________________
૨૪
સૂત્રસંવેદના-૩
૨. રૌદ્રધ્યાન. આ બન્ને પ્રકારના દુર્ગાનની પૂર્વમાં કે પશ્ચાતમાં તે જ વિષયમાં જે ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતા થાય છે તેનો સમાવેશ દુષ્ટ ચિંતનમાં કરાય છે.
ઇષ્ટ વ્યક્તિ કે ઇષ્ટ વસ્તુ મેળવવાની ઇચ્છા, અનિષ્ટ વ્યક્તિ કે વસ્તુથી દૂર ભાગવાની ઇચ્છા, મારા શરીરમાં રોગ ન થાઓ, રોગ થયો હોય તો જલ્દી નાશ પામો આવી ઇચ્છા કે ધર્મના બદલામાં સાંસારિક સુખ મેળવવાની ઇચ્છા વગેરે ચિત્તની ચંચળતા ઉત્પન્ન કરનાર સર્વ ઇચ્છાઓ ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતન સ્વરૂપ હોય તો તે દુષ્ટ ચિંતન કહેવાય છે અને તેમાં મન સ્થિર થઈ જાય તો તેને દુષ્ટ ધ્યાન કહેવાય છે.
જેના જીવનમાં ધર્મ પરિણામ ન પામ્યો હોય તેવા જીવોને નિરંતર આવી ઇચ્છાઓ થયા કરે છે. તેઓના મનમાં સતત એવા વિકલ્પો ઊડ્યા કરે છે કે અમુક પ્રિય વ્યક્તિને ક્યારે મળીશું ? આવા કંટાળાજનક અણગમતા માણસો અહીંથી
ક્યારે ખસશે ? ગરમી કેટલી વધી છે ?, વરસાદ ક્યારે પડશે અને ઠંડક ક્યારે થશે ? કેરી ક્યારે મળશે ? ડૉક્ટર ક્યારે આવશે ? હું ક્યારે સાજો થઈશ ?
અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ : આ બે કારણે જીવનું મન સતત આવા પ્રકારના વિચારોથી વ્યગ્ર હોય છે. આવા વિચારોમાં એકાગ્રતા આવતાં કે આવા ચિંતનમાં મન સ્થિર થઈ જતાં તે દુષ્ટ ચિંતન દુર્બાન એટલે કે આર્તધ્યાન સ્વરૂપ બની જાય છે.
આ જ ઇચ્છાઓ જ્યારે વધુ પ્રબળ બને છે, ત્યારે જીવ વિવેક ચૂકી જાય છે. તે વખતે જો તેનામાં ક્રૂરતા આવી જાય, તો તે ઇચ્છાઓને સંતોષવા હિંસા, જૂઠ, ચોરી આદિના વિચારો પણ ચાલુ થઈ જાય છે, અને મને જ્યારે આવા વિચારોમાં એકાગ્ર બની જાય છે, ત્યારે તે વિચારણાઓ રૌદ્રધ્યાન સ્વરૂપ બની જાય છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બન્ને દુષ્ટ ધ્યાન છે, છતાં પણ આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધુ દુષ્ટ છે; કેમ કે રૌદ્રધ્યાનમાં પોતાના સુખ ખાતર સામી વ્યક્તિના B. રૌદ્રધ્યાન - હિંસાદિનું ક્રૂરતાવાળું ચિતન કે ધ્યાન. તેના ચાર પ્રકાર છે. (i) હિંસાનુબંધી - પોતાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર અન્યને મારવાનું, પીડા
આપવાનું ચિંતન અગર ધ્યાન. (i) મૃષાનુબંધી - સ્વઈષ્ટને સાધવા જૂઠ બોલવા આદિના વિચારો કે ધ્યાન. (i) તેયાનુબંધી -ચોરી સંબંધી ચિંતન કે ધ્યાન. (iv) સંરક્ષણાનુબંધી - સંપત્તિ આદિના સંરક્ષણની સતત ચિંતા કે ધ્યાન.
આર્ત - રૌદ્રધ્યાન વિષયક વિશેષ સમજ માટે જુઓ સૂ.સં. ભા.૪. આઠમા વ્રતની ગાથા રપમી.