ્યો. ગર્ભજ મનુષ્યોનાં છૂટાં પડેલાં મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ અશુચિ પદાર્થોમાં અને અશુચિ સ્થાનોમાં પણ જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તેને સંમૂર્છાિમ મનુષ્યો કહેવાય છે, તથા મુખની લાળનું જેમાં મિશ્રણ થવાની સંભાવના છે, તેવાં અન્ન, પાણી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સૂત્રસંવેદના-૩ આદિમાં પણ બે ઘડી (૪૮ મિનીટ) પછી સમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. ઉપયોગપૂર્વક જીવન ન જીવવાથી - સાવધાની ન રાખવાથી, એ જીવોની વિરાધના થાય છે. વળી કોઈપણ જીવને દુઃખ થાય તેવી વાણી બોલવી, તેના ઉપર રાગ કે દ્વેષ કરવો કે તેની પાસે અધિક કામ કરાવવું, તે જીવોને મારવા, પીટવા, ડામ દેવા આદિ અનેક પ્રકારે મનુષ્યોની હિંસા સંભવે છે. તે સર્વને યાદ કરી આ પદ આ વાની છે બોલતાં તેની ક્ષમાપના કરવાની છે. . એવંકારે ચોરાશી લાખ જીવાયોનિમાંહે માહરે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, તણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોધો હોય તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. આ પ્રમાણે સર્વ જીવોની યોનિનો સરવાળો કરીએ તો ૮૪ લાખ થાય છે. કર્મના બંધનથી બંધાયેલા અનંત જીવો ચૌદ રાજલોકરૂપ ચોગાનમાં ૮૪ લાખ યોનિ દ્વારા જન્મ-મરણ કરે છે અને સુખમય જીવન જીવવાની ઈચ્છા રાખે છે. 9 - ૮૪,00,000 જીવાયોનિની ગણત્રી આ પ્રમાણે થઈ શકે છે જેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન સરખાં હોય તેવી અનેક યોનિના સમુદાયને એક યોનિ ગણેલ છે. વર્ણ-૫ લાલ, લીલો, પીળો, કાળો અને સફેદ ગંધ-૨ સુરભિ ગંધ અને દુરભિ ગંધ રસ-૫ તીખો, કડવો, ખાટો, ખારો, કષાય સ્પર્શ-૮ સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, સુંવાળો, ખરબચડો, કઠણ અને નરમ સંસ્થાન-૫ ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પરિમંડળ ૫ X ૨ x ૫ x x ૫ = ૨૦૦૦. વર્ણાદિના આ રીતે ૨૦૦૦ ભેદ થાય. પૃથ્વીકાય જીવોના મૂળ ભેદો ૩૫૦X૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ અપકાયના જીવોના મૂળ ભેદો ૩૫૦X૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ તેઉકાય જીવોના મૂળભેદો ૩૫૦ x ૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ વાઉકાય જીવોના મૂળભેદો ૩૫૦ x ૨૦૦૦ = ૭,૦૦,૦૦૦ પ્રત્યેક વનસ્પતિકાય જીવોના મૂળભેદો ૫૦૦ x ૨૦૦૦ = ૧૦,૦૦,૦૦૦ સાધારણ વનસ્પતિકાયજીવોના મૂળભેદો ૭૦૦X૨૦૦૦ = ૧૪,૦૦,૦૦૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ સાત લાખ સૂત્ર આવા જીવોને આપણે આપણા સ્વાર્થ ખાતર, શોખ કે સગવડ ખાતર પીડા આપીએ છીએ અથવા હિંસા કરીએ છીએ, તેમની સુખની ઈચ્છાઓ તોડી નાંખીએ છીએ અને આપણા સુખ માટે તેમના સુખની અવગણના કરી તેમને અનેક રીતે દુઃખી કરીએ છીએ. આ ૮૪ લાખ યોનિમાં ઉત્પન્ન થયેલા જે કોઈ જીવો હોય તેને અનુપયોગથી, સ્વેચ્છાને આધીન થવાથી કે પ્રમાદાદિ દોષોના કારણે સ્વયં તેમની હિંસા કરી હોય, અન્ય પાસે કરાવી હોય કે હિંસા કરતા અન્ય જીવોની અનુમોદના કરી હોય તે સર્વ પાપનું ગુરુ ભગવંત પાસે મનથી, વચનથી અને કાયાથી ‘મિચ્છા મિ દુક્કડં’ આપવાનું છે. આ સૂત્રનું પ્રત્યેક પદ બોલતાં આત્મશુદ્ધિની ઈચ્છાવાળો સાધક વિચારે, કે “દિવસ કે રાત્રિ દરમ્યાન મારા હાથે કયા જીવોની કેટલા પ્રમાણમાં હિંસા થઈ ? હિંસા પણ અનિવાર્ય સંયોગમાં કરી ? કે મારા શોખ અને સગવડતાનાં સાધનો પ્રાપ્ત કરવા માટે કરી ? અનિવાર્ય સંયોગોમાં પણ જ્યારે કરવી પડી ત્યારે જયણાપૂર્વક દુઃખાર્દ્ર હૃદયે કરી ? કે ‘સંસારમાં છીએ માટે આવું તો કરવું જ પડે ને !' તેમ માની કઠોર હૃદયે કરી ?” આ બધી વસ્તુનો વિચાર કરી જે-જે જીવોની હિંસા થઈ હોય તે તે જીવોનું સ્મરણ કરી, તે જીવો સંબંધી થયેલા અપરાધ પ્રત્યે મનમાં ક્ષમાનો ભાવ પ્રગટાવી, વાણીને કોમળ બનાવી, તે અપરાધની સ્વીકૃતિરૂપે કાયાને નમાવી તે જીવોને દુખાર્દ્ર હૃદયે મિચ્છા મિ દુક્કડં દેવાનું છે. બેઇન્દ્રિય જીવોના મૂળ ભેદો તેઇન્દ્રિય જીવોના મૂળ ભેદો ચઉરિન્દ્રિય જીવોના મૂળ ભેદો દેવતાના જીવોના મૂળ ભેદો નારકીના જીવોના મૂળ ભેદો નિર્માંચ પંચેન્દ્રિય જીવોના મૂળ ભેદો મનુષ્ય જીવોના મુળ ભેદો ૧૦૦ ૪ ૨૦૦૦ ૧૦૦ ૪ ૨૦૦ ૧૦૦ X ૨૦૦૦ ૨૦૦ ૪ ૨૦૦૦ ૨૦૦ ૪ ૨૦૦૦ ૨૦૦ X ૨૦૦૦ ૭૦૦ x ૨૦૦૦ ૧૩૧ = ૨,૦૦,૦૦૦ = ૨,૦૦,૦૦૦ = ૨,૦૦,૦૦૦ = ૪,૦૦,૦૦૦ = ૪,૦૦,૦૦૦ = ૪,૦૦,૦૦૦ = ૧૪,૦૦,૦૦૦ કુલ ૮૪,૦૦,૦૦૦ જીવાયોનિ આ ૮૪ લાખ યોનિની ગણત્રીમાં ૩૫૦ આદિ જે જીવોના મૂળભેદો બતાવ્યા છે, તેને શોધવાનો અમોએ પ્રયત્ન કર્યો છે, પણ કોઈ પુસ્તક કે જ્ઞાની ગુરુ ભગવંતો પાસેથી પણ સંતોષકારક ઉત્ત૨ મળ્યો નથી. કોઈપણ વિશેષજ્ઞને આ વિષયમાં ક્યાંયથી પણ કંઈક પ્રાપ્ત થાય તો પાઠના આધાર સાથે અમને જણાવવા વિનંતી છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ મિચ્છા મિ દુક્કડં દેતાં પ્રભુને પ્રાર્થના કરવાની છે કે, “હે નાથ ! ક્યારે મારો એવો ધન્ય દિવસ આવશે કે જ્યારે હું સર્વ જીવોને મારા મિત્ર સમાન માનીશ ? અને તે જીવોને લેશ પણ પીડા ન થાય તેવું જીવન જીવીશ ? હે પ્રભુ ! જીવોના અપરાધથી જ્યાં સુધી હું અટકું નહિ ત્યાં સુધી તે જીવો સાથેનો વૈરનો અનુબંધ અટકે નહિ અને તેને કારણે કર્મબંધથી અટકાય નહિ, માટે કર્મથી મુક્ત બની મોક્ષના મહાસુખને ઈચ્છતા મારે સૌ પ્રથમ સર્વ જીવોની હિંસાથી અટકવું છે, તો હે પ્રભુ ! મારામાં તેવું સત્ત્વ પ્રગટાવો." ૧૩૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર સૂત્ર પરિચય : પાપબંધના કારણભૂત એવાં અઢાર સ્થાનકોનું વર્ણન આ સૂત્રમાં છે, તેથી તેનું નામ “અઢાર પાપસ્થાનક સૂત્ર' છે. પાપબંધનું મુખ્ય કારણ મનની મલિન વૃત્તિઓ છે. કષાયો અને કુસંસ્કારોને કારણે પ્રગટ થતી આ મલિન વૃત્તિઓ અસંખ્ય પ્રકારની હોય છે, તોપણ સૂત્રકારે સામાન્યજન સમજી શકે તે રીતે સંક્ષેપ કરીને તેના અઢાર પ્રકાર આ સૂત્રમાં વર્ણવ્યા છે. . . પાપના કારણરૂપ આ વૃત્તિઓ પ્રથમ પ્રાયઃ મનમાં જન્મે છે અને ત્યારપછી વાણી અને કાયા દ્વારા વિસ્તાર પામીને અનેક કુપ્રવૃત્તિઓ રૂપે સ્વ-પરનાં દુઃખોનું કારણ બને છે. દુઃખ કોઈને ગમતું નથી, પરંતુ દુઃખ શેનાથી આવે છે, તે સામાન્યજન સમજી શકતો નથી. આથી આ સૂત્રમાં ગુજરાતી ભાષામાં સૌ કોઈ સમજી શકે તેવા શબ્દોમાં દુઃખના કારણરૂપ પાપનાં અઢાર સ્થાનોનો નિર્દેશ કર્યો છે. પ્રતિક્રમણ કરતી વખતે આ સ્થાનોને માત્ર બોલી જવાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ આ સૂત્ર બોલતાં પહેલાં તેના પ્રત્યેક પદ પર વિચાર માત્ર નહિ, પણ ઊંડી અનુપ્રેક્ષા કરવી અતિ જરૂરી છે; કેમ કે, તો જ ખ્યાલ આવશે કે અંતરના ઊંડાણમાં કેવા કુસંસ્કારો પડ્યા છે, મનમાં કેવી મલિન વૃત્તિઓ પ્રવર્તે છે અને કષાયને આધીન Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સૂત્રસંવેદના-૩ . બનીને આપણે કેવી કેવી કુપ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. આ વસ્તુનો ખ્યાલ આવશે તો જ પાપનાં કારણો ઉપર ધૃણા થશે, તિરસ્કારભાવ જાગશે અને તેનાથી પાછા ફરવાનું મન થશે. આવી તૈયારી સાથે આ સૂત્રનાં પ્રત્યેક પદ બોલાશે તો તે પદો હૃદયસ્પર્શી બનશે અને તેનાથી એક શુભભાવનાનો સ્ત્રોત ઉદ્ભવશે, અંતરમાં પશ્ચાત્તાપનો અગ્નિ પ્રગટશે અને એ પશ્ચાત્તાપ જ મલિન વૃત્તિઓનો નાશ કરવાનું કાર્ય કરશે. આથી સૂત્ર કે સૂત્રના અર્થ માત્ર જાણી લેવા કરતાં તેને હૃદયસ્પર્શી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલું જ નહીં, પરંતુ સૂત્રનું ઉચ્ચારણ પણ એ રીતે કરવું જોઈએ કે પાપવૃત્તિ કે પ્રવૃત્તિ કરવા પ્રેરાતાં મન અને ઇન્દ્રિયો પાછાં વળે. આ સૂત્રમાં જે અઢાર પાપસ્થાનોનો નિર્દેશ કર્યો છે, તેમાં સૌ પ્રથમ હિંસા બતાવી છે; કેમ કે સર્વ પાપોમાં હિંસાનું પાપ મોખરે છે. વળી સર્વ કોઈ પાપો અપેક્ષાએ દ્રવ્યહિંસા કે ભાવહિંસામાં સમાવેશ પામે છે. જૈનદર્શન તો સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાનું કહે છે. પરંતુ લૌકિક ધર્મ પણ હિંસાને અધર્મ અને અહિંસાને પરમ ધર્મ માને છે. વળી એક અપેક્ષાએ વિચારીએ તો સર્વ પાપ હિંસારૂપ છે. હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપો સ્વપ્રાણોની અને પરપ્રાણોની હિંસાનું કારણ બને છે. ત્યારપછી અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ નામનાં પાપસ્થાનો જણાવ્યાં છે; કેમ કે આ ચાર પાપને પણ સર્વ ધર્મશાસ્ત્રો પાપ તરીકે સ્વીકારે છે. ત્યાર પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ - આ છ અંતરંગ શત્રુઓને પાપસ્થાનક તરીકે જણાવ્યાં છે, ક્ષમા, નમ્રતા, માદવ, સરળતા, સંતોષ આદિ આત્માના સુખકારક ગુણોનો નાશ કરનારા આ છએ શત્રુઓથી આત્મા પોતે તો દુઃખી થાય છે, અને પોતાની સાથે રહેનાર માટે પણ તે દુઃખનું કારણ બને છે. ત્યારબાદ આ ક્રોધાદિના વિકારરૂપ કજિયો, કોઈના ઉપર મૂકવામાં આવતું ખોટું કલંક, ચાડી-ચુગલી, ઈષ્ટવસ્તુ મળતાં થતી રતિ, અનિષ્ટમાં થતી અરતિ, બીજાની સાચી ખોટી વાતો કરવી (નિંદા) અને માયાપૂર્વકના મૃષાભાષણને પાપનાં કારણો તરીકે જણાવ્યાં છે. છેલ્લે ઉપરનાં સત્તર પાપોને પાપરૂપ નહિ માનવા દેનાર, દેવ-ગુરુ અને ધર્મ ઉપર અશ્રદ્ધા ઊભી કરાવનાર અને ધર્મમાર્ગમાં અત્યંત વિપ્નભૂત સૌથી મોટા પાપ તરીકે “મિથ્યાત્વશલ્યનો નિર્દેશ કરાયો છે. જગતના જીવો તો આ અઢારમા Page #152 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૩૫ પાપને પાપ તરીકે માનતા જ નથી; માત્ર લોકોત્તર એવા જૈન શાસનની સૂક્ષ્મ સમજ જેને પ્રાપ્ત થઈ હોય તેવા જીવો જ આ પાપને પાપ તરીકે પરખે છે, અને તેના નાશ માટે યત્ન પણ કરે છે. આ સૂત્રના આધારે અઢારે પાપોને ઓળખીને તેનો ત્યાગ કરવા તત્પર થવું તે આ સૂત્રનો પરમ સંદેશ છે. જે શ્રાવકો પ્રતિક્રમણની પૂર્ણ ક્રિયા કરવા સમર્થ નથી, તેવા શ્રાવકોએ પણ આ સૂત્રના એક એક પદનું ઉચ્ચારણ કરી, દિવસ કે રાત્રિ દરમ્યાન આચરેલાં પાપોનું સ્મરણ કરી, તેની આલોચના, નિંદા કરવાનું ચૂકવું ન જોઈએ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ આ અઢાર પાપસ્થાનકોને સરળ રીતે સમજાવવા માટે ગુજરાતી ભાષામાં, અતિ સરળ ગેય રાગોમાં અઢાર પાપસ્થાનકોની સુંદર સજ્જાયો બનાવી છે. જિજ્ઞાસુ વર્ગે અર્થ સમજીને તેને કંઠસ્થ કરવી અતિ આવશ્યક છે. તેની કડીઓ પળે પળે પાપસ્થાનકનું સેવન કરતાં સાધકને સાવધ રાખીને બચાવી શકે છે. અહીં જે અઢાર પાપસ્થાનક બતાવ્યાં છે, તેનો ઉલ્લેખ “ઠાણાંગ સૂત્ર”, “પ્રશ્ન વ્યાકરણ” વગેરે આગમોમાં, “પ્રર્વચન સારોદ્ધાર” અને “સંથારા પોરિસી” આદિ અનેક ગ્રંથોમાં કરેલો જોવા મળે છે. આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો દેવસિસ, રાઈએ, પખિ આદિ પાંચેય પ્રતિક્રમણમાં કરે છે. સાધુ-સાધ્વીજી ભગવંતોએ પ્રતિક્રમણમાં આ સૂત્ર બોલવાનું હોતું નથી, તોપણ તેઓ “સંથારા પોરિસી' ભણાવે છે ત્યારે સંક્ષેપમાં આ અઢારેય પાપોની આલોચના તો કરે જ છે. મૂળ સૂત્ર: " પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, - છટ્ટે ક્રોધ, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અવતરણિકા : સૂત્રસંવેદના-૩ સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, એ અઢાર પાપસ્થાનકમાંહિ માહરે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય; તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. વિશેષાર્થ : 1 સોળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય; पापानां स्थानकमिति पापस्थानकम् । જે પાપોનું સ્થાન છે, જેના સેવનથી પાપકર્મનો બંધ થાય છે, જે આચરણ ક૨વાથી જીવો આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે, તે આચરણને પાપસ્થાનક કહેવાય છે. આવાં પાપસ્થાનકો અઢાર છે. અહીં તેનો ક્રમશઃ ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે. પાપ શબ્દની વ્યાખ્યા ‘સૂત્ર સંવેદના’ ભાગ-૧, સૂત્રમાંથી જુઓ Page #154 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૩૭ પહેલે પ્રાણાતિપાત ઃ પાપનું પહેલું સ્થાન ‘પ્રાણાતિપાત’ છે. પ્રાણનો અતિપાત એટલે પ્રાણનો નાશ. ટૂંકમાં પ્રાણાતિપાત એટલે હિંસા. કોઈપણ જીવને દુઃખ થાય, પીડા થાય, પરિતાપ થાય કે સર્વથા તેના પ્રાણનો વિયોગ થાય તેવી પ્રવૃત્તિને હિંસા કહેવાય છે. 3 જગતના જીવમાત્રને જીવવું ગમે છે પણ મરવું કોઈને ગમતું નથી. જીવનનો આનંદ અનુભવતા નિરપરાધી જીવોને માત્ર પોતાના સુખ ખાતર કે શોખ અને સગવડ ખાતર પીડા પહોંચાડવી, ત્રાસ આપવો, હણવા કે તે જીવોના પ્રાણ ચાલ્યા જાય તેવી પ્રવૃત્તિ કરવી, તે હિંસા છે. આવી હિંસા કરવાથી તે જીવો ત્રાસ પામે છે, તરફડે છે, દુઃખી થાય છે, નિઃસાસા નાંખે છે અને હિંસા કરનાર પ્રત્યે તેઓ વૈરની ગાંઠ બાંધે છે. પરિણામે ‘જો શક્તિ આવે તો આ લોકોને પણ પૂરા કરું,' તેવી દુર્ભાવના તેમના મનમાં જાગૃત થાય છે. વળી, જેમ બીજા પર અંગારા ફેંકનારના પોતાના પણ હાથ દાઝે જ છે, તેમ અન્ય જીવને પીડવાથી હિંસા કરનાર પોતે પણ, પોતાને સુખ આપનાર કોમળ ભાવનો ત્યાગ કરી દુઃખ આપનાર કઠોર ભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે અન્યની હિંસા કરતો જીવ પોતાની પણ ભાવહિંસા કરે છે, કર્મનાં બંધનો ઊભાં કરે છે અને દુર્ગતિની પરંપરાનું સર્જન કરે છે. માતાના આગ્રહથી માત્ર એક લોટનો કૂકડો બનાવી, તેનો વધ કરનાર યશોધર રાજા તિર્યંચગતિની કેવી પરંપરાને પામ્યા ! તે યાદ કરીને ભવભીરુ આત્માઓએ આ હિંસા નામનું પહેલું પાપસ્થાનક છોડી દેવું જોઈએ. જિજ્ઞાસા : ગૃહસ્થજીવનમાં હિંસાનો સંપૂર્ણ ત્યાગ કઈ રીતે થઈ શકે ? તૃપ્તિ : ગૃહસ્થજીવનમાં સાધુની જેમ હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરી શકાતો નથી. 2 - જીવોનાં જીવન જીવવાનાં સાધનોને પ્રાણ કહેવાય છે, અને તે પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એમ દશ છે. એકેન્દ્રિયને ૪, બેઇન્દ્રિયને ૬, તેઇન્દ્રિયને ૭, ચઉરિન્દ્રિયને ૮, અસંશી પંચેન્દ્રિયને ૯ અને સંશી પંચેન્દ્રિયને ૧૦ પ્રાણ હોય છે. આ (દ્રવ્ય) પ્રાણના વિયોગને મ૨ણ કહેવાય છે. આ વિષયની વિશેષ વિચારણા સૂત્ર-સંવેદના-૪ ‘વંદિત્તુ’ સૂત્રમાં છે. ૩ - નરકના જીવોને બાદ કરતાં સૌને પોતાનું જીવન પ્રિય હોય છે અને મરણ અપ્રિય હોય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ ગૃહસ્થને પોતાના જીવનનો નિર્વાહ કરવા માટે એકેન્દ્રિય આદિ જીવોની હિંસા અનિવાર્યપણે ક૨વી પડે છે, છતાં તે ધારે તો હિંસાને મર્યાદિત ચોક્કસ કરી શકે છે. વળી, હિંસામય કાર્ય કરતી વખતે પણ, શ્રાવકના હૃદયમાં રહેલો જયણાનો પરિણામ (જીવોને બચાવવાનો ભાવ) તેને નિરર્થક હિંસાથી બચાવવા સાથે હૃદયના ભાવ કૂણા રખાવે છે. હિંસામય કાર્ય કરતાં પણ શ્રાવક સતત વિચારતો હોય કે ‘હું સંસારમાં છું માટે જ મારે આવાં હિંસાદિ પાપો કરવાં પડે છે. ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે જ્યારે હું આ હિંસાદિ પાપોથી છૂટી સર્વવિરતિ ધર્મનો સ્વીકાર કરીશ ?’ હૈયાની કૂણાશ અને આવી ભાવનાના કારણે તેને કર્મબંધ પણ ઘણો ઓછો થાય છે. વળી બિનજરૂરી હિંસાથી બચવાનો પ્રયત્ન, અનિવાર્યપણે કરવી પડતી હિંસાથી પણ છૂટવાની ભાવના અને એ સાથે જ હ્રદયમાં સતત વર્તતો દયાનો ભાવ, કદાચ હિંસાથી બંધાતા કર્મથી શ્રાવકને ન બચાવી શકે તોપણ હિંસા દ્વારા થતા કર્મના અનુબંધથી તો બચાવે જ છે. ૧૩૮ આ પદ બોલતાં શ્રાવક આજના દ્િવસમાં અજયણાથી, અનુપયોગથી મેં કેટલા જીવોની હિંસા કરી ? કેટલા જીવોને પીડા પમાડી ? કયા જીવોનો કયા પ્રકારે અપરાધ કર્યો ? તે સર્વ વિગતોને સ્મૃતિમાં લાવે અને કરુણાસભર હૈયાથી તેમની પાસે ક્ષમા માંગે. બીજે મૃષાવાદ : પાપનું બીજું સ્થાનક ‘મૃષાવાદ’ છે. મૃષા એટલે ખોટું અને વાદ એટલે વવું-બોલવું. ખોટું બોલવું તે ‘મૃષાવાદ' નામનું બીજું પાપસ્થાનક છે. જે વસ્તુ કે વ્યક્તિ જેવાં છે તેવાં ન કહેતાં અયથાર્થ (અસત્ય) બોલવું, કે યથાર્થ (સત્ય) પણ કોઈનું અહિત થાય તેમ બોલવું, તે મૃષાવાદ છે. જેમ કે કષાયને આધીન બની સારા માણસને ખરાબ કહેવો, અથવા શિકારી પૂછે કે હરણ કઈ દિશામાં ગયું ? ત્યારે હરણના હિતાહિતનો વિચાર કર્યા વિના યથાર્થ ઉત્તર આપવો; વળી, ક્રોધાદિ કષાયને આધીન થઈ સામી વ્યક્તિની વેદનાનો વિચાર કર્યા વિના કાણા માણસને કે મૂર્ખ ને ‘તું કાણો છે, તું મૂરખ છે’ વગેરે બોલવું તે પણ મૃષાવાદ છે. શબ્દાદિ વિષયોને આધીન બની, કષાયોને પરવશ બની, વિકથાના રસમાં લીન બની કે વધુ પડતું બોલવાની કુટેવના કારણે, વિચાર્યા વિના જેઓ મન ફાવે તેમ બોલ્યા કરે છે, તેઓ પ્રાયઃ આ પાપથી બચી શકતા નથી. વ્યવહારમાં નાનીનાની બાબતમાં, ઘણાં સ્થાનોમાં આ રીતે અસત્ય બોલાઈ જતું હોય છે. પોતાનાથી Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અઢાર પાપસ્થાનક સૂત્ર ક્યાંય ખોટું ન બોલાઈ જાય, કૃષાભાષાનું પાપ ન લાગી જાય, આવા સાવધાની ભર્યા ભાવપૂર્વક જેઓ વિચારીને બોલે છે, તેઓ જ આ પાપથી બચી શકે છે. આથી શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે આત્મહિતને ઈચ્છતા સાધકોએ જરૂ૨ વિના બોલવું નહિ, અને બોલવું પડે ત્યારે પણ સ્વ-૫૨ના હિતનો વિચાર કરીને, પ્રમાણોપેત શબ્દોમાં અને સામેવાળી વ્યક્તિને રુચિકર હોય તેટલું જ બોલવું. આ પદ બોલતાં દિવસ દરમ્યાન ક્રોધાદિ કષાયોને આધીન થઈ, વિકથા કરવામાં લીન થઈ કે વિષયાસક્ત બની, નાનામાં નાની બાબતમાં પણ ક્યાં મૃષા બોલાયું ? પુણ્યથી મળેલા વચનયોગનો કેટલો દુરુપયોગ થયો ? તે વિચારી પુનઃ તેવું ન થાય તેવા પરિણામપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડં' આપવું જોઈએ. ત્રીજે અદત્તાદાન : પાપનું ત્રીજું સ્થાન ‘અદત્તાદાન' અર્થાત્ ચોરી છે. અવત્ત=માલિકે નહીં આપેલું, આવાન=ગ્રહણ કરવું. વ્યવહારમાં તેને ચોરી કહેવાય છે. અદત્તાદાનરૂપ ચોરી ચાર પ્રકારે થાય છે : જીવ સ્વામી અદત્ત, ૨ ૧ અદત્ત, ૩ - તીર્થંકર અદત્ત અને ૪ - ગુરુ અદત્ત. શ્રાવકો માટે કદાચ આ ચારે અદત્તથી બચવું શક્ય ન બને, છતાં પણ શ્રાવકોએ ‘સ્વામી અદત્ત'માંથી તો ખાસ બચવાનું છે. ધન, સંપત્તિ આદિ તેના માલિકની ઈચ્છા વિના ગ્રહણ કરવી, લૂંટફાટ કરવી કે અણહક્કનું પડાવી લેવું, તે ચોરી છે. આ રીતે ચોરી કરવાથી ધનના માલિકને અત્યંત દુઃખ થાય છે. ક્યારેક તો તેનું મૃત્યુ પણ થાય છે. વળી, પોતાના પરિણામો પણ અત્યંત ક્રૂર થાય છે. અશુભ લેશ્યાને આધીન બન્યા વિના જીવ ચોરી આદિ નિંદનીય પ્રવૃત્તિ કરી શકતો નથી. - આવી ક્રિયાથી આત્મા ઉપર અત્યંત કુસંસ્કારો પડે છે. આ સંસ્કારો ભવભવાંતરમાં સાથે આવે છે. પૂર્વજન્મના કુસંસ્કારોને કા૨ણે ઘણાને તો બાલ્યવયથી જ નાની-નાની ચોરી કરવાની ટેવ હોય છે. સ્કૂલમાં જાય તો પેન આદિ ચોરવાની, ઘરમાંથી છાનામાના પૈસા લેવાની, દુકાનમાંથી છાનામાના માલ લેવાની અને વ્યાપારમાં પણ ઓછું આપવાની અને વધુ લેવાની આદત હોય છે. 4- આ ચાર અદત્તની વિશેષ સમજ માટે જુઓ ‘સૂત્ર સંવેદના’ ભા-૧ પંચિદિય સૂત્ર અને ભા-૪ ‘વંદિત્તુ સૂત્ર’ ત્રીજું વ્રત. Page #157 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ આવા ચોરીના કુસંસ્કારો માનવને ક્યાંથી ક્યાં લઈ જાય છે, તેનો વિચાર કરી, આ પાપમાંથી અટકવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ. ૧૪૦ આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન, લોભને આધીન બની, જે રાજ્યચોરી, દાણચોરી કે અન્ય કોઈપણ પ્રકારે નાની-મોટી ચોરી થઈ ગઈ હોય, તેનું સ્મરણ કરી, આવાં પાપ પ્રત્યે અણગમાનો ભાવ પ્રગટ કરી, તે પાપની નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ કરવાનું છે. ચોથે મૈથુન : પાપનું ચોથું સ્થાન ‘મૈથુન’ છે. તે મિથુનનો ભાવ તે મૈથુન છે. વેદમોહનીયકર્મના ઉદયથી થનારો આ આત્માનો વિકૃત ભાવ છે. મિથુન એટલે સ્ત્રી-પુરુષનું યુગલ. રાગને આધીન બની સ્ત્રીપુરુષની, તિર્યંચ-તિર્થંચિણીની કે દેવ-દેવીની જે અરસ-પરસની ભોગની પ્રવૃત્તિ કે કામ-ક્રીડા થાય છે, તેને મૈથુન કહેવાય છે. અનાદિકાળથી જીવમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ - એમ ચાર પ્રકારની સંજ્ઞાઓ પ્રવર્તે છે. તેમાં મૈથુન સંજ્ઞાને આધીન બનેલો જીવ ન જોવા યોગ્ય દૃશ્યોને જુએ છે, ન કરવા યોગ્ય ચેષ્ટાઓ કરે છે, ન વિચા૨વા યોગ્ય વિચારે છે, વિજાતીયને આકર્ષવા માટે ગમે તેવાં વસ્ત્રોનું પરિધાન કરે છે, કટાક્ષો કરે છે અને અબ્રહ્મની પ્રવૃત્તિમાં જોડાય છે. અમર્યાદિતપણે પ્રવર્તતી આ સંજ્ઞા ઘણીવાર કુળની, જાતિની કે ધર્મની મર્યાદાનો પણ ભંગ કરાવે છે અને માનવ પાસે પશુ જેવું આચરણ કરાવે છે. ‘સંબોધ સત્તરી” ગ્રંથમાં કહ્યું છે કે આ સંજ્ઞાને આધીન થયેલો, મૈથુનક્રિયામાં પ્રવર્તતો જીવ બે લાખથી નવ લાખ બેઇન્દ્રિય જીવોનો તથા નવ લાખ સૂક્ષ્મ (અસંજ્ઞી પંચેન્દ્રિય) જીવોનો સંહાર કરે છે. મૈથુન સમયે, લોખંડની નળીમાં રૂ ભર્યું હોય અને તેમાં તપાવેલો સળિયો નાંખવાથી જે રીતે રૂ બળી જાય, તેવી રીતે તે જીવોનો સંહાર (નાશ) થાય છે, એમ ‘તંદુલવિયાલિય પયન્નામાં' જણાવ્યું છે. વળી, અબ્રહ્મની પ્રવૃત્તિથી મૈથુનસંજ્ઞાના સંસ્કારો તીવ્ર-તીવ્રતમ કોટિના થાય છે. 5 - ફત્હીનું નોળીસુ, હવંતિ નેતિયા ય ને નીવા । इक्को य दुन्नि तिन्नि वि, लक्खपुहुत्तं तु उक्कोसं ।। ८३ ।। मेहुणसन्नारुढो, नवलक्ख हs सुहुमजीवाणं । तित्थयरेणं भणियं, सद्दहियव्वं पयत्तेणं ।।८६ ।। - સંબોધસત્તરિ Page #158 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર માટે સમજુ શ્રાવકોએ શક્ય પ્રયત્ને તેનો ત્યાગ કરવો જોઈએ, અને તેવું સામર્થ્ય ન આવે ત્યાં સુધી અત્યંત મર્યાદિત જીવન જીવવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ. ૧૪૧ આ પદ બોલતાં, મૈથુનસંજ્ઞાને આધીન બની મલિન વૃત્તિને પોષે તેવા કુવિચારો મનથી કર્યા હોય, વિકારની વૃદ્ધિ થાય તેવો વાણીનો વ્યવહાર કર્યો હોય કે કામની ઉત્તેજના થાય તેવી કોઈ દુ:ચેષ્ટા કાયાથી કરી હોય, તો તેને યાદ કરી, આવા વ્યવહાર પ્રત્યે અત્યંત જુગુપ્સાભાવ પ્રગટ કરી, પુનઃ આવું ન થાય તે માટે આવા પાપનું અંતઃકરણપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. 5A પાંચમે પરિગ્રહ : પાપનું પાંચમું સ્થાન ‘પરિગ્રહ’ છે. વસ્તુનો સંગ્રહ કરવો અથવા વસ્તુ પ્રત્યે મમત્વભાવ રાખવો એ પરિગ્રહ છે. ધન, ધાન્ય, ઘર, દુકાન, વાસ્તુ, સોનુ, રૂપું, જર, જમીન વગેરે નવ પ્રકારના પરિગ્રહમાંથી કોઈપણ વસ્તુનો સંગ્રહ· ક૨વો તે દ્રવ્યપરિગ્રહ છે, અને આ નવમાંથી કોઈ એકનો પણ સંચય કર્યો હોય કે ન કર્યો હોય, છતાં પણ તેના પ્રત્યે મમતા રાખવી તે ભાવપરિગ્રહ છે. દ્રવ્યથી તે તે વસ્તુનો સંગ્રહ, આરંભ-સમારંભનું કારણ બને છે, અને તેના પ્રત્યેનો મમત્વભાવ કે મૂર્છા એ કષાયરૂપ હોઈ, કર્મબંધનું કારણ બને છે. આથી સુશ્રાવકોએ અલ્પ પરિગ્રહવાળા રહેવું જોઈએ, અને પુણ્યથી પ્રાપ્ત થયેલ સામગ્રીમાં પણ ક્યાંય વિશેષ મૂર્છા-મમત્વભાવ ન થાય તેની કાળજી રાખવી જોઈએ; કેમ કે, વાસ્તવમાં તો મૂર્છા એ જ પરિગ્રહ છે. મૂર્છા વિના ચક્રવર્તીનું રાજ્ય ભોગવનાર પણ અપરિગ્રહી છે, અને મૂર્છાવાળો ભિખારી હોય તોપણ તે પરિગ્રહી છે. આમ છતાં, પ્રારંભિક કક્ષામાં વસ્તુ રાખવી અને મૂર્છા 5A - પહેલાં પાંચ પાપસ્થાનોની વિશેષ સમજ માટે જુઓ સૂ.સં. ભા.૪ વંદિત્તુસૂત્ર ગા. ૯ થી ૧૮નો વિશેષાર્થ. 6 - પરિ=ચારે બાજુથી + પ્ર=સ્વીકાર 7 न सो परिग्गहो वुत्तो, नायपुत्त्रेण ताइणा, मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ।। - દશ વૈકા. - અ.ઙ ગા.૨૧ मूर्च्छाच्छन्नधियां सर्वं जगदेव परिग्रहः मूर्च्छारहितानां तु जगदेवापरिग्रहम् ।। - જ્ઞાનસાર ૨૫.૮ મૂર્છાથી ઢંકાયેલ બુદ્ધિવાળાને આખું જગત પરિગ્રહ છે, અને મૂર્છાહિતને આખું જગત અપરિગ્રહ છે. પ્રાણાતિપાત આદિ પહેલાં પાંચે પાપસ્થાનકોથી સર્વથા અટકવા માટે ચિતવૃત્તિનું ઘડતર કેવી રીતે ક૨વું તે માટે સૂત્રસંવેદના-૪ વંદિત્તુ સૂત્ર જોવું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સૂત્રસંવેદના-૩ ન થવા દેવી તે બહુ કઠિન છે. આથી દ્રવ્ય પરિગ્રહનો ત્યાગ કરવો અથવા કમસે કમ મર્યાદા બાંધવી તે હિતાવહ છે. આ પદ બોલતાં અનાવશ્યક ધન-ધાન્યાદિનો સંગ્રહ સ્વજીવનમાં કેટલો છે તેને યાદ કરી, “આ પણ પાપ છે, માટે છોડવા યોગ્ય છે, તેવો નિર્ણય કરી પરિગ્રહના પાપની નિંદા, ગર્તા અને પ્રતિક્રમણ કરવાનું છે. છ ક્રોધઃ પાપનું છઠ્ઠું સ્થાન છે “ક્રોધ... ક્રોધ એ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકૃત પરિણામ છે. ગુસ્સો, ક્રોધ, આવેશ, ઉકળાટ, અધીરાઈ, અણગમો, અરુચિ: આ સર્વ ક્રોધના પર્યાયો છે. કોઈનો અપરાધ કે ભૂલ સહન નહિ થવાના કારણે વાણીમાં ઉગ્રતા, કાયામાં કંપ અને મનમાં આવેશ, અધીરાઈ કે અણગમા આદિનો જે ભાવ પેદા થાય છે, તે ક્રોધનો પરિણામ છે. વાસ્તવમાં તો કોઈનાય અપરાધને નહિ સહન કરવાનો પરિણામ જ ક્રોધ છે. એક વાર ક્રોધ કરવાથી પૂર્વ ક્રિોડ વર્ષ સુધી પાળેલું સંયમ પણ નકામું જઈ શકે છે. ક્રોધ શાંત-પ્રશાંતભાવનો નાશ કરે છે. ક્રોધથી કદી કાર્યસિદ્ધિ થતી નથી. ક્યારેક ક્રોધથી કાર્યની સફળતા દેખાય તોપણ તે ક્રોધથી થયેલી નથી હોતી, પરંતુ તે કાર્યસિદ્ધિ પૂર્વસંચિત પુણ્યથી થયેલી હોય છે. ક્રોધ કાર્યને બગાડે છે, કદી કાર્યને સુધારી શકતો નથી. ક્રોધનો અગ્નિ પોતાને પણ દઝાડે છે, અને એના સાન્નિધ્યમાં રહેનારા અન્યને પણ દઝાડે છે. આથી કોઈ પણ જીવ ગમે તેવો અપરાધ કરે તોપણ તેના પ્રત્યે ક્રોધ ન કરવો જોઈએ, પરંતુ વિચારવું જોઈએ કે સર્વ જીવો પોતપોતાનાં કર્મને આધીન છે. કર્માધીન જીવોની પ્રવૃત્તિ ઉપર અણગમો, અરુચિ, ઉકળાટ કરવાથી તે જીવો પ્રત્યે વૈમનસ્ય પેદા થાય છે. આમ વિચારી ક્ષમાં ધારણ કરવી જોઈએ. એકપક્ષીય ક્રોધ પણ ગુણસેન અને અગ્નિશર્માની જેમ ભવોભવ સુધી વૈરભાવની પરંપરા ચલાવે છે. મહાત્મા ગુણસેનને તપસ્વીની ભક્તિ કરવાની તીવ્ર ભાવના હોય છે, છતાં તેવા પ્રકારના કર્મના ઉદયના કારણે ગુણસેન, 8. ક્રોધ, માન, માયા, લોભની વિશેષ સમજ માટે જુઓ “સૂત્ર સંવેદના' ભા. ૧, સૂત્ર-૨, “ચઉવિહકસાયમુક્કો'પદનું વિવરણ. 9. અપરાધક્ષમ શોધો | - યોગસાર ૩ : ૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૪૩ તપસ્વી અગ્નિશર્માને પારણા માટેનું આમંત્રણ આપ્યા પછી પણ સતત બે વાર તેમના પારણાનો દિવસ ભૂલી જાય છે. આ બન્ને વાર તો અગ્નિશર્મા શાંત રહે છે, પરંતુ ત્રીજી વાર પણ જ્યારે ગુણસેન પારણાનો દિવસ ભૂલી જાય છે, ત્યારે અગ્નિશર્માને પૂર્વે બાલ્યાવસ્થામાં વારંવાર ગુણસેને કરેલી વિડંબણા-હેરાનગતિનું સ્મરણ થાય છે. પરિણામે તે અત્યંત ક્રોધિત થઈ જાય છે અને આવેશમાં પોતે કરેલા તપના પ્રભાવે “ભવોભવ ગુણસેનને મારનારો થાઉં” તેવું નિયાણું કરે છે. આ ક્રોધથી અગ્નિશર્મા એવાં અનુબંધવાળા કર્મ બાંધે છે કે દરેક ભવમાં તેને ગુણસેનના આત્માને મારવાનો પરિણામ ઉત્પન્ન થાય છે. આ રીતે આલોક અને પરલોકમાં પ્રાપ્ત થતા ક્રોધના કટુ વિપાકોને વિચારી, ક્રોધ નામના પાપથી બચવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે થયેલા અણગમાને, દુર્ભાવને કે તેના પ્રત્યે થયેલા ક્રોધના પરિણામને વિચારી, એ રીતે “મિચ્છા મિ દુક્કડું આપવું જોઈએ કે ફરી ક્યારેય હૃદયમાં તેવો ક્રોધ ના પ્રગટે. સાતમે માન : પાપનું સાતમું સ્થાન છે “માન.” માન પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકાર છે. અભિમાન, અહંકાર, અક્કડતા, ઉદ્ધતાઈ, “બીજાથી હું કાંઈક ચઢિયાતો છું” તેવું પ્રસ્થાપિત કરવાની ઈચ્છા, “બીજાથી હું જુદો છું” એવું દેખાડવાની ભાવના, અવિનય; આ બધા માનના જ ભિન્ન ભિન્ન પ્રકારો છે. માનને ઉત્પન્ન થવાનાં સ્થાનો આમ તો અસંખ્ય છે, પરંતુ શાસ્ત્રકારોએ તે સર્વનો સમાવેશ સામાન્ય રીતે જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રત - આ આઠ પ્રકારોમાં કર્યો છે. “મારી જાતિ ઉત્તમ છે, મારી જાતિના પ્રભાવે હું ધાર્યું પાર પાડી શકીશ, મારું પુણ્ય પ્રબળ છે, તેના પ્રતાપે હું ધાર્યું મેળવી શકીશ, મારું કુળ ઉત્તમ છે, મારી પાસે અઢળક સંપત્તિ છે, બળમાં મને કોઈ પહોંચી શકે તેમ નથી, રૂપ તો મારા જેવું કામદેવનું પણ નથી, તપ અને જ્ઞાનમાં પણ હું બીજા બધા કરતાં ચઢિયાતો છું' આવું માની, “હું કાંઈક છું, મારા જેવું કોઈ નથી' - આવો અભિમાનનો, અહંકારનો જે પરિણામ છે; તે માન છે. માનવને સૌથી વધુ આ માન-કષાય પરેશાન કરતો હોય છે. એમ કહેવું કદાચ ખોટું નથી કે માનવ, ચોવીસ કલાક પોતાના ગર્વને પોષવા માટે જ પ્રયત્નશીલ રહેતો હોય છે; તે પોતાનો માન-મોભો સાચવવા માટે, દુન્યવી Page #161 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૩ અનેક પ્રકારની સામગ્રી એકઠી કરે છે, આવશ્યકતાથી અધિક કમાય છે, મોટા બંગલાઓ બનાવે છે, કીમતી ગાડીઓ ખરીદે છે, મોંઘામૂલા અલંકારો પહેરે છે, સુંદર વસ્ત્રાદિનું પરિધાન કરે છે, પાઈ-પાઈનો હિસાબ રાખનાર કૃપણ માણસ પણ માનને જાળવવા માટે પ્રસંગ આવે લાખો-કરોડો ખર્ચી નાંખે છે, એનું કારણ એક જ છે માન-કષાય. ૧૪૪ દુઃખની વાત તો એ છે કે ક્રોધ-કષાય સૌને ઓળખાય છે; પરંતુ ‘મારામાં માન છે અને માનથી હું આવી પ્રવૃત્તિ કરું છું' તેવું જાણવું, માનવું કે સ્વીકારવું પણ માણસને અઘરું પડે છે. માની માણસ માનને પોષવા માટે લોભને પણ આધીન થાય છે, માયાનો સથવારો પણ લે છે અને માન ઘવાય ત્યારે ક્રોધ પણ કરે છે. આ માન-કષાયને ઓળખવા અને ઓળખીને તેને કાઢવા સદ્ગુરુનો સથવારો અને સગ્રંથોનું વાંચન અતિ આવશ્યક છે. માનવીના મનમાં પડેલું અભિમાન આ ભવમાં તો તેને દુ:ખી કરે જ છે, સાથે જ સતત નીચ ગોત્ર આદિ કર્મને બંધાવી ભવોભવ દુઃખી કરે છે. આ ભવમાં પુણ્યથી પ્રાપ્ત થયેલ સારી સામગ્રીઓ પ્રત્યે માન કરવાથી એવું કર્મ બંધાય છે કે જેના કારણે ભવાંતરમાં તે સામગ્રી હલકી-હીણી પ્રાપ્ત થાય મહાવીરસ્વામી ભગવાનના જીવે જેમ મરીચિના ભવમાં પુણ્યથી મળેલા પોતાના ઉચ્ચ કુલનો મદ કર્યો તો તેનાથી એવું નીચ ગોત્રકર્મ બંધાયું, કે જેથી તીર્થંકરના ભવમાં પણ પ્રભુને બ્રાહ્મણ જેવા ભીક્ષુ કુળમાં જન્મ લેવો પડ્યો. માટે આ માન-કષાયથી મુક્તિ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તે માટે વારંવાર એવું વિચારવું જોઈએ કે – આટલી મોટી દુનિયામાં હું શું છું ? મહાપુરુષોની સામે મારી બુદ્ધિ, બળ કે શ્રીમંતાઈ શી વિસાતમાં છે ? વળી, દુનિયામાં પણ કહેવત છે કે - ‘શેરને માથે સવા શેર હોય છે.' આનાથી પણ ફલિત થાય છે કે દુનિયામાં મારું સ્થાન કોઈ વિશિષ્ટ નથી. આવું વિચારી અભિમાનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, અને જીવનને વિનય-નમ્રતા આદિ ગુણોથી મઘમઘતું રાખવું જોઈએ. આ પદ બોલતાં દિવસ દરમ્યાન પ્રગટપણે થયેલ માનને તથા અંદ૨માં સતત પ્રવર્તતા માનને સ્મરણમાં લાવવાનો છે. તેની અનર્થકારિતાનો વિચાર કરી, તેના 10 - નાતિામળુòશ્વર્યવરૂપતવશ્રુતે । कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ।। - યોગશાસ્ત્ર-૪. ૧૩ પ્ર.૪, ગા, ૧૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અઢાર પાપસ્થાનક સૂત્ર પ્રત્યે તીવ્ર અણગમો, અરુચિ પ્રગટાવવાની છે અને થઈ ગયેલા માનની નિંદા, ગહ અને પ્રતિક્રમણ કરી, આ માનના સંસ્કારોને સમૂળ નાશ કરવા પ્રયત્ન કરવાનો છે. આઠમે માયા : પાપનું આઠમું સ્થાન ‘માયા' છે. આ માયા પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકારભાવ છે. કપટ કરવું, છળ કરવું, પ્રપંચ કરવો, ઠગવું, વિશ્વાસઘાત ક૨વો આદિ માયાના જ પ્રકારો છે. કપટ કરવું એટલે અંદર ભાવ જુદો અને બહાર બતાવવાનું જુદું. જેમ બગલાના મનમાં જળચર જીવોને મારવાની હિંસક વૃત્તિ રહેલી હોય છે, પણ તે બાહ્યરૂપે એક પગે સ્થિર ઊભો રહી ભગવાનનું ધ્યાન ધરતો હોય તેવો દેખાવ કરે છે. આ જળચર જીવોને છેતરવાની જ એક પ્રકૃતિ અને પ્રવૃત્તિ છે. તે જ રીતે પોતે સારો, સુખી, જ્ઞાની, સદાચારી, ધનવાન, રૂપવાન, યુવાન ન હોવા છતાં ‘હું સારો, સુખી, જ્ઞાની, સદાચારી, ધનવાન, રૂપવાન અને યુવાન' છું, તેવો દેખાવ કરવો તે માયા છે. ટૂંકમાં પોતાનું જેવું સ્વરૂપ હોય તેને ન દેખાડવું અને જેવું સ્વરૂપ ન હોય તેવું દેખાડવું, તે માયા છે. માયા કષાય બીજા ત્રણે કષાયોને પોષણ પુરું પાડે છે, કેમ કે પોતાનામાં ત્રણ ત્રણ કષાયો હોવા છતાં પોતાને કે પરને ખ્યાલ પણ ન આવે કે આ વ્યક્તિમાં આટલા કષાયો છે, તેવું આવરણ ઊભું કરવાની તાકાત આ માયામાં છે. સ્વાર્થવૃત્તિથી આ માયારૂપ પાપ કરીને વેપારી ગ્રાહકને, શિકારી પશુને, માછીમાર જળચર જીવોને, રાજા પ્રજાને, કુગુરુઓ શ્રદ્ધાળુ ભક્તને, પત્ની પતિને, પુત્ર પિતાને, પુત્રી માતાને, આમ અનેક રૂપે જીવો એકબીજાને છેતરીને દુઃખી કરે છે અને સ્વયં પણ દુઃખી થાય છે. મહાસુખ આપનાર ધર્મક્રિયા પણ માયામિશ્રિત હોય તો તે પણ આનંદ આપી શકતી નથી. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ ‘અધ્યાત્મસાર’ નામના ગ્રંથમાં આ માયાને ઓળખાવવા અને તેના મહાદોષથી જીવોને બચાવવા ‘દંભત્યાગ’ નામનો એક સંપૂર્ણ અધિકાર બનાવ્યો છે. તેના પ્રથમ શ્લોકમાં જ તેમણે જણાવ્યું છે કે મુક્તિરૂપી લતા માટે માયા” અગ્નિ સમાન છે, શુભ 11 - ર્ખ્ખો મુદ્ધિતાનિ - ટ્ો રાહુ: ક્રિયાવિધો । दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ।।१।। અધ્યાત્મસાર-૩-૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સૂત્રસંવેદના-૩ ક્રિયારૂપી ચંદ્રને કલંકિત કરવા માટે રાહુ સમાન છે, દુર્ભાગ્યનું કારણ છે અને આધ્યાત્મિક સુખ માટે ભુંગળ-અર્ગલા સમાન છે. આથી જ સાધકે સરળતા ગુણનો સહારો લઈ, સ્વજીવનમાં પ્રવર્તતી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ માયાને ઓળખી, તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. માયા કરવાનું જ્યારે પણ મન થાય ત્યારે યાદ રાખવું કે માયાનું સેવન કરવાથી લક્ષ્મણા સાધ્વીજી અસંખ્ય ભવ ભમ્યાં અને મલ્લિનાથ પ્રભુના આત્માએ પૂર્વના ભવમાં સંયમજીવનમાં તપધર્માર્થે માયા કરી તે કારણે જ તેમને છેલ્લા તીર્થકર તરીકેના ભાવમાં પણ સ્ત્રીપણાની પ્રાપ્તિ થઈ. આ માયા સ્ત્રીવેદ અને તિર્યંચગતિનું કારણ છે. આવી વિચારણાથી જાતને સરલ બનાવી સર્વેએ માયાચારથી દૂર રહેવું જોઈએ. આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન થયેલી માયાને સ્મૃતિપટમાં લાવી, જાતને ઢંઢોળીને પૂછવું કે ધોળા વાળને કાળા કરાવવાનું, ચહેરા ઉપર લપેડા કરવાનું, બ્યુટી પાર્લરનાં પગથિયાં ચડવાનું વગેરે મન કેમ થાય છે ? આવી નાની પણ સર્વ માયાને યાદ કરી તેની નિંદા, ગર્તા અને પ્રતિક્રમણ કરવાનું છે. નવમે લોભ પાપનું નવમું સ્થાન “લોભ છે. લોભ પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકારભાવ છે. તૃષ્ણા, અસંતોષ, પદાર્થને મેળવવાની ઈચ્છા, મળ્યા પછી સાચવવાની કે અધિક મેળવવાની કે તેમાં વૃદ્ધિ કરવાની ઈચ્છા, આ બધું લોભરૂપ છે. અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત થયા પછી પણ અધિક અધિક મેળવવાની ઈચ્છા તે લોભરૂપ છે. જેમ કે, લાખ મળે તો કરોડની અને કરોડ મળે તો અબજની ઈચ્છા કરવી એ લોભની વૃત્તિ છે. લોભને કારણે ભાઈ-ભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડા થાય છે. લોભને કારણે માનવ મહાઆરંભ મહાસમારંભના વ્યવસાયમાં પણ જોડાય છે. લોભના સ્વરૂપને સમજાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે લોભ“સર્વ દોષોની ખાણ છે, ગુણોને ગળી જવામાં રાક્ષસ તુલ્ય છે, સંકટરૂપ વેલડીના મૂળ જેવો છે અને ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને સાધવામાં બાધા કરનારો છે. 12 . માર: સર્વલોણા, ગુગપ્રસનરાક્ષસ: . कन्दो व्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः ।। - યોગશાસ્ત્ર-પ્ર.૪, ગા. ૧૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર દુનિયાના જેટલા દોષો છે તે સર્વે પ્રાય: લોભથી ઉત્પન્ન થયા હોય છે અને જેટલા ગુણો છે તે સર્વેનાં મૂળમાં લોભનો ત્યાગ હોય છે. જેમ” હિંસા સર્વ પ્રકારના પાપોમાં પ્રધાન છે, સઘળાં કર્મોમાં મિથ્યાત્વ મુખ્ય છે, રોગોમાં ક્ષયરોગ મોટો છે, તેમ લોભ એ સર્વ અપરાધોનો ગુરુ છે. ૧૪૭ લોભ નામના કષાયના કારણે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવાનું મન થાય છે, સંગ્રહ કરેલી ચીજ ક્યાંય આઘી-પાછી ન થાય તેની સતત ચિંતા રહે છે અને જરૂરિયાતવાળાને દાન કરવાની ઈચ્છા માત્ર થતી નથી. આ પદ ઉચ્ચારતી વખતે દિવસ દરમ્યાન લોભને આધીન થઈને મન, વચન, કાયાથી જે વિપરીત આચરણ કર્યું હોય તેને યાદ કરી તેની નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ કરવાનું છે. દશમે રાગ : પાપનું દશમું સ્થાન છે ‘રાગ.’ ન સ્વભાવથી નાશવંત કાલ્પનિક સુખને આપનાર એવા સ્ત્રી, સંપત્તિ કે મનગમતી સામગ્રીના રંગે રંગાવું, આસક્ત થવું, પ્રેમ કરવો, લાગણી રાખવી તે સર્વ રાગના પ્રકારો છે. આ પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકારભાવ છે. અયોગ્ય સ્થાનમાં પ્રગટ થયેલો રાગ વાણી અને વર્તનમાં વિકાર લાવે છે, મનને વિહ્વળ કરે છે, અનુકૂળ વસ્તુમાં મન ભમાવ્યા કરે છે, તે ન મળે તો હૈયું બાળે છે અને પ્રાપ્ત થતાં તે હાથમાંથી સરકી ન જાય વગેરે ચિંતાથી મનને વ્યાપ્ત રાખે છે, જેના કારણે રાગાંધ જીવો ક્યાંય શાંતિ અનુભવતા નથી. સ્ત્રી આદિ અયોગ્ય સ્થાનોમાં જન્મેલો રાગ તો અનેક જીવોની હિંસા કરાવવા ઉપરાંત ક્યારેક પોતાના પ્રાણનો પણ ભોગ લે છે. રાગી જીવ માત્ર હિંસા જ નહીં, જૂઠ, ચોરી, પરિગ્રહ આદિ બધાં જ પાપોનો ભોગ બને છે. રાગી જીવનું મન ધર્મમાં કે અન્ય કાર્યમાં પણ લાગતું નથી. નિમિત્ત મળતાં મોહના ઉદયથી જે રાગ પ્રગટ થાય છે, તે રાગ પુનઃ નવા રાગના તીવ્ર સંસ્કારોનું આધાન કરે છે. આ સંસ્કારોના કારણે જીવ સંસારમાં ભવોભવ ભટકે છે. રાગના त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः । गुणस्तथैव ये केsपि, ते सर्वे लोभवर्जनात् ।। 13- હિંસેવ સર્વપાપાનાં, મિથ્યાત્વમિવ ર્મામ્ । राजयक्ष्मेव रोगाणां, लोभः सर्वागसां गुरुः ।। - યોગશાસ્ત્ર-પ્ર. ૪, • योगसार ५ : १८ આંતરશ્લોક-૭૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સૂત્રસંવેદના-૩ કારણે જીવ ચીકણાં કર્મ બાંધી દુર્ગતિના દુઃખનું ભાજન બને છે. આથી આ રાગ નામના કષાયને ઊગતો જ ડામવો જોઈએ. તે માટે રાગનાં નિમિત્તોથી સદા સાવધ રહેવું જોઈએ, અનિત્ય, અશરણ અને અશુચિ આદિ ભાવનાઓથી મનને ભાવિત કરવું જોઈએ. આવું થશે તો રાગ નામના પાપથી બચી શકાય તેવું છે, બાકી આ પાપથી બચવું બહુ અઘરું છે. રાગના કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ: એમ ત્રણ પ્રકારો છે. ૧ - કામરાગ: સ્કૂલ વ્યવહારથી સ્પર્શેન્દ્રિયનું સુખ જેનાથી પ્રાપ્ત થાય તેવી સજાતીય કે વિજાતીય વ્યક્તિ પ્રત્યેના રાગને કામરોગ કહેવાય છે, અને વાસ્તવિકતાની દૃષ્ટિથી પાંચે ઈન્દ્રિયોની સામગ્રી કે તેને મેળવી આપનારી વ્યક્તિ પ્રત્યેનો રાગ તે કામરાગ કહેવાય છે. ૨. સ્નેહરાગઃ કોઈપણ પ્રકારના સ્વાર્થ કે અપેક્ષા વિના માત્ર લોહીના સંબંધના કારણે કે ઋણાનુબંધના કારણે ભાઈ, બહેન, માતા-પિતા, પુત્ર, પુત્રી કે મિત્ર આદિ પ્રત્યે જે રાગ પ્રવર્તે છે, તેને ખેહરાગ કહેવાય છે. જે રાગમાં કોઈ સ્વાર્થ કે અપેક્ષા પ્રવર્તતી હોય તે વાસ્તવમાં સ્નેહરાગ નથી કહેવાતો, પણ પરિચિત કે અપરિચિત કોઈપણ વ્યક્તિને જોઈને કોઈપણ અપેક્ષા વગર મન એની તરફ ખેંચાય કે ભીનું થાય તેને સ્નેહરાગ કહેવાય છે. ૩ - દૃષ્ટિરાગ કુપ્રવચનમાં, ખોટા સિદ્ધાંતમાં કે મિથ્યામતોમાં આસક્તિ કે પોતાની ખોટી માન્યતાનો આગ્રહ તે દૃષ્ટિરાગ છે; તથા વિવેક વિહોણો સ્વદર્શનનો રાગ પણ ક્યારેક દૃષ્ટિરાગ બને છે. વળી, રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો હોય છે. અનંત ગુણના ધારક અરિહંત પરમાત્મા ઉપર કે ગુણવાન ગુરુભગવંત ઉપર કે ગુણસંપન્ન કલ્યાણમિત્રતુલ્ય કોઈના પણ ઉપર ગુણપ્રાપ્તિના ઉપાયરૂપે કરાતો વિવેકપૂર્વકનો રાગ એ ગુણરાગ હોઈ પ્રશસ્ત રાગ કહેવાય છે; કેમ કે એ રાગ સંસારના રાગને ઘટાડનારો છે. રાગ સર્વથા હેય છે અને વીતરાગ અવસ્થા જ પ્રાપ્તવ્ય છે, છતાં પણ રાગને તોડવા પ્રશસ્ત રાગ સાધનરૂપ છે. આથી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે, 13A- રાગની પ્રશસ્તતા/અપ્રશસ્તતા સંબંધી વિશેષ વિચારણા માટે સૂત્ર સંવેદના-૪ ‘વંદિતું'ની ગાથા-૪ જોવી. Page #166 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૪૯ ૧૪૯ “રાગ ન કરજો કોઈનર કિણછ્યું રે, નવિ રહેવાય તો કરજ્યો મુનિર્યું રે...” - પાપસ્થાનક સક્ઝાય... (૯) રાગ કર્યા વગર ન જ રહેવાય તો મુનિનો રાગ કરવો, જે રાગ કર્મમુક્તિનું, ગુણપ્રાપ્તિનું કારણ બને પણ કર્મબંધનું કે દોષવૃદ્ધિનું કારણ ન બને. આમ અમુક કક્ષા સુધી આવો પ્રશસ્ત રાગ આવકાર્ય (ઉપાદેય) છે, છતાં મોક્ષની પ્રાપ્તિમાં તો આ રાગ પણ વિજ્ઞાઁ જ બને છે. જેમ ગૌતમસ્વામીનો ભગવાન મહાવીરદેવ પ્રત્યેનો રાગ તેમના કેવળજ્ઞાનમાં બાધક બન્યો હતો. આથી સાધનાની વિશિષ્ટ કક્ષાએ પહોંચ્યા પછી પ્રશસ્ત રાગને પણ છોડી દેવો જોઈએ. પરંપરાએ રાગને તોડાવે તેવો રાગ તે પ્રશસ્ત રાગ છે અને રાગને વધારે તેવો રાગ તે અપ્રશસ્ત રાગ છે. ટૂંકમાં જ્યાં સુધી અપ્રશસ્ત રાગ છે, ત્યાં સુધી તેને તોડવા પ્રશસ્ત રાગનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે અપ્રશસ્ત રાગ છૂટી જાય છે ત્યારે પ્રશસ્ત રાગને પણ છોડી જ દેવાનો છે. દોષથી ભરેલી કે ગુણથી ભરેલી સ્ત્રી પ્રત્યે મોહાદિકથી થતો રાગ કે સામગ્રી આદિનો રાગુ તે અપ્રશસ્ત રાગ છે; કેમ કે, તેનાથી દોષની વૃદ્ધિ થાય છે. આથી સ્ત્રી આદિ રાગી પાત્રો કે ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોથી ખૂબ સાવધ રહેવા જેવું છે, તો જ રાગ નામના દશમા પાપસ્થાનકથી બચી શકાય છે. આ પદ બોલતાં રાગના તીવ્ર સંસ્કારોને કારણે દિવસ દરમ્યાન ક્યાં કેવા પરિણામોમાં આ જીવ રંગાયેલો રહે છે, તેનો વિચાર કરી, “પ્રભુ ! આ રાગમાંથી હું ક્યારે છૂટીશ અને વીતરાગભાવને ક્યારે પામીશ ?' આવી સંવેદનાપૂર્વક રાગકૃત ભાવોની નિંદા, ગહ, પ્રતિક્રમણ કરવાનું છે. અગિયારમે દ્વેષ : પાપનું અગિયારમું સ્થાન “ઢષ' છે. અણગમતી વસ્તુ-વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે અણગમો, અરુચિ, અભાવ, દુર્ભાવ કે તિરસ્કારનો ભાવ તે દ્વેષ છે. આ ટ્રેષનો ભાવ રાગમાંથી જન્મે છે. જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે રાગ હોય છે, તેમાં વિઘ્ન કરનાર, અટકાયત ઊભી કરનાર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય છે, આવી વસ્તુ કે વ્યક્તિ સામે આવે તો તેના પ્રત્યે અણગમો થાય છે, તેની સામે જોવાનું મન થતું નથી, તેનાથી દૂર ભાગવાની ભાવના થાય છે, તેની સાથે કદાચ કાર્ય કરવું પડે તો અકળામણ થાય છે, આનાથી ક્યારે છૂટું તેવો ભાવ રહે છે. આ સર્વ મલિન ભાવો દ્વેષરૂપ પાપના કારણે થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સૂત્રસંવેદના-૩ " આવા પરિણામના કારણે જીવને એવું કર્મ બંધાય છે કે જેનાથી દૂર થવાનું મન થાય તે જ વસ્તુ સામે આવીને ઊભી રહે અને ફરી તેમાં અણગમો આદિ થાય, પુનઃ કર્મનો બંધ થાય, આવું વિષચક્ર ચાલ્યા જ કરે છે. આથી ભવભીરુ આત્માએ આવા ઢેષભાવનો અને દ્વેષના કારણરૂપ રાગભાવનો ત્યાગ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. “જેના પ્રત્યે રાગ છે કે દ્વેષ છે, તે જડ દ્રવ્ય હોય કે જીવદ્રવ્ય હોય, બંને મારાથી ભિન્ન છે. મારાથી જુદા એવા તે મારું સારું કે ખોટું કાંઈ કરી શકતા નથી. માત્ર એકમાં રાગ અને બીજામાં દ્વેષ કરીને હું મારા મનને બગાડીને દુઃખી થાઉં છું. આના કરતાં મનને સમભાવમાં રાખવા પ્રયત્ન કરું તો મારું વાસ્તવિક આત્મહિત થાય.” - રાગમાંથી જ ઠેષનો જન્મ થાય છે, માટે પ્રથમ રાગથી જ બચવાનું છે. રાગ ગયા પછી લેષ ઊભો રહેતો નથી. આ રીતે વિચારી રાગ-દ્વેષથી પર થવા યત્ન થશે, તો જ આ પાપથી બચી શકાશે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન કોઈના પ્રત્યે અભાવ કે અણગમો થયો હોય, કોઈના પ્રત્યે આવેશ કે તિરસ્કારભાવ પ્રગટ થયો હોય, તે સર્વ શ્રેષનાં પાપોને સ્મરણમાં લાવી, “મેં આ ખૂબ ખોટું કર્યું છે. આવા રાગ-દ્વેષનાં કંકોમાં ફસાયેલો રહીશ તો મારા ભવનો અંત ક્યારે આવશે ? સમતાનો સ્વાદ મને ક્યારે ચાખવા મળશે? આ જ ભવમાં સમતાને મેળવવી હોય તો આવા ભાવોથી પર થવું જ પડશે. આ ભાવોથી પર થવા અંત:કરણપૂર્વક આ પાપની આલોચના, નિંદા અને ગહ કરી તેનાથી પાછા વળવા માટે ખાસ પ્રયત્ન કરવાનો છે.” આવો વિચાર કરી સંપૂર્ણપણે દ્વેષથી અટકવાનું છે. બારમે કલહ ઃ પાપનું બારમું સ્થાન છે “કલહ.' ક્લેશ, કજિયો, કંકાસ, જીભાજોડી, ઝગડો - ટંટો, અયોગ્ય વર્તન આદિ વિવિધ પ્રકારનો વાચિક વ્યવહાર તે કલહ છે. કલહ પ્રાયઃ કરીને દ્વેષ કે ક્રોધના પરિણામથી અથવા રાગ કે અનુકૂળતામાં મળેલી નિષ્ફળતાના યોગે પેદા થાય છે. ષ થયા પછી સહનશીલતા ન હોવાને કારણે પિતા-પુત્ર, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દેરાણીજેઠાણી વગેરે વચ્ચે પણ ઘણીવાર કલહ, મતભેદ અને તેમાંથી મનભેદ થઈ જાય છે. ખાન-પાન, રહેણી-કરણી, વેપાર કે વ્યવહારમાં જ્યારે એકબજાની સાથે ફાવતું નથી, ત્યારે થતા કલહના પરિણામે ક્રોધ અને કંકાસ ઊભો થાય છે. પરિણામે ઘાંટાઘાંટી અને મારામારી સુધી વાત પહોંચી જાય છે. ક્યારેક તો મારામારીથી આગળ વધી ક્રોધાંધ માણસો પ્રતિપક્ષની હત્યા કરતાં પણ Page #168 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૫૧ અચકાતા નથી. પ્રજ્ઞાપના' સૂત્રમાં તો સ્ત્રો રટિએમ કહી જણાવ્યું છે કે રાડો પાડી પાડીને મોટેથી બોલવું તે સર્વ કલહ-કજિયો છે. ધીરતા ગુમાવી આગળ પાછળનો વિચાર કર્યા વિના જ રાડો પાડીને*, ઘાંટા પાડીને સભ્યઅસભ્ય શબ્દો દ્વારા ગમે તેમ બોલવામાં આવે છે, તેને કજિયો કહેવાય છે. કોઈની સાથે કજિયો કરવાથી વૈરની પરંપરા વધે છે, કુળને કલંક લાગે છે, અને ધર્મની નિંદા થાય છે. માટે સજ્જન પુરુષે તો હંમેશાં કજિયા-કંકાસ અને કલહથી દૂર રહેવું જોઈએ. આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન સ્વ-પરની ચિત્તવૃત્તિને મલિન કરનાર એવો કજિયો, કંકાસ કે કલહ થઈ ગયો હોય તો તેને પોતે કરેલા પાપરૂપે યાદ કરી, પુનઃ તે પાપ ન થાય તેવા દઢ સંકલ્પપૂર્વક તેની આલોચનાદિ કરવાનાં છે. તેરમે અભ્યાખ્યાન : પાંપનું તેરમું સ્થાન “અભ્યાખ્યાન' છે. અછતા દોષનું આરોપણ કરવું તે અભ્યાખ્યાન છે. કોઈને આળ દેવું, કલંક લગાડવું, સામેની વ્યક્તિમાં કોઈપણ પ્રકારની ખરાબી ન હોય તો પણ તેની વધતી જતી કીર્તિ, યશ, ઐશ્વર્ય, માન કે સ્થાનાદિ પ્રત્યે ઉપજતા દ્વેષના કારણે, તેના પ્રત્યેની ઈર્ષાના કારણે તેના અછતા દોષોને જાહેર કરવા, તેને કલંકિત કરવો (બદનામ કરવો) તે અભ્યાખ્યાન છે. જેમ કે પરમ પવિત્ર મહાસતી સીતાની વધતી જતી કીર્તિ અને રામચંદ્રજી તરફથી તેને મળતા માનને સહન ન કરી શકવાના કારણે રામચંદ્રજીની અન્ય રાણીઓએ “સીતાના મનમાં હજુ રાવણ બેઠો છે.' આવી અનુચિત વાતો ફેલાવી, સીતાના સતીત્વને કલંકિત કરવાનો નિંદનીય પ્રયાસ કરેલો, તે અભ્યાખ્યાનના દષ્ટાંતરૂપ છે. પોતાનામાં રહેલો માનનો પરિણામ અને પુણ્ય ન હોવા છતાં મોટા થવાની ભાવના, ઘણીવાર જીવને આ પાપનો ભોગ બનાવે છે; પરંતુ કોઈકને પછાડવાની વૃત્તિરૂપ આ પાપનાં પરિણામો અત્યંત ભયંકર છે. તેનાથી ભવાંતરમાં પોતાને જ સારી વ્યક્તિનો વિયોગ થાય છે અને પોતાને પણ વગર - માવતી-૧૭૨ 14. મહતા અન્નેનાન્યોન્યમ્ અસમન્ મસમાષણમ્ વદ: | ભગવતીજીમાં કહ્યું છે કે મોટા અવાજે અરસ-પરસ અયોગ્ય બોલવું તે કજિયો છે. 15. સદ્દોષારોપણમ્ - ઠાણાંગમાં કહ્યું છે કે ન હોય તેવા (અસભૂત) દોષનું આરોપણ તે અભ્યાખ્યાન છે. મનુષ્યન માધ્યિાને રોષવિરમ્ - અગ્યારહ્યાનમ્ | Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સૂત્રસંવેદના-૩ ભૂલે કલંકિત થવું પડે છે. જેમ મહાસતી અંજનાએ પૂર્વભવમાં શોક્ય રાણી લક્ષ્મીવતીનો ઉત્કર્ષ સહન ન થવાને કારણે તેને પછાડવા અનેક પ્રયત્નો કર્યા. છેલ્લે પરમાત્માની મૂર્તિ સંતાડી. તેના કારણે એને એવો કર્મબંધ થયો કે બાવીસ વર્ષ સુધી ગુણવાન એવા પણ પતિનો વિયોગ અને અપ્રીતિ સહન કરવાં પડ્યાં. આવા પાપથી બચવા મનને પ્રમોદભાવથી ભરી દેવું જોઈએ. કોઈના ગુણ જોઈ તેના પ્રત્યે અત્યંત પ્રીતિનો ભાવ પ્રગટાવવો જોઈએ, તો જ આ પાપથી બચી શકાય છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન કે પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેય આવું પાપ થયું હોય તો તેનું સ્મરણ કરી, તેના પ્રત્યે અત્યંત જુગુપ્સાભાવ પ્રગટાવી, “મારાથી આવું ભયંકર પાપ થઈ ગયું છે ! ખરેખર હું પાપી છું, અધમ છું, અત્યંત દુષ્ટ છું, જેથી આવી ગુણવાન વ્યક્તિ માટે પણ મને ઈર્ષ્યા થાય છે.” આવી આત્મનિંદા દ્વારા પોતાના આત્મામાં પડેલા આ પાપના સંસ્કારોને નિર્મૂળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ચૌદમે વૈશુન્ય : પાપનું ચૌદમું સ્થાન છે ‘પેશુન્ય.’ કોઈના સાચા-ખોટા અનેક દોષોને પીઠ પાછળ ખુલ્લા પાડવા તે ‘પૈશુન્ય’ કહેવાય છે. આગળ-પાછળનો વિચાર કર્યા વિના, કોઈની કાંઈક નબળી વાત જાણી, તેને બીજી, ત્રીજી વ્યક્તિ સુધી પહોંચાડવી, અહીંનું ત્યાં અને ત્યાંનું અહીં કહેવું, જેને વ્યવહારમાં ચાડી-ચુગલી કહેવાય છે, તે આ પૈશુન્ય નામનું પાપ છે. આવી કુટેવના કારણે ઘણાના જીવનમાં આગ ચંપાઈ જાય છે, ઘણાનાં દિલ દુભાય છે, ભાઈ-ભાઈ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, વેર-ઝેરની લાગણી ઊભી થાય છે, સંઘોમાં તિરાડ પડે છે. આવી આદતથી બોલનારના હાથમાં કાંઈ નથી આવતું, પરંતુ સામી વ્યક્તિનું તો ચોક્કસ પ્રકારે અહિત થાય છે અને બોલનારનું પણ અહિત થાય છે. મહાપુણ્યના ઉદયથી મળેલી જીભનો ઉપયોગ આવાં હીન કાર્યોમાં કરવાથી ભવાંત૨માં જીભ મળતી નથી. વળી, આવી આદતથી ઘણાં કર્મોનો બંધ થાય છે 16 - પેશુન્યું - વિષ્ણુનનર્મ પ્રચ્છન્ન સવસદ્દોષવિમાવનમ્ । કોઈના છતા કે અછતા દોષને પીઠ પાછળ પ્રગટ કરવા તે પૈશુન્ય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૫૩ અને ઘણાંની સાથે વૈમનસ્ય ઊભું થાય છે. માટે સ્વ-પરને નુકસાનકારક આ ચાડીચુગલીના પાપથી તો સાધકે બચવું જ જોઈએ. આ પદ બોલતાં દિવસ દરમ્યાન કુટેવના કારણે જાણે-અજાણે કોઈની નિંદા થઈ ગઈ હોય, કોઈની નબળી વાત કોઈની આગળ કહેવાઈ ગઈ હોય તો તે પાપને યાદ કરી, “આવું ઘોર પાપ મારાથી થયું છે, મારી આવી કુટેવો ક્યારે દૂર થશે ?' આવા તિરસ્કારપૂર્વક એ પાપની નિંદા, ગર્તા અને પ્રતિક્રમણ કરવાનું છે. પંદરમે રતિ-અરતિ પાપનું પંદરમું સ્થાન છે “રતિ-અરતિ. રતિ-અરતિ એ નોકષાયમોહનીય કર્મના ઉદયથી થયેલો આત્માનો વિકારભાવ છે. ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિ મળતાં ગમો થવો, આનંદની અનુભૂતિ થવી તે રતિ છે, અને અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિ આંખ સામે આવતાં અણગમો થવો, દુઃખની અનુભૂતિ થવી તે અરતિ છે. જ્યાં રાગ હોય છે ત્યાં રતિ હોય છે, અને જ્યાં દ્વેષ હોય ત્યાં અરતિ થતી હોય છે; કારણ કે રાગ કારણ છે અને રતિ કાર્ય છે તથા દ્વેષ કારણ છે અને અરતિ કાર્ય છે. આ બંને રાગ અને રતિ, તથા દ્વેષ અને અરતિ, કંઈક સમાન હોવા છતાં કાંઈક અંશે જુદા પણ છે. એકમાં (રાગમાં) આસક્તિનો પરિણામ છે અને બીજામાં (રતિમાં) ગમા-હર્ષનો પરિણામ છે. એકમાં (૮ષમાં) તિરસ્કારનો ભાવ છે, તો બીજામાં (અરતિમાં) અણગમાનોપ્રતિકૂળતાનો ભાવ છે. નિમિત્ત સામે હોય કે ન હોય પણ રાગ અને દ્વેષની સંવેદનાઓ બેઠેલી જ હોય છે. જ્યારે રતિ-અરતિના પરિણામો નિમિત્ત મળતાં પ્રગટ થાય છે. આથી અહીં તેનો જુદો ઉલ્લેખ કર્યો છે. આમ છતાં રાગ, દ્વેષની હાજરીમાં પ્રાયઃ રતિ-અરતિના ભાવો સંકળાયેલા હોય છે. આથી જેમ રાગયુક્ત કે દ્વેષયુક્ત વ્યક્તિ સમભાવમાં સ્થિર થઈ શકતી નથી, તે રીતે રતિ કે અરતિના પરિણામવાળો જીવ પણ સમભાવ કે આત્મભાવમાં સ્થિર થઈ આત્મિક સુખ માણી શકતો નથી. આથી આત્મિક સુખના અંભિલાષી આત્માએ રતિ-અરતિનો પણ ત્યાગ કરવો જોઈએ. પરમાત્માનાં વચન દ્વારા રાગાદિ મલિન ભાવોને દુઃખરૂપે જાણવા છતાં પણ માણસનું મન પ્રાયઃ જીવનભર રાગ-દ્વેષ, રતિ-અરતિના ભાવથી મુક્ત થઈ શકતું નથી. તેનાથી મુક્ત થવા માટે, એ કુસંસ્કારોને નાબૂદ કરવા માટે સતત જાગૃતિ રાખવાની જરૂર છે. રતિ અને અરતિના પરિણામો ક્યાં પ્રવર્તી રહ્યા છે ? તેને ખૂબ સૂક્ષ્મ બુદ્ધિથી ઓળખવાના છે, કેમ કે સતત પ્રવર્તતા તે પરિણામોની મોટાભાગે તો Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સૂત્રસંવેદના-૩ - નોંધ જ લેવાતી નથી. જેમ કે સૂઈ જવા માટે મુલાયમ ગાદી અને અનુકૂળ વાતાવરણ મળ્યું તો રતિ, અને જરા બરછટ ચાદર કે ગરમી આદિની પ્રતિકૂળતા આવી હોય તો તુરંત અરતિ થાય છે; પરંતુ ત્યારે આપણે નોંધ નથી લેતા કે આ મને રતિઅરતિનો ભાવ ય, જે મારા આત્મા માટે હાનિકારક છે. આમ અનેક પ્રકારે અને અનેક સ્થળે આ રાગ-દ્વેષ અને રતિ-અરતિના ભાવો થયા જ કરતા હોય છે. આ પદ બોલતાં સતત પ્રવર્તતા રતિ અને અરતિના ભાવોને સ્મૃતિપટ ઉપર સ્થાપન કરી સહજ ઊઠતા આ ભાવો માટે સાવધ બનવાનું છે. તે ભાવો આત્મા માટે કેટલા ખતરનાક છે, આત્માના સહજ સુખમાં કેટલા બાધક છે અને તે દુર્ગતિની પરંપરા કઈ રીતે સર્જે છે, તેનો વિચાર કરી, સતત પ્રવર્તતી રતિ-અરતિની નિંદા, ગર્તા કરી આ પાપથી પાછા વળવા પ્રયત્ન કરવાનો છે. સોળમે પર-પરિવાદ: પાપનું સોળમું સ્થાન છે “પારકાનો પરિવાદ' પર એટલે પારકા અને પરિવાદ એટલે કથન - પારકાની નિંદા કરવી એટલે પરપરિવાદ કરવો. અનાદિ અજ્ઞાનના કારણે જીવને પોતાના કરતાં બીજાનું જાણવાની, બીજાની નબળી વાતો કરવાની ખોટી ટેવ હોય છે. આથી પારકી પંચાત કરવાનો અવસર તે શોધતો હોય છે. તેના માટે તે સ્નેહીસ્વજનોને ભેગા કરે છે, તેવા મિત્રોને મળે છે અને કલાકોના કલાકો તેમાં વિતાવી દે છે પણ તે જાણતો નથી કે પારકી નિંદા કરવાથી પોતાને કેવું નુકસાન થવાનું છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે, “કરશો પારકી, જાણો નારકી.” પારકી નિંદા કરનારો નરકમાં જવા સુધીના કર્મનો બંધ કરે છે; કેમ કે, આ પરનિંદાનું પાપ તે અર્થદંડ નથી, અનર્થદંડરૂપ છે. વળી, આવી પારકી પંચાત કરનારા જીવો કેટલાયને અળખામણા થાય છે અને તેના વિરોધી પણ ઘણા થાય છે. પારકી નિંદા કરનાર તો દેવ-ગુરુનું કે ગુણવાન આત્માનું પણ ક્યારે ઘસાતું બોલે, તે કહેવાય નહીં. અવસર આવે તો તે કોઈને છોડતા નથી. પારકી પંચાત કરવાનો રસ ખૂબ જ ભયંકર છે. દુઃખની વાત તો એ છે કે પારકી પંચાત કે નિંદા કરવાનું તે લોકોને પાપરૂપ પણ નથી લાગતું, પણ સમય પસાર કરવાનું, મનોરંજનનું એક સાધન લાગે છે. તેથી મોક્ષેચ્છુ સાધકે તો સૌ પ્રથમ આ પાપને પાપરૂપે સવીકારવાનું છે. વાસ્તવમાં આ પાપ ખૂબ હાનિકારક છે. તેનાથી કુસંસ્કારો પુષ્ટ થાય છે, 17 . પરેષાં પરિવાર પરંપરિવારઃ વિત્યનમ્ રૂત્યર્થI Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ અઢાર પાપસ્થાનક સૂત્ર પ્રગટેલા આત્મગુણોનો ઘાત થાય છે, મનુષ્યજીવનની કીમતી ક્ષણો વેડફાઈ જાય છે અને કેટલાયનાં જીવનમાં તેનાથી વિઘ્નો ઊભાં થાય છે, માટે આવા પાપકર્મનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ પદ બોલતાં દિવસભરમાં થયેલી પારકી પંચાત કે નિંદાને યાદ કરી, “આવું કાર્ય મારાથી કેમ થયું ? તેનાથી મને શું ફાયદો થયો ? નાહકનાં મેં કેવાં કર્મ બાંધ્યાં ?” - આ રીતે આત્મનિંદા અને ગહ દ્વારા આ પાપનું પ્રતિક્રમણ કરી આ પાપથી પાછા વળવાનું છે. સત્તરમે માયામૃષાવાદ : પાપનું સત્તરમું સ્થાન છે ‘માયાપૂર્વકનું જૂઠું બોલવું તે.’ ‘માયામૃષાવાદ’ એટલે કોઈને છેતરવા માટે આયોજનપૂર્વક જૂઠું બોલવું. આમ જોઈએ તો જૂઠું બોલવાનાં કારણો ઘણાં હોય છે, પરંતુ તેમાં માયા કરીને, જાળ બિછાવીને, કોઈને છેતરવા માટે જે જૂઠું બોલાય છે, તેને ‘માયામૃષાવાદ' કહેવાય છે. દુનિયામાં આને (White.lies) સફેદ જૂઠાણું કહેવાય છે. વળી આમાં બીજું અને આઠમું પાપ એકી સાથે થાય છે. સામાન્યતઃ સહજભાવે, અનાયાસે અસત્ય બોલનાર કરતાં કોઈને છેત૨વા માટે માયાપૂર્વક અસત્ય બોલનાર વધુ મોટો ગુનેગાર મનાય છે; કેમ કે તે અન્યનો* વિશ્વાસઘાત કરે છે. આર્યદેશમાં વિશ્વાસઘાતનું પાપ મોટું ગણાય છે. વળી, માત્ર પોતાના સ્વાર્થ ખાતર આવું જૂઠું બોલનારના માનસિક પરિણામો પણ વધુ ક્લિષ્ટ હોય છે. આથી તેને કર્મબંધ પણ વધુ બળવત્તર થાય છે. માટે આવા માયાપૂર્વકના અસત્ય ભાષણનો ત્યાગ કરવો અતિ જરૂરી જ નહીં અનિવાર્ય પણ છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન પોતાના સ્વાર્થ માટે કે કુટેવને કારણે ક્યાંય પણ માયાપૂર્વક ખોટું બોલાયું હોય તો તેને યાદ કરી આવું પુનઃ ન થાય તેવા પરિણામપૂર્વક તેની નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ કરવાનું છે. એ વૃત્તિથી મનને સદા માટે પાછું વાળી લેવાનું છે. અઢારમે મિથ્યાત્વશલ્ય : પાપનું અઢારમું સ્થાન છે ‘મિથ્યાત્વશલ્ય.’ મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયના કારણે જીવની બુદ્ધિમાં જે વિપર્યાસ પેદા થાય છે, એક પ્રકારનો જે ભ્રમ પેદા થાય છે, તત્ત્વભૂત પદાર્થોની જે અશ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા કે મિથ્યા માન્યતાઓ થાય છે, તેને મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વનો આ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સૂત્રસંવેદના-૩ પરિણામ જીવને ખબર પણ ન પડે તે રીતે શલ્ય=કાંટાની જેમ પીડે છે, તેથી તેને ‘મિથ્યાત્વશલ્ય’ કહેવાય છે. મિથ્યાત્વના કારણે ઉત્પન્ન થયેલા વિપર્યાસને લીધે જીવો આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિ પદાર્થો જે સ્વરૂપે છે, તે સ્વરૂપે સ્વીકારી શકતા નથી, અથવા આત્માદિ પદાર્થો દેખાતા નથી, માટે તે છે જ નહીં, તેવું માને છે. જન્મથી મળેલું શરીર અને આત્મા ખરેખર જુદા છે; તોપણ મિથ્યાત્વના કારણે આ ભવ પૂરતું સાથે રહેનાર શરીર તે જ હું (આત્મા) છું, તેમ જીવો માને છે. આથી જીવો શરીરને સાચવવા, સારું રાખવા, સુડોળ બનાવવા અને સજાવવા હિંસાદિ અનેક પાપો કરે છે અને પોતાની જાતની સ્વઆત્માની ઉપેક્ષા કરે છે, તેના સુખ-દુ:ખની વિચારણાં પણ કરતા નથી. કર્મથી અવરાઈ ગયેલ તેની જ્ઞાનાદિ ગુણસંપત્તિને પ્રગટ કરવા પ્રયત્ન પણ કરતા નથી અને આત્માને સુખ આપનાર ક્ષમાદિ ગુણોને મેળવવા મહેનત પણ કરતા નથી. વળી, જીવને જે કાંઈ સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે, તે તેના કર્માનુસારે પ્રાપ્ત થાય છે. તોપણ મિથ્યાત્વના ઉદયના કારણે જીવ સુખ-દુ:ખના કારણરૂપ સ્વકર્મની વિચારણા છોડી, બાહ્ય નિમિત્તોને સુખ-દુઃખનું કારણ માની, તેના પ્રત્યે માયા પૂર્વક રાગ-દ્વેષ કેળવે છે. આ જગતના કોઈપણ ભૌતિક પદાર્થમાં એવી શક્તિ નથી કે જે જીવને સુખ કે દુઃખ આપી શકે. માત્ર જીવો જેમાં સુખની કલ્પના કરે છે તેમાં તેમને સુખનો ભ્રામિક અનુભવ થાય છે અને જેમાં જીવો દુઃખની કલ્પના કરે છે તેમાં તેમને દુ:ખનો ભ્રમ થાય છે. વાસ્તવમાં તો સુખ અને દુ:ખ તે સામગ્રીમાં નથી, પણ જીવની પોતાની કલ્પનામાં છે. છતાં મિથ્યાત્વના ઉદયના કારણે જીવ કાલ્પનિક, ભૌતિક સુખને મેળવવા અને કાલ્પનિક દુઃખને ટાળવા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપો કરતાં પણ ખચકાતો નથી. પોતાના આવા આચરણનું ભવિષ્યમાં કેવું વિપરીત પરિણામ આવશે, તેનો તે વિચાર પણ કરી શકતો નથી. વળી, મિથ્યાત્વ નામના પાપને કારણે આત્માને ઓળખાવનાર, સાચા સુખનો રાહ બતાવનાર સુદેવ, સુગુરુ અને સુધર્મને પણ જીવ સ્વીકારતો નથી, અને ભૌતિક ભ્રામક સુખનો રાહ બતાવનાર કુદેવ, કુગુરુ અને કુધર્મ તરફ તે દોડી જાય છે. કોઈક પુણ્યોદયે વિચત્ સુગુરુ આદિની પ્રાપ્તિ થાય ત્યારે તેમની પાસેથી પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અઢાર પાપસ્થાનક સૂત્ર તે આત્મિક સુખને પામવા ઈચ્છતો નથી, પરંતુ તેમનો ઉપયોગ તે ભૌતિક સુખના માર્ગે જ કરે છે. વળી, તે ક્યારેક ધર્મ કરે છે તોપણ માત્ર આલોક-પરલોકના કાલ્પનિક સુખ ખાતર કરે છે, પરંતુ આત્માના સુખ માટે કે આત્માના આનંદ માટે કરતો નથી. જેમ શલ્યવાળા સ્થાનમાં બનાવેલી સુંદર ઈમારત પણ જીવને સુખ આપતી નથી, તેમ અંદરમાં રહેલું મિથ્યાત્વ નામનું શલ્ય જીવને સાચા સુખનો આસ્વાદ ક૨વા દેતું નથી. આત્મામાં પડેલો આ મિથ્યાત્વનો કાંટો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી જીવને કોઈપણ પાપ વસ્તુત: પાપરૂપ લાગતું નથી, પાપમય સંસાર અસાર લાગતો નથી અને કર્મના કારણે ભવભ્રમણની અનેક વિડંબણાઓ ભોગવવી પડશે એવું પણ તેને લાગતું નથી. પરિણામે તે કર્મબંધ પ્રત્યે સાવધ રહેતો નથી અને હિંસા તથા અન્ય પાપોથી અટકતો નથી, આત્મા માટે ઉપકારક સુદેવની સુદેવરૂપે ભક્તિ કરતો નથી, સુગુરુને શોધી તેમની પાસેથી સાચા સુખનો રાહ સમજતો નથી, ધર્મનો ઉપયોગ પણ સંસારથી મુક્ત થઈ મોક્ષ મેળવવા કરતો નથી. આથી શાસ્ત્રકારે સૌથી મોટું પાપ મિથ્યાત્વ માન્યું છે; કેમ કે તે સર્વ પાપોનું મૂળ છે, સર્વ દુઃખોનું કારણ છે અને સંસારના સર્જનમાં સૌથી મોટો ફાળો તેનો છે. સૌથી મોટી સ્થિતિવાળું કર્મ બંધાવનાર પણ આ મિથ્યાત્વ જ છે. કર્મના પ્રવાહને વહેતો રાખવાનું કામ આ મિથ્યાત્વશલ્ય જ કરે છે. આ કારણથી સદ્ગુરુના શરણને સ્વીકારી, શાસ્ત્રનો અભ્યાસ કરી સૌ પ્રથમ આ મિથ્યાત્વને ઓળખવા અને નિર્મૂળ કરવા પ્રયત્ન ક૨વો જોઈએ અને તેને દૂ૨ ક૨વું જોઈએ. આ પદ બોલતાં અનાદિકાળથી આત્મામાં ઘર કરી ગયેલ આ કાંટાને ખૂબ જ સ્પષ્ટ રીતે ઓળખી, દિવસ દરમ્યાન જીવનવ્યવહારમાં સૂક્ષ્મ યા સ્થૂલ રીતે આ પાપ ક્યાં પ્રવર્તી રહ્યું છે, તેને જોઈ-જાણી, તે પાપ પ્રત્યેનો તિરસ્કારભાવ પ્રગટાવી, તેની નિંદા, ગહ ક૨વાની છે અને પ્રતિક્રમણનો પરિણામ પેદા કરી પાપ કરવાની વૃત્તિથી મુક્ત થઈને આત્માને નિર્મળ બનાવવાનો છે. એ અઢાર પાપસ્થાનકમાંહિ માહરે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધું હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ઉપર નામોલ્લેખ દ્વારા જે પાપોનું વર્ણન ક૨વામાં આવ્યું છે, તે અઢા૨માંના Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સૂત્રસંવેદના-૩ કોઈપણ પાપનું મેં સેવન કર્યું હોય, કોઈની પાસે કરાવ્યું હોય કે કરતાની અનુમોદના કરી હોય તો તે સર્વ પાપ સંબંધી મન, વચન, કાયાથી “મિચ્છા મિ દુક્કડ આપું છું અર્થાત્ આ પાપરૂપ મારું દુષ્કૃત મિથ્યા થાઓ, તેમ મનથી વિચારું છું, વાણીથી ઉચ્ચારું છું અને કાયાના વિનમ્ર વ્યવહારથી સ્વીકારું છું. 18. આ સૂત્રનું આધારસ્થાન સ્થાનાંગ સૂત્રના પહેલા સ્થાનનું ૪૮મું તથા ૪૯મું સૂત્ર છે. પ્રવચનસારોદ્ધારમાં ર૩૭મા દ્વારમાં નીચેની ગાથાઓ આપેલી છે. सव्वं पाणाइवायं, अलियमदत्तं च मेहुणं सव्वं । सव्वं परिग्गहं तह, राईभत्तं च वोसरिमो ।।५१।। સળં કોઈ મા માર્યા છોઢું ઘર" રોસે | વન્દ સુન પર-પરીવાર્થ iાપરા मायामोसं मिच्छादसण-सल्लं तहेव वोसरिमो । अंतिमऊसासंमि देहं पि जिणाइपच्चक्खं ।।५३।। પ્રવચનસારોદ્વારની આ ગાથામાં “રાત્રિભોજનનું નામ છે, અને “રતિ-અરતિનું નામ નથી. તે સંબંધમાં તેની વૃત્તિમાં જણાવ્યું છે કેस्थानाङ्गो च रात्रिभोजनं पापस्थानमध्ये न पठितं, किन्तु परपरिवादाग्रतोऽरतिरतिः ।। સ્થાનાંગ સૂત્રમાં પાપસ્થાનમાં રાત્રિભોજન'નો પાઠ જોવાતો નથી, પણ “પપરિવાદી પછી “અરતિ-રતિનો પાઠ જોવાય છે.” Page #176 -------------------------------------------------------------------------- ________________ ઔષધના જ્ઞાન માત્રથી રોગ નાશ નથી પામતો પરંતુ ઔષધનું સેવન પણ આવશ્યક હોય છે. તેમ જ્ઞાન માત્રથી પરિણતિ પલટાતી નથી પણ ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રના માધ્યમે જ્ઞાનાનુસાર થતી ક્રિયા જ મોક્ષને અનુકૂળ પરિણતિ કેળવવાનો સચોટ ઉપાય બને છે. તે સૂત્રો શબ્દોમાં હોય છે અને શબ્દો અક્ષરોના બનેલા હોય છે. અક્ષરમાં અનંત શક્તિ રહેલી હોય છે. પણ તેને આપણે જગાડવાની હોય છે અને તે જગાડવા માટે આપણે સૂત્રોમાં પ્રાણ પૂરવા પડે છે. આ પ્રાણ ફૂંકવાની ક્રિયા એટલે સૂત્રનું સંવેદન. સૂત્રનું જ્યારે આપણને સંવેદન થાય છે, ત્યારે સૂત્ર સજીવન બની જાય છે અને ત્યાર પછી તેમાંથી અનર્ગળ શક્તિ બહાર પડે છે. જે આપણામાં રહેલાં અનંતા કર્મોનો ક્ષય કરવા માટે એક યજ્ઞ સમાન બની રહે છે. અનંત ગમ પર્યાયથી યુક્ત આ સુત્રોના અર્થનું સંકલન કરવું એટલે એક ફુલદાનમાં ફુલો ગોઠવીને બાગનો પરિચય આપવા જેવી વાત છે. આથી જ સૂત્રોના સર્વ અર્થને સમજાવવાનું ભગીરથ કાર્ય તો પૂર્વના મહાબુદ્ધિમાન અનુભવી પુરુષો જ કરી શકે. તો પણ સ્વપરિણતિને નિર્મળ બનાવવાના ઉદ્દેશથી શરુ કરેલ આ લખાણમાં આજના સામાન્ય બૌદ્ધ જીવો ક્રિયા કરતાં યાદ કરી શકે તેટલો અર્થ સંકલિત છે. સૂત્રાર્થ વિષયક લખાયેલ આ પુસ્તક નવલકથાની જેમ વાંચવાનું પુસ્તક નથી કે નથી અભ્યાસ કરવાનું માધ્યમ, પરંતુ પરિણતિને પલટાવવાના પ્રયાસના કઠિન માર્ગનો એક દીવો Santtarg - 079-25352072 છે ....