________________
સૂત્રસંવેદના-૩
8
સમ્મો - માર્ગથી વિરુદ્ધ જે આચરણ છે, તે ઉન્માર્ગ છે. સામાન્યથી, સૂત્રવિરુદ્ધ ક્રિયાને ઉન્માર્ગ’ ક્રિયા કહેવાય છે, તોપણ વિશેષથી વિચારતાં ઔદયિક ભાવ તે ઉન્માર્ગ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થતા સારા-નરસા ભાવોમાં કે નબળાં-સબળાં નિમિત્તોમાં રાગ-દ્વેષ કરવા કે ક્રોધાદિ કષાયને આધીન થવું તે ઉન્માર્ગ છે. આ ઉન્માર્ગથી બચવા સાધકે વિચારવું જોઈએ કે - “કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભાવો આગંતુક (બાહ્ય કે પરાયા) છે. કર્મ પૂરું થતાં તે ભાવો ચાલ્યા જવાના છે. કર્મના ઉદયથી જે જે નિમિત્તો મળ્યાં છે; તે મારા જ પૂર્વકૃત કર્મનું ફળ છે, મારી જ ભૂલનું આ પરિણામ છે. મારી જ ભૂલથી ઉત્પન્ન થયેલી આ પરિસ્થિતિમાં અણગમો કે અકળામણ ન કરતાં ક્ષમા રાખવી, તે મારું કર્તવ્ય છે. મારે રાગ, દ્વેષને આધીન ન થતાં મધ્યસ્થ રહેવું ઉચિત છે.” આમ વિચારી સારાં કે નરસાં નિમિત્તો પ્રત્યે ઉદાસીન એટલે કે અનાસક્ત રહેવાનો માધ્યસ્થભાવ કેળવવાનો જે 7- मार्गः क्षायोपशमिक भावः, ऊर्ध्वभावात् उन्मार्गः, क्षायोपशमिकभावेनौदयिकभावसङ्क्रम इत्यर्थः । - આવશ્યકનિર્યુક્તિ, હારિભદ્રીય ટીકા 8 - જીવને પ્રાપ્ત થતા ભાવો શાસ્ત્રમાં પાંચ પ્રકારના કહ્યા છે : ૧ - ક્ષાયિક, ૨ - ઔપશમિક, ૩ - ક્ષાયોપશમિક, ૪ - ઔદયિક અને ૫ - પારિણામિક. તેમાં –
૧ - ક્ષાયિક ભાવ : કર્મોના સર્વથા ક્ષયથી પ્રગટતા ભાવને ક્ષાયિક ભાવ કહેવાય છે. જેમ જળમાંથી કચરો નીકળી જતાં જળ નિર્મળ બને છે, તેમ આત્મામાં રહેલાં કર્મોનો સર્વથા ક્ષય થતાં આત્મા નિર્મળ બને છે અને અનંત જ્ઞાનાદિ ગુણસંપત્તિ પ્રગટ થાય છે.
૨ - ઓપશમિક ભાવ : શુભ અધ્યવસાય દ્વારા આત્મામાં વિદ્યમાન કર્મોને ઉદયમાં ન આવવા દેવાં તે ઉપશમ ભાવ છે. જેમ જળમાં કતકચૂર્ણ નાંખવાથી કચરો નીચે શમી જાય છે, તેમ કર્મનો ઉપશમ થવાથી થોડા સમય માટે આત્મા જે નિર્મળ ભાવવાળો બને છે, તેને ઔપમિક ભાવ કહેવાય છે.
૨૦
૩ - ઓયિક ભાવ : કર્મના ઉદયથી પ્રાપ્ત થતા ક્રોધ, માન, માયા, લોભ કે રાગ, દ્વેષ આદિના પરિણામો તથા મનુષ્યાદિ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિ, રૂપાળું કે રૂપહીન શરીર, ધનવાન કે નિર્ધનપણું કે પ્રાપ્ત થતાં સારાં-નરસાં નિમિત્તો, તે ઔદયિક ભાવ છે.
૪ - ક્ષાયોપશમિક ભાવ : ઉદયમાં આવેલા કર્મનો વિપાક બતાવ્યા વગર ક્ષય કરવો અને ઉદયમાં નહીં આવેલા કર્મનો ઉપશમ કરવો તે ક્ષયોપશમ ભાવ છે. જેમ કે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ સામે આવતાં તેમાં રાગ-દ્વેષાદિ થવાની સંભાવના છે, પરંતુ તે વસ્તુ કે વ્યક્તિની વાસ્તવિકતાનો વિચાર કરી તેમાં રાગાદિ ભાવો ન થવા દેવા અથવા થતા અટકાવવા તે ક્ષાયોપશમિક ભાવ છે. કર્મોના ક્ષયોપશમથી જ વિનય, વિવેક, સશ્રદ્ધા, સજ્ઞાન, સચ્ચારિત્ર આદિ ગુણોનો વિકાસ થાય છે.
૫ - પારિણામિક ભાવ ઃ ભિન્ન ભિન્ન અવસ્થારૂપે પરિણામ પામતાં ભાવને પારિણામિક ભાવ કહેવાય છે. જેમકે ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ વગેરે...