________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
દુઃખ, પીડાની યાવસ્ મૃત્યુ.સુધીની પણ દરકાર ૨ખાતી નથી. ‘સામેની વ્યક્તિ દુ:ખી થાય કે તેનું મૃત્યુ થાય તો ભલે થાય, મારું ધાર્યું થવું જોઈએ.' આવો ક્રૂરઘાતકી વિચાર રૌદ્રધ્યાનરૂપ બની જાય છે.
૨૫
આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ બને છે તો રૌદ્રધ્યાન નરકગતિનું કારણ બને છે. તેથી દિવસ સંબંધી પાપોનું આલોચન કરતાં સાધકે આવા આર્ત્ત કે રૌદ્ર ભાવોને વશ થઈને દિવસ દરમ્યાન તેનું ચિંતન કે ધ્યાન થયું હોય તો તેનું ખૂબ સૂક્ષ્મતાથી સ્મરણ કરવું જોઈએ. પુન: મન તેવા જ દુર્ધ્યાનમાં ફસાઈ ન જાય તે માટે સજાગ અને સાવધ બનવું જોઈએ. વળી થઈ ગયેલાં દુષ્ટચિંતન અને દુર્ધ્યાનના અનુબંધોથી બચવા, તેના સંસ્કારોનું ઉન્મૂલન કરવા પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે ગુરુભગવંત સમક્ષ આલોચના, પ્રતિક્રમણ આદિ કરી શુદ્ધ થવા પ્રયત્ન કરવો જોઈએ.
મન, વચન, કાયાથી કયા અતિચારો થયા છે, તેની વિચારણા કરી. હવે તે અતિચારો કેવા છે, તે જણાવે છે -
अणायारो अणिच्छिअव्वो असावग्गपाउग्गो
ન ઈચ્છવા યોગ્ય, શ્રાવકને માટે અયોગ્ય (એવા અતિચાર).
VA
ન આચરવા યોગ્ય,
ઉપર જણાવેલા ઉત્સૂત્ર, ઉન્માર્ગ, અકલ્પ્સ, અકરણીય, દુર્ધ્યાન અને દુષ્ટ ચિંતન: એ સર્વ અતિચારો શ્રાવક માટે કરવા યોગ્ય નથી, અને તેથી તે અનાચારરૂપ છે, અને તેથી જ તે લેશ પણ ઈચ્છવા યોગ્ય નથી, શ્રાવક માટે જરાપણ ઉચિત નથી
સામાન્ય દૃષ્ટિથી વિચારતાં અનાચાર તેને કહેવાય કે જે આચરવા યોગ્ય ન હોય. વિશેષથી વિચારતાં જે કાર્ય કરવાથી જૈનશાસનની હીલના થાય, શાસનનું માલિન્ચ થાય, લોકદૃષ્ટિએ જે ખરાબ લાગે, તેવી ચોરી, હિંસા, પરદારાગમન વગેરે પ્રવૃત્તિઓ અનાચારરૂપ કહેવાય છે; કેમ કે, આવી પ્રવૃત્તિ કરતાં શ્રાવકને જોઈ લોકો તુરંત કહે છે કે ‘જૈન થઈને આવું કરે છે ? ધર્મ કરનારા આવા હોય ?' માટે ધર્મનિંદાના કારણરૂપ પ્રવૃત્તિ શ્રાવક માટે ત્યાજ્ય છે. આથી આવી પ્રવૃત્તિ શ્રાવક માટે અયોગ્ય પ્રવૃત્તિ કહેવાય છે. જે પ્રવૃત્તિ શ્રાવક માટે અયોગ્ય હોય તે અનાચાર હોય છે અને માટે તે ઈચ્છનીય પણ નથી હોતી.
14 - यत एवाश्रमणप्रायोग्य अत एवानाचारः, आचरणीय आचारः, न आचारः अनाचारः साधूनामनाचरणीयः, यत एव साधूनामनाचरणीयः अत एवानेष्टव्यः मनागपि मनसाऽपि न प्रार्थनीय इति । · આવશ્યક નિર્યુક્તિ