________________
સૂત્રસંવેદના-૩
સુરો' આદિ પદો વચ્ચેનો ભેદ પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આવશ્યકનિયુક્તિની ટીકામાં જણાવ્યું છે કે ‘૩સુતો’ મને, માણો અને અરળિક્નો : એ ચારે પદો વચ્ચે ક્રમિક કાર્યકારણભાવે છેસૂત્રવિરુદ્ધ જવાથી ઉન્માર્ગનું આચરણ થાય છે, આ ઉન્માર્ગના આચરણથી જ અકથ્ય ગ્રહણ કરવાનું બને છે, અને અકથ્ય ગ્રહણ કરવાથી જ અકરણીય આચરણ થાય છે.
ભગવાને જેવું કહ્યું છે તેવું ન કરવું તે સૂત્રવિરુદ્ધ છે, તેના કારણે જ જીવ જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી દૂર ચાલ્યો જાય છે, જે ઉન્માર્ગ સ્વરૂપ છે. ઉન્માર્ગના કારણે જ જીવને પોતાની ભૂમિકામાં ન કલ્પે તેવા આહારાદિ ગ્રહણ કરવાનું મન થાય છે. અકથ્ય ગ્રહણ કરવાથી જ અકરણીય પ્રવૃત્તિ થાય છે. આમ ઉત્સુત્ર થી ઉન્માર્ગ અને ઉન્માર્ગથી અકલ્પનું ગ્રહણ અને તેનાથી જ અકરણીય પ્રવૃત્તિ થાય છે.
જિજ્ઞાસા ઉસૂત્ર પ્રવૃત્તિ જ ઉન્માર્ગ બને છે, અને ઉન્માર્ગ જ અકથ્ય અને અકરણીય બને છે, તો અહીં માત્ર ‘સૂત્તો' એ એક જ શબ્દનો પ્રયોગ ન કરતાં ચારેય શબ્દોનો અલગ અલગ પ્રયોગ કેમ કર્યો ?
તૃપ્તિઃ ઉત્સુત્ર આદિ ચારે પદો વચ્ચે કાર્ય-કારણભાવ હોવા છતાં ચારેય શબ્દોનો અલગ પ્રયોગ કરવાનું કારણ એવું લાગે છે કે ભલે ઉત્સુત્ર જ ઉન્માર્ગાદિ સ્વરૂપ બને છે, તોપણ અપેક્ષાએ આ ચારેય વચ્ચે ભેદ પણ છે. જેમ કે સૂત્રવિરુદ્ધ બોલવું તે ઉત્સુત્ર છે, ઔદયિક ભાવમાં આવીને પ્રવૃત્તિ કરવી કે માર્ગવિરુદ્ધ પ્રવૃત્તિ કરવી તે ઉન્માર્ગ છે, સાધુ કે શ્રાવકને જે કથ્ય નથી તેવી ચીજો લેવી કે તેનો ઉપયોગ કરવો તે અકથ્ય છે, અને સાધુ કે શ્રાવકને જે કરવા યોગ્ય નથી તેવી પ્રવૃત્તિ કરવી તે અકરણીય છે. આમ ચારેય વચ્ચે ભેદ પણ છે. આ ભેદને જણાવવા આ ચારેય પદો જુદાં મૂક્યાં હશે તેમ લાગે છે અથવા ઉત્સુત્ર જ ઉન્માર્ગાદિરૂપ બને છે તેમ બતાવી ઉત્સુત્ર પ્રવૃત્તિ કેટલી ભયંકર છે, તેનું ભાન કરાવવા આ ચાર અલગ-અલગ શબ્દોનો પ્રયોગ કર્યો હોય તેમ જણાય છે. છતાં આ અંગે વિશેષજ્ઞો વિચારે.
એક અપેક્ષાએ ’ ૩ષ્મrો એ પદો દ્વારા મુખ્યતયા વાચિક, અને અષ્પો અરળિક્નો એ પદો દ્વારા કાયિક અતિચારો જણાવ્યા છે.
10 - हेतुहेतुमद्भावश्चात्र, यत एवोत्सूत्रः अत एवोन्मार्ग इत्यादि 11 - ૩જીસ્તાત્કાયિો વાવિ અધુના માનસમદ .
- આવશ્યકનિર્યુક્તિ -આવશ્યકનિયુક્તિ