________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૨૩
હવે “દુન્નાગો આદિ બે પદોથી માનસિક અતિચારને બતાવતાં કહે છે – કુટ્ટાનો ત્રિવિતિ - દુષ્ટ ધ્યાન અને દુષ્ટ ચિંતનથી જે અતિચાર લાગ્યા હોય.
સાધનામાં સૌથી વધારે મહત્ત્વ મનોયોગનું છે. મનોયોગ જો શુભ વિષયમાં પ્રવર્તે તો તેના દ્વારા સાધક ઉત્તરોત્તર ગુણનો વિકાસ કરતો છેક મોક્ષ સુધી પહોંચી શકે છે, અને જો મનોયોગ અશુભ વિષયમાં પ્રવર્તે તો તે દ્વારા સાધક પણ સાતમી નરક સુધી જઈ શકે છે. તેથી જેમ કાયિક અને વાચિક અતિચારોની આલોચના કરી તેમ મનોયોગ દ્વારા જે માનસિક અતિચારો લાગ્યા હોય તેની પણ આલોચના કરવાની છે.
અલગ અલગ રીતે વપરાતા આ મનોયોગના શાસ્ત્રકારોએ મુખ્ય બે વિભાગો પાડ્યા છે : ૧. ધ્યાન અને ૨. ચિત્ત. તેમાં સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવાય છે અને ચલ અધ્યવસાય ને ચિત્ત કહેવાય છે. ચિત્ત વળી ભાવના, અનુપ્રેક્ષા અથવા ચિંતનું સ્વરૂપ હોય છે.
કોઈ એક જ વિષયમાં મનની એકાગ્રતા કે મનને સ્થિરીકરણ તે ધ્યાન છે. એક જ વિષયને વારંવાર વિચારી તેનાથી મનને અને આત્માને ભાવિત કરવા યત્ન કરવો તે ભાવના છે. કોઈ પદાર્થને ખૂબ ઊંડાણથી વિચારવો, ખૂબ બારીકાઈથી જોવા યત્ન કરવો તે અનુપ્રેક્ષા છે, અને કોઈપણ વિષય સંબંધી વિવિધ વિચારણા કરવી તે ચિંતન છે.
શુભ સ્થાનમાં પ્રવર્તતા ધ્યાન કે ભાવના આદિનો સમાવેશ શુભ ધ્યાન અને શુભ ચિંતનમાં કરેલ છે, અને અશુભ સ્થાનમાં પ્રવર્તતા ધ્યાન કે ભાવના આદિનો સમાવેશ દુર્બાન અને દુષ્ટ ચિંતનમાં કરેલ છે.
શાસ્ત્રમાં દુર્ગાનના બે પ્રકારો બતાવ્યા છે : ૧. આર્તધ્યાન અને 12 - दुष्टध्यानं - दुनिं - आर्तरौद्रलक्षणं एकाग्रचित्ततया । दुष्टविचिन्तितो दुर्विचिन्तितः अशुभ एव चलचित्ततया ।
- હારિભદ્રીય આવશ્યકનિર્યુક્તિ जं थिरमज्झवसाणं तं झाणं, जं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा, अणुप्पेहा वा अहव ચિંતા રા
- ધ્યાનશતક 13-A. આર્તધ્યાન - દુ:ખ કે પીડાને કારણે થતું ધ્યાન. તેના ચાર પ્રકાર છે :
(1) ઈષ્ટસંયોગ - ઈષ્ટ વસ્તુને મેળવવા સતત ચાલતું એકાગ્ર ચિંતન કે ધ્યાન. (i) અનિષ્ટવિયોગ - અનિષ્ટ વસ્તુથી દૂર થવા થતું ચિંતન કે ધ્યાન. (i) રોગચિંતા - શરીરમાં રોગ ન થાઓ કે થયો હોય તો સતત તેને દૂર કરવા થતું ચિંતન - કે ધ્યાન. (iv) નિદાન - ધર્મના બદલામાં સાંસારિક સુખ મેળવવાની ઈચ્છાનું ચિંતન કે ધ્યાન