________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
પ્રયત્ન તે માર્ગ છે. ટૂંકમાં આ રીતે કર્મના ઉદયને નિષ્ફળ કરવાનો જે પ્રયત્ન તે ક્ષાયોપશમિક ભાવરૂપ માર્ગ છે, અને કર્મના ઉદયને આધીન થવું તે ઉન્માર્ગ છે.
૨૧
આ શબ્દ બોલતાં દિવસ દરમ્યાન કેવાં કેવાં નિમિત્તોમાં કયા કયા પ્રકારના કષાયો કર્યા ? કર્મથી પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં ક્યાં મોહ થવાથી મૂંઝાઈ જવાયું ? ક્યાં આસક્તિ કરી ? આ સર્વ વસ્તુને યાદ કરી, પુનઃ આવું ન થઈ જાય તેનો સંકલ્પ કરી, દુ:ખાર્દ્ર હૃદયે ગુરુભગવંત સમક્ષ તેની આલોચના કરવાની છે, કેમ કે ઉત્સૂત્ર પ્રરૂપણા અને ઉન્માર્ગ ગમન બંને ક્રિયાઓ આત્મા માટે ખૂબ ખતરનાક છે.
અખો અગ્નિો - ન કલ્પે તેવું, આચાથી વિરુદ્ધ (અને) ન કરવા યોગ્ય (એવું જે આચરણ કર્યું હોય).
સાધક જીવનમાં આહાર પાણી, વસ્ત્ર વગેરે જે જે વર્જ્ય ગણ્યાં છે તે અકલ્પ્ય છે અને આચારની દૃષ્ટિએ જે કરવા જેવું ન હોય તે અકરણીય છે. કલ્પ્સઅકથ્યનો વિભાગ, ગ્રહણ ક૨વાની વસ્તુને લાગુ પડે છે, અને કર્તવ્ય-અકર્તવ્યનો વિભાગ આચરણને લાગુ પડે છે, આવું સામાન્યથી વિચારતાં લાગે છે; પરંતુ આવશ્યકનિર્યુક્તિ વગેરેમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે ઃ શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તે અકલ્પ્ય છે, અને અકલ્પ્યનું કરવું તે અકરણીય છે. કલ્પ એટલે વિધિ, આચાર કે ચરણ-કરણરૂપ વ્યાપાર. તેને યોગ્ય તે કલ્પ્ય, અને તેને જે યોગ્ય ન હોય તે અકલ્પ્ય કહેવાય. એટલે જે વિધિથી, આચારથી કે ચારિત્ર અને ક્રિયાને લગતા નિયમોથી વિરુદ્ધ હોય તે અકલ્પ્ય છે, તે કરવું એ અકરણીય છે.
9
શાસ્ત્રમાં શ્રાવકને જે પદાર્થો ખાવાનો, પીવાનો, જોવાનો, સાંભળવાનો કે ઉપભોગ કરવાનો નિષેધ કર્યો હોય તે સર્વ શ્રાવક માટે અકલ્પ્ય છે. જેમ સાધુભગવંતો માટે આધાકર્મી આહાર અકલ્પ્ય છે, તેમ શ્રાવક માટે કંદમૂળ અનંતકાય કે અભક્ષ્ય આદિનું ભક્ષણ અકલ્પ્ય છે. અકલ્પ્ય એવાં કાર્યો મુમુક્ષુ માટે અકરણીય છે. આમ છતાં કષાયાદિને આધીન થઈને આવું કોઈ પણ કાર્ય કર્યું હોય તો આ શબ્દ બોલતાં તે કાર્યને સ્મૃતિમાં લાવી, તેનું પુનરાવર્તન ન થાય તેવો સંકલ્પ કરી ગુરુભગવંત સમક્ષ જે અકલ્પ્ય ગ્રહણ થયું હોય કે જે અકરણીય કાર્ય થયું હોય, તે બન્નેનું આલોચન કરવાનું છે.
9- ચરણ-કરણરૂપ વ્યાપારની વિશેષ સમજ સૂત્ર સંવેદના - ૪ વંદિત્તા સૂત્રની ગાથા નં. ૩૨ માંથી મળશે.